Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પણ ક્ષમા કરજો હું આપને ઓળખી શક્યો નહીં.” એ સ્ત્રીએ કહ્યું, “હા, એ સ્વાભાવિક છે, કારણ કે આપણે ક્યારેય અગાઉ મળ્યાં નથી.” એ પછી એ સ્ત્રીએ સ્વપરિચય આપ્યો. સર આઇઝેક ન્યૂટને જોયું કે એ સ્ત્રી કશુંક કહેવા ઇચ્છતી હતી અને કહી શકતી નહોતી, તેથી એમણે કહ્યું, “આપને જે કંઈ કહેવું હોય તે નિ:સંકોચ કહેશો.” પેલી સ્ત્રીએ કહ્યું, “હા, મારે એક વાત કહેવી હતી અને તે માટે જ ખાસ આવી છું.” “કહો, શી વાત છે ? જરૂર કહો.” પેલી સ્ત્રીએ કહ્યું, “હું આપનાં સંશોધનકાર્યોથી સુપેરે પરિચિત છું. હું એટલું જ કહેવા આવી છું કે આપની અગાધ વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ સંશોધનશક્તિ પ્રશંસનીય છે. આપનાં શોધ-સંશોધનોએ વિશ્વને ઉપકૃત કર્યું છે, આથી ખાસ અભિનંદન આપવા આવી છું.” - સર આઇઝેક ન્યૂટને કહ્યું, “અરે ! મેં ક્યાં કંઈ મોટું કામ કર્યું છે? તમારી આટલી મોટી પ્રશસ્તિને હું યોગ્ય નથી. હું તો સત્યના વિશાળ સાગરના કિનારે બેઠેલા એક બાળક જેવો છે, જે માત્ર કાંકરાઓ જ વીણી રહ્યો છે.” મહાવિદ્વાન અને સમર્થ વિજ્ઞાનીની નમ્રતા અને નિરાભિમાનીપણું જોઈને એ સ્ત્રી મનોમન એમની મહાનતાને નમન કરી રહી. કારકિર્દીના પ્રારંભકાળમાં નેપોલિયન બોનાપાર્ટને ફ્રેન્ચ સરકારે આસ પર લશ્કરી સલાહકાર નીમ્યા. એ સમયે ક્રાંતિકારી ફ્રાન્સ સાથે ઑસ્ટ્રિયા, પ્રશિયા આરોહણ વગેરે યુરોપીય સત્તાઓનું ઘર્ષણ ચાલતું હતું. એમાં પણ ૧૭૯૬માં ફ્રાન્સ એના પ્રખર દુશ્મન ઑસ્ટ્રિયા સામે વિજય મેળવવા માટે નેપોલિયનને મોકલ્યો. આ સમયે ફ્રેન્ચ દળોની સફળતા વિશે સહુને શંકા હતી, કારણ કે ફ્રેન્ચ દળો પાસે યુદ્ધની સાધનસામગ્રીનો અભાવ હતો. વળી અત્યંત દુર્ગમ એવા આગ્સ પર્વતને ઓળંગે તો જ નેપોલિયન ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના સુધી પહોંચી શકે તેમ હતો. દુર્ગમ આલ્સ પર્વતને ઓળંગવાનો રસ્તો શોધતાં નેપોલિયન પર્વતની તળેટીમાં વસતી એક વૃદ્ધા પાસે ગયો અને વૃદ્ધાને આશ્મ પાર કરવાનો રસ્તો બતાવવા કહ્યું. નેપોલિયનની વાત સાંભળીને વૃદ્ધાએ ખડખડાટ હસતાં કહ્યું, મૂર્ખાઈ કરતો મા, તારા જેવા કેટલાય આ દુર્ગમ પહાડને ચઢવાનો પ્રયાસ કરતાં પોતાના પ્રાણ ગુમાવી બેઠા છે. અકાળે મૃત્યુને ભેટવાને બદલે અહીંથી પાછો વળી જા.” મનની મિરાત ૨૧ જન્મ અમારી, ૩. જોશ, લિન્કોમનાઈ. ઇંગ્લૅન અવસાન ઃ ૩૧ માર્ચ, ૧૩૨૩, કેન્કિંગટોન, લંડન, ઈંગ્લૅન્ડ ૨૦ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82