Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ આમ છ મહિના પસાર થઈ ગયા. આખા ગામમાં એમનાં વખાણ થવા લાગ્યાં. કોઈ કહે કે આવા નિસ્પૃહી માનવી તો સતયુગમાંય નહોતા. ગામના કોઈ પૂર્વભવનાં પુણ્ય કે આવા ભગત, આવા યોગી, આવા ઘોડાના જાણકાર અને આવા સાત્ત્વિક શિક્ષક એમાં વસવા આવે. કે એવામાં એક અકસ્માત થયો. માણસ ધારે છે કંઈ અને ઈશ્વર કરે છે કંઈ! શિક્ષકનો જુવાનજોધ દીકરો સાપ કરડવાથી અવસાન પામ્યો. આખા ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ. બધા ભારે હૈયે કહે કે ધર્મીને ઘેર ધાડ' જેવી આ વાત બની. બધા શિક્ષકને હૈયાધારણ આપવા આવે, પણ શિક્ષક તો આવનારા સહુને હૈયાધારણ આપે અને કહે, “આમાં અફસોસ કરવાનો શો ? કોણ કોના માટે અફસોસ કરે ? કોણ કોની માયા કરે છે ? જે ભગવાનનું હતું એ એણે લઈ લીધું. કોઈ પોતાની અનામત લઈ જાય એનો રંજ શો ?” શિક્ષકની સમતાએ તો આખા ગામને ડોલાવી દીધું. પોણું ગામ સ્મશાનયાત્રામાં સામેલ થયું. ગામમાં તો જાણે સોપો પડી ગયો. સ્મશાનમાં જ્યાં જુઓ ત્યાં માણસ ને માણસ. કીડિયારાની જેમ લોકો ઊભરાયા. નદીને કાંઠે ચિંતા ખડકવામાં આવી. વિધિએ ગુજારેલા ગજબની લોકો ભારે હૈયે વાત કરે. જુવાન દીકરો !તેય વળી એકનો એક ! કેવા ભલા ધર્મને ઘેર ધાડ પડે છે આટલો બધો શોરબકોર સાંભળીને સ્મશાનમાં વસતા અોરી યોગી બહાર આવ્યા. નિત્ય સમાધિમાં રહેતા યોગી કોઈ દિવસ ઝૂંપડી બહાર તો દેખાય જ નહીં. આજે સહુએ એમને જોયા, પણ એમનો ચહેરો ક્રોધથી લાલઘૂમ થયો હતો. આંખો સિંદૂર જેવી લાગતી હતી. ગુસ્સાથી ધૂંવાપૂવાં થતાં કહ્યું : કફ છે કોની કમાણી ? કોની ખોટ ?

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81