Book Title: Mohan Charitam Author(s): Damodar Sharma Publisher: Devkaran Muljibhai View full book textPage 9
________________ વિજ્ઞાપના. આ ચરિત્રના સંબંધમાં ટ્રકમાં જે કંઈ લખવાનું હતું તે સંસ્કૃતમાં લખ્યું છે. તે પણ સંસ્કૃત ભાષાના અજાણ લોકોને જાહેર કરવાવાસ્તે ભાષામાં થોડું લખવાની જરૂર છે જ. મુનિરાજ શ્રી મોહનલાલ મહારાજજીના શિષ્યનું અધ્યાપકત્વ આજ પાંચ વર્ષ થયાં મેં ધારણ કર્યું છે. તેટલી મુદતમાં પ્રસ્તુત ચરિત્રનાયકના જે લોકોત્તર ગુણ મારી નજરમાં આવ્યા તેથી હું ઘણે રાજી થયે છું. ગમે તે અધમ હોય તેપણ તેને ધમાં કરવાની જે વચનકલા મેહનમુનિજીમાં રહી છે, તેવી આજ જૈનસંઘમાં પ્રાયઃ દુર્લભ છે. કદાચ હશે તે એક બે ઠેકાણે જ ! શા. ધર્મચંદ ઉદેચંદનો સંઘ સુરતથી પાલીતાણે ગમે ત્યારે પ્રસ્તુત મહારાજ શ્રી તેની જોડે પધાર્યા હતા, અને હું પણ તે વખતે તેમના પરિવારમાં હતું. મહારાજ ઉપર અપરિમિત રાગ રાખનારા કેટલાક ભવ્યજીએ એમનું જન્મચરિત્ર લખવાવાસ્તે મને પાલીતાણે જતાં રસ્તામાં પ્રેરણા કરી. પછી જેનયંત્તેજક મંડળયે છપાવવાનું કામ માથે લીધું, ત્યારે આ કામને ઘણું જ ઉત્તેજન મળ્યું. પ્રથમ આ ગ્રંથના મૂળની સંસ્કૃતમાં મે રચના કરી, અને તે મૂળમાત્ર છપાવવાનો પહેલો વિચાર હતા; પણ બધાને લાભ થવાવાસ્તે બાલાવબોધ કરવાનો પ્રયન કરો. બાલાવબોધ કઠણ નહીં થવાવાસ્તે મૂળ ગ્રંથને ભાવાર્થ માત્ર લીધે છે. નિર્ણયસાગરના અધિપતિસાહેબે આ ગ્રંથ છાપવાનું કામ મારા મનમાફક કર્યું છે, અને નવીન ગ્રંથ હોવાથી જે વધારે તસ્દી પડી તે સહન કરી, વાતે હું તેમનો આભાર માનું છું. તેમજ બાલાવબોધનાં પુસ તપાસવાના કામમાં શા. ફતેચંદ કપૂંરચન્દ્ર લાલને ઘણું મેહનત લીધી તેથી તેમને પણ આભાર માનું છું. એમાં જે કંઈ દેષ રહ્યા હોય તે સુધારી લેશમાત્ર ગુણ હોય તે લેવાની સજજને કૃપા કરશે, એવી હું આશા રાખું છું. મુંબઈ, કાર્તિક શુદિ ૫ ને મંગળવાર – પંડિત દામોદર ગોવિંદાચાર્ય કાનડે. સંવત્ ૧૫ર. જૈનગ્રન્થજક મંડળીના મેંબરનાં નામે. શા, દેવકરણભાઈ મૂળજીભાઈ શા મૂળચંદ હેમરાજ, શારા કેસરીચંદ ઉત્તમચંદ, શ. મૂળચંદ ઇચ્છાચંદ, શાત્ર અમેચંદ કસ્તુરચંદ, શા૦ હેમચંદ મૂળચંદ, શાહ મોતીચંદ હેમરાજ, શાભાઈચંદ રતનચંદ.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202