________________
હતા.
બધા દરબારોનો દરબાર અંગ્રેજ ! એનું એક ખાતું ચાલે. રાજકોટમાં એ ખાતું રહે. રાજકોટમાં એ ખાતાનો ઉપરી અંગ્રેજ રહે.
એનું નામ એ.જી.જી. માવજીભાઈ દરબારને કહે, સહુ આપને એક જી કહે. આ ડબલ જી ! દરબારનો પણ દરબાર.
આ એ.જી.જી.ની ઑફિસમાં નાના-મોટા ઘણા અમલદારો. એમાંના એક અમલદાર સાથે બાપુને ઓળખાણ.
કોઈ વાર ડબલ દરબાર(એ.જીજી.)નું પીળું પરબીડિયું આવે ત્યારે બાપુને પીળિયા તાવ જેવું લાગે. બાપુ અમલદાર પાસે દોડે. અમલદાર તરત તાવ ઉતારી દે, બીજો પીળો કાગળ અંગ્રેજીમાં લખીને આપે. એમાં લખે કે તમારા ખુલાસાથી સાહેબ ખુશ થયા છે. સાહેબને દૂધનો શોખ છે. બે ભેંસ મોકલજો. કિંમત મંગાવી લેજો.
બાપુ બે ભેંસ મોકલે. કિંમત કંઈ સાહેબ પાસે લેવાય નહીં. રૂપાળી પાંચસો-પાંચસોની એક ભેસ. બંને ભેંસો અમદાવાદની ગુજરીમાં વેચાય.
જે આવે એમાંથી અડધું અમલદારનું, અડધું માવજીભાઈનું.
આ અમલદારનો એક સગો. નામ માણેકલાલ માણેક નોકરી વગર ઘેર બેઠેલો. ઘેર સ્ત્રી ને બે છોકરા પાલવવાનાં. અમલદારે કહ્યું કે તને ચિઠ્ઠી આપું છું. બાપુ પાસે જા. નોકરી આપશે, બાપુની નોકરીમાં બખ્ખા ! માવજીભાઈને માસિક રૂપરડી ચાલીસ મળે છે, પણ જરૂર પડે તો બાપુને પૈસા ધીરે છે !
માણેક ચિઠ્ઠી લઈને હોંશભર્યો બાપુ પાસે આવ્યો. બાપુએ ચિઠ્ઠી વાંચી.
બાપુ કહે, “ભાઈ ! તારાં સગાંએ અમારાં ઘણાં કામ કર્યા છે. હજી એમની પાસે ઘણાં કામ કરાવવાનાં છે, માટે તને ના તો કેમ કહેવાય ? કાલ આવજે. લેખ કરી દઈશું.”
બાપુએ માવજીભાઈને વાત કરી. એણે મનમાં વિચાર કર્યો કે અમલદારને અભિમાન આવ્યું લાગે છે. મને પૂછવું-ગાડ્યું નહિ અને સીધી ચિઠ્ઠી બાપુ પર
મોતીની માળા છ ૫૮