________________
રોજ કાના બાપુ હાજર થયા. ગોરાસાહેબને નમીને-લળીને સલામ ભરી. ગોરાએ લાલ આંખો કરીને કહ્યું,
ઓહ હાઇનેસ (નામદાર રાજાજી) ! હજી તમે ગયા નથી ? અહીંયાં કરો છો શું ?”
બાપુ કહે, “સાહેબ, આમ તો અમે સહેજે રોકાઈએ એવા નથી, પણ હજી નવરા પડ્યા નથી, ને ગયા નથી.”
ગોરોસાહેબ કહે, “તમારું કામ તો ક્યારનું પતી ગયું છે !”
બાપુ કહે, “વાત એમ નથી. જુઓ, રાજકોટથી રોજ કા જતી ગાડીના ફક્ત છ ટેમ (સમય) છે. એમાં પહેલા “ટેમની ગાડી તો અમે ઊઠીએ ત્યાં હાલતી થાય છે. અમે સૂર્યવંશી. સાડાઆઠે ઊઠીએ. કસુંબાપાણી કરીએ. હોકાપાણી થાય. એમાં ઝાઝો વખત લાગે અને ગોરાની ગાડી કંઈ થોડી અમારી અદબ રાખે છે ?”
સાહેબ કહે, “અચ્છા, એ પછી તો પાંચ ગાડી રહી.”
બાપુ કહે, “નામદાર, પહેલી ગાડી જાય તે પછી કારભારીને અમે સખત તાકીદ આપી રાખીએ છીએ. જમવા બેઠા હોઈએ, બટકાંવાળી (આગ્રહની રીત) ચાલતી હોય, એમાં વખત વીતી જાય. કારભારી કહું કહું કરતો રહે ને વેરવણ ગાડી વહી જાય.”
ગોરોસાહેબ કહે, “પછી પણ ચાર ગાડીઓ છે.”
બાપુ કહે, “જમ્યા એટલે પથારીમાં. મારીને ભાગી જવું; ખાઈને સૂઈ જવું. અમારા વડવાઓનો આ નિયમ. ઊંઘતા હોઈએ ને ગાડી ગોન ટુ ! કહો, હવે તો ચાર આંખની શરમ કોણ રાખે છે ! ગાડીને બાપુનીય શરમ ક્યાં અડે છે ?”
સાહેબને મજા પડી. એ બોલ્યા, “પછી?”
બાપુ કહે, “હવે રોંઢા વેળા, થોડું કટકબટક. ઉપર ચા-પાણી ને હોકો. હોકામાં આપ નામદાર કંઈ ન જાણો. ભારતનું એ અમૃત છે. એના માટે તો
મોતીની માળા ૨૮