________________
સમતાધારી શિક્ષકે કહ્યું,
“અરે ભાઈ, આ બધા તો ખાલી ફાંફાં છે. ભગવાનની મરજી હતી એવું થઈ ગયું. હવે મંત્ર તંત્રની વાત ભૂલી જાવ અને રામનામ લો."
પણ ગામલોકો માને શાના ? લોકો તો વિચારે કે શિક્ષક તો વેદાંતી રહ્યા. ભારે મજબૂત મનોબળવાળા છે, પણ એમનાં પત્નીની વેદનાનો તો વિચાર કરવો જોઈએ ને ! કેવું જુવાનજોધ મરણું ! ફાંફાં તો ભલે ફાંફાં, પણ મારવામાં જાય છે શું ?
ગામના આગેવાનો જોગી મહારાજ પાસે પહોંચ્યા અને એમને વિનંતી
કરી.
“હું જોગી મહારાજ !અમે સાંભળ્યું છે કે આપને સંજીવની મંત્ર આવડે છે. તો આ શિક્ષકના એકના એક જુવાન પુત્રને જીવતો કરી દો.”
જોગીરાજ કહે, “એકને જીવતો કરું તો કાલથી આખું ગામ મારી પાછળ પડે. કોને હા કહ્યું અને કોને ના કહું ? મારે વળી એવી માયામાં પડવાની જરૂર સી”
ગામના નગરશેઠે આગળ આવીને જવાબદારી લેતાં કહ્યું, “આપને ગામમાંથી કોઈ કરતાં કોઈ બીજી વાર નહીં કહે, મહારાજ.”
શિક્ષકે તો ખુબ ના પાડી. કહ્યું કે મારા દીકરાના શબ પર કોઈ તાંત્રિકમાંત્રિક પ્રયોગો રહેવા દો. પણ ગામ કંઈ હવે ઝાલ્યું રહે ખરું ? એક તો શિક્ષક દંપતી તરફ ગામને પૂરી લાગણી અને એમાં વળી ચમત્કાર જોવા મળે.
ગામો કર્યો શબ લઈને આવ્યા, અોરી મહારાજે બધાને બહાર કાઢ્યા. કુટિર વાસી દીધી. પોતે નદીમાં સ્નાન કરી આવ્યા. સ્નાન કરી પ્રાણાયામ લગાવીને ચિત્તને સ્થિર કરી મંત્ર ભણીને અંજલિ છાંટી. ત્યાં તો શિક્ષકનો જવાનજોધ દીકરો બેઠો થઈ ગયો.
ચારેકોર આનંદમંગળ છાઈ રહ્યાં. લોકોએ હર્ષના પોકારો કર્યા. જોગી મહારાજની જય બોલાવી. બધા વાજતે-ગાજતે સ્મશાનમાંથી પાછા ફર્યા. મોતીની માળા @ ૭૦