________________
મગજના જq
૧૧
એક ગામમાં મગન નામનો છોકરો રહે.
નાનપણમાં મા-બાપ મરી ગયાં. સગાંવહાલાં ઓછાં. ખોરડાં પણ ઘરનાં નહીં.
મગન એવો કે આખા ગામનાં ઘરડાં-બુઢાંને મા-બાપ માને. પારકું કામ પોતાનું માને.
ગામમાં કોઈ મરી ગયું હોય તો સહુથી પહેલો મગન હાજર હોય. બાળવાનાં લાકડાંય ઉપાડે ને છેક છેલ્લો નહાય !
ગામમાં કોઈને ત્યાં લગન હોય તો મગન માંડવો નખાય ત્યારથી માંડીને જાન વળાવાય ત્યાં સુધી હાજર હોય.
ગામ આખાનો મત એવો કે મગન આમ તો છે વાંઢો, પણ કામનો માણસ છે ખરો. એમાંય લગ્નગાળો આવે એટલે જાણે પોતે વરનો બાપ હોય, કન્યાનો બાપ હોય, અણવર હોય એમ ઊભા પગે દોડાદોડી કરે.
ગામમાં કોઈ રામલીલા આવે તો એને પાંજરાપોળનો ડેલો બતાવવાથી માંડીને ગામમાં સીધું ક્યાં-ક્યાંથી મળશે એય બતાવે. સરકસ આવે તો તંબુના
૪૯ છ મગનની જાન