Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ ખીલા નાંખવાથી માંડીને કોને-કોને સરકસવાળાએ મળવું, કોને પાસ આપવા, કોની સલામે માલિકે પોતે જવું અને કોની પાસે મેનેજરને મોકલવો એ બધુંય બતાવે. આ ગામમાં પ્રેમા શેઠને ત્યાં દીકરીનાં લગ્ન આવ્યાં. ખેમા પટેલને ત્યાં ભત્રીજીના વિવાહ ઊજવાયા. દરબારમાં અમારા બાપુએ દીકરાને ખાંડે પરણાવવા કોટા-બારા સુધી જાન જોડી. આ બધામાં મગન આગેવાન ! કામનો કરનારો. એના વિના ડગલુંય ન ચાલે. કોઈ દિવસ કામચોરી નહીં, હરામનું લેવું નહીં, ખાવાનો ચસકો નહીં. કામ, કામ ને કામ ! બધે “મગન ! મગન !' થઈ રહ્યું. એક દિવસ અમારા બાપુએ મગનને કહ્યું, “અલ્યા ! તેં સહુની જાન જોડી, એક દિવસ તારી જાન જોડને !” મગન ઓશિયાળો થઈને બોલ્યો, “બાપુ ! વાડ વગર વેલો ચડે કે ?” અમરા બાપુ કહે, “હવે તું તો અખડદખડો છે. આખા ગામની વાડ જેવો છે. પછી તારે વળી વાડનું શું કામ ? ફરંદો છે તું તો. તું જ વાડ ને તું જ વેલો.” “હોય બાપુ ! ગરીબ માણસની મશ્કરી શું કામ કરો છો ? જાન જોડું તોય તમે મારી જાનમાં થોડા આવો ?” શું કામ ન આવીએ ? જા, સોગન ખાઈને કહું છું કે તારી જાનમાં જરૂર આવીશ.” એક દિવસ પ્રેમા શેઠે ટકોર કરી. તેમણે પણ મગનને આ રીતે જ કહ્યું. પ્રેમા શેઠ હજાર કામ છોડી જાનમાં આવવાનું વચન આપ્યું. ખેમો પટેલ તો ભારે ઓલદોલ આદમી ! એ કહે, “અલ્યા, હજાર બે હજાર જોઈતા હોય તો લઈ જા. પણ જાન જોડ ! એક વાર તારી જાનમાં મહાલીએ.” મોતીની માળા છ ૫૦

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81