________________
પીડા પગે વળગી છે
9
ધોરાજીના પરસોત્તમ શેઠ. ભારે મૂજી, પણ પારકા ઘેર જાય ત્યારે કશું બાકી રાખે નહીં.
જ્યારે-જ્યારે બહારગામ જાય, ત્યારે-ત્યારે કોઈ ને કોઈ ઓળખીતાને ઘેર ઊતરે.
જ્યાં ઊતરે ત્યાં વાત-વાતમાં કહે, “માળું, એક તો આ શરીર છે ખરાબ અને એમાં વૈદ મળ્યો છે માથાનો. આથી કેટલીક કુટેવ પડી ગઈ છે. એને ખબર ન પડે કે આપણે ગામતરે જવું પડે, ઓળખીતા-પારખીતાને ઘેર ઊતરવું પડે. ત્યાં કોણ જાણે કેવું હોય ? નકામા કોઈક ઘેર જઈને ભારે પડીએ ને ?”
આટલી વાત થાય એટલે યજમાનને સહેજે વિવેક તો કરવો પડે. યજમાન એમને પોતાના ઘેર રહેવાનો આગ્રહ કરે. એમની ટેવ વિશે પૂછે. પરસોત્તમ શેઠ આંગળી મળતાં જ પહોંચો પકડી લે અને કહે :
“માળી સવારમાં દૂધ પીવાની મને આદત. વૈદે કહ્યું છે કે દૂધ જ પીવું. થોડી સાકર નાખવી ને થોડી એલાયચી ! બદામ નહીં હોય તો ચાલશે. બપોરે શાક જોઈએ. આંતરડાની જરા ફરિયાદ, ને માળો વૈદ છે ભારે. જુઓ ! સાંજે મારે માટે ઝાઝી લપ ન કરવી. વૈદ તો ભલે કહે, પણ તમતમારે બાજરાના ૩૧ ૭ પીડા પગે વળગી છે