________________
C વલ.
જીવોપગી
નામ જીવો પગી. જીવો પગી એટલે વાત પૂછો નહીં. એમની બધી જ વાત મોટી. નાની વાત તો પગી પાસે ક્યારેય મળે જ નહીં.
પૂરા પડછંદ આદમી. ભારે પૂળા જેટલી તો મૂછો. માથે મોટાં ઓડિયો. ગળું ચામડાની બોખ જેવું અને પડકારો રામઢોલ જેવો.
આંખ જુઓ તો ચોવીસે કલાક લાલમલાલ. જાણે આંખમાં અંગારા ભર્યા. ગામમાં નીકળે તો લોકો ફફડીને ચાલે.
કૂદકો એમનો વાંદરા જેવો. તરાપ એમની ચિત્તા જેવી. ગર્જના એમની સાવજ જેવી.
પોતાની ડેલીના ફળિયામાં પગી ખાટલો ઢાળીને બેઠા હોય. સામે હોકો ગડગડતો હોય. પગ પર પગ ચડાવ્યા હોય. એમાંય બધી મોટી-મોટી વાતો. હાથીનું પેટ ફાડી નાખે એવી વાતો !
એ કહે : “આ ગાંગડ ગઢના બાપુ શિકારે ગયા હતા. સામેથી ત્રાડ નાખતો સાવજ આવ્યો. બાપુની બંદૂક તો હાથમાં જ રહી ગઈ. મેં કહ્યું, ‘હવે એમાં બાપુ મૂંઝાઓ છો શું? આ જીવો પગી તમારી સાથે છે ને !” બાપુએ મારા
૧૯ © હું જીવો પગી