________________
બબરચીને બોલાવીને કહ્યું, અરે, તું પણ ઇન્સાન છે કે હેવાન ? આવું કાળુંકાળું કાદવ જેવું શાક હજૂર સલામત માબદૌલતના ભાણામાં લાવતાં તને શરમ નથી આવતી ?”
નવાબે વજીરની સામે જોયું.
“અરે વજીર ! આ શું છે ? તેં જ કહ્યું હતું કે રીંગણાંને માથે મુગટ છે. શાકનો નવાબ છે. એનો રંગ કૃષ્ણ ભગવાન જેવો છે અને હવે તું જ કહે છે કે કાળું-કાળું કાદવ જેવું શાક છે. આમ કેમ ?”
“હજૂર, એનો ખુલાસો બહુ સાદો અને સીધો છે.” “શો છે ?” “હજૂર, હું નોકર નવાબનો છું, કંઈ રીંગણાંનો નથી!”
મોતીની માળા @ ૪૮