________________
દીવામાં નાળિયેરની આંચ લીધી. ફરતી ત્રણ પરિક્રમા કરી. નાળિયેર વધેર્યું અને એક શેષ ખાઈને બાપુના પગમાં સાષ્ટાંગ દંડવતુ કરીને પડ્યો. જમીન પર લાંબા થઈને સૂતાંસૂતાં બોલ્યો, “બસ બાપુ, હવે મને ફાંસી દઈ ઘો.”
જટાશંકર ઉપર ઠાકોરને પારાવાર રોષ હતો, આંધળા ભીંત કરે એવો. એને મારી નાખવાની તૈયારી કરી હતી, પણ બાપુને જટાશંકરનું આ નાટક કૌતુકભર્યું લાગ્યું. એમણે ફરી ત્રાડ પાડી, જાણે માણસમાર સિંહ ત્રાડ્યો,
આ બધું નાટક શું છે, જટિયા ? તારા મનમાં એમ કે આવું નાટક કરીશ એટલે હું તને છોડી મૂકીશ, એમ ને ?”
બાપુ, આપને તો આ સકળ સંસાર નાટક જ છે. મારે મન જીવનો સોદો છે. હું દયા માગતો નથી અને મારે માગવી પણ નથી. મને હવે ઝટ ફાંસી દઈ દો. સવાર સુધી પણ શું કામ રાહ જુઓ છો ? હું કહું છું ને કે મને હમણાં જ ફાંસી આપી દો.”
ઠાકોર વિચારમાં પડ્યા. આ શું ? ફાંસીની સજા થાય, ભાગી જવાનું હોય. આ તો સામે ચાલીને સજા માગવા આવે છે. ઠાકોરના અનુભવ બહારની આ વાત હતી.
અલ્યા, આ બધું છે શું ?” બાપુ, કાંઈ નથી. સામે ચાલીને ફાંસી ખાવા આવ્યો છું.” “શું કામ ! ગાંડો થયો છે !”
“અરે બાપુ ! ગાંડું તો આ ગામ છે. ગાંડું તો તમારું આખું રાજ છે. હું ડાહ્યો છું, મને ઝટ ફાંસી દો ને. નકામો વખત જાય છે.”
પણ મારે જાણવું તો જોઈએ ને કે તને આટલી બધી ઉતાવળ કેમ થાય છે ?”
બાપુ, એ જાણીને આપને કામ શું છે ? નાહકની મારી આખી રમત બગડી જાય.”
મોતીની માળા ૧૨