________________
“કઈ વાત ?” નવાબે પૂછયું.
અને “કલ્યાણરાય કહેતા હતા' એવી પ્રસ્તાવનાથી શરૂ થતી એમણે નવાબને કહેલી વાત આ પ્રમાણે છે :
દેશી રજવાડાના સમયની એક કથા સમાજમાં વહેતી મળે છે.
પ્રોફેસર રામમૂર્તિ. પોતાના જમાનાના સૌથી શ્રેષ્ઠ તાકાતવીર. તેઓ અંગબળના અનેક ખેલો કરે.
આમાં એક ખેલ એવો કરતા કે એક લીંબુ લાવે. એને હાથીના પગ નીચે
દબાવે.
પછી પોતે એ લીંબુનાં છાલછોતરાં હાથમાં લઈને અસાધારણ બળ વાપરીને રસનું એકાદ ટીપું બહાર કાઢતા.
તેઓ પડકાર ફેંકતા કે હવે આ લીંબુમાંથી કોઈ પણ માણસ પોતાનાં આંગળાં ભીનાં થાય, એટલો રસ કાઢી શકે, તો એને એકસો રૂપિયા ઇનામ.
પહેલાં તો હાથીને પગે ઘુંઘું હોય, ત્યાર બાદ રામમૂર્તિએ પોતાની તમામ તાકાતથી એમાંથી એક ટીપા જેટલો રસ કાઢ્યો હોય, પછી એમાં હોય શું ?
એક-બે પહેલવાનોએ આ પડકાર ઝીલવા પ્રયાસ કરી જોયો, પણ એમાં સફળતા કોને મળે ? એટલે પછી તો કોઈ આ ઇનામ લેવા ઊભું થતું નહીં. એક વાર રામમૂર્તિ જૂનાગઢમાં આવ્યા. તેમણે આ ખેલ કર્યો અને અંતે પડકાર ફેંકતાં ઇનામની જાહેરાત કરી. તરત જ એક દૂબળો-પાતળો, અડધા માંદા જેવો માણસ ઊભો થયો.
એણે રામમૂર્તિના હાથમાંથી લીંબુ લીધું. એને નિચોવ્યું. એમાંથી એક નહીં, પણ દશ-બાર ટીપાં રસ બહાર કાઢી બતાવ્યો.
પ્રો. રામમૂર્તિ તો સાચોસાચ દિમૂઢ બની ગયા. આ દૂબળો-પાતળો, માંદલો, ફૂંક મારતાં ઊડી જાય એવો માણસ, આટલો પહેલવાન !
પહેલવાન રામમૂર્તિએ બહુ જ વિનયપૂર્વક પ્રણામ કર્યા ને એ બોલ્યા,
૩૭ © કલ્યાણરાવ કહેતા હતા