________________
વહેલો-મોડો રખડી પડવાનો છે એમ ગામલોકો માનતા.
આખરે એક દિવસ આ સંઘ રખડી પણ પડ્યો.
કોઈ વાતમાં ઠાકોરને ગુસ્સો આવ્યો ને બાપલા ! એ જમાનામાં રાજાનો ગુસ્સો એટલે જાણે જમદૂત જ આવ્યો.
ઠાકોરે તરત ફરમાન કર્યું,
“કામદાર જટાશંકરની વર્તણૂકથી અમે નારાજ થયા છીએ. કામદારે ચોવીસ કલાકમાં રાજ્યની હદ છોડી જવી. ચોવીસ કલાકમાં જો કામદાર રાજ્યની હદ નહીં છોડી જાય તો અમે એને ફાંસીએ લટકાવીશું.”
થઈ રહ્યું ! રાજાનો રોષ ! એના પર દાદ કે ફરિયાદ હોય નહીં.
એ દિવસે આખા ગામમાં તો ગોળ-ધાણા વહેંચાયા. સહુને થયું કે હાશ ! માંડ આ પાપ ટળ્યું !
રાજાએ હદપારી ફરમાવી એટલે મદદે તો કોઈ ચડે નહીં, વાહન કોઈ મળે નહીં. કામદારનાં પત્ની અને છોકરાં તો ભારે અકળાય. વળી રાજની હદ પણ ઘણી આઘી.
કામદારનાં પત્ની કહે, “હવે ઝટ નીકળો, ઝટ, નહીંતર...”
કામદારનાં પત્ની તો બિચારાં પોતાના ભયને વાચા પણ ન આપી શકે ! કઈ હિંદુ પત્ની સાચું જાણતી હોય તોય પોતાના પતિ માટે મોઢેથી અમંગળ વાણી ભાખી શકે? પણ એની અકળામણનો તો પાર નહીં.
- જટાશંકર કહે, “હવે તું અધીરી થા મા, એ તો સહુ સારાં વાનાં થઈ રહેશે.”
પરંતુ કામદારની આવી ટાઢી વાત કંઈ ભયથી થરથરતી પત્નીને ગળે ઊતરે ખરી ?
સવાર પૂરી થઈ, બપોર પણ વીતી ગઈ, સાંજ પડી. કામદાર, પોતાની પત્ની અને નાનાં-મોટાં છોકરાં ઘરની બહાર નીકળ્યાં. મોટાં છોકરાંઓને માથે
૯ © હોઉ તો હોઉં પણ ખરો