________________
બહુ વિચાર કરીને પરસોત્તમભાઈએ એક યુક્તિ શોધી કાઢી. મહેમાન જે ગાડીમાં આવવાના હતા, એ ગાડી આવવાના સમયે જ પરસોત્તમભાઈ ખાટલો ઢાળીને, માથે ગોદડું ઓઢીને હૂહૂકારા કરવા માંડે. ઘરવાળી એમના પગ દાબે.
મહેમાન આવે એટલે ઘરવાળીએ થોડી વાર પગ દાબવા અને પછી ઊભા થઈને કહેવું કે, “લ્યો ! વૈદને બોલાવવા જાઉં છું. વૈદ પણ માળો કોઈક એવો આડાઈનો મળ્યો છે કે એને વળી બોલાવવા જવું પડે. એમ ને એમ ના આવે.”
આમ કહીને ઘરવાળીએ વૈદને બોલાવવા જવાને બહાને ઘરમાંથી નીકળી જવું. પરસોત્તમભાઈએ ગોદડું ઓઢીને અંદરથી “વોય રે ! માડી રે !” એમ કહીને હૂહૂકારા બોલાવવા.
પછી રસોઈ તો કરી ન હોય, ઘરમાં ઘરવાળી ન હોય, પરસોત્તમભાઈ ગોદડામાં મોં ઘાલીને હૂહૂકારા કરતા હોય પછી મહેમાન કેટલો વખત રહેશે? એ પણ કામ લઈને આવ્યો હશે, તે ભૂખ્યો ક્યાં સુધી સૂંઠવાઈ રહેશે ?
આમ ના કહી એવું કહેવાય નહીં. મહેમાનગતિ ના કરી એમ ગણાય નહીં અને બારોબાર ટાઢે પાણીએ ખસ જાય.
ગાડીમાંથી ઊતરીને કામદાર પરસોત્તમભાઈને ઘેર આવ્યા. જુએ તો પરસાળમાં ખાટલો ઢાળ્યો છે. માથે બે ગોદડાં ઓઢીને પરસોત્તમભાઈ હકારા કરે છે. એમની ઘરવાળી પગ દાબે છે.
કામદારને થયું કે ભારે થઈ છે ! એમણે આતુરતાથી પૂછયું, “શું થયું છે પરસોત્તમભાઈને ?”
“કોણ જાણે ?” ઘરવાળીએ ભારે દયામણું મોટું કરીને આંખમાંથી આંસુ પાડતાં કહ્યું, “બસ, આ કલાકથી ગોટો વળીને પડ્યા છે અને તાવ તો સમાતો નથી. જોરજોરથી ચીસો પાડ્યા કરે છે, લ્યો, તમે બેસજો, હોં. હું વૈદને અબઘડી બોલાવી લાવું છું.”
આમ ઘરવાળી તો ગઈ. સમય પસાર થવા લાગ્યો. બિચારા કામદારને એમ કે પરસોત્તમભાઈ સાચોસાચ અચાનક માંદા પડ્યા છે અને આપણે વળી
૩૩ @ પીડા પગે વળગી છે