Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ ગયા, ત્યારે તેઓ એક છોડ રોપી રહ્યા હતા. મિત્રએ વિશ્વના વર્તમાન સમયના રાજકીય પ્રવાહો અંગે ચર્ચિલને પ્રશ્નો કર્યા. એના જવાબમાં ચર્ચિલે કહ્યું, “દોસ્ત, આ બાગબાની કરવામાં ભારે મજા આવે છે.” મિત્રએ કહ્યું, “પણ મારે આપને કંઈક પૂછવું છે.” સર વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, “મને પૂછવું છે ? બે બાબતમાં તમે નિઃસંકોચ પૂછી શકો છો. એક તો તમે મને બાગકામ વિશે પૂછો અથવા નિયમિત બાઇબલ વાંચું છું તેને વિશે પૂછી શકો છો.” - મિત્રએ કહ્યું, “ના, મારે તો તમારા જેવા મુત્સદ્દીન રાજ કારણ વિશે પૂછવું છે.” વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, “દોસ્ત, મેં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. મારું એ કામ પૂરું થયું. હવે મને રાજનીતિમાં લેશમાત્ર રસ નથી. હવે તો શ્રમ અને પ્રાર્થના એ જ મારું જીવનકાર્ય છે.” મહાત્મા ગાંધીજી ને જે મના નિબંધમાંથી ‘સવિનય કાનૂનભંગની સંજ્ઞા પાપની. મળી હતી તેવા પ્રકૃતિની ગોદમાં જીવન ગાળનારા હેન્રી ડેવિડ થોરોને વિશ્વાસ કબૂલાત હતો કે આ જગતમાં તત્ત્વતઃ તો ઉદાત્ત કોટિનાં તત્ત્વો વ્યાપ્ત છે. આ હેન્રી થૉરીએ વાલ્ડન સરોવર પાસેના જંગલમાં કુટિર બાંધીને રહેવાનું શરૂ કર્યું. એ કુટિર પણ એણે જાતે બાંધી હતી. સાદાઈભર્યું જીવન ગાળવું, પ્રકૃતિનિરીક્ષણમાં સમય પસાર કરવો અને કુદરતની વચ્ચે રહીને કલ્યાણભાવના અનુભવવી, પોતાના અંતઃકરણને અનુસરવું, કરકસરભરી રીતે જીવવું - એ બધા હેન્રી ડેવિડ થોરોના વિચારો હતા અને એ વિચારોને એણે પોતાના જીવનમાં અમલમાં મૂક્યા હતા. હેન્રી ડેવિડ થોરો જીવનનું ઊંચું મૂલ્ય આંકતા અને એવાં મૂલ્યોથી જ એમણે જીવન વ્યતીત કર્યું. એમણે એમના મોટાભાગનું જીવન અમેરિકાના મેસેગ્યુસેટ્સ રાજ્યના કૉન્ફર્ડમાં પસાર કર્યું. ગુલામીની પ્રથા વિરુદ્ધ ઝઝૂમનાર જ્હૉન બ્રાઉનને ફાંસી આપવામાં આવતાં હેન્રી થૉરોને ભારે આઘાત લાગ્યો. એમનું સ્વાથ્ય કથળ્યું. મનની મિરાત ૭૧ જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, બેલિનહાઉમ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬પ, ઑક્સફર્ડ થ્રાઇહાઇડ પાર્ક, લંડન, ઇંગ્લૅન્ડ ૭૦ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82