________________
હદ છે. તું તારે છાનીમાની જોયા કર ને !”
સવારના પાંચ વાગ્યા. ઠાકોર દાતણ-પાણી કરી, નાહીધોઈને પૂજામાં બેસવાની તૈયારી કરે છે ત્યાં તો દરબારગઢના દરવાજે જટાશંકર કામદાર આવી પહોંચ્યા.
હાથમાં ઘીનો દીવો અને નાળિયેર. દરવાનને કહે : “અલ્યા જા. બાપુને ખબર કર કે જટો કામદાર આવ્યો છે. તે હમણાં ને હમણાં જ આપનાં દર્શન કરવા માગે છે.”
દરવાન કહે, “પણ કામદારસાહેબ, બાપુ તો તમારા પર ભારે રોષમાં છે. તમને જોતાંવેંત જ ઝબ્બે કરશે. તમે બ્રાહ્મણ છો, તે શું કામ મારા પર બ્રહ્મહત્યાનું પાપ ઓઢાડો છો ? છાનામાના ભાગવા માંડોને કામદાર !”
“તું તારે છુટ્ટો. હત્યા તને નહીં લાગે. જા, બાપુને જઈને કહે.”
તમે કામદાર હોત તો-તો કંઈ ન કહું. આ તો બ્રાહ્મણ છો એટલે કહું છું. તમને ભાળતાંવેંત બાપુ ભભૂકશે, હોં..”
એ જુમ્મા મારો. પછી, તું તારે જઈને બાપુને કહે.”
દરવાને જઈને બાપુને ખબર આપ્યા. ઠાકોર તો પૂજામાં બેસવાની તૈયારી કરતા હતા. આ વાત સાંભળીને ઊભા ને ઊભા જ સળગી ગયા.
હું ગામનો ઠાકોર અને મારો પોતાનો હુકમ. આ કામદાર તે મને ભાજીમૂળો સમજે છે ? અલ્યા દરવાન ! જા, કામદારને કહે કે હું આવું છું. તું મામદ કસાઈને બોલાવીને હાજર રાખ. એને કહેજે કે બાપુનો ઇશારો થતાં જટાને ઊભો ને ઊભો મારી આંખ સામે બકરાની જેમ વધેરી નાખે.”
ઠાકોર બહાર આવ્યા. મુખ તો ગુસ્સામાં લાલ સિંદૂરના રંગનું બની ગયું હતું. જટા કામદારને જોતાં જ ત્રાડ પાડી, “કેમ અલ્યા જટિયા, મરવા આવ્યો છે કે ?”
જટાશંકરે તો કશો જવાબ આપ્યો નહીં. એણે તો ઘીનો દીવો કર્યો.
૧૧ © હોઉ તો હોઉં પણ ખરો