Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ પસંદ પડી હોય એવી કૃતિ અમે આપને આપવા ઇચ્છીએ છીએ.” સૉક્રેટિસે કહ્યું, “ઘણી કલાકૃતિઓ સુંદર છે. એની પાછળ કલાકારોએ જીવ રેડીને કામ કર્યું છે. પરંતુ મારે કોઈ કલાકૃતિની જરૂર નથી.” નજીકના સાથીઓએ કહ્યું, “અરે ! તમે આટલાં બધાં વખાણ કર્યાં, તો એકાદ કલાકૃતિ તો સ્વીકારો? યોજકોની ઇચ્છાને તો માન્ય રાખો." સૉક્રેટિસે કહ્યું, “શા માટે ? કલાકૃતિ ગમે તો જરૂર એની પ્રશંસા કરવી જોઈએ, પરંતુ કલાકૃતિની મારે જરૂર ન હોય તો એ લેવાનો અર્થ શો ? મારે તો મારા ઉપયોગનું જ રાખવાનું હોય, આવો પરિગ્રહ ઊભો કરું તો હું જાઉં ક્યાં ? બિનજરૂરી ચીજવસ્તુઓનું જીવનમાં કોઈ સ્થાન નથી. આપણા વૈદ્યો ઉત્તમ ઔષધો બનાવે છે, પરંતુ એનો અર્થ એ નહીં કે મારે એ બધાં જ ઔષધો લેવાં જોઈએ, સમજ્યા ? જેની જરૂર ન હોય તેવી ચીજવસ્તુઓનો સંગ્રહ કાં તો અડચણ ઊભી કરે છે અથવા તો આપત્તિરૂપ બને છે." જન્મ - ઇ. પૂ. ૪૬૯, અર્થેન્સ, ગ્રીસ અવસાન ૐ ઈ. પૂ. ૩૯, અથેન્સ, ગ્રીસ ૧૫૬ મનની મિરાત વિશ્વયુદ્ધ સમયે બ્રિટનનો દોર એના મહામુત્સદ્દી પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ સિસોટીનો સંભાળતા હતા. અવાજ ચર્ચિલની નામના કડક વહીવટકર્તા અને મજબૂત સંકલ્પ ધરાવતા રાજપુરુષ તરીકે હતી. એમનો ગંભીર ચહેરો જોઈને જ એમની સામે બોલવાની ભાગ્યે જ કોઈ હિંમત કરતું. બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાંથી નીકળીને વડાપ્રધાન ચર્ચિલ પોતાના કાર્યાલયમાં જતા હતા. ચોકીદારો સલામી સાથે સાવધ ઊભા હતા. એમની મોટરકાર આવી રહી હતી, એવામાં ચર્ચિલની પાસેથી એક પંદર વર્ષનો યુવાન પસાર થયો. એ લહેરી યુવાન સિસોટી વગાડતો જતો હતો. ચર્ચિલને સિસોટીનો અવાજ સહેજે ગમે નહીં. જુવાનિયાઓ આ રીતે સિસોટી વગાડતા નીકળે તે સહેજે પસંદ નહીં એટલે ચર્ચિલે સત્તાવાહી અવાજે કહ્યું, “એય ! સિસોટી વગાડવી બંધ કર.' મનની મિરાત ૧૫૭

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82