________________
મોટો
| વિચાર
G
વખતચંદ શેઠ. ઘેર ઘોડી હજારની. એ આખા મલકમાં પંકાય. પાંચાળમાં પ્રવાસ કરવાનો થયો. થોડી ઉઘરાણીએ જવાનું થયું.
એક તો ઘોડી કીમતી. એમાં વળી કંઈક ઉઘરાણી પાકે તો જોખમ વધે. એ દૃષ્ટિએ સાથે એક ચોકીદાર લીધો.
રકમ પણ સચવાય અને ઘોડીય જળવાય. ચોકીદારનું નામ રમજુમિયાં. રમજુમિયાં ખૂબ ખબરદાર ગણાય. બંને જણા આનંદ કરતા-કરતા આગળ વધ્યા.
વચ્ચે ચોરોનું ગામ આવ્યું. રાતવાસો ત્યાં કરવો પડે તેમ હતું. એક ધર્મશાળામાં ઉતારો કર્યો.
રાત્રે સૂતી વખતે શેઠ કહે, ‘રમજુભાઈ, સંભાળજો હોં. આ ગામ ચોરનું છે અને આપણી ઘોડી છે કીમતી. માટે બરાબર જાગતા રહેજો. કોઈ લઈ જાય નહીં.”
રમજુમિયાં કહે, “અરે શેઠ, આપ નચિંત રહેજો , બેફિકર બનીને સૂઈ જજો. મેં સિપાઈ બચ્ચા હું.”
૪૧ @ મોટો વિચાર