________________
જાનીવાસનું ફળિયું મોટું હતું. જમિયતરામને થયું કે એકાદ ખાટલો મળી જાય તો ફળિયામાં નિરાંતે સૂઈ શકાય. તરત જ મોહનકાકા યાદ આવ્યા. એમણે એક માણસને મોહનકાકાને ત્યાં ખાટલો લેવા મોકલ્યો.
થોડી વારમાં મોહનકાકાનો જવાબ આવ્યો,
“ખાટલો ! અરે ભાઈ ખાટલો જોઈએ ને અમારાથી ના પડાય ખરી ? પણ માળું ખાટલો તો સાલવવા દીધો છે ને સુથાર આજે જ બહારગામ ટળ્યો. પણ ભાઈને કહેજો કે બીજું કંઈ જોઈતું કારવતું મંગાવી લેજો, હોં !”
જમિયતરામે જેમતેમ રાત પૂરી કરી. સવાર પડી. જાનીવાસમાં ચા આવી. ચા પાણી પીવાના પિત્તળના પ્યાલામાં હતી. ચા ઠરીને બરફ જેવી થાય તોય પ્યાલો હાથમાં ન ઝલાય એટલો ગરમ રહે.
જમિયતરામે વળી મોહનકાકાને ત્યાં માણસ મોકલ્યો અને કહ્યું, “બીજું કંઈ નહીં તો બે-ચાર રકાબીઓ તો મોકલાવશો.” માણસ જવાબ લઈને આવ્યો -
અરે ! બે-ચાર શું કામ, બે ડઝન લઈ જાઓ ને. અમારે મોકલવી જ જોઈએ. આપણો નાતો કંઈ આજકાલનો છે ? પણ સાળું, બધીય રકાબી ફૂટીતૂટી ગઈ હતી અને કાલે જ ભંગારમાં આપી દીધી. પણ ભાઈને કહેજો કે બીજું કંઈ જોઈતું કારવતું હોય તો જરૂર મંગાવજો, હોં !”
મોતીની માળા ૧૮