________________
“રોજ ગળ્યું ખાઈને હવે તો કંટાળો આવે છે. મોં સાવ ભાંગી ગયું છે. બસ, આજ તો જારના રોટલા કરો.”
બરાબર ભોજનના સમયે પેલો બ્રાહ્મણ જમાઈને ત્યાં પહોંચ્યો. જમાઈએ એનો સત્કાર કર્યો. જમવાની વેળા હતી એટલે તરત જ ભોજન કરવા બેઠા. થાળીમાં જારના રોટલા !
બ્રાહ્મણ એકદમ ઊભો થઈ ગયો અને કારના રોટલાને એણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.
“હે મારા બાપ !” બ્રાહ્મણે બે હાથ જોડતાં કહ્યું, “હું તો જાણે સવારે ઘેરથી નીકળ્યો હતો, પણ તમે ક્યારે નીકળ્યા હતા કે અહીં પાછા સામે ને સામે !”
મોતીની માળા છ ૪૦