Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ કISTકમIIIIી? | કોથil ખોર ૧૩ ચાર બ્રાહ્મણ. ચોપાટના ભારે શોખીન. કામધંધો કંઈ કરે નહીં. બસ, આખો દિવસ બેઠા-બેઠા ચોપાટ રમ્યા કરે. ઘેર હાંલ્લાં કુસ્તી કરે, પણ એની ચિંતા કોને ! અહીં તો સૂરજ ઊગે ચોપાટ શરૂ થાય અને મધરાતે પૂરી થાય. એક દિવસ ચારેય બ્રાહ્મણની પત્નીઓ ભેગી મળી અને એમનો મિજાજ વીફર્યો, તમે લોકો કંઈ કમાતા-ધમાતા નથી. આખો દિવસ બસ ચોપાટ, ચોપાટ ને ચોપાટ. આ અમારે ક્યાં લગી તમારાં ઘર ચલાવવાં ? કેવી રીતે પૂરું કરવું?” એક બ્રાહ્મણ કહે, “એમ આકળા ન થાવ. અમે નથી કમાતા એટલે અમે કમાઈ નથી શકતા એવું નથી. કમાવું તો મારા ડાબા હાથનો ખેલ છે. આ તો એમ કે કોણ મફતની માથાકૂટ કરે. બોલો, તમારે દરેકને કેટલા રૂપિયા હોય તો તમને લાગે કે અમે કમાઈએ છીએ.” કપ © કોની કમાણી ? કોની ખોટ ?

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81