________________
જોઈતું કારવંતું. મંગાવજો
મોહનકાકા. મૂળ મહેસાણાના.
જુવાનીમાં કાઠિયાવાડમાં નોકરી કરી. એજન્સીમાં જમાદાર તરીકે ઘણાં વર્ષો સુધી કામ કર્યું.
ધ્રાંગધ્રામાં નોકરી કરે. મોટા ભાગનો સમય રમણીકલાલને ત્યાં જ ગાળે.
દિવસના બાર કલાક અને મહિનાના વીસ દિવસ એમના ઘેર જ ધામા હોય. એમને ત્યાં જ ખાવા-પીવાનું. ઊઠવા-બેસવાનું પણ એમને ત્યાં જ.
કાળ કાળનું કામ કરે. થોડા સમયે રમણીકલાલ અવસાન પામ્યા. મોહનકાકા નિવૃત્ત થયા અને પોતાના વતનમાં ગયા.
એક વાર રમણીકલાલના પુત્ર જમિયતરામ કોઈની જાનમાં મહેસાણા આવ્યા.
મહેસાણા પહોંચતાં જ જમિયતરામને મોહનકાકા યાદ આવ્યા. બાળપણમાં પોતાને ઘેર મોહનકાકા રહે અને એમની સાથે એ ઘણું રમ્યો-ખેલ્યો હતો.
મોતીની માળા @ ૧૬