________________
બીજું હાસ્યમાં સમાપન પામતો એનો અંત. ઓઠાંમાં અંતે તો સદાચાર અને સદ્ભાવ પર જ ભાર મુકાતો.
હરિકથાકાર આવાં ઓઠાં કહે ત્યારે મુખ્ય વાત ધીમે-ધીમે આગળ વધતી જાય. એ મલાવી-મલાવીને, વાતને બરાબર ચગાવીને ઓઠાં કહેતો જાય. બાળક, કિશોર અને પ્રૌઢ સહુ કોઈને આ ઓઠાં આનંદ સાથે અનુભવજ્ઞાન આપી જાય.
હરિકથાકારોનાં એ ઓઠાં આજ ભુલાતાં જાય છે. આવી કથાઓ સમાજમાંથી લુપ્ત થાય તે પહેલાં વાતને મલાવીને કહેવાની લઢણ સાથે એવાં કેટલાંક ઓઠાંઓ આલેખીએ છીએ.
૭ © આમુખ