________________
રાજાની જિંદગી માટે કાશી જવા કબુલ થયા. કાશીમાં સહાયરૂપ થશે એમ માનીને શિક્ષકે પોતાનાં પત્ની અને પુત્રને પણ સાથે લીધાં.
બીજી બાજુ ઘોડારમાં નોકરી કરતા બ્રાહ્મણનું દિલ ભાંગી ગયું, રાજાનો દિલપસંદ ઘોડો ગુજરી જતાં એનું મન કામમાંથી ઊઠી ગયું. આથી એણે પણ નોકરીમાંથી રજા લીધી.
સ્મશાનના જાંગીબાવા તો કહેતા જ હતા કે એમના ગામમાં વસવું મુશ્કેલ બનશે. એમની કુટિર ખાલી હતી. સાધુ તો ચલતા ભલા. ક્યાંક ચાલી નીકળ્યા હશે !
ગામના શિક્ષક અને ભગત મહારાજ ચાર લાખ રૂપિયા અને વાટખર્ચી લઈને રવાના થયા. રૂપિયા વહેંચી લીધા.
છ મહિના વીતી ગયા. રાજાને ઊની આંચ ન આવી. એમણે માન્યું કે કાશીનો વિષ્ણુયાગ સફળ થયું છે ! આપણે માથેથી એક જીવલેણ થાત ગઈ!
૩૩ એ કોની કમાણી ? કોની ખોટ ?