________________
આથી જમિયતરામ મોહનકાકાનું ઘર શોધવા લાગ્યા. ઘણે ઠેકાણે પૂછ્યું, ઘણી તપાસ કરી ત્યારે આખરે મોહનકાકાનું ઘર મળ્યું.
“ઓહો...હો...પધારો....પધારો... તમે ક્યાંથી ? ક્યારે આવ્યા ? ક્યારે જવાના છો ? ક્યાં ઊતર્યા છો ?”
આમ બોલતાં-બોલતાં મોહનકાકાનું હૈયું ગદ્ગદ બની ગયું. જમિયતરામને જોઈને એમના અંતરમાં તો જાણે આનંદનો મહાસાગર ઊમટ્યો.
જમિયતરામ કહે છે
“એક સ્નેહીની જાનમાં આવ્યો છું અને જાનીવાસે જ ઊતર્યા છીએ.”
“હા, ભાઈ હા. જાનીવાસ હોય એટલે શું કહીએ તમને ? નહીં તો અમારે ત્યાં જ ઊતરવાનું હોય ને તમારે. આપણો સંબંધ કેટલો જૂનો ! તમારા બાપની સાથે તો અમારે ઘરોબો. એમના રાજમાં તમારે ઘેર શી મજા કરી છે, શી મજા કરી છે ! તમે તો એ વખતે નાના એટલે તમને એ બધું ક્યાંથી યાદ આવે ? પણ હું તમારો કાકો જ થાઉં, હીં. તમારા બાપ સાથે એવો તો અમારે સંબંધ. જાનીવાસ છે, પહોંચતું ઘર છે એટલે શું કહીએ ? આમ તો શી કમીના હોય ? પણ કંઈ જોઈતુંકારવતું હોય તો જરૂર મંગાવી લેજો.”
થોડી પ્રાસ્તાવિક વાત કરીને જમિયતરામ ઊભા થયા. મોહનકાકાએ
વાર્તામાં ભાવ તો ઘણો બતાવ્યો. ડેલી સુધી વળાવવા આવ્યા અને બોલ્યા,
“આ માથું તમે આવ્યા ને અમે તો ચાના પ્યાલામાંથી પણ ગયા. પણ શું કરીએ ? હમણાં જ નખેદ બિલાડીએ આવીને દૂધ ઢોળી નાખ્યું એટલે પછી ખાલી વિવેક શો કરવો ? અમને એવું ના ગમે. અને તમે ક્યાં પારકા છો ? જોઈનુંકારવનું મંગાવજો, હોં ! આ તમારું જ ઘર છે."
જમિયતરામ જાનીવાસે પાછા આવ્યા. રાત પડી. ગરમી લાગવા માંડી. બાફ એટલો લાગે કે ઓરડામાં ઊંઘ આવે નહીં. જમિયતરામ આમથી તેમ પડખાં ઘસે. આખરે કંટાળીને પથારીમાંથી ઊભા થયા. બહાર આવી આંટા મારવા માંડ્યા.
૧૭ ” જોઈતુ કારવતું મંગાવજો