Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 79
________________ ગયું. પ્રયોગશાળામાં જ સઘળો સમય વિતાવનારા આ વૈજ્ઞાનિક પક્ષીની સારવાર પાછળ લાગી ગયા. એમણે શહેરના કુશળ ડૉક્ટર પાસે જઈને પક્ષીને બચાવવા માટેના પ્રયત્નો કર્યા અને કેટલાક દિવસની સારવાર પછી એ પક્ષી હરતુંફરતું થયું, પરંતુ આ સમયગાળા દરમિયાન આ પક્ષીના બીજા સાથીઓ તો દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા હતા. હવે કરવું શું ? આ પક્ષી એના સાથીઓ વિના એકલુંઅટૂલું જીવશે કેમ ? આ વિચારે એડિસન વિહ્વળ બની ગયા. દક્ષિણના પ્રદેશમાં પાનખર હોય, ત્યારે આ પક્ષીઓ અહીં આવતાં હતાં અને વસંત આવતાં પાછાં દક્ષિણ અમેરિકા ભણી સ્થળાંતર કરતાં હતાં. એડિસને એક સરસ પેટી બનાવી. એમાં ઘાસની અને પાણીની વ્યવસ્થા કરી અને પછી દક્ષિણ અમેરિકાના એક શહેરમાં એ પેટી મોકલી. જે કંપનીને આ પેટી આપી હતી. એને ખાસ તાકીદ કરી કે તમે આ શહેરમાં જઈને પેટી ખોલીને એમાંથી આ પક્ષીને મુક્ત કરી દેજો. આ કામ પૂરું થયાનો સંદેશો પણ મને મોકલજો. એસ્પેસ કંપનીએ આ વિજ્ઞાનીની ઇચ્છા પૂર્ણ કરી. ગ્રીસના પ્રસિદ્ધ તત્ત્વચિંતક સૉક્રેટિસે એના વિચારોથી ગ્રીસમાં વૈચારિક ધંતિનું ઉપયોગનું સર્જન કર્યું. મહાનગરની શેરીઓમાં ઊભો રહીને એ પ્રવચન આપતો અને પોતાના જ રાખું ! વિચારોથી પ્રજાને અવગત કરાવતો. એના જ્ઞાનથી આકર્ષાઈને પ્લેટો જેવા કેટલાય વિદ્યાર્થીઓ એમની પાસે આવવા લાગ્યા. તત્ત્વજ્ઞાની સૉક્રેટિસને મહાનગરમાં યોજાયેલા સુંદર અને મૂલ્યવાન પ્રદર્શનમાં આવવાનું નિમંત્રણ મળ્યું. પોતાના પ્રિય શિષ્યો સાથે સૉક્રેટિસ આ પ્રદર્શનમાં ફર્યા. એકેએક ચીજવસ્તુને એમણે ઊંડા રસથી નિહાળી. કઈ રીતે એ બનાવાય છે, શેમાંથી બનાવાય છે અને એ બનાવવામાં કેટલો સમય આપવો પડે છે, એ બધું જ રસપૂર્વક જાણ્યું. સુંદર કલાકૃતિ જોતાં એમણે કારીગરની કે કલાકારની પ્રશંસા કરી. કોઈ કલાકૃતિ માટે પોતાના હૃદયનો આનંદ પ્રગટ કર્યો, તો કોઈ કલાકૃતિ માટે કલાકારને બોલાવીને એમણે અભિનંદન આપ્યાં. સમગ્ર પ્રદર્શન જોયા બાદ આયોજકે આ તત્ત્વચિંતકને પૂછ્યું, “આ પ્રદર્શનમાં મુકાયેલી અનેક કલાકૃતિઓ અને ચીજવસ્તુઓ આપને પસંદ પડી છે. એમાંથી આપને સૌથી વધુ જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૮૪૩, મિલાન, કાપો, અમેરિકા અવસાન : ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ રેજ, ન્યૂજર્સી, અમેરિકા ૧૫૪ મનની મિરાત મનની મિરાત ૧૫૫

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82