________________
પ્રતાપ હીરા શેઠનો.
એવા હીરા શેઠને જીવા પગીથી કાંઈ ના પડાય ?
જીવો પગી કહે, “તમારી વાત તો ખરી. જાનમાં તમારી ભેગો હોઉં તો પછી પાસે કોઈ ચર્લયુંય ફરકે એ વાતમાં માલ નહીં. પણ શેઠ, મારું જરા દુઃખ છે. મને થોડી કુટેવ છે.”
હીરા શેઠ, “મને કહો, હું ક્યાં પારકો છું ?” “રોજ હોકાની પાશેર તમાકુ જોઈએ અને અર્ધો તોલો અફીણ જોઈએ.” હીરા શેઠ કહે, “એમાં શી મોટી મામલત છે? બોલો, બીજું કાંઈ ?”
જીવો પગી કહે, “જુઓ શેઠ, તમારે રખવાળું કરવા જીવા પગીને લઈ જવો છે. મારે એક સુવાંગ (આખું) ગાડું જોઈએ.”
એય આપશું !”
ને મારું ગાડું સહુથી છેલ્લું રહેશે. આખી જાન ઉપર તો જ મારી નજર રહે.”
“એ તો બહુ સારું.” જીવો પગી કહે, ચાલતાં મારે હોકો પીવા જોઈએ.” શેઠ કહે, “તે અમને શો વાંધો છે ?”
જીવો પગી જાનમાં જવા નીકળ્યા. ગાડાં હંકાર્યા, જાનનાં પચીસ ગાડાંમાં છેલ્લું ગાડું પગીનું.
અંદર બે ગાદલાં નાખ્યાં હતાં. પગી એના પર પગ ઉપર પગ ચડાવીને બેઠા. હાથમાં હોકો રાખ્યો. બાજુમાં કસુંબો ઘૂંટવાની ખરલ લીધી.
પચીસ ગાડાંની હેડ્ય ઘુઘરમાળ રણકાવતી વહી જાય. જાનડિયોએ ગાણાં ઉપાડ્યાં. પગી ભેગા હતા એટલે આમ નહીં આવનારાં એવાંય બે-ચાર જણાં જાનમાં આવ્યાં. વગડો ગાજી રહ્યો.
૨૧ © હું જીવો પગી