________________
Sી કલ્યાણરાય
છે કે
કહેતા હતા
સૌરાષ્ટ્રની રાજકીય તવારીખમાં શ્રી કલ્યાણરાય જેઠાભાઈ બક્ષીનું નામ ઘણું મોટું અને ઊંચું.
ઈસુની વીસમી સદીના આરંભકાળના એ સમર્થ રાજપુરુષ. ભારે દૂરંદેશી અને એટલા જ ખુશમિજાજી.
કેટલીય ખુશમિજાજી કથાઓ એમના નામ સાથે સંકળાયેલી છે. કલ્યાણરાયભાઈના નામ સાથે જોડાયેલી આવી એક આ કથા છે.
એમ કહેવાય છે કે શ્રી શ્યામજી કૃષ્ણવર્માએ જૂનાગઢની દીવાનગીરી છોડી ત્યારે એ જગ્યા કલ્યાણરાયભાઈને આપવાનો નવાબસાહેબે મનસૂબો કર્યો.
જવાબમાં કલ્યાણરાયભાઈએ કહ્યું, “હજૂર ! મને માફ કરો. મારી પાસે કોઈ ફરિયાદ આવે અને હું એનાં આંસુ લૂછી ન શકું તો મારી દીવાનગીરી સાવ નકામી ગણાય એમ હું માનું છું.”
પણ તમતમારે આંસુ લૂછજો ને ! કોણ ના પાડે છે?” “હજૂર ! એ તો ઠીક, પણ મને એક વાત યાદ આવે છે.”
મોતીની માળા @ ૩૬