________________
તુમારશાહી
ભુજના નગરશેઠ.
ભારે મોભાદાર માણસ.
એમને ઘેર લગ્ન આવ્યાં. એકના એક પુત્રનાં લગ્ન, એટલે પછી પૂછવું જ શું ? ખૂબ ધામધૂમથી તૈયારી કરી.
નગરશેઠે મનમાં વિચાર્યું કે બૅન્ડ હોય તો ભારે મજા આવે. પુત્રના વરઘોડાનો રંગ રહી જાય.
ભુજમાં માત્ર રાજ પાસે જ બૅન્ડ. આથી એમણે રાજને અરજી કરી. વિનંતી કરી : “એકના એક પુત્રનાં લગન છે. જીવનનો પહેલો અને છેલ્લો મોટો પ્રસંગ છે. રાજ જો બૅન્ડ આપશે તો ભારે આભારી થઈશ.”
રાજને અરજી મળી. રાજની રીતે કામ ચાલ્યું. અરજી વંચાતી ગઈ, વિચાર થતો ગયો. આખરે ધીરેધીરે છેક રાજવી પાસે આવી.
નગરશેઠની અરજી હોય ને રાજવી ના પાડે ? એમણે અરજી મંજૂર કરી. રાજનાં બૅન્ડ તો નગરશેઠના બારણે આવીને ઊભાં. નગરશેઠના ઘેર ફળિયામાં માંડવો રોપાયો હતો. અંદર મંગળ ગીતો
૨૫ © તુમારશાહી