Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ પૉર્ટરને આટલું બધું માન શા માટે ? એ મહિલાએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ તો રશિયાના સુખી ઉમરાવોમાંના એક કાઉન્ટ લિયો ટોસૅય છે. ઉચ્ચ વિચારો અને સાદગીભર્યા જીવનમાં માનતા ટૉલ્સ્ટૉયની પાસે એ મહિલા આવી અને એણે પોતાના ગેરવર્તન માટે માફી માગી. મહિલાએ કહ્યું, “મને માફ કરો. હું આપને ઓળખી શકી નહીં. કૃપા કરીને મેં તમને જે થોડા છૂટા પૈસા આપ્યા હતા, તે પાછા આપો. મને મારી જાત પ્રત્યે ખુબ શરમ આવે છે.” કાઉન્ટ લિયો ટૉલ્સ્ટૉયે કહ્યું, “ના, એ તો મારી કમાણીના પૈસા છે. એની મારે મન ઘણી મોટી કિંમત છે. મને વારસામાં મળેલી અઢળક સંપત્તિ કરતાંય એ વધુ મૂલ્યવાન છે. માટે એ હું નહિ આપું.” નોબેલ પારિતોષિક વિજેતા જર્મન ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇન મારું કામ સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક તરીકે વિખ્યાત બન્યા. કરીશ કુશળ વાયોલિનવાદક, આદર્શ શિક્ષક, પ્રખર ગણિતજ્ઞ અને ઉત્કૃષ્ટ સંશોધક એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇને એમની સૂઝ અને સમજ દ્વારા વિશ્વમાં અગ્રણી વિજ્ઞાની તરીકે વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવી. એમની અદભુત શોધોને પરિણામે વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મૂળભૂત પરિવર્તન આવ્યું. જર્મન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મળવા માટે એમના એક મિત્ર એમના બર્લિનના નિવાસસ્થાને આવ્યો. બંનેએ સાથે એક વેધશાળા જોવાનું નક્કી કર્યું અને એને માટેનો દિવસ અને સમય પણ સુનિશ્ચિત કર્યા. આ વેધશાળા પોટ્સ ડેમ પુલ પાસે આવેલી હતી એટલે એ પુલના આગળના છેડે મળવાનું નક્કી કર્યું. એમના મિત્ર મૂંઝવણ અનુભવતા હતા કે તેઓ આ બર્લિન શહેરમાં નવાસવા આવ્યા છે અને કદાચ જગા શોધવામાં વિલંબ થઈ જાય તો આ મહાન વિજ્ઞાનીને રાહ જોવી પડે. મનની મિરાત ૧૫૧ જન્મ : ૯ સપ્ટેમ્બર ૧૮૨૮, યાસ્નાયા પોલિયાના, રશિયા, અવસાન : ૨૦ નવેમ્બર ૧૯૧૦, આપોવો, લેવટૉલ્સ્ટોય, રશિયા ૧૫૦ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82