Book Title: Motini Mala
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ એવામાં પડકારો થયો, “ગાડાં થોભાવો.” બે બહારવટિયા ઘોડેસવારોએ વગડામાં જાનને રોકી અને ગાડાખેડુને કહ્યું : “જીવ વહાલો હોય તો ગાડાં છોડો ઝટ.” હીરા શેઠ ફફડી ઊઠવા. આગળથી ઠેઠ પાછળ જાવા પત્ની પાસે દોડ્યા. હાંફળા-ફાંળા આવીને બોલ્યા : “અરે પગી ! બે ઘોડેસવાર બહારવટિયા આવ્યા છે. એ કહે છે કે ગાડાં છોડો.’ જીવા પગી મુછે હાથ દઈને બોલ્યા : “એ બિચારાઓને ખબર નહીં હોય કે જીવા પગી સાથે છે અને જાનનું રખોપું એમનું છે. શેઠ ! મરવાના થયા લાગે છે એ ! ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય. ચાલો, હું જ આવું.” જીવા પગીએ ખભે બંદૂક ચડાવી. મૂછોના કાતરા આંબળ્યા. ગાડામાંથી નીચે ઊતર્યા. ધીરેધીરે છેક બહારવટિયા પાસે પહોંચ્યા અને બોલ્યા : “ક્રમ અલ્યા, મરવાના થયા લાગો છો ?” લૂંટારા કહે, “મરવાના હઈશું તો મરશું. માથા સાટે માલ ખવાય. વાટ ટૂંકી કરો. ગાડાં છોડો " જીવા પગીએ શેઠ તરફ ફરીને કહ્યું, “હા શેઠ, છોડો ગાડાં. બીશો મા. જોઈએ તો ખરા કે ભડના દીકરા કરે છે શું ? એક-એકને વાઢીને સહસ્ર કટકા ન કરું તો મારું નામ જીવો પગી નહીં, શેઠ ! એ કહે છે તો છોડો ગાડાં." ગાડાંખેડુએ ગાડાં છોડવાં. બહારવટિયા જબરા અને જોરવાળા હતા. તરત જ બોલ્યા, “ચાલો હવે, માલ હોય એ કાઢી નાખો.” ગભરાયેલા શેઠે આશાની મીટ માંડતાં જીવા પગીને કહ્યું, “પગી, આ તો માલ કાઢવાનું કહે છે." જીવો પગી કહે, “તે આપણે કાંઈ ચોરીનો માલ થોડો લઈ જઈએ છીએ! મોતીની માળા © ૨૨

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81