Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ અરે, આટલો બધો શોર શાનો? આ સ્મશાન છે, કોઈ મિજબાનીની જગ્યા નથી. ચાલ્યા જાવ તમે બધા અહીંથી. કોઈ બાગ-બગીચો શોધી લો.” ગામના એક વૃદ્ધજને અઘોરી-જોગી પાસે આવીને સાષ્ટાંગ દંડવતુ પ્રણામ કર્યા. પછી બે હાથ જોડીને કહ્યું, “જોગીરાજ , અમને ક્ષમા કરો. આ ગામમાં રહેતા એક સાત્ત્વિક અને ધર્મનિષ્ઠ માનવીનો એકનો એક જુવાનજોધ દીકરો ગુજરી ગયો છે. એની સ્મશાનયાત્રા છે આ તો.” જોગીરાજે જરા તપીને કહ્યું, “અરે ભાઈ, મરી ગયો તો મરી ગયો. એમાં આટલું બધું શું ? આટલા શોરબકોરની શી જરૂર ? ચાર જણા આવીને કામ પતાવી દો. આમાં અમારી સમાધિમાં ભંગ શા માટે પાડો છો.” અરે જોગીરાજ ! આખા ગામમાં ગમગીનીનો પાર નથી. એટલે તો સહુ સાથ દેવા આવ્યા છે. જુવાન છોકરો, એય વળી એકનો એક. માણસ ઘણો નિષ્પાપ. ગુરુ મહારાજ ! ભારે ગજબ થયો છે.” અરે ભાઈ, મરણથી ડરવાનું શું? તમારે જે કરવું હોય તે કરો. જીવતો કરવો હોય તો જીવતો કરો, પણ મારી ઝૂંપડી પાસેથી ચાલ્યા જાવ.” અરે મહારાજ ! મરેલા તે કોઈ દિવસ જીવતા થતા જાણ્યા છે ?” જોગી મહારાજ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, “તમને સંસારીઓને યોગશક્તિની ક્યાંથી ખબર હોય ! કોઈ સંજીવની મંત્રના જાણકારને બોલાવો. અબી ને અબી છોકરો જીવતો થઈ જશે.” “મહારાજ ! આપને એવા મંત્ર આવડે છે ?” “કેમ નહીં ? જીવવું અને મરવું એ તો જાગવા અને ઊંઘવા જેવી સામાન્ય બાબત છે.” આ સાંભળીને ગ્રામજનો બોલી ઊઠ્યા, “અરે મહારાજ, તો તો આખું ગામ આપને દુઆ આપશે, આ જુવાનને જીવતો કરી દેશો તો.” “અરે, અમને એવી ફુરસદ નથી.” આટલું બોલીને જોગી મહારાજ ઝૂંપડીમાં ચાલ્યા ગયા. પણ પેલા માણસોને ભારે ચટપટી થઈ. સ્મશાનના મોતીની માળા @ ૭૮

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81