________________
આમ વિચારીને કામદાર તો પગ દબાવવા બેસી ગયા - ઘરવાળીની જેમ અને એની જગ્યાએ.
પા કલાક ગયો. અર્ધો કલાક ગયો. એક કલાક વીતી ગયો, પણ ઘરવાળી કંઈ પાછી આવી નહીં અને કામદાર તો એની જગ્યાએ પરસોત્તમભાઈના પગ દબાવવા બેસી ગયા હતા.
કલાક થઈ ગયો એટલે પરસોત્તમભાઈએ ધાર્યું કે લપ ગઈ છે. એમણે મોઢા પરનું ગોદડું સહેજ ઊંચું કરીને પોતાની ઘરવાળીના નામથી પૂછયું :
“એલી એ, કાં પછી પીડા ગઈ ?” કામદાર ચતુર માણસ. આખી વાત સમજી ગયા. એમણે કહ્યું : ના, પરસોત્તમભાઈ ! પીડા તો પગે વળગી છે.”
૩૫ @ પીડા પગે વળગી છે