________________
બહુત ખૂબ. અરે વજીર ! યે ક્યા ચીજ હૈ ? શિરપે લીલી ટોપી પહેરી
હૈ !”
વજીર કહે : “હા સરકાર ! જેમ વસ્તીમાં આપ નવાબ, તેમ શાકમાં નવાબ રીંગણું. એ માટે ખુદાતાલાએ એનો રંગ દુલદુલ(મોર)ની ડોક જેવો બનાવ્યો છે ને માથે લીલા રંગનો તાજ પહેરાવ્યો છે. હજૂર, આ રીંગણાં એટલે તમામ સરકારીમાં એ સરકારી ! આ રીંગણાં એટલે શાકનો રાજા.”
એમ ! હું પણ નવાબ, ને એ પણ ? બસ, આજથી આપણે આ જ શાક ખાવું. બીજું શાક ન જોઈએ. આ નવાબને ભાણામાં શાકનો નવાબ જ જોઈએ.”
હજૂરનો હુકમ એટલે પછી પૂછવું શું? નવાબી લંગરખાના (રસોડા)માં રોજ નવાબને માટે રીંગણાંનું જ શાક થાય.
નવાબ કહે, “અહોહો ! શો સરસ સ્વાદ છે એનો ! નવાબ એટલે બસ, સાચે જ નવાબ, હોં.”
વજીર કહે, “ત્યારે હજૂર, અમસ્તો એને શાકનો નવાબ કહ્યો હશે ? એના જેવું અમીરી, મસ્ત, સ્વાદિષ્ટ શાક ધરતી પર બીજે ક્યાંય નથી, હજૂર! એટલે તો એના માથા પર મુગટ મૂક્યો છે ને એનો રંગ સાક્ષાત્ કૃષ્ણ જેવો ઘનશ્યામ ! સરકાર, રીંગણાં કરીને તો ભગવાને બસ, હાથ ધોઈ નાખ્યા છે.”
રોજ ને રોજ , સવાર ને સાંજ નવાબના ભાણામાં રીંગણાંનું શાક પીરસાવા લાગ્યું. પંદરેક દિવસ થયા એટલે નવાબને શાકોના નવાબ તરફ અરુચિ થઈ ગઈ. રીંગણાંનું શાક અબખે પડ્યું.
એક દિવસ નવાબ અને વજીર સાથે જમવા બેઠા હતા. ભાણામાં રીંગણાંનું શાક પીરસાયું. નવાબનો ક્રોધ ફાટી નીકળ્યો.
“બીજું કોઈ શાક રાજમાં પાકે છે કે બસ રીંગણાં જ પાકે છે ? ઓહ, કેવો ખરાબ સ્વાદ ! કેવો ખરાબ રંગ !”
ગુસ્સામાં નવાબે થાળીનો ઘા કર્યો. વજીરે સહુને ધમકાવવા માંડ્યા.
મોતીની માળા @ ૪૬