________________
પેલા માણસે આવીને બાપુને વાત કરી. બાપુનો પિત્તો ઊછળ્યો. બાકી હતું તે અગ્નિમાં ઘી હોમવા ઠકરાણાં જાતે આવીને આખો ડાયરો સાંભળે તેમ બોલ્યાં, “વટનો તો જાણે પાર નથી, પણ એવો કોણ હોય કે જે તમારા જેવા આળસુને એક પાઈનુંય ઉધાર ધીરે. મૂછ વધારે કોઈ માલ ન ધીરે.”
કરાણાંની વાત સાંભળીને મહેમાન તો અચંબામાં પડી ગયા. ડાયરાની હાલત તો કાપો તોય લોહી ન નીકળે તેવી થઈ ગઈ.
ન
દરબારના ગુસ્સાનો પાર ન રહ્યો અને એ ગર્જ્યો. ડાયરાને એમ લાગ્યું કે દરબાર હમણાં ને હમણાં ઘરવાળીના ઊભા ને ઊભા ટુકડા કરી નાખશે.
દરબારે ત્રાડ પાડતાં કહ્યું, “હમણાં ને હમણાં તને વાઢી નાખીશ. તેં મારું નહિ, પણ મારી મૂછનું આ ભરડાયરામાં અપમાન કર્યું છે. મારી આબરૂ ધૂળધાણી કરી નાખી. મૂછ એ તો મરદની શોભા. હવે તો વાઢી જ નાખું.”
દરબારે તો ઊભા થઈને બૂમ પાડી, “અલ્યા મગના, એ અલ્યા મગનો."
દરબારની બાજુમાં બેઠેલો મગનો એમની સામે હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, “જી અન્નદાતા, હુકમ કરો. અમલ કરવા ખડેપગે છું.”
રખુભા દરબારે ફરી ત્રાડ પાડી, “અલ્યા મગના, વાઢી નાખ. ઘરવાળીએ મહેણું માર્યું એ તે સાંભળ્યું કે નહીં? બસ, હવે તો વાઢી નાખ.”
મગનો કહે, “કોને વાઢી નાખું ? બાપુ, કોને વાઢી નાખું?”
બાપુ ગર્જના કરતાં બોલ્યા, “મગના, બીજા કોને હોય ? મારી મૂછને. મૂછ ન હોય તો ઘરવાળી મહેણાં કોને મારશે ? બસ, માટે મારી મૂછ વાઢી નાખ અને મારે માથેથી મહેણાનો ભાર ઉતાર "
મોતીની માળા © ૭૬