Page #1
--------------------------------------------------------------------------
________________
મનની મિરાતા
કુમારપાળ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
મનની મિરાતા
લેખક
કુમારપાળ દેસાઈ
ગૂર્જર એજન્સી રતનપોળ નાકા પાસે, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
કુમારપાળ દેસાઈ
આવૃત્તિ
: પ્રથમ, ૨૦૧૩
કિંમત
:
પૃષ્ઠ સંખ્યા : ૧૬૦
અર્પણ જીવનમાં હૂંફ અને હિંમત આપનાર આગવા ખમીરથી અને આગવી છટાથી કુટુંબવત્સલ અને સેવાભાવી શ્રી રસિકભાઈ દોશી
તથા અવિરતધારે સ્નેહથી ભીંજવનાર શ્રી કાંતિભાઈ દોશીને
અર્પણ
નકલ
પ્રકાશક
:
મુદ્રક
Page #4
--------------------------------------------------------------------------
________________
મનના ઝરૂખેથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે વિશ્વની ગતિવિધિની જાણકારી આપવા માટે અને સંસ્થાની પ્રવૃત્તિની માહિતી આપવા માટે આજથી એકવીસ વર્ષ પહેલાં ‘વિશ્વરંગ’ નામનું મુખપત્ર પ્રગટ કર્યું. એ સમયે સંસ્થાના પ્રેરક, માર્ગદર્શક અને વિશ્વકોશના શિલ્પી એવા ડૉ. ધીરુભાઈ ઠાકરે ૧૬ પૃષ્ઠનાં નાનકડાં ‘વિશ્વરંગ'માં દરેક વખતે એક વિદેશી મહાનુભાવોના જીવનનો માર્મિક પ્રસંગ આપવાનો આગ્રહ રાખ્યો. એ પરંપરા એ પછી ‘વિશ્વવિહાર'માં પણ જળવાઈ રહી અને એને પરિણામે આજે આ ત્રણ પુસ્તકો ‘મનની મિરાંત', 'જીવનનું જવાહિર ' અને ‘શીલની સંપદા' પ્રગટ થઈ રહ્યા છે.
અમેરિકાના પ્રિન્સ્ટન શહેરમાં અતિ લોકપ્રિય એવા મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું નિવાસસ્થાન જોયું, થોમસ આલ્વા એડિસનની લૅબોરેટરી જોઈ. એ પછી વેટિકનમાં માઇકલ એન્જલો જેવા ચિત્રકારોનાં ચિત્રો જોયાં અને સ્વાભાવિક રીતે જ એમના જીવનકાર્ય વિશેના ગ્રંથો વાંચવાની જિજ્ઞાસા જાગી.
આપણે ત્યાં ભારતીય સંતો, યોગીઓ, નેતાઓ વિશેનાં પ્રસંગો મળે છે. પરિણામે આપણા દેશમાં પ્રસિદ્ધ હોય એવી વ્યક્તિઓના જીવનને આપણે ઓળખતા હોઈએ છીએ, જ્યારે વિદેશની પ્રભાવક વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ માત્ર વિજ્ઞાન, ઇતિહાસ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર કે રાજકારણમાં મળે છે. અહીં જે જે વ્યક્તિઓના પ્રસંગો આપ્યા છે, તેમની જીવનની થોડી ઝાંખી પણ આપી છે અને એ રીતે આપણે વિદેશના મહાનુભાવોને ઓળખીએ અને એમના જીવન અને પ્રગતિમાં નિમિત્ત બનનાર એમની ગુણ-ગરિમાનો અનુભવ કરીએ, એવો આશય રાખવામાં આવ્યો છે. આવા વિદેશી મહાનુભાવોના પ્રસંગોના અંગ્રેજી માં પણ બહુ જૂજ પુસ્તકો મળે છે અને તેથી આ પ્રસંગોનું અંગ્રેજી અનુવાદ કરવાનું પણ વિચારવામાં આવ્યું.
આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી મનુભાઈ શાહે ખૂબ જહેમત ઉઠાવી છે અને આશા રાખું છું કે આ પ્રસંગોમાંથી વાચકોને જીવન પ્રત્યેનો નૂતન અભિગમ અને સ્વસ્ય ચિંતનની કેડી પ્રાપ્ત થાય. ૧૩-૬-૨૦૧૬
કુમારપાળ દેસાઈ અમદાવાદ
અનુક્રમ જ્ઞાનવૃદ્ધિનો માર્ગ પ્લેટો ૨, વિવેકનો મહિમા સૉક્રેટિસ
રાજનીતિના પાઠ કફ્યુશિયસ સૌથી ભયંકર પ્રાણી ડાયોજિનિસ સમ્રાટ અને ભિખારી હેન્રી ચોથો કાંકરા વીણું છું
આઇઝેક ન્યૂટન આમ્સ પર આરોહણ નેપોલિયન બોનાપાર્ટ ૮. પુનલેખનનું કારણ
કાર્લાઇલ અંતરાત્માનો અવાજ અબ્રાહમ લિંકન ૧૦. મોત એ જ વિસામો હેરીએટ બીચર સ્ટોર ૧૧. મને માફ કરી
હેન્રી ડેવિડ થોરો ૧૨. સારાં કામ કરીએ લિયો ટૉલ્સ્ટોય ૧૩. ટીકા સામે નિર્ભય એલિનોર રૂઝવેલ્ટ ૧૪. આજનું શું ?
એન્ડ્રુ કાર્નેગી ૧૫. અકિંચનોની સમૃદ્ધિ આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૧૬. સાધનાની સાર્થકતા કફ્યુશિયસ ૧૭. સંગીતનો સાથ
લુડવિગ ફાન ૧૮. સમયનું મૂલ્ય
બેન્જામિન ફ્રેન્કલિન ૧૯. કલ્યાણની દૃષ્ટિ
જૉન ડેવિસન રૉકફેલર ૪૫ ૨૦. નાસીપાસ ન થવું વિલિયમ સમરસેટ મોમ ૨ ૧. ચોરને માર્ગદર્શન માર્ક ટ્રેન ૨૨. આક્રોશને બદલે આદર એન્ડ્રુ કાર્નેગી ૨૩. જાત પર ભરોસો હેન્રી ફોર્ડ ૨૪. તૂટેલી પાંખો
ખલિલ જિબ્રાન ૨૫. ઝેર પીવાની સલાહ સર એલેક ગિનેસ ૨૧. સાત જન્મ ઓછા પડે આર્થર ક્લાર્ક ૨૭. સમયપત્રક પ્રમાણે આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૨૮. અંગત વેદના
અબ્રાહમ લિંકન
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૯. સમૃદ્ધિ વચ્ચે સાદાઈ
૩૦.
વિઝિટ ફી
૩૧. નિવૃત્તિ એટલે નિવૃત્તિ
૩૨.
પાપની કબૂલાત
૩૩. પૂર્વગ્રહોને પાર ૩૪.
આદરની બક્ષિસ રાજનો ધર્મ
૩૫.
૩૬.
ગુલામનો ય ગુલામ
૩૭.
સાચું આશ્વાસન
૩૮. સમયની મોકળાશ
૩૯.
કોનું મહત્ત્વ ?
૪૦.
કલાનો આનંદ
૪૧.
પુસ્તકની અર્પણપત્રિકા
૪૨.
ચિત્રસૃષ્ટિમાં રમમાણ
૪૩.
પોતાની ભાષા
શ્રદ્ધા અને આશા
પરમ કર્તવ્ય
તાંબાનાં ચંદ્રકો
સમયની કિંમત
હિંમત હારતો નહીં
મિત્રની મદદ માનપત્રનો ઇન્કાર દુ:ખી દિવસોની યાદ
હાથની હૂંફનું દાન ખિતાબની અનિચ્છા
ફી જતી કરી
૪૪.
૪૫.
૪૬.
૪૭.
૪૮.
૪૯.
૫૦.
૫૧.
૫૨.
૫૩.
૫૪.
નેપોલિયન બોનાપાર્ટ
જ્યોર્જ બર્નાર્ડ શૉ વિન્સ્ટન ચર્ચિલ
હેન્રી ડેવિડ થોરો
વિલિયમ હેઝલિટ
અબ્રાહમ લિંકન
રાણી ઍલિઝાબેથ
ડાયોજિનિસ
કન્ફ્યૂશિયસ બેન્જામિન ફ્રેન્કલિન
આલ્બર્ટ આઇન્સ્ટાઇન
વિન્સ્ટન ચર્ચિલ
દેનિસ દીઠેરો
ખલિલ જિબ્રાન
ઍન્ટન ચેંખોવ
વિલિયમ હૅઝલિટ
સમ્રાટ સિકંદર
રાજા ફ્રેડરિક
જ્યૉર્જ વૉશિંગ્ટન
વિન્સ્ટન ચર્ચિલ
હેન્રી જેમ્સ
૬૫
૬૭
૩૧
૩૩
૭૫
૩૭
૩૯
૮૧
૮૩
૮૫
૮૭
૮૯
૯૧
૯૩
૯૫
૯૩
૯૯
૧૦૧
૧૦૩
૧૦૫
નેપોલિયન બોનાપાર્ટ ૧૦૩
બેન્જામિન ડિઝરાયલી ૧૦૯
ઇવાન સર્નયેવિચ તૂર્ગનેવ૧૧૧ માઇકલ ફેરેડે
અબ્રાહમ લિંકન
૧૧૩
૧૧૫
૫૫.
૫૬.
૫૭.
૫૮.
સત્યની શોધ
૫૯. સફળતાની સીડી
૬૦.
૬૧.
૬૨.
૬૩.
૬૪.
૬૫.
૬૬.
૬૭.
૬૮.
જીવનનો અર્થ
ફરજનું વેતન
અશક્યનો ઇન્કાર
માફીની તક
નિષ્ફળ ઉપાય
મગજ તમારું છે ભીડનો અનુભવ
યુરોપનો ગાંધી
૭૪.
૭૫.
૭૬.
તબીબની ભાવના
સહુ કોઈ ગુનેગાર
આપણું મુખ્ય ધ્યેય
ન્યાયની અદબ
૬૯. શત્રુ-મિત્ર સમાન
૩૦.
એ દિવસો ચાલ્યા ગયા
૩૧.
પોતીકી કમાણી
૭૨. મારું કામ કરીશ કરુણાની પેટી
૭૩.
ઉપયોગનું જ રાખું સિસોટીનો અવાજ
હીરાની ખાણ
ખલિલ જિબ્રાન
જ્યોર્જ વૉશિંગ્ટન
હેન્રી ફોર્ડ
૧૧૭
૧૧૯
૧૨૧
૧૨૩
૧૨૫
૧૨૭
૧૨૯
૧૩૧
૧૩૩
૧૩૫
૧૩૭
૧૩૯
૧૪૧
૧૪૩
૧૪૫
લા ગાર્ડીયા વિલિયમ ઓસલર અબ્રાહમ લિંકન એન્ડ્રુ કાર્નેગી નેપોલિયન બોનાપાર્ટ લિયો ટૉલ્સ્ટૉય આલ્બર્ટ આઇન્સ્ટાઇન ૧૫૧ થોમસ આલ્વા એડિસન ૧૫૩ સૉક્રેટિસ
૧૪૭ ૧૪૯
૧૫૫
૧૫૭
વિન્સ્ટન ચર્ચિલ જોન રસ્કિન
૧૫૯
લાઓત્સે
સાંક્રેટિસ
અબ્રાહમ લિંકન
બેન્જામિન ફ્રેન્કલિન
આલ્બર્ટ આઇન્સ્ટાઇન
વિન્સ્ટન ચર્ચિલ દાનીલો દોન્ચી લિવર ગોલ્ડસ્મિથ
Page #6
--------------------------------------------------------------------------
________________
મનની મિરાત
માર્ગ
કુમારપાળ દેસાઈ
છેલ્લાં બે હજાર વર્ષથી પાશ્ચાત્ય
તત્ત્વચિંતનના ક્ષેત્રે પ્રભાવ પાડનાર જ્ઞાનવૃદ્ધિનો તત્ત્વચિંતક પ્લેટોએ તત્ત્વમીમાંસાના
વિષયો, પરિભાષા અને વિચાર કોટિ નિશ્ચિત કર્યા. સૉટિસના શિષ્ય અને
વિશ્વવિખ્યાત ફિલસૂફ ઍરિસ્ટોટલના ગુરુ એવા પ્લેટોએ વિખ્યાત ગ્રીક નાયક એકંડેસના નામ પરથી એકેડેમી સ્થાપી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપતો હતો.
એક વાર પ્લેટોને મળવા માટે એની પ્રતિભાથી અંજાયેલી કેટલીક વ્યક્તિઓ આવી. પ્લેટો પાસેથી જ્ઞાન મેળવવા ઉત્સુક હતા, પણ વાત સાવ વિપરીત બની. પ્લેટોએ એમના પ્રશ્નોનો ઉત્તર આપવાને બદલે જીવન વિશેની પોતાની જિજ્ઞાસા પ્રગટ કરતા પ્રશ્નો પૂછીને ઉત્તર મેળવવાની અભિલાષા રાખી.
આગંતુકોને એમ લાગ્યું કે ભલે પ્લેટો મહાન વિદ્વાન અને તત્ત્વચિંતક કહેવાતો હોય, પણ એ વાતમાં કોઈ માલ નથી. એ તો અમારા જેવો જગતનું સામાન્ય જ્ઞાન ધરાવનાર સાધારણ માનવી છે. એણે અમને કશું શીખવ્યું નહીં, એને બદલે અમે એને શીખવ્યું છે. એકેડેમીમાં અભ્યાસ કરતા પ્લેટોના શિષ્યો મૂંઝાઈ ગયા.
મનઝરૂખો
૯
Page #7
--------------------------------------------------------------------------
________________
એક શિષ્યએ પ્લેટોને પૂછ્યું, “આપ તો વિશ્વના પ્રસિદ્ધ વિદ્વાન અને તત્ત્વચિંતક છો. લોકો આપની પાસે કશુંક જાણવા, શીખવા અને પામવા આવે છે. કૂટ અને ગહન પ્રશ્નોના ઉત્તર મેળવવા આવે છે, એને બદલે તમે જાણે કશું જાણતા નથી, એ રીતે પ્રશ્નો પૂછો છો, તે કેવું ? આગંતુકોને લાગતું હશે કે આપ તો એક તદ્દન સામાન્ય જ્ઞાન ધરાવનારી વ્યક્તિ છો. આમ કરશો તો લોકોમાં તમારી પ્રતિષ્ઠા ઝંખવાશે.”
પ્લેટોએ હસતાં હસતાં કહ્યું, “એમાં શું ? લોકો માટે વિશે શું વિચારે છે એને વિશે હું ક્યારેય ફિકર કરતો નથી. વળી હું ખુદ મારી જાતને મહાન વિદ્વાન અને ઉત્કૃષ્ટ તત્ત્વચિંતક માનતો નથી. જે વ્યક્તિ પોતાને વિશે આવું માને છે, તે કાં તો મૂર્ખ છે અથવા તો અસત્ય અને આડંબરનો આશરો લે છે.”
એટલે શું ? આપે આવા સામાન્ય માણસો પાસેથી કશું શીખવાનું હોય છે ?"
હા, દરેક વ્યક્તિમાં કશુંક વિચારવાની અને સમજવાની ક્ષમતા હોય છે. એ પોતાની વાતને ઘણી વાર અભિવ્યક્ત કરી શકતો નથી અથવા તો એ માટે અનુકૂળ પ્રસંગ મળ્યો હોતો નથી, પરંતુ પ્રત્યેક વ્યક્તિ કશુંક વિચારતી હોય છે અને તેથી એનો વિચાર અને એનો શબ્દ મહત્ત્વના હોય છે. વળી જ્ઞાન અપાર છે. એની કોઈ સીમા નથી. મારું જ્ઞાન તો સમુદ્રના એક નાનકડા બિંદુ જેવું છે. જેમ એક એક બિંદુથી સમુદ્ર બને છે, એ જ રીતે આવા એક એક શબ્દબિંદુથી જ્ઞાનવૃદ્ધિ થાય છે, આથી કોઈ પણ માણસને અણસમજુ સમજવો, એના જેવી બીજી કોઈ અણસમજ નથી.”
ઉમદા ચારિત્ર ધરાવતો ઋષિ સમો
મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ લોકોના વિવેકનો ચિત્તમાંથી અજ્ઞાન દૂર કરતો હતો અને
જેમ શિલ્પી પથ્થરમાંથી માનવઆકૃતિ મહિમા .
કંડારે, એ રીતે સોક્રેટિસ માનવ-વ્યક્તિત્વને
કંડારતો હતો. એના પરિચયમાં આવનારી વ્યક્તિ એના આંતરિક ગુણો અને મોહક વ્યક્તિત્વથી તરત પ્રભાવિત થઈ જતી.
સતત શિષ્યોથી ઘેરાયેલા રહેતા સૉક્રેટિસ એક વાર અત્યંત ગંભીર ચર્ચા કરતા હતા, ત્યારે એક સામુદ્રિકશાસ્ત્રી આવી પહોંચ્યો. વ્યક્તિના ચહેરાને જોઈને એ એનું ચારિત્ર કહી આપતો હતો. એણે સોક્રેટિસના ચહેરાને ખૂબ ધ્યાનપૂર્વક જોઈને એમના શિષ્યોને કહ્યું, “અરે ! તમે લોકો સાવધ થઈ જાવ. જેને તમે ગુરુ તરીકે સન્માન આપો છો, એનું ચારિત્ર તો સાવ નિકૃષ્ટ છે. એના નાકનો આકાર સૂચવે છે કે એ અત્યંત ક્રોધી છે, સમજ્યા?”
સામુદ્રિકશાસ્ત્રીની વાત સાંભળતાં જ સૉક્રેટિસના શિષ્યો એને મારવા ધસી ગયા, ત્યારે સૉક્રેટિસે શિષ્યોને અટકાવ્યા અને કહ્યું, “અરે, આ તો વિદ્વાન પુરુષ છે. એમને બોલવા દો.” જ્યોતિષીએ જરા કડક અવાજે કહ્યું, “હું સત્યને છુપાવીને
મનની મિરાત ૧૧
જન્મ : ઈ. પૃ. ૪૨૩ એથેન્સ, ગ્રીસ અવસાન ; ઈ. પૃ. ૩૪૮૩૪૩ અંયેન્સ, ગ્રીસ
૧૦
મનની મિરાત
Page #8
--------------------------------------------------------------------------
________________
સત્યનું અપમાન કરવા ઇચ્છતો નથી. આના મસ્તકના આકાર પરથી એમ લાગે છે કે એ ખુબ લાલચી છે અને એની હડપચી બતાવે છે કે એ વિચિત્ર સ્વભાવનો માણસ છે. એના હોઠનો આકાર કહે છે કે એ સમય જતાં દેશદ્રોહી સાબિત થશે.”
સૉક્રેટિસ હસી રહ્યા હતા. એમણે એ વ્યક્તિને ભેટ આપીને આદર-સન્માન સહિત વિદાય કર્યો, પણ એમના શિષ્યો તો અકળાઈ ઊઠ્યા અને બોલ્યા, “ગુરુદેવ, આ માણસ મુર્ખની માફક બકવાસ કરતો રહ્યો અને છતાં તમે એને સન્માન આપ્યું અને એથીય વિશેષ ભેટ આપી. તમારી આ વાત અમે સમજી શકતા નથી.”
સૉક્રેટિસે ગંભીર થઈને કહ્યું, “શિષ્યો, એ વ્યક્તિ બકવાસ કરતી નહોતી, પરંતુ એ સત્ય કહેતી હતી. આપણે સત્ય તરફ પીઠ ફેરવવી જોઈએ નહીં.”
આ સાંભળી બધા શિષ્યો આશ્ચર્યભરી નજરે સૉક્રેટિસને જોવા લાગ્યા અને એક શિષ્ય તો પૂછી બેઠો, “આનો અર્થ એ કે તમે જેવા છો એવા જ એમણે કહ્યા, ખરું ને !”
સૉક્રેટિસે નિઃસંકોચ કહ્યું, “હા, એણે જે કહ્યું તે સત્ય છે. મારામાં કેટલાય અવગુણ છે, પરંતુ....”
બધા શિષ્યો એકસાથે બોલી ઊઠ્યા, “પરંતુ, શું ગુરુદેવ ?”
સૉક્રેટિસે કહ્યું, “ક્રોધના આવેશમાં એ એક વાત ભૂલી ગયો. એણે મારા વિવેક પર ધ્યાન આપ્યું નહીં, જેના દ્વારા હું મારા સઘળા દુર્ગુણોને કેદ કરીને રાખું છું.”
ચીનના મહાન ચિંતક કયૂશિયસનું
ચીની નામ કુંગ-ફુ-7 હતું. ચીનની રાજનીતિના આગવી સંસ્કૃતિના સર્જનમાં શાન્તગ
રાજ્યના સંત કફ્યુશિયસનું સૌથી વધુ પાઠ
યોગદાન છે.
ઇતિહાસ, કવિતા, તત્ત્વજ્ઞાન અને સંગીતના અભ્યાસી કફ્યુશિયસ બાવીસમા વર્ષે ઘરમાં પાઠશાળા સ્થાપીને વિદ્યાર્થીઓને સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવતા હતા.
એમના ઉમદા વિચારોને કારણે સહુ કોઈ એમની સલાહ લેવા આવતા. કેયૂશિયસની ઉપદેશપદ્ધતિ પ્રશ્નોત્તરી પ્રકારની હોવાથી રાજાએ એમને પ્રશ્ન પૂછડ્યો,
આ દુનિયાનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? એને કઈ દૃષ્ટિએ જોવી જોઈએ?”
કફ્યુશિયસે ઉત્તર આપ્યો, “આ દુનિયાને સંતપુરુષની દૃષ્ટિએ જોવી જોઈએ, કારણ કે આ દુનિયાને સાચી નજરે સમજનારા સંતપુરુષો જ હોય છે.” આ ઉત્તર સાંભળીને રાજાની જિજ્ઞાસા ઓર વધી ગઈ
મનની મિરાત ૧૩
જન્મ : ઇ. પૂ. ૪૬e, ડીમી એલોણી, ઍોન, ગ્રીસ અવસાન ; ઈ. પૃ. ૩૯, અંધે, ચીન
૧૨
મનની મિરાત
Page #9
--------------------------------------------------------------------------
________________
અને એમણે પૂછ્યું, “સંતોની દૃષ્ટિ કેવી હોય છે ?”
“જ્ઞાની સંતપુરુષો દુનિયાને વિષમય નાગરૂપ જેવી સમજે છે. નાગને બહારથી સ્પર્શ કરીએ તો સુંદર અને કોમળ લાગે. દેખાવે આકર્ષક લાગે, પરંતુ એ આકર્ષણ અને સુંવાળાપણું આપણા માટે જીવલેણ બને છે. જે વસ્તુ સુંદર જણાય છે, તે જ વસ્તુ અંતે બંધનકર્તા નીવડે છે. આથી સંતોએ કહ્યું કે આવી વસ્તુ તરફથી મુખ ફેરવી લેવું અને પ્રભુમય વસ્તુ જ ગ્રહણ કરવી. પ્રલોભન કે આસક્તિ પતનનું કારણ બને છે.”
રાજાને પોતાના વિશે જાણવાની ઇચ્છા થઈ, તેથી એણે કફ્યુશિયસને પૂછયું કે સાચો રાજપુરુષ કેવો હોય ? ત્યારે કફ્યુશિયસે
સાચો રાજપુરુષ ક્યારેય એમ બોલશે નહીં કે ‘લોકો મને સમજી શકતા નથી એનું મને દુ:ખ છે.' એને બદલે એ એમ કહેશે કે “ લોકોને સમજી શકતો નથી, એ હકીકતનું મને દુ:ખ છે.' સાચો રાજપુરુષ ક્યારેય એમ નહીં કહે કે ‘લોકો અજ્ઞાની છે.' જો કોઈ રાજપુરુષ લોકોને અજ્ઞાની કહે, તો પોતાની જાતને પ્રખર રાજપુરુષ ગણાવનાર એ વ્યક્તિ રાજપુરુષ તરીકે તો સર્વથા અયોગ્ય છે, પરંતુ માણસ તરીકે પણ લાયક નથી.”
આમ સંત કફ્યુશિયસ પાસેથી રાજાએ દુનિયાને સાચી રીતે સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત કરી.
ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસે
આત્મનિર્ભરતાનો એક જુદો જ આદર્શ સૌથી ભયંકર સમાજને આપ્યો. સ્વાવલંબી જીવન
જીવવાનો આગ્રહ સેવીને એણે સભ્ય પ્રાણી
સમાજે સર્જેલી ભૌતિક સુખો ધરાવતી
ચીજ-વસ્તુઓનો અનાદર કર્યો, આથી મકાનને બદલે એ મોટા પાઇપમાં રહેતો હતો અને પોતાના આગવા વિચાર ઍથેન્સના નાગરિકો સમક્ષ રજૂ કરતો હતો.
એક વાર ઍથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે ‘જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી કયું ?', તત્ત્વચિંતક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા.
આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા-દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું,
આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણ કે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શકતું નથી.”
બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું, “સિંહ ભયંકર ખરી, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યક્તિ મૃત્યુ પામે.”
મનની મિરાત ૧૫
જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ઈ. પૂ. પપ૧, ન્યૂ સ્ટેટ અવસાન : ઈ. પૂ. ૪૯, બ્લ્યુ સ્ટેટ
૧૪
મનની મિરાત
Page #10
--------------------------------------------------------------------------
________________
તમારી વાત સહેજે બરાબર નથી” એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે
અનેક માણસોને રહેંસી નાખનારા જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.”
બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા.
ચર્ચાસભામાં અત્યારસુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછયું, “અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે ?”
ડાયોજિનિસે ગંભીર અવાજે કહ્યું, “જુઓ મિત્રો, માઠું ન લગાડશો. આજ સુધી હું જંગલી પ્રાણીના ગુણવાળા નિદાખોર માણસને અને સુધરેલા પ્રાણીના ગુણવાળા ખુશામતખોરને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનતો હતો, પણ આજ મારો મત બદલાઈ ગયો છે. હવે હું તત્ત્વનો પૂરો પાર પામ્યા વગરનું, અર્ધજ્ઞાની અને અર્ધઅજ્ઞાની એવા મતાગ્રહી ‘વિદ્વાન નામના પ્રાણીને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનું છું. એ પ્રાણી પોતાના મતને સત્ય ઠરાવવા હઠાગ્રહી બને અને મમતે ચડે ત્યારે સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાથ્યને માટે જેટલું હાનિકારક અને ભયાવહ બને છે તેટલું ભયંકર દુનિયામાં અન્ય કોઈ પ્રાણી હોઈ શકે નહીં.”
ફ્રાન્સના ઉત્કૃષ્ટ રાજવી હેન્રી
ચોથાએ ફ્રાન્સને યુદ્ધોમાંથી ઉગારીને સમ્રાટ અને પ્રગતિના પથ પર મૂક્યું. વિદેશો સાથે
એણે વેપાર કર્યો અને આગવા દૃષ્ટિકોણથી ભિખારી.
રાષ્ટ્રના વિકાસ માટે પ્રયાસો કર્યા. પોતાના
સર્વ પ્રજાજનોને સમાન ગણતાં હેન્રી ચોથાની નજરે ગરીબ કે અમીર, રાજ દરબારી કે સામાન્ય માનવી - સહુ કોઈ સરખા હતા.
એક વાર હેન્રી ચોથો પોતાના અધિકારીઓ સાથે કોઈ સમારંભમાં જતો હતો, ત્યારે રસ્તામાં ઊભેલા એક ભિખારીએ હંટ ઉતારીને માથું ઝુકાવીને સમ્રાટનું અભિવાદન કર્યું. સમ્રાટે પણ ભિક્ષુકના અભિવાદનનો એ જ વિનમ્રતાથી પ્રત્યુત્તર આપ્યો. આ જોઈને હેન્રી ચોથાની સાથે રહેલા અધિકારીઓ અને દરબારીઓ અકળાઈ ઊઠ્યા અને એમાંના એકે કહ્યું,
સમ્રાટ, એક સાવ સામાન્ય ભિખારીના અભિવાદનનો આવો ઉત્તર આપવો તે આપને માટે શોભારૂપ ગણાય નહીં. જો આવી રીતે તમે ભિખારીઓને આદર આપતા રહેશો, તો રાજાશાહીનું ગૌરવ સાવ ઝાંખું પડી જશે.” અધિકારીની વાત સાંભળીને સમ્રાટે હસતાં હસતાં કહ્યું,
મનની મિરાત ૧૭
જન્મ : ઇ. સ. પૂર્વે ૪૧૨, સિનોપ, ગ્રીસ અવસાન : ઈ. પૂર્વે ૩૨૩, કોરિ, ગ્રીસ
૧૬ મનની મિરાત
Page #11
--------------------------------------------------------------------------
________________
“ભાઈઓ, સભ્યતા અને સંસ્કાર એ કહે છે કે આપણે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે નમ્રતા અને સૌજન્ય દાખવવાં જોઈએ. જો સમ્રાટ આવી વિનમ્રતા અને શાલીનતા નહીં દાખવે, તો પ્રજા કઈ રીતે પરસ્પરને આદર આપશે ?”
દરબારીઓએ કહ્યું, “આપે તો પ્રજાનો આદર સ્વીકારવાનો હોય, એને આપવાનો નહીં.”
સમ્રાટ બોલ્યા, “જુઓ, પ્રજા ત્યારે જ રાજાને આદર આપે, જ્યારે રાજા એમના પ્રત્યે પૂર્ણ આદર અને પ્રેમ દર્શાવે. લોકોને એમ લાગવું જોઈએ કે સત્તા પ્રજાની સાથે છે. એનાથી દૂર નથી. રાજાશાહીનો અર્થ નાગરિકોને આતંકિત કરવાનો નથી, પરંતુ એમના ભીતરમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો છે. એ ત્યારે જ શક્ય બને, જ્યારે સમ્રાટ અને સમસ્ત અધિકારીઓ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહાર કરે.”
પણ સમ્રાટ, કોઈ ભેદ તો હોવો જોઈએ ને રાજા અને ભિખારી વચ્ચે .” અકળાઈને એક રાજ દરબારી બોલી ઊઠ્યો.
હેન્રી ચોથાએ ઉત્તર આપ્યો, “સમ્રાટ હોય કે ભિખારી હોય, પણ એ ભૂલવું જોઈએ નહીં કે બધા જ માનવ છે, સમ્રાટ જ્યારે ન્યાય આપવા બેસે છે, ત્યારે એના રાજ્યમાં સહુ કોઈ સમાન હોય છે. એમાં અધિકારી, દરબારી, દુ:ખી કે ગરીબ વચ્ચે કોઈ ભેદ હોતો નથી. એ સમાનતાની આંખે જુએ, તો જ એ સાચો ન્યાય તોળી શકે.”
સમ્રાટ હેન્રી ચોથાનો ઉત્તર સાંભળીને અધિકારીઓએ પોતાની ભૂલ બદલ સમ્રાટની ક્ષમા માગી.
ખેડૂત કુટુંબમાં જન્મેલા આઇઝેક
ન્યૂટને બાળપણમાં પિતાનું શિરછત્ર કાંકરા, ગુમાવ્યું અને દાદીમાના હાથે એમનો ઉછેર
થયો, ન્યૂટનના ગામમાં નિશાળ નહોતી, વીણું છું
તેથી દસ કિલોમીટર દૂર આવેલી ગ્રંથમની
ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરવા જતા હતા. ઓગણીસ વર્ષની વયે એમણે કેમ્બ્રિજની પ્રખ્યાત ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. માત્ર બાવીસ વર્ષની વયે એમણે દ્વિપદી (
) પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કર્યું. ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં કેટલાંય સંશોધનો કરીને ન્યૂટન વિશ્વમાં મહાન સંશોધક તરીકે ખ્યાતિ પામ્યા, કલનશાસ્ત્ર, ગુરુત્વાકર્ષણનો નિયમ અને પ્રકાશશાસ્ત્રને લગતાં એમનાં સંશોધનોએ જ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નવી ક્ષિતિજો ઉઘાડી આપી. વિશ્વની રચના અંગેનાં તેમનાં સંશોધનો આજે પણ સંશોધ કોને સહાયરૂપ બને છે. ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સૂત્રો અને ઘટનાઓ એમના નામ સાથે જોડાયેલાં છે. સર આઇઝેક ન્યૂટનને મળવા માટે એક સ્ત્રી આવી. એણે આ મહાન સંશોધકની ખ્યાતિ સાંભળી હતી.
ન્યૂટને એ સ્ત્રીને આવકાર આપીને પોતાના ઘરમાં ખુરશી પર બેસવા કહ્યું અને નમ્રતાથી કહ્યું, “આપનું સ્વાગત કરું છું,
મનની મિરાત ૧૯
જન્મ : ૧૩ ડિસેમ્બર, ૧૫૩, પાઉં, શન્સ અવસાન : ૧૪ મે, ૧૦, પૅરિસ, શન્સ
૧૮
મનની મિરાત
Page #12
--------------------------------------------------------------------------
________________
પણ ક્ષમા કરજો હું આપને ઓળખી શક્યો નહીં.”
એ સ્ત્રીએ કહ્યું, “હા, એ સ્વાભાવિક છે, કારણ કે આપણે ક્યારેય અગાઉ મળ્યાં નથી.”
એ પછી એ સ્ત્રીએ સ્વપરિચય આપ્યો. સર આઇઝેક ન્યૂટને જોયું કે એ સ્ત્રી કશુંક કહેવા ઇચ્છતી હતી અને કહી શકતી નહોતી, તેથી એમણે કહ્યું, “આપને જે કંઈ કહેવું હોય તે નિ:સંકોચ કહેશો.”
પેલી સ્ત્રીએ કહ્યું, “હા, મારે એક વાત કહેવી હતી અને તે માટે જ ખાસ આવી છું.”
“કહો, શી વાત છે ? જરૂર કહો.”
પેલી સ્ત્રીએ કહ્યું, “હું આપનાં સંશોધનકાર્યોથી સુપેરે પરિચિત છું. હું એટલું જ કહેવા આવી છું કે આપની અગાધ વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ સંશોધનશક્તિ પ્રશંસનીય છે. આપનાં શોધ-સંશોધનોએ વિશ્વને ઉપકૃત કર્યું છે, આથી ખાસ અભિનંદન આપવા આવી છું.”
- સર આઇઝેક ન્યૂટને કહ્યું, “અરે ! મેં ક્યાં કંઈ મોટું કામ કર્યું છે? તમારી આટલી મોટી પ્રશસ્તિને હું યોગ્ય નથી. હું તો સત્યના વિશાળ સાગરના કિનારે બેઠેલા એક બાળક જેવો છે, જે માત્ર કાંકરાઓ જ વીણી રહ્યો છે.”
મહાવિદ્વાન અને સમર્થ વિજ્ઞાનીની નમ્રતા અને નિરાભિમાનીપણું જોઈને એ સ્ત્રી મનોમન એમની મહાનતાને નમન કરી રહી.
કારકિર્દીના પ્રારંભકાળમાં
નેપોલિયન બોનાપાર્ટને ફ્રેન્ચ સરકારે આસ પર લશ્કરી સલાહકાર નીમ્યા. એ સમયે
ક્રાંતિકારી ફ્રાન્સ સાથે ઑસ્ટ્રિયા, પ્રશિયા આરોહણ
વગેરે યુરોપીય સત્તાઓનું ઘર્ષણ ચાલતું
હતું. એમાં પણ ૧૭૯૬માં ફ્રાન્સ એના પ્રખર દુશ્મન ઑસ્ટ્રિયા સામે વિજય મેળવવા માટે નેપોલિયનને મોકલ્યો. આ સમયે ફ્રેન્ચ દળોની સફળતા વિશે સહુને શંકા હતી, કારણ કે ફ્રેન્ચ દળો પાસે યુદ્ધની સાધનસામગ્રીનો અભાવ હતો.
વળી અત્યંત દુર્ગમ એવા આગ્સ પર્વતને ઓળંગે તો જ નેપોલિયન ઑસ્ટ્રિયાની રાજધાની વિયેના સુધી પહોંચી શકે તેમ હતો. દુર્ગમ આલ્સ પર્વતને ઓળંગવાનો રસ્તો શોધતાં નેપોલિયન પર્વતની તળેટીમાં વસતી એક વૃદ્ધા પાસે ગયો અને વૃદ્ધાને આશ્મ પાર કરવાનો રસ્તો બતાવવા કહ્યું. નેપોલિયનની વાત સાંભળીને વૃદ્ધાએ ખડખડાટ હસતાં કહ્યું,
મૂર્ખાઈ કરતો મા, તારા જેવા કેટલાય આ દુર્ગમ પહાડને ચઢવાનો પ્રયાસ કરતાં પોતાના પ્રાણ ગુમાવી બેઠા છે. અકાળે મૃત્યુને ભેટવાને બદલે અહીંથી પાછો વળી જા.”
મનની મિરાત ૨૧
જન્મ
અમારી, ૩. જોશ, લિન્કોમનાઈ. ઇંગ્લૅન અવસાન ઃ ૩૧ માર્ચ, ૧૩૨૩, કેન્કિંગટોન, લંડન, ઈંગ્લૅન્ડ
૨૦ મનની મિરાત
Page #13
--------------------------------------------------------------------------
________________
નેપોલિયને વૃદ્ધાને કહ્યું, “આ પર્વતના માર્ગમાં આવનારી મુશ્કેલીઓની વાત કરીને તમે પડકારના શોખીન એવા મારા હિંમત અને ઉત્સાહ વધારી દીધાં છે. હવે હું સતર્કતા અને હોશિયારીપૂર્વક મારું કાર્ય કરીશ અને એક દિવસ આલ્પ્સને ઓળંગીશ.”
નેપોલિયનના ચહેરા પરની દઢતા જોઈને વૃદ્ધા મનોમન વિચારવા લાગી કે આટલું મોટું જોખમ ઉઠાવનાર માનવી કોઈ સાધારણ માનવી હોય નહીં. કોઈ અસાધારણ વ્યક્તિ જ હોઈ શકે અને તેથી એણે નેપોલિયનને આશીર્વાદ આપતાં કહ્યું,
“બેટા, સાહસિક અને હિંમતવાનને માટે સંસારમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી, તું તારાં સાહસ અને હિંમતના જોરે જરૂર સફળતા હાંસલ કરીશ.”
નેપોલિયને હિંમત અને સાવધાની સાથે આલ્પ્સ પર આરોહણ કર્યું અને આલ્પ્સ પર્વત ઓળંગીને એ છેક વિયેના સુધી ગયો અને ઑસ્ટ્રિયા પર વિજય મેળવ્યો. આ વિજયમાં નેપોલિયને અજોડ એવી આગવી લશ્કરી વ્યૂહરચનાનો સહુને પરિચય આપ્યો. ઑસ્ટ્રિયાને ફ્રાન્સ સાથે સંધિ કરવી પડી અને નેપોલિયનનો સિતારો ઝળકી ઊઠ્યો. પોતાના જીવનની અંતિમ ક્ષણ સુધી નેપોલિયનને એ વૃદ્ધાના શબ્દો યાદ રહ્યા અને એ એનું સતત પુનરાવર્તન કરતો રહ્યો કે ‘સાહસિક અને હિંમતવાનને માટે સંસારમાં કોઈ કાર્ય અશક્ય નથી.’
૨૨
જન્મ ૩ ૧૫ ઑગસ્ટ, ૧૭૩૯, એજેંસીઓ, કોર્સિકા, ફ્રાંસ અવસાન : ધર્મ, ૧૮૨૧, બોંગવુડ, સેંટ હેલેના ટાપુ
મનની મિરાત
ઇંગ્લૅન્ડના નિબંધલેખક, ઇતિહાસ
કાર અને વિચારક ટૉમસ કાર્લાઇલે ડિગ્રી
પુનર્લેખનનું તો ગણિતમાં ભેળવી હતી, પરંતુ
કારણ
એ પછી એમને વિશેષ રસ ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનમાં પડ્યો. એક વાર કાર્લાઇલને મળવા માટે ઇંગ્લૅન્ડના વિખ્યાત
તત્ત્વચિંતક અને અર્થશાસ્ત્રી જ્હૉન સ્ટુઅર્સ મીલ આવ્યા. એમને ઉપયોગિતાવાદી ચિંતન, કેમિસ્ટ્રી, બોટની જેવા કેટલાય વિષયોમાં રસ હતો. ૧૮૨૦માં એ ફ્રાન્સમાં રહ્યા હતા અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા હતા.
જ્હૉન સ્ટુઅર્ટ મીલ ટૉમસ કાર્લાઇલને મળવા ગયા એ સમયે એટલે કે ૧૮૩૪માં કાર્લાઇલે પોતાની મહત્ત્વાકાંક્ષી કૃતિ “ધ હિસ્ટ્રી ઑફ ફ્રેન્ચ રેવલ્યૂશન'નો પ્રથમ ભાગ લખ્યો હતો. ફ્રેન્ચ ક્રાંતિમાં રસ ધરાવનારા મીલે એનો પ્રથમ ભાગ વાંચવાની ઇચ્છા પ્રગટ કરી. ટૉમસ કાર્લાઇલે એને પ્રથમ ભાગની હસ્તપ્રત આપી અને પોતે બાકીનો ભાગ લખવાનું ચાલુ રાખ્યું.
થોડા દિવસ પછી એક રાત્રે જ્હૉન સ્ટુઅર્ટ મીલ હાંફળાફાંફળા દોડતા દોડતા આવ્યા અને કાર્લાઇલના ઘરનું બારણું ખખડાવ્યું. કાર્લાઇલે જ્યારે બારણું ખોલ્યું ત્યારે જ્હૉન સ્ટુઅર્ટ
મનની મિરાત ૨૩
Page #14
--------------------------------------------------------------------------
________________
મીલ ખૂબ મૂંઝાયેલા અને અત્યંત અસ્વસ્થ હતા. આથી ટૉમસ કાર્લાઇલે પૂછ્યું, “મીલ, તને શું થયું છે ?"
જ્હૉન સ્ટુઅર્ટ મીલે હાંફતાં હાંફતાં નિસાસા નાખતા અવાજે કહ્યું, “મિત્ર, મને માફ કર. માફ કર. મારી નોકર બાઈએ તારી ફ્રેન્ચ ક્રાંતિ વિશેના લખાણની હસ્તપ્રતને ભૂલથી બાળી નાખી. માંડ એનાં થોડાં પાનાં બચ્યાં છે.”
૩૯ વર્ષના કાર્લાઇલ થોડી વાર સ્તબ્ધ બની ગયા. ખૂબ મહેનત અને ઊંડા અભ્યાસના પરિપાક રૂપે તૈયાર કરેલી આ કૃતિ હતી. થોડી વારે આઘાત પર કાબૂ મેળવીને કાર્લાઇલે મીલને કહ્યું, “અરે! પણ તું આમ ઊભો છે શા માટે ! બેસી જા. ખેર ! જે થયું તે થયું. બનવાનું હતું તે બની ગયું. હવે સહેજે ચિંતા કરીશ નહીં.”
જ્હૉન સ્ટુઅર્ટ મીલ શ્વાસ હેઠો મૂકીને બેઠો અને પછી મિત્ર સાથે મોડી રાત સુધી વાતો કરી. ધીરે ધીરે કાર્લાઇલે એને સાંત્વના આપી અને એના ખભા પર હાથ મૂકીને બોલ્યા, “મિત્ર ! સાંભળ, હવે બળી ગયેલી હસ્તપ્રતનો લેશમાત્ર વિચાર કરીશ નહીં, કારણ કે હું તો માનું છું કે વિદ્યાર્થી ખરાબ નિબંધ લખે અને શિક્ષક એને સારો, વધુ વ્યવસ્થિત અને સંપૂર્ણ બનાવવા માટે ફરી લખવાનું કહે તેમ બન્યું છે.”
ટૉમસ કાર્લાઇલે અસાધારણ ધૈર્ય અને ખંતથી આખીય હસ્તપ્રત ફરી લખી. એ ‘ધ હિસ્ટ્રી ઑફ ફ્રેન્ચ રેવલ્યૂશન'ને નામે પ્રગટ થયું અને એને અપાર પ્રતિષ્ઠા મળી. ખુદ કાર્લાઇલે પણ આવી અસાધારણ સફળતાની કલ્પના કરી નહોતી.
૨૪
જન્મ
- ૪ ડિસેમ્બર, ૧૭૯૫, સ્કૉટલેન્ડ અવસાન - ૫ ફેબ્રુઆરી, ૧૮૮૧, લંડન, ઇંગ્લૅન્ડ
મનની મિરાત
અમેરિકાના સોળમા પ્રમુખ અને પ્રખર માનવતાવાદી એવા અબ્રાહમ લિંકન
અંતરાત્માનો ઇન્ડિયાના રાજ્યમાંથી ૧૮૩૦માં પરિવાર
અવાજ
સહિત અમેરિકાના ઇલિનૉઇસ રાજ્યમાં આવ્યા. પ્રારંભમાં લાકડાં ફાડવાની અને વહે૨વાની મજૂરી કરીને પોતાના કુટુંબને સ્થિર કર્યું. ત્યાર પછી એક દુકાનમાં કારકુનથી માંડીને બીજી ઘણી નોકરીઓ કરી. થોડો સમય ઇલિનૉઇસ રાજ્યમાં પોસ્ટમાસ્તર તરીકે અને તે પછી મોજણી-અધિકારી તરીકે કામ કર્યું.
૧૮૩૪માં પચીસ વર્ષની ઉંમરે એમણે રાજકારણમાં ભાગ લેવાનો પ્રારંભ કર્યો. એ સમયે અમેરિકાના રાજકારણમાં ગુલામીની પ્રથા અંગે બે પક્ષો પડી ગયા હતા અને તેમની વચ્ચે સંઘર્ષ અત્યંત ઉગ્ર બન્યો હતો. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોમાં ગુલામી પ્રથા સામેનું આંદોલન વેગ પકડતું હતું. તેમાં માત્ર રાજકારણીઓ જ નહીં, બલ્કે સાહિત્યકારો, સમાજસુધારકો અને ધર્મોપદેશકો પણ જોડાયા હતા અને પૂરી તાકાતથી ગુલામીની પ્રથાનો વિરોધ કરતા હતા. અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો ગુલામીની પ્રથાને ટેકો આપતાં હતાં અને એને હટાવવા ચાહતા આંદોલનકારો સામે હિંસા પર ઊતરી આવ્યા હતા તેમજ વખત આવે ખૂન પણ
કરતા હતા.
મનની મિરાત
૨૫
Page #15
--------------------------------------------------------------------------
________________
લિંકનના ઇલિનૉઇસ રાજ્યમાં ગુલામી પ્રથા ધરાવતા દક્ષિણના રાજ્યમાંથી આવેલા પુષ્કળ લોકો હતા. બીજી બાજુ ગુલામી પ્રથાની નાબૂદી માટે અમેરિકાનાં રાજ્યોમાં ઠેર ઠેર રચાયેલી ઍબોલિશન સોસાયટીઓના ઍબોલિશનિસ્ટ સભ્યો સાથે રાજ્યમાં સતત સંઘર્ષ ચાલતો હતો. ઇલિનૉઇસ રાજ્યમાં મોટા ભાગના લોકો ગુલામીની પ્રથાની તરફેણ કરતા હોવાથી ગુલામી-નાબૂદીના આંદોલનને વખોડતો ઠરાવ પણ ધારાસભ્યોએ બહુમતીથી પસાર કર્યો હતો.
આ સમયે અબ્રાહમ લિંકન પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કરી રહ્યા હતા. ઇલિનૉઇસ રાજ્યના નીચલા ગૃહની પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. ગુલામીની પ્રથાને અન્યાયી અને અનીતિના પાયા ઉપર રચાયેલી માનનારા અબ્રાહમ લિંકનની તરફેણમાં કોઈ નહોતું.
રાજ્યમાં આ પ્રથાના ટેકેદારોનું વર્ચસ્વ હતું, તેમ છતાં રાજકારણના નવા નિશાળિયા અબ્રાહમ લિંકને વહેતા પ્રવાહે જવાને બદલે પોતાનો આગવો અવાજ ઊભો કર્યો. લિંકનને માટે સૌથી મહત્ત્વની બાબત હતી અંતરાત્માનો અવાજ. એને અનુસરવું એ જ કર્તવ્ય. આથી ચૂંટણીના લાભાલાભનો સહેજે વિચાર કર્યો નહીં. પરિણામે રાજકીય કારકિર્દીના પ્રારંભે લિંકનનો પરાજય થયો, પણ તેઓ પોતાની વાતને વળગી રહ્યા. બે પરાજય પછી ૧૮૩૯માં ત્રીજી વખત ચૂંટણીમાં ઊભા રહ્યા અને વિજયી બન્યા, એટલું જ નહીં પણ ગૃહમાં વ્હિગ પક્ષના નેતા તરીકે સ્થાન મેળવ્યું અને અંતરાત્માના અવાજને અનુસરીને આંતરવિગ્રહનો ભય વહોરીને પ્રમુખ અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા દૂર કરી.
૨૬
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હાર્ડીન કાઉન્ટી, કેન્ટુકી, અમેરિકા અવસાનઃ ૧૫ એપ્રિલ, ૧૮૯૫, વોિગ્ટન ડી.સી.. અમેરિકા
મનની મિરાત
રવિવારની સવારે હેરીએટ બીચર સ્ટોવ એના નિયમ પ્રમાણે ચર્ચમાં
ધર્મોપદેશ સાંભળવા ગયાં. ચર્ચના પાદરીએ ઈસુ ખ્રિસ્તના સંદેશાને સમજાવતાં કહ્યું કે, ‘બધા માનવી એક જ પિતાનાં સંતાન છે, આથી એક માનવીએ બીજા માનવીને મદદ કરવી જોઈએ. એકબીજાની મુશ્કેલીઓમાં ભાગ લેવો જોઈએ અને એકબીજા સાથે કુટુંબના સભ્યોની જેમ સ્નેહથી વર્તવું જોઈએ.’
મોત એ જ
વિસામો
પાદરીના આ શબ્દો સાંભળતાં જ હેરીએટ બીચર સ્ટોવ વ્યથિત બની ગયાં. એમની દૃષ્ટિ સમક્ષ પશુથી પણ બદતર હાલતમાં જીવતા અને પારાવાર જુલ્મો સહન કરતા હબસીઓ દેખાવા લાગ્યા. જો એ પણ એક જ પિતાના સંતાન હોય, તો એમની સાથે આવો અમાનવીય વર્તાવ થઈ શકે ખરો ?
એવામાં હેરીએટ બીચર સ્ટોવને કાને પાદરીના શબ્દો પડે છે કે, ‘સત્કર્મો જ પ્રભુના રાજ્યને લાવવામાં મદદરૂપ બને છે.’ હેરીએટ વિચારે છે કે ગુલામીની પ્રથાને કારણે નિષ્ઠુર, અત્યાચાર અને ઘોર અન્યાય સહન કરતા હબસીઓ પ્રત્યે આ શ્વેત પ્રજાનું કેવું વલણ છે ? સત્કર્મોની વાત તો દૂર રહી, પણ તેઓ સાથે છડેચોક કેવાં ભયાનક કુકર્મો આચરી રહ્યા છે. મનની મિરાત
૨૭
Page #16
--------------------------------------------------------------------------
________________
ચાબુકથી ફટકારવામાં આવતા, હરાજીમાં વેચાતા અને ગુંડાઓનો ત્રાસ ભોગવતા હબસીઓની વેદનાનાં ચિત્રો એમની આંખ આગળથી પસાર થવા લાગ્યાં. ભીતરમાં એવી પારાવાર વેદના હતી કે હેરીએટ માટે ઘર સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. એણે ચર્ચમાં બેસીને જ પોતાની કથાનું પહેલું પ્રકરણ લખી નાખ્યું. ઘરે આવ્યા પછી હેરીએટે પોતાના પુત્રોને એણે લખેલું પ્રથમ પ્રકરણ આપ્યું. એમાંની વેદનાની વાત વાંચીને એના પુત્રો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. જ્યાં દેવું થતાં સ્ત્રીને વેચવામાં આવતી હોય અને એની સાથે એનો પાંચ વર્ષનો બાળક પણ વેચાતો હોય એવી વાસ્તવિક ઘટનાનું આલેખન હતું. હેરીએટના પતિએ ૨ડતા પુત્રોને જોઈને કારણ પૂછ્યું, તો જાણ્યું કે હેરીએટે લખેલી કથા વાંચીને સંતાનો રડી રહ્યાં છે.
હેરીએટના પતિએ પહેલું પ્રકરણ લઈને વાંચવા માંડ્યું અને વેદનાનો ચિતાર વાંચીને એમનું હૈયું ભરાઈ આવ્યું. કેવી અકથ્ય વેદના!
જ્યાં મોત એ જ જીવનનો વિસામો હોય છે. હેરીએટના પતિએ એને આગ્રહ કર્યો કે વહેલામાં વહેલી તકે એ આ કથા લખી નાખે, જેથી પ્રજાને શબ્દ દ્વારા પોતાના ભીતરની વેદનાનો સાક્ષાત્કાર કરાવી શકે. હેરીએટે રાતદિવસ જોયા વિના લખવા માંડ્યું. ‘નૅશનલ એરા' નામના સામયિકમાં એ હપતાવાર પ્રગટ થતી રહી. એણે માત્ર સાહિત્યજગતમાં જ નહીં, પણ વિચારકો, બૌદ્ધિકો અને આમ જનતામાં નવી સંવેદના જગાવી. એને પુસ્તકાકારે પ્રગટ કરવાની માગણી થતાં ૧૮૫૧માં “અંકલ ટોમ્સ કૅબિનના નામે એ પ્રગટ થઈ. આજે દોઢસોથી પણ વધુ વર્ષ વીતી ગયા હોવા છતાં વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલી આ મહાન નવલકથા વાચકના ચિત્તને સાવંત જ કડી રાખે છે અને એની આંખમાંથી આંસુ સરવા લાગે છે.
કર
અમેરિકાના પ્રખ્યાત નિબંધલેખક
અને રહસ્યવાદી-ચિંતક હેન્રી ડેવિડ થોરોને મને માફ બાળપણથી પ્રકૃતિનું અદમ્ય આકર્ષણ હતું.
વાલ્ડન જંગલો પાસેના સરોવર નજીક એમણે સ્વયં કુટિરનું નિર્માણ કર્યું અને
લગભગ બે વર્ષ સુધી પ્રકૃતિની ગોદમાં એકાંત સેવન કર્યું. સવારે લેખનપ્રવૃત્તિ કરતા અને એ પછી જંગલો અને ખેતરોમાં રઝળપાટ કરતા. નદી-સરોવરમાં એકલા નાવ લઈને ઘૂમવા નીકળી પડતા. આ પ્રકૃતિપ્રેમીએ ‘વાલ્ડન (૧૮૫૪) નામની અમેરિકન સાહિત્યની એક મહત્ત્વની કૃતિની રચના કરી.
પ્રકૃતિપ્રેમી હેઝી થોરોએ એક વાર એવો વિચાર કર્યો કે નગરની બહાર, ખેતરોની વચ્ચે એક નાનકડું મકાન બનાવીને રહીએ તો કેવું ! આ માટે હેન્રી થોરોએ જમીનના દલાલોનો સંપર્ક સાધ્યો અને આ દલાલોએ ખૂબ ઓછા ભાવે જમીન મેળવી આપી. એક વારના દસ ડૉલરની કિંમતની જમીન માત્ર ત્રણ ડૉલરમાં મળી ગઈ. એનું કારણ એ હતું કે જે ખેડૂતની આ જમીન હતી, એને જમીનના એ સમયના ભાવોની કશી ગતાગમ નહોતી. વળી એ એવી આર્થિક ભીંસમાં હતો કે પાણીના મૂલે પણ જમીન વેચવા તૈયાર હતો. જમીન-દલાલોએ આ ભોળા
મનની મિરાત ૨૯
જન્મ ૧૪ જૂન, ૧૮૧, કનેક્ટિકટ, અમેરિકા અવસાન : ૧ જુલાઈ, ૧૮૯૭, ઇર્ટફોડ, કૌષ્ટિકટ, અમેરિકા
૨૮
મનની મિરાત
Page #17
--------------------------------------------------------------------------
________________
ખેડૂત પાસેથી જમીન ખરીદી લીધી. હેન્રી થૉરોએ જમીનનો દસ્તાવેજ કર્યો. પેલા ખેડૂતે આનંદભેર ઘેર જઈને પત્નીની આગળ ડૉલરનો ઢગલો કર્યો. કહ્યું કે ખેતર વેચીને આવેલી આ રકમ છે. એનાથી આપણી આર્થિક ભીંસ જરૂર દૂર થશે. એની વ્યવહારુ પત્નીએ કહ્યું, “તમે ખેતર વેચ્યું નથી, જિદગીભરનો રોટલો વેચ્યો છે. હવે ગુજરાન કઈ રીતે ચલાવીશું. આટલા ઓછા ભાવે ખેતર વેચાય ખરું ? તમે સાવ ભોળા છો એટલે તમને આ બધા છેતરી ગયા. આ રકમ પાછી આપી આવો અને આપણું ખેતર પાછું લઈ આવો.”
ગરીબ ખેડૂત હેન્રી થૉરો પાસે પહોંચ્યો. એણે સઘળી વાત કરી અને કહ્યું, “સાહેબ, મારી મોટી ભૂલ થઈ ગઈ છે. તમારી રકમ તો પાછી આપું છું અને જરૂર લાગે તો દંડ રૂપે દસ ડૉલર આપવા પણ તૈયાર છું. મને માફ કરો. મારી જમીન પાછી આપો.”
હેન્રી થૉરો વિચારમાં પડ્યો. આ ખેડૂતે તો એની આંખ ઉઘાડી નાખી. એ વિચારવા લાગ્યો કે હું સાત્ત્વિકતા અને માનવતા પર નિબંધ લખું છું. જીવનમાં એ વૃત્તિ-વલણો કેળવવાના કીમિયા બતાવું છું, પણ મારા અંતરમાં તો હજી બીજાને છેતરીને સુખી અને રાજી થવાની આવી હીન વૃત્તિ સળવળાટ કરે છે. સમાજને વિચારો આપું છું, પણ આચારમાં સાવ મીંડું . મારા વિચારો અને તત્ત્વજ્ઞાનનો અર્થ શું ? ખેડૂતને સાંત્વના આપતાં હેન્રી થોરોએ કહ્યું, “ભાઈ, દંડને પાત્ર તું નથી, હું છું. તારી જમીન તને પાછી આપું છું. તું મને માફ કર.”
આમ કહીને હેન્રી થૉરોએ ખેડૂત સમક્ષ જમીનના દસ્તાવેજના ટુકડેટુકડા કરી નાખ્યા.
પ્રસિદ્ધ રશિયન નવલકથાકાર,
નાટકકાર અને ચિંતક લિયો નિકોલાયવિચ સારાં કામ બૅસૅયે જીવનની અડધી સદી પૂરી કરી
હોવા છતાં સતત જેની શોધ કરતા હતા કરીએ.
તે જીવનનું લક્ષ્ય મળતું ન હતું. એમના
જીવનમાં ભૌતિક દૃષ્ટિએ બધું જ હતું, કિંતુ ભીતરમાં સાવ ખાલીપો હતો. એમનું શરીર સ્વસ્થ અને મજબૂત હતું. આર્થિક રીતે સધ્ધર હતા, સંતાનસુખ પણ હતું. અને સમગ્ર યુરોપમાં સર્ચ ક તરીકે એમની કીર્તિ છવાયેલી હતી. આ બધું હોવા છતાં જીવનલક્યના અભાવે ચિંતનશીલ લિયો ટૉસ્ચયને એમ લાગતું કે પોતે દિશાશૂન્ય જીવન ગાળે છે. જાણે પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય અને પોતે અધ્ધર લટકતા હોય તેવું અનુભવતા !
લિયો ગૅસૅયે તટસ્થ દૃષ્ટિએ જીવનનો મર્મ શોધવાનો પ્રયાસ કર્યો. આને માટે ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ, બૌદ્ધ ધર્મશાસ્ત્રોનું વાચન કર્યું. આમાંથી એક નવીન પ્રકાશની ઝાંખી થઈ. સત્યના એ પ્રકાશને પોતાના જીવનમાં સાર્થક બનાવવા કોશિશ કરવા લાગ્યા. અપાર સમૃદ્ધિમાં આળોટનાર જાગીરદાર લિયો ટૅક્સંયે જરૂરિયાતો ઘટાડીને સ્વાવલંબી જીવન સ્વીકાર્યું. વૃત્તિઓ અને વાસના પર નિયંત્રણ રાખ્યું. ધૂમ્રપાન અને માંસાહાર ત્યજ્યાં.
મનની મિરાત
જન્મ : ૧૨ જુલાઈ, ૧૮૧૭, કોન્ક, કૅસેચુસેટ્સ, અમેરિકા અવસાન ઃ ૬ મે ૧૮૬૨, કોન્ક, કૅસેચુસેટ્સ, અમેરિકા
૩૦ મનની મિરાત
૩૧
Page #18
--------------------------------------------------------------------------
________________
અંગત મિલકત અને જાગીરને છોડવાનું વિચારવા લાગ્યા. લોકોની વેદના જાણવા માટે લાસનાયાથી મૉસ્કો શહેર સુધીનો ૧૩૦ માઈલનો પગપાળા પ્રવાસ કર્યો.
એક સમયે લોકોથી અલિપ્ત રહેનારા ધનિક લિયો ટૉલ્સ્ટૉય લોકોની વચ્ચે જીવવા લાગ્યા. એમની ‘વૉર ઍન્ડ પીસ' તથા “ઍના કેરેનિના' જેવી નવલકથાઓએ સમગ્ર વિશ્વ પર કામણ પાથર્યું, પરંતુ હવે લિયો ટૉલ્સ્ટૉયને એમ લાગ્યું કે એમની લેખનશક્તિનો ઉપયોગ જનતાનો અવાજ ૨જૂ કરવા માટે કરવો જોઈએ. લિયો ટૉāયે આ માટે હેતુલક્ષી નાટકો લખવાં શરૂ કર્યો.
૧૮૮૨માં ‘કન્વેશન' લખ્યું, જેમાં એમની સભાનતા અને કલાત્મક પ્રભુત્વ બંને પ્રગટ થયાં. ૧૮૮૯માં ‘વૉટ ઇઝ આર્ટ'માં કલા ખાતર કલાને જાકારો આપ્યો. એમણે ઉપદેશપ્રધાન અને સત્ત્વપ્રધાન માનવકથાઓ લખી. ‘ધ પાવર ઑવ્ ડાર્કનેસ’ અને ‘ધ ફૂટ્સ વુ એનલાઇટનમેન્ટ' જેવાં નાટકો લખ્યાં, મૉસ્કોના રંગમંચ પર એ નાટકો સફળતાથી ભજવાયાં, પણ એ જોઈને સરકારી અમલદારોની આંખ ફાટી ગઈ.
આવાં નાટકો અંગે રશિયાનો ઝાર ખૂબ ક્રોધે ભરાયો, પરંતુ લિયો ટૉāયની પ્રતિષ્ઠા એટલી બધી હતી કે રાજા જેવો રાજા પણ કંઈ કરી શક્યો નહીં. આ સમયે લિયો ટૉલ્સ્ટૉય સહુને કહેતા, “શરીર આવતીકાલે પડી જશે એમ માની બને તેટલાં સારાં કામ આજે જ કરી લેવાં જોઈએ.”
એલિનૉર રૂઝવેલ્ટ અમેરિકાના
પ્રખર માનવતાવાદી આગેવાન, કુશળ ટીકા સામે લેખિકા અને અમેરિકાના રાજકારણમાં
| આગવી પ્રતિભા ધરાવનાર મહિલા હતા. નિર્ભય .
માતા-પિતાનું અકાળ અવસાન થતાં
એમનો ઉછેર માતામહીએ કર્યો. એ પછી ચાર વખત અમેરિકાના પ્રમુખ બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ સાથે એમના લગ્ન થયા અને એ જાણીતા થયા, તેથી એમના પર નિંદા અને ટીકાઓનો વરસાદ વરસવા લાગ્યો. એમના દુશ્મનોએ એમની પ્રસિદ્ધિને કારણે એમની વગોવણી કરવામાં કશું બાકી રાખ્યું નહીં. પ્રમુખ રૂઝવેલ્ટની સાથે ટીકાકારો એલિનૉરની ટીકા કરવાની એકે થ તક ચૂકતા નહોતા.
એક દિવસ એલિનૉરે એના અનુભવી ફૈબાની સલાહ લીધી. એમના ફૈબા એ અમેરિકાના કુશળ રાજકારણી અને પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટના બહેન હતા. એલિનૉરે એમને કહ્યું કે, “એમની ઇચ્છા તો ઘણાં કાર્યો કરવાની છે. જાહેર જીવનમાં સક્રિય ભાગ ભજવવાની છે, ડેમોક્રેટીક પક્ષના મજબૂત ટેકેદાર બનવાની છે; પરંતુ લોકોની ટીકાના ભયને કારણે કશું કરી શકતા નથી, પોતે કશું કરશે તો લોકો શું કહેશે, એની ચિંતાથી એ સતત ગભરાતા રહે છે.”
જન્મ : ૯ સપ્ટેમ્બ૨, ૨૮, થાનાવા, પોલિશના, રશિયા અવસાન : ૨૦ નવેમ્બર, ૯૦, અાપોર, રશિયા
૩૨
મનની મિરાત
મનની મિરાત ૩૩
Page #19
--------------------------------------------------------------------------
________________
થિયોડોર રૂઝવેલ્ટની બહેને એલિનોરની આંખમાં આંખ પરોવીને કહ્યું, “આવી ફિકર છોડી દે. જે કામ તને તારા હૃદયથી યોગ્ય લાગતું હોય તે નિર્ભય બનીને કર, બીજા લોકો શું કહેશે, તેની પરવા કરવાની લેશમાત્ર જરૂર નથી. આપણે સાચા હોઈએ, પછી ગભરાવાનું શું ? જેઓ તારી ટીકા કરે છે, એમની પ્રકૃતિને તારે ઓળખી લેવી જોઈએ. તું કામ કરીશ તો પણ એ તારા માથે છાણાં થાપશે અને તું કામ નહીં કરે, તો પણ તારા પર સતત ટીકાનો વરસાદ વરસાવતા રહેશે એટલે તારે જે કામ કરવું હોય તે એક વખત દિલથી નક્કી કરે અને પછી એ કામમાં ડૂબી જા.”
એલિનોર રૂઝવેલ્ટે ફબાની આ સલાહ સ્વીકારી અને એનું પરિણામ એ આવ્યું કે એ અમેરિકાના જાહેરજીવનમાં ખ્યાતનામ મહિલા બન્યા. માનવ-અધિકારોની ઝુંબેશ જગાવી. બેકારી દૂર કરવા અને ગરીબોના આવાસની કામગીરીમાં પ્રવૃત્તિશીલ રહ્યા. કટારલેખન અને ગ્રંથલેખન કર્યું. યુનોમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું અને વિશ્વમાં સમાન અને ભેદભાવવિહીન અધિકારોનું યુનોની સામાન્ય સભાએ જે ઘોષણાપત્ર મંજૂર કર્યું, તેમાં પણ એલિનોરના પ્રયાસો મહત્ત્વપૂર્ણ બની રહ્યા, સમગ્ર વિશ્વને અનુલક્ષીને કરેલાં માનવકલ્યાણના પ્રયાસોને કારણે તેઓ લોકોનો અપ્રતિમ સ્નેહ અને આદર પામ્યા. આમ એક શરમાળ છોકરી ખોટી ટીકાઓની પરવા કર્યા વિના વિશ્વ-રાજ કારણની સમર્થ નારીશક્તિ બની.
શું?
અમેરિકાના વિખ્યાત ઉદ્યોગપતિ
અને દાનવીર ઍન્ડ્રુ કાર્નેગી પોતાના આજનું લોખંડના વિશાળ કારખાનામાં પ્રતિદિન
છ વખત રાઉન્ડ લેતા હતા. માલના ઉત્પાદન અંગે તેમજ કામદારોની કાર્યશૈલી
વિશે જરૂરી સૂચનાઓ આપતા હતા. જ્યાં કામ ધીમું થતું, ત્યાં ત્વરાથી કરવાની તાકીદ કરતા અને જ્યાં કોઈ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતું તેને શાબાશી આપીને ઉત્સાહિત કરતા હતા. કારખાનામાં કામ કરતો ચાર્લ્સ બૅબ નામનો કારીગર અત્યંત ચપળ અને સ્કૂર્તિવાન હતો. અંન્દ્ર કાર્નેગીને એનો ઉત્સાહ અને એની કાર્યનિષ્ઠા પસંદ પડ્યાં એટલે કારખાનામાંથી છૂટ્યા પછી એને પોતાની ઓફિસમાં મળવાનું કહ્યું. ચાર્લ્સ શ્વેબ કારખાનાનું કાર્ય પૂર્ણ કરીને ઍન્ડ્રુ કાર્નેગીની ઑફિસમાં ગયો.
ઍન્ડ કાર્નેગીએ પોતાની સામેની ખુરશી પર બેસવા કહ્યું અને બોલ્યા, “તમારી કાર્યનિષ્ઠા જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. મારે મારા કર્મચારીઓમાં તમારા જેવી કામની લગની જગાડવી છે, માટે અત્યારે હું તમારી એકસો કારીગરોના વડા તરીકે નિમણૂક કરું છું. આ એકસો કારીગરોને તમારે તમારી આગવી રીતે ઘડવાના છે અને તમારી માફક આ કારખાનામાં કામ કરતા કરવાના છે. આજથી તમારા પગારમાં વધારો કરું છું
મનની મિરાત ૩૫
જન્મ : ૧ ઑક્ટોબર, ૧૮૮૪, ન્યૂયર્ક સિટી, ન્યૂયોં કે, અમેરિકા અવસાન : ૭ નવેમ્બર, ૧૯૧૨, ન્યૂયોર્ક સિટી, ન્યૂયોર્ક, અમેરિકા
૩૪
મનની મિરાત
Page #20
--------------------------------------------------------------------------
________________
અને એક મહિના બાદ આ નવી વ્યવસ્થાનું શું પરિણામ આવ્યું, તેની ચર્ચા કરીશું.”
ચાર્લ્સ બૅબે બીજે જ દિવસે નવી કામગીરી સંભાળી લઈને ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માંડ્યું. એ કારીગરોને સ્નેહથી સમજણ આપવા લાગ્યો અને પ્રેમથી એમની ભૂલો પણ બતાવવા લાગ્યો. ધીરે ધીરે એણે કારખાનામાં કાર્યક્ષમતાનું નવીન વાતાવરણ સર્યું. એક મહિનામાં તો ચાર્લ્સ ક્ષેત્રે કારખાનાનું ઉત્પાદન ઘણું વધારી દીધું, આથી ઍન્ડ્રુ કાર્નેગીએ એને કહ્યું કે આમાંથી દસ કાબેલ કારીગરો એવા તૈયાર કરો કે જે આ વિશાળ કારખાનાના ૩૦૦ કારીગરોને કાર્યદક્ષ બનાવી શકે. ચાર્લ્સ શ્રેબે એક જ વર્ષમાં કારખાનાની સિકલ પલટી નાખી. એના ઉત્પાદનની ગુણવત્તા વધુ ને વધુ સુધરવા માંડી. એના લોખંડની માગ એટલી બધી વધી ગઈ કે ત્રણ-ત્રણ પાળી કામ કરવા છતાં કારખાનું બજારની મોટી માગને પહોંચી વળતું ન હતું.
એક દિવસ એન્ડ કાર્નેગીને તારથી ખબર આપતાં ચાર્લ્સ બૅબે કહ્યું, “સર, ગઈ કાલે કારખાનામાં જે ઉત્પાદન થયું છે, એણે આજ સુધીના તમામ વિક્રમને વટાવી દીધા છે.”
કાર્નેગીએ એને શાબાશી આપી અને પ્રશ્ન કર્યો. “પણ આજનું શું?” આનો અર્થ એ કે કાર્નેગીની દૃષ્ટિ સતત પ્રગતિ પર રહ્યા કરતી હતી. આ ધ્રુવવાક્યને નજર સમક્ષ રાખનારો કદીય પોતાની કામગીરીથી સંતોષ માનતો નહોતો, પરંતુ આવતી કાલે આનાથી વધુ સારું કામ કરવાની તમન્ના સતત એના હૃદયમાં ઉત્સાહની ભરતી લાવતી હતી. ચાર્લ્સ શ્વેબ પોતાના માલિકની ભાવના પારખી ગયો અને વળી પાછો કામગીરીમાં લાગી ગયો.
મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ખ્યાતિ અકિંચનોની વિશ્વભરમાં પ્રસરેલી હતી. સાપેક્ષતાના
સિદ્ધાંતના સ્થાપક એવા નોબેલ સમૃદ્ધિ
પારિતોષિકના વિજેતા આઇન્સ્ટાઇનને
મળવા માટે એક ફિલ્મ-નિર્માતા આવ્યા. આ નિર્માતાની ફિલ્મના એક દૃશ્યમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંતની વાત આવતી હતી, જેમાં બ્લેકબોર્ડ પર ચોંકથી દોરીને પોતાનો સિદ્ધાંત તેઓ સમજાવતા હતા. ફિલ્મનિર્માતાએ વિચાર્યું કે બીજા કોઈ અભિનેતાને આઇન્સ્ટાઇનનો અભિનય કરવાનું કહીએ, એને બદલે સ્વયં આઇન્સ્ટાઇન જ એ ભૂમિકા ભજવે તો કેવું સારું !
તેઓ આઇન્સ્ટાઇન પાસે આવ્યા. આ વિજ્ઞાનીના સ્વભાવને જાણનાર નિર્માતાએ ડરતાં ડરતાં પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો અને સાથોસાથ કહ્યું, “આ દસેક મિનિટના અભિનયને માટે આપને ખૂબ મોટી રકમનો ચેક મળશે.”
આઇન્સ્ટાઇન મનોમન એ કળાયા અને વ્યંગ કરતા હોય તેમ બોલ્યા, “મિત્ર, મને પૈસાનું પ્રલોભન આપશો નહીં. હું વૈજ્ઞાનિક છું, અભિનેતા નથી. વિજ્ઞાન એ વિચાર અને પ્રયોગનું કામ છે, એ કોઈ નાટક કે તમાશો નથી. તમે વર્ણન કર્યું તે
મનની મિરાત ૩૭
જન્મ અવસાન
રૂપ બર, રૂપ, કર્મલાઇન, સ્કૉટલૅનું ૧૫ ઓગસ્ટ, ૧૯૧૯, બેનો, અમેરિક્ષા
૩૬
મનની મિરાત
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે હાથમાં ચાંક લઈને બ્લૅકબોર્ડ ઉપર આમતેમ થોડા આંકડાઓ પાડવાનો અને લીટીઓ દોરવાનો અભિનય કરું, તો હું માંકડા જેવો જ લાગ્યું. માટે આ કામ મારાથી થઈ શકશે નહીં, મને માફ કરજો.”
આઇન્સ્ટાઇનના પુણ્યપ્રકોપથી દાઝેલા પેલા નિર્માતાએ વિદાય લેવાનું જ મુનાસિબ માન્યું. એ પછી આઇન્સ્ટાઇનનાં પત્ની એલ્સાએ કહ્યું, “તમે નિર્માતાની ખરેખરી ખબર લઈ લીધી. ફરી વાર આપણા ઘરના ઉંબરે આવવાનું નામ નહીં લે.”
આઇન્સ્ટાઇન ગંભીર થઈ ગયા. એ બોલ્યા, “આ લોકો મનમાં ફાંકો રાખતા ફરે છે કે મોટી રકમના ચેકના જોરે એ સહુ કોઈને ખરીદી શકે છે. એમને એક વાતની ખબર નથી અને તે એ કે પૈસાથી પ્રેમ ખરીદી શકાતો નથી અને લોકોની લાગણી જીતી શકાતી નથી. શું છે આ સંપત્તિ ? દુનિયાભરની સંપત્તિ માનવજાતની પ્રગતિમાં પ્રેરક બની શકે તેમ નથી. આ સંપત્તિ તો માનવીય સ્વાર્થને બહેકાવે છે, સમાજને ઊર્ધ્વગામી બનાવતી નથી.”
એલ્સાએ કહ્યું, “આપની વાત સાચી છે. જગતને ઊર્ધ્વગામી બનાવનારા કુબેરપતિઓ નથી."
આઇન્સ્ટાઇન બોલ્યો, “એને ઉર્ધ્વગામી બનાવે છે પુનિત વ્યક્તિઓનાં ઉમદા આચરણો. મુસા પાસે ધનના ઢગલા હતા ? જિસસ બ્રઇસ્ટ શું બિલ્લોનેરના પુત્ર હતા ? ગાંધીજી કંઈ મિલ્યોનર હતા ? આ
બધા તો ફકીરી ધારણ કરનારા અકિંચન હતા.”
એલ્સાએ કહ્યું, “આ અકિંચનોએ જ ગરીબ દુનિયાને સાચી રીતે સમૃદ્ધ બનાવી, ખરું ને ?”
“હા. આપણે પણ હવે આપણી જરૂરિયાતોને ઘટાડતા જઈએ અને આપણા માનવબંધુઓને વધુ ને વધુ મદદરૂપ બનીએ.”
૩૮
જન્મ
: ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉન્મ, જર્મની અવસાનઃ ૧૮ એપ્રિલ, ૧૯૫૫, ન્યુજર્સી, અમેરિકા
મનની મિરાત
ગૌતમ બુદ્ધના સમકાલીન તથા જાપાન, કોરિયા અને ચીનની સંસ્કૃતિ
સાધનાની પર ગાઢ પ્રભાવ પાડનાર તત્ત્વવેત્તા અને
ધર્મસ્થાપક કન્ફ્યૂશિયસે વર્ષો સુધી
સાર્થકતા
રાજ્યની નોકરી કર્યા બાદ એકત્રીસમા વર્ષથી શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.
પંદરેક વર્ષ એકાંત ચિંતન કર્યા પછી તેર વર્ષ સુધી પરિભ્રમણ કરીને એમણે લોકોને ધર્મજ્ઞાન આપ્યું. આવા એક પરિભ્રમણ સમયે રસ્તામાં એક મહાત્માને વૃક્ષની છાયા હેઠળ વિશ્રામ કરતા જોઈને કન્ફ્યૂશિયસે પૂછ્યું, “આપ નગર છોડીને અહીં આવા એકાંત નિર્જન સ્થાનમાં કેમ વસો છો?”
મહાત્માએ ઉત્તર આપ્યો, “આ રાજ્યનો રાજા અત્યાચારી, કુટિલ અને દુષ્ટ છે. પ્રજા પણ આવા રાજાને કારણે દુરાચારી અને ભ્રષ્ટાચારી બનતી જાય છે. આવા વાતાવરણમાં મારો વ મૂંઝાતો અને ગૂંગળાતો હતો. ત્યાં કઈ રીતે જિવાય ? એટલે હું આ એકાંત સ્થળે આરામથી કોઈ પણ પ્રકારની ચિંતા, ઉચાટ કે ફિકર વગરનું જીવન ગાળું છું.”
કન્ફ્યૂશિયસ નિયમપાલન અને શિષ્ટાચારપાલનના આગ્રહી હતા. રાજાઓના વર્તનની પ્રજા પર ઊંડી અસર પડતી હોવાથી રાજાઓને કડક શિસ્તપાલનનો ઉપદેશ આપતા હતા, તેથી એમણે
મનની મિરાત ૩૯
Page #22
--------------------------------------------------------------------------
________________
કહ્યું, “આમ, અત્યાચાર જોઈને કે ખરાબ વ્યક્તિઓને લીધે આપે નગર છોડી દીધું, એનો અર્થ તો એ થયો કે આપે બૂરાઈઓ સામે હારનો સ્વીકાર કર્યો. આ તો સચ્ચાઈથી ભાગનારો પલાયનવાદ કહેવાય.”
એકાંત સ્થળે નિરાંત અનુભવતા મહાત્માએ કહ્યું, “અરે, એ બધી ઝંઝટોની વચ્ચે રહેવું એના કરતાં એવાં અનિષ્ટોથી સો ગાઉ દૂર, રહેવું સારું. અનિષ્ણ વચ્ચેના દુ:ખભર્યા જીવન કરતાં એકાંતનું આનંદભર્યું જીવન શું ખોટું ?”
મહાત્મા કફ્યુશિયસે કહ્યું, “સમાજને સુધારવાને બદલે મુખ ફેરવીને તમે જંગલમાં દોડી આવ્યા ? શાંતિ તો તમારી પાસે ભીતરમાં છે. એને કોઈ છીનવી શકે તેમ નથી, ત્યારે રાજા અને પ્રજાની બૂરાઈઓ જોઈને તમે નગર છોડી દીધું ? એનો અર્થ તો એ થયો કે સગુણ દુર્ગુણથી દુર્બળ સાબિત થયા અને સત્ય એ અસત્યની અપેક્ષાએ નિર્બળ પુરવાર થયું !”
મહાત્માએ કહ્યું, “આમ કરીને હું એ દુર્ગુણો મારા સદ્ગણોનો નાશ કરી જાય નહીં, તે માટે તેને હું બચાવું છું.”
કફ્યુશિયસે કહ્યું, “તમે આમ એકાંત સાધના કરીને તમારી જાતને બચાવશો તે બરાબર છે, પરંતુ તમારે માત્ર પોતાની જ મુક્તિની વાત વિચારવી જોઈએ નહીં. સમાજની અને વ્યાપક જનમાનસની મુક્તિનો વિચાર કરવો જોઈએ. આમ કરવામાં જ સાધનાની સાચી સાર્થકતા છે.”
કફ્યુશિયસનો આ ઉપદેશ મહાત્માના હૃદય પર પ્રભાવ પાડી ગયો અને મહાત્મા વનનું એકાંત છોડીને નગરની ભીડમાં પાછા ફર્યા.
જર્મનીના બોન શહેરમાં ૧૭૭૦ની
સોળમી ડિસેમ્બરે જન્મેલા લુડવિગ ફાન સંગીતનો બીથોવનની સંગીત પ્રતિભા ઘણી નાની
વયે ઝળકી ઊઠી. કુશળ પિયાનોવાદક સાથ
તરીકે એ સર્વત્ર પ્રસિદ્ધ થયો. એ સમયે
સમગ્ર યુરોપના પ્રતિષ્ઠિત સંગીતકાર મોત્સર્ટ અને હેડને પણ આ યુવાનની પ્રશંસા કરી. આમ બીથોવન એની કારકિર્દીની પરાકાષ્ઠાની નજીક હતો અને એની કીર્તિ યુરોપમાં સતત પથરાતી હતી ત્યારે એકાએક એના પર વજાઘાત થયો.
૧૭૯૬માં એને બહેરાશ આવી ગઈ. ધીરે ધીરે શ્રવણશક્તિ વધુ ને વધુ મંદ પડતી ગઈ અને પાંચેક વર્ષમાં તો એવી પરિસ્થિતિ આવી કે બીથોવન સાંભળી શકતો નહીં, જેની સિમ્ફની સાંભળીને શ્રોતા પ્રણય, શૌર્ય કે આનંદનો ગાઢ અનુભવ કરતા હતા, એ સિમ્ફની સ્વયં બીથોવન સાંભળી શકતો નહીં. એવું બન્યું કે એને વાતચીત માટે પણ નોટબુકનો ઉપયોગ કરવો પડતો. આ પરિસ્થિતિને કારણે બીથોવન નિરાશાની ગર્તામાં ઘસડાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે કુદરતનો આવો કાળો કોપ મારા પર શા માટે ? વળી બીજું કશું ગુમાવ્યું નહીં અને શ્રવણશક્તિ જ કેમ ગુમાવી ? દિવસોના દિવસો સુધી બીથોવન એકાંતમાં રહીને
મનની મિરાત ૪૧
જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ઈ. પૂ. પપ૧, કૂ, ચીન અવસાન : ઈ. પૂ. ૪૭૯, કૂફ, ચીને
૪૦ મનની મિરાત
Page #23
--------------------------------------------------------------------------
________________
પોતાના બદનસીબ પર આંસુ સારતો રહ્યો. એક દિવસ એના મનમાં વિચાર જાગ્યો. આ નિરાશા તો મને નકામો કરી મુકશે. મારા મનમાં રહેલી સિમ્ફની સર્જવાની કેટકેટલી કલ્પનાઓ ખાખ થઈ જશે. ભલે મારી શ્રવણશક્તિ ન હોય, પણ સર્જનશક્તિ તો છે ને ! ભલે હું સાંભળી શકતો ન હોઉં, પરંતુ બીજાને સંભળાવીને એનો આનંદ તો પામી શકું ને ! સંગીતનું મારું જ્ઞાન, મારા લય અને મારાં સ્વરૂપ એવાં જ રહ્યાં છે. મારું પિયાનોવાદન એટલા જ સૂરો ધરાવે છે તો શા માટે એને સિમ્ફનીમાં મૂકીને જગતરસિકોને ઉપલબ્ધ ન કરાવું ?
વળી એણે વિચાર્યું કે માનવીને જીવનની બંધિયાર પરિસ્થિતિમાંથી છુટકારો આપનાર અને માનવતાને પોતાની રીતે અભિવ્યક્ત કરવાનું માધ્યમ સંગીત છે. માનવતા બીથોવનને પોકારતી હતી. સાથોસાથ સ્વજીવનની હતાશાભરી પરિસ્થિતિમાંથી બહાર આવવા સંગીત અને સાદ પાડતું હતું.
પછી તો બીથોવને સમકાલીન સંગીતપરંપરાનાં બધાં સ્વરૂપોમાં ઉત્તમ રચનાઓ આપી. સિમ્ફનીમાં એણે અનેક મૌલિક પ્રયોગો કર્યા. એના બંધારણમાં પરિવર્તન આણીને એમાં અભિવ્યક્તિને મોકળું મેદાન આપ્યું. સંગીતને વધુ જીવંત બનાવ્યું અને બીથોવને એક નવી સંગીતશૈલી આપી, જેના પર પછીના રંગદર્શી સંગીતકારોએ રચનાઓ કરી.
એ નિરાશ બીથોવન અંધારી કોટડીમાં એકલો પુરાઈ રહ્યો હોત તો શું થાત ! તો યુરોપને એક સદી સુધી પ્રભાવિત કરનાર સંગીતકાર મળ્યો ન હોત !
વિખ્યાત વૈજ્ઞાનિક બેન્જામિન
ફ્રેન્કલિન સમયનું મૂલ્ય જાણતા હતા. સમયનું પોતાની પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરનાર
વૈજ્ઞાનિક એક ગ્રંથભંડાર ધરાવતા હતા. મૂલ્ય
એક વાર એક વ્યક્તિ પુસ્તક ખરીદવા
આવી અને એણે કાઉન્ટર પર ઊભેલા કર્મચારીને પૂછ્યું, “અરે ભાઈ ! આ પુસ્તકની કિંમત કેટલી
છે?”
પુસ્તક જોઈને નોકરે કહ્યું, “સાહેબ, એક ડૉલર.”
“ઓહ ! આની કિંમત એક ડૉલર ? કંઈક સહેજ થોડી ઓછી કરોને.”
કર્મચારીએ કહ્યું, “સાહેબ, અમારી દુકાનમાં આવી રીતે વ્યવહાર થતો નથી. આવી પ્રથા નથી. આપે એક ડૉલર આપવો પડશે.”
ગ્રાહકને ખ્યાલ હતો કે આ બેન્જામિન ફ્રેન્કલિનનો ગ્રંથભંડાર છે એટલે એણે પૂછ્યું, “અંદર મિસ્ટર ફ્રેન્કલિન છે ? જરા બોલાવો તો.”
કર્મચારીએ કહ્યું, “તેઓ મહત્ત્વના કામમાં ડૂબેલા છે. આપને કંઈ જરૂરી કામ છે ?”
મનની મિરાત ૪૩
જન્મ : ૧૬ ડિસેમ્બર, ૧૭૭૦, બોન, બેપ્ટિક્સડ, વિયેના અવસાન : ૨૬ માર્ચ, ૧૮૨૭, વિયેના, ઑસ્ટ્રિયન, એમ્પાયર
૪૨
મનની મિરાત
Page #24
--------------------------------------------------------------------------
________________
ગ્રાહકે કહ્યું, “હા. અત્યંત જરૂરી. જરા બહાર બોલાવી લાવો.” પોતાનું કામ અટકાવીને બેન્જામિન ફ્રેન્કલિન બહાર આવ્યા, ત્યારે પેલા ગ્રાહકે પુસ્તક બતાવીને પૂછ્યું, “મિ. ફ્રેન્કલિન, આની ઓછામાં ઓછી કિંમત કેટલી ?”
બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, “સવા ડૉલર.”
ગ્રાહક આશ્ચર્યથી ઊછળી ઊઠો અને બોલ્યો, “અરે ! કમાલ છો તમે ! તમારા કર્મચારીએ એક ડૉલર કહી અને તમે એ જ પુસ્તકની કિંમત સવા ડૉલર કહો છો ?”
ફ્રેન્કલિને કહ્યું, “આપે મને બહાર બોલાવ્યો. મારે કામ છોડીને આવવું પડ્યું. મારો સમય બગડ્યો, માટે આની કિંમત સવા ડૉલર "
ગ્રાહક મૂંઝાયો. એણે વાતને સમેટતાં કહ્યું, “બસ, હવે આપ આની ઓછામાં ઓછી કિંમત બતાવી દો, એટલે હું લઈ લઉં. મારે ઝાઝી રકઝક કરવી નથી. એક વાર આપ એની પાકી કિંમત કહી દો.”
બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, “મહાશય, દોઢ ડૉલર.”
ગ્રાહકે કહ્યું, “કેવી વિચિત્ર વાત ? હમણાં તો તમે સવા ડૉલરમાં આપવા તૈયાર થયા હતા અને હવે દોઢ ડૉલર કહો છો?”
બેન્જામિન ફ્રેન્કલિન બોલ્યા, “મેં પહેલાં સવા ડૉલર કહ્યા હતા, પણ હવે દોઢ ડૉલર થશે. જેમ જેમ તમે સવાલો પૂછીને મારો સમય બરબાદ કરો, તેમ તેમ પુસ્તકની કિંમત પર સમયનું મૂલ્ય વધતું જશે."
વધુ કશું ન બોલતાં ગ્રાહકે દોઢ ડૉલર આપીને જરૂરી પુસ્તક ખરીદી લીધું.
૪૪
જન્મ અવસાન
: ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬, બોસ્ટન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા : ૧૭ એપ્રિલ ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા
મનની મિરાત
અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જૉન ડેવિસન રૉકફેલરે સોળ વર્ષની વયે
કલ્યાણની ક્લીવલૅન્ડમાં એક દલાલી પેઢીમાં કારકુન
દૃષ્ટિ
તરીકે પોતાનું કામ શરૂ કર્યું અને પછી પ્રગતિ સાધતા ઉદ્યોગના ક્ષેત્રે આગળ
વધતા રહ્યા. એમણે સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીની સ્થાપના કરી. એની સામે ઇજારાવાદી પ્રવૃત્તિના આક્ષેપો પણ થયા. એમની કેટલીક કંપનીઓ સામે અદાલતી કાર્યવાહી પણ થઈ, છતાં દૃઢ મનોબળવાળા અને પોતાનું ધાર્યું સિદ્ધ કરવા મથનારા આ મક્કમ મનોબળ ધરાવતા ઉદ્યોગપતિ એક દિવસ શિકાગોમાં આવેલા સ્વામી વિવેકાનંદને મળવા દોડી આવ્યા. આમ તો આ પૂર્વે એમના મિત્રોએ હિંદુ સંન્યાસીને મળવાનું વારંવાર સૂચન કર્યું હતું, પરંતુ રૉકફેલરે કશી દરકાર કરી નહોતી. એક દિવસ કોઈ પ્રબળ આવેગથી દોરવાઈને જૉન રૉકફેલર એમના મિત્રને ત્યાં અતિથિ તરીકે ઊતરેલા સ્વામી વિવેકાનંદને મળવા દોડી આવ્યા.
દરવાજો ખોલનાર રસોઇયાને જરા બાજુએ હટાવતાં એમણે કહ્યું, “મારે હિંદુ સંન્યાસીને મળવું છે.”
રસોઇયાએ દીવાનખાનામાં બેસવાની એમને વિનંતી કરી. પણ રૉકફેલર એમ કંઈ રાહ જોઈ શકે ખરા !
મનની મિરાત
૪૫
Page #25
--------------------------------------------------------------------------
________________
એ તો સીધેસીધા જ સ્વામી વિવેકાનંદના ઉતારાખંડમાં પહોંચી ગયા. એ સમયે સ્વામીજી મેજ પર લેખનકાર્ય કરતા હતા. એમણે કોણ આવ્યું છે, એ જોવાની પરવા પણ ન કરી. થોડી વારે સ્વામીજીને આંખો ઊંચી કરી અને રૉકફેલરને જોયા. સ્વામી વિવેકાનંદે એમનો ભૂતકાળ કહ્યો, જેની રૉકફેલર સિવાય બીજા કોઈને ખબર નહોતી. વળી અંતે સ્વામી વિવેકાનંદે કહ્યું, “તમે ભેગું કરેલું ધન એ તમારું નથી. તમે તો માત્ર એના વાહક છો અને તમારો ધર્મ જગતનું કલ્યાણ કરવાનો છે. ઈશ્વરે તમને જે સંપત્તિ આપી છે, તે લોક કલ્યાણનું કાર્ય કરવા અર્થે આપી છે."
જોન રૉકફેલર કોઈની વાત સાંભળવા ટેવાયેલા ન હતા. એમાં વળી સ્વામીજીએ તો એમને ઘણી મોટી સલાહ આપી. એટલે ‘આવજો” કહેવાનોય શિપ્રચાર કર્યા વિના એ ઊઠીને પાછા ફરી ગયા. એક સપ્તાહ બાદ ફરી આ જ રીતે જૉન રૉકફેલર સ્વામી વિવેકાનંદને મળવા ધસી આવ્યા અને એમણે સ્વામીજી પાસે અમેરિકાની કોઈ સેવાભાવી સંસ્થાને માટે મોટી રકમનું દાન આપવાની પોતાની યોજનાની નોંધનો કાગળ ધર્યો. સ્વામીજીએ વાંચ્યો. રૉકફેલરે ગર્વથી કહ્યું, “હવે તમને સંતોષ થશે. ધનના આવા ઉપયોગ માટે તમારે મારો આભાર માનવો જોઈએ.”
સ્વામી વિવેકાનંદે કાગળ હાથમાં લઈને વાંચ્યો અને કહ્યું, “ભાઈ, આભાર તો તમારે મારો માનવો જોઈએ.” આ વાત અહીં પૂરી થઈ, પણ અમેરિકાના ઉદ્યોગપતિ રૉકફેલરનું આ સર્વપ્રથમ દાન હતું. એ પછી એના જીવનકાળ દરમિયાન શિક્ષણ અને માનવકલ્યાણના ક્ષેત્રે પચાસ કરોડ ડૉલરથી પણ વધુ રકમનું દાન કરીને દુનિયાનો સૌથી વધુ ધનિક ઉદ્યોગપતિ દાનેશ્વરી તરીકે પણ જાણીતો થયો.
ખ્યાતનામ ફ્રેંચ સર્જક સમરસેટ
માંમે પ્રારંભનો અભ્યાસ કૅન્ટરબરીની નાસીપાસ કિન્ડરી સ્કૂલમાં, એ પછી હાઇડલબર્ગ
યુનિવર્સિટીમાં અને છેલ્લે લંડનની સેન્ટ ન થવું
સૅમસ હૉસ્પિટલમાં ર્યો. તબીબી અભ્યાસ
કરનાર સમરસેટ મૉમે હૉસ્પિટલની એપ્રેન્ટીશીપનું કામ લૅમ્બેથની ઝૂંપડપટ્ટીમાં કર્યું. અહીં એમને કારમી ગરીબીનો સાક્ષાત્ અનુભવ થયો. પોતાની બાળપ્રસૂતિ વિશેના જ્ઞાન અને કાર્યને ઉપયોગમાં લઈને એમણે ૧૮૯૭માં ‘લિઝા ઑવ્ લેખેથ’ નામની પ્રથમ નવલકથા લખી અને સાહિત્યસર્જનમાં અપાર રસ-રુચિ જાગ્યા.
આ નવલકથામાં એમણે મીલમાં નોકરી કરતી એક શહેરી છોકરીના પ્રણય અને એની ઇચ્છાઓને આલેખ્યાં.
મૉમને લખવાની એવી તો લગની લાગી કે તબીબી અભ્યાસ કર્યો હોવા છતાં સારી એવી કમાણી કરાવનારો તબીબી વ્યવસાય કર્યો નહીં. એ સમયે સાહિત્યસર્જનમાંથી ઘણી ઓછી આવક થતી, છતાં સમરસેટ મૉમનો સિદ્ધાંત હતો કે જે કામમાં રસ પડે, તેમાં દિલ રેડી દેવું. એમાંથી કેટલી કમાણી થશે એની ફિકર કરવી નહીં. મૉમના જીવનમાં એવા
રક
જનમ ; ૮ જુલાઈ, ૧૮૩૯, રિચફોર્ડ, ન્યૂયૉર્ક, અમેરિ ક્ર અવસાન : ૨૩ મે, ૧૯૩૭, ધ કોરામેન્ટસ, ફ્લોરિડા, અમેરિક્સ
૪૬
મનની મિરાત
મનની મિરાત ૪૭
Page #26
--------------------------------------------------------------------------
________________
ફાકામસ્તીના દિવસો આવ્યા કે લંડનથી થેમ્સ નદીની રેતીમાં બેસીને સાંજનું વાળુ કરવાની ૨કમ કઈ રીતે મેળવવી, એનો વિચાર કરવો પડતો.
સમરસેટ મોમે નાટકો લખ્યા. આત્મકથાત્મક નવલકથા લખી. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે એબ્યુલન્સ વાનના ડ્રાઇવર તરીકે જોડાયા, પરંતુ આ સમયે પણ જેવી તક મળે કે તરત જ પોતાની નવલકથાનું પ્રફવાચન કરી લેતા હતા. આવો હતો લેખનપ્રેમ !
એબ્યુલન્સ ડ્રાઇવરથી માંડીને ગુપ્તચર સંસ્થામાં કર્મચારી તરીકે સમરસેટ મૉમે કામ કર્યું, પરંતુ જેમાં દિલ રેડ્યું હતું તે સાહિત્યસર્જનની સતત આરાધના કરતા રહ્યા. શરૂઆતનાં દસેક વર્ષ તો ઘણા અભાવ વચ્ચે પસાર કર્યા, છતાં એમને મન તો ગમતું કામ કરવું, એ જ જિંદગીનો પરમ આનંદ. તેઓ કહેતા કે કેટલીક વ્યક્તિઓ સંપત્તિને સદ્ભાગ્ય માને છે, પરંતુ આ જગતમાં સંપત્તિથી પણ દૂર ન થઈ શકે તેવા દુઃખોની યાદી અનંત છે. આથી જીવનમાં સુખ અને દુઃખ આવ્યા, પરંતુ પોતાનું મનપસંદ કામ ક્યારેય છોડ્યું નહીં.
શા માટે ? મોંમે કહ્યું કે આવા મનપસંદ કામથી ક્વનમાં આત્મવિશ્વાસ જાગે છે અને ઓછામાં ઓછું એટલું તો સમજાય છે કે જીવનની અનેક પરીક્ષામાં પાસ થઈએ કે નાપાસ થઈએ, પણ નાસીપાસ તો ન જ થવું જોઈએ.
અમેરિકાના મિઝુરીમાં જન્મેલા
સંયુઅલ લેંગહોર્ન ગ્લૅમન્સ સાહિત્યચોરને. જગતમાં માર્ક વેનને નામે વિખ્યાત બન્યા.
માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં માર્ગદર્શન
ચાલી આવતી ટોળટપ્પાની પ્રક્રિયા પકડી
અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્યો.
‘ધ ઇન્સટ્સ અબ્રોડ’, રફિંગ ઇટ' જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. એમણે વિશેષ ખ્યાતિ તો ‘ધ એક્વેન્ચર્સ ઑવુ ટોમ સોયર ” અને “ધ ઍવેન્ચર્સ ઑવું હકલબરી ફિન' જેવી કિશોરકથાઓ દ્વારા મેળવી.
એમણે જીવનનાં છેલ્લાં વીસ વર્ષ અત્યંત કપરી પરિસ્થિતિમાં પસાર કર્યા. એમણે ધંધામાં ઝંપલાવ્યું હતું, જેમાં ઘણું મોટું નુકસાન થયું. એ ધીરે ધીરે સ્વાચ્ય ગુમાવતા હતા.
એમાં એમની સૌથી વહાલી પુત્રી સર્જીનું અવસાન થયું અને એ પછી આઠેક વર્ષે એમની પત્ની ઓલિવિયાએ આ દુનિયાની વિદાય લીધી.
જિંદગીની ઉત્તરાવસ્થામાં આવા એક પછી એક આઘાતો
જન્મ : ૨૫ જાન્યુઆરી, ૮૩૮યુકે એએસી, પેરિસ, ફ્રાન્સ અવસાન ઃ ૧૬ ડિસેમ્બર, ૧૯૬૫, નીસ, આમ્સ, મેલીટાઈમ, શાસ
૪૮
મનની મિરાત
મનની મિરાત ૪૯
Page #27
--------------------------------------------------------------------------
________________
આવતા ગયા. એમાં વળી હાસ્યલેખકના જીવનમાં એક બીજી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. એમના ઘેર ઘણી મોટી ચોરી થઈ અને લગભગ આખુંય ઘર લૂંટાઈ ગયું.
જિંદગીનાં કેટલાંય દુઃખો હસતે મુખે ઝીલનાર માર્ક ટ્વેને આ નવી આફતને પણ પોતાના અંદાજ સાથે સ્વીકારી. એમણે એમના ઘરના દરવાજા પર એક નોટિસ ચોંટાડી. એનું શીર્ષક હતું,
‘હવે પછી આવનારા ચોરને સૂચના.'
એની નીચે એમણે લખાણ કર્યું, “હવે આ ઘરમાં ચોરી કરવાને માટે માત્ર એક ચાંદીની પ્લેટ જ બાકી રહી છે. એ રસોડાની એક માત્ર અભરાઈના ઉપરના ખાનામાં આગળ મૂકી છે. બિલાડીનાં બચ્ચાંની છાબડીની પાસે એ રાખી છે.
‘જો તમે એ છાબડી પણ લઈ જવા ઇચ્છતા હો, તો બિલાડીનાં બચ્ચાંઓને પણ કપડાંમાં ઢાંકીને લઈ જ શો. એક વિશેષ સુચના એ કે કૃપા કરીને ઘરમાંથી નીકળતી વખતે અવાજ ન થાય તે જોશો, જેને કારણે મારા પરિવારજનોને ઘણી અસુવિધા થાય છે.
“અને છેલ્લે એક વિશેષ વાત : ઘરમાંથી બહાર નીકળો ત્યારે દરવાજો બંધ કરવાનું ભૂલશો નહીં.”
જીવનની અનેક વિષાદપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે પણ માર્ક ટ્વેને એમની વિનોદવૃત્તિ જાળવી રાખી હતી.
કાર્નેગીના ગુસ્સાનો પાર ન રહ્યો.
એક નાનકડી ભૂલ બદલ આટલો બધો આક્રોશને. ગુસ્સો ! પોતાના જેવી ખ્યાતનામ વ્યક્તિને
એક સામાન્ય નારી આવી રીતે કઠોર બદલે આદર અને કટ શોમાં તીખો ઠપકો આપે અને
આકરાં વાક્યો લખે, તે કેમ ચાલે ? અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિશે કાર્નેગીએ એક રેડિયો-વાર્તાલાપ આપ્યો હતો અને તેમાં અબ્રાહમ લિંકનના જીવન અંગે એક ખોટી તારીખ રજૂ થઈ ગઈ. એક મહિલાએ આ રેડિયો-વાર્તાલાપ સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો. આ નારી કાર્નેગી પર તૂટી પડી. એણે પત્ર લખ્યો કે લિંકન જેવી મહાન વ્યક્તિ વિશે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં કાળજી લેવી જોઈએ. તમારામાં ચીવટનું કોઈ નામનિશાન જણાતું નથી. જો આવી સામાન્ય બાબતનો ખ્યાલ રાખી શકતા ન હો, તો હવે કૃપા કરીને વાર્તાલાપો આપવાનું બંધ કરશો.
કાગળ વાંચતાંની સાથે જ કાર્નેગી ઊકળી ઊઠ્યા. એક સામાન્ય ભૂલ બદલ આટલો સખત ઠપકો ! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ લખ્યો. એની અભદ્ર ભાષા વિશે આકરી
મનની મિરાત પ૧
જન્મ : ૩૦ નવેમ્બર ૧૮૩૫, મિઝુરી, ફલોરિ વ, અમેરિકા અવસાન : ૨૧ એપ્રિલ ૧૯૧૦, કનેક્ટિકટે, અમેરિકા
પ૦
મનની મિરાત
Page #28
--------------------------------------------------------------------------
________________
ટીકા કરી. એક નાની ભૂલને આટલું બધું મોટું સ્વરૂપ આપવા બદલ એ મહિલાનો ઊધડો લીધો. સાથોસાથ શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય તે વિશે લાંબું સંભાષણ લખ્યું. કાર્નેગી પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતો હતો ત્યાં કોઈ અગત્યનું કામ આવી જતાં પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો.
બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતો હતો, ત્યાં મનમાં થયું કે જરા ગુસ્સામાં વધુ પડતું લખી નાખ્યું છે. એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખીને નવેસરથી પત્ર લખવા બેઠા. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે થોડાં ઠપકાનાં વચનો કઠોર ભાષામાં લખ્યાં.
ફરી કાગળ મોકલવાનો વિચાર કરતાં એમ થયું કે એ મહિલા શિષ્ટ લખાણ ન લખે તે સમજી શકાય, પરંતુ પોતે આવી અશિષ્ટ ભાષા લખે તે બરાબર નથી. આથી ફરી કાગળ ફાડી નાખ્યો ને નવેસરથી લખ્યો. આ રીતે પત્રલેખનની સાથોસાથ પત્ર-નાશ કરવાનું કામ ચાલતું રહ્યું. આખરે સાતમી વખત એણે પત્ર લખ્યો. એ પત્રમાં આ મહિલાનો આવી ક્ષતિ તરફ ધ્યાન દોરવા માટે આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ઘેર મહેમાન બનીને રહેવા આવી. બંનેએ એકબીજાને આદર આપ્યો. એમની વચ્ચે પરસ્પર લાગણીભર્યો સંબંધ બંધાયો.
મોટરકારનું જથ્થાબંધ ઉત્પાદન
કરીને નવી ઔદ્યોગિક ક્ષિતિજો ઉઘાડી વાત પર આપનાર હેન્રી ફોર્ડે જગતમાં ઔદ્યોગિક
ક્રાંતિ સર્જવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ભરોસો
૧૯૧૩માં એમણે આપેલો
‘એસેન્લી લાઇન' પ્લાન્ટથી મટર, ટ્રેક કે સ્કૂટરના જ ઉત્પાદનમાં નહીં, પરંતુ રેડિયો, ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિજરેટરો વગેરેનાં જથ્થાબંધ ઉત્પાદન કરવામાં મહત્ત્વની પ્રગતિ સધાઈ. ભારતમાં મોટર-ઉત્પાદનનો પ્રારંભ કરતાં પૂર્વે એક ભારતીય ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડને મળવા માટે અમેરિકા ગયા.
ભારતીય ઉદ્યોગપતિએ અમેરિકા પહોંચીને હેન્રી ફોર્ડ પાસે મળવાનો સમય માગ્યો એટલે હેન્રી ફોર્ડ એમને કહ્યું કે દિવસે તો આપને માટે વધુ સમય ફાળવી નહીં શકું, પરંતુ સાંજે છ વાગે મારે ઘેર આવો તો મળાશે.
ભારતીય ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડના નિવાસસ્થાને પહોંચ્યા, ત્યારે એક માણસ વાસણ સાફ કરી રહ્યો હતો. ઉદ્યોગપતિએ એને પૂછ્યું, “મારે હેન્રી ફોર્ડ સાહેબને મળવાનું છે. એમણે મને મુલાકાતનો સમય આપ્યો છે.”
મનની મિરાત પ૩
જન્મ : ૨૫ નવેમ્બર, ૧૮૩પ, કન્ફર્મલાઇન, સ્કૉટલૅન્ડ અવસાન : ૧૧ ઓગસ્ટ, ૧૯૧૯, લેનોક્સ, અમેરિક્ષ
પર
મનની મિરાત
Page #29
--------------------------------------------------------------------------
________________
આ માણસ એમને દીવાનખંડમાં બેસાડીને અંદર ગયો અને થોડી વાર પછી ભારતીય ઉદ્યોગપતિ સામે આવીને હાથ લંબાવતાં કહ્યું, “હું હેન્રી ફોર્ડ છું.”
ઉદ્યોગપતિના આશ્ચર્યનો પાર ન રહ્યો. હેન્રી ફોર્ડ સામે સાશક નજરે જોયું અને બોલ્યા, “સાહેબ, આપ તો ઘરના નોકરનું કામ કરતા હતા. આટલી મોટી કંપનીના માલિક આવી રીતે વાસણ સાફ કરતા હોય એ જોઈને કોઈને પણ ભ્રમ થઈ જાય, આવું કામ તો નોકરોએ કરવાનું હોય.”
હેન્રી ફોર્ડે કહ્યું, “મારા પૂર્વજો આયર્લેન્ડથી આવીને અમેરિકામાં વસ્યા, મારા કારકિર્દીના પ્રારંભે હું ડેટ્રોઇટમાં મશીનિસ્ટ એપ્રેન્ટીસ તરીકે કામ કરતો હતો. મારું બધું જ કામ જાતે કરતો હતો. આ કઠોર પરિશ્રમને કારણે આજે ફોર્ડ મોટરનો માલિક બન્યો છું, પરંતુ હું મારો ભૂતકાળ ભૂલી જાઉં નહીં અને લોકો મને મોટો માણસ માને નહીં, તે માટે હું જાતે જ મારાં બધાં કામ કરું છું. એમાં મને કશી શરમ આવતી નથી કે આનાકાની થતી નથી.”
હેન્રી ફોર્ડનાં આ વચનો સાંભળીને ભારતીય ઉદ્યોગપતિએ એમની રજા લેતાં કહ્યું, “સાહેબ, હું જાઉં છું. હું જે ઇરાદાથી આપની પાસે આવ્યો હતો, એ તો એક જ મિનિટમાં સિદ્ધ થઈ ગયો. મને સમજાયું કે સફળતા મેળવવા માટે બીજા પર આધાર રાખવો નહીં, બલકે પોતાની જાત પર ભરોસો રાખવો.”
તૂટેલી
માનવીના ગહન ભાવો પ્રગટ કરનારા ચિત્રકાર અને જીવન વિશેનું મૌલિક અને અર્થગંભીર ચિંતન
આલેખનારા ખલિલ જિબ્રાન બૈરુતમાં પાંખો
વસતા હતા, ખૂબ નાની વયથી લિયોનાર્ડો
દ’ વિચીનાં ચિત્રોમાં ઊંડી દિલચસ્પી ધરાવતા હતા. ચિત્રકલાના અભ્યાસ માટે ૧૯૦૧માં ખલિલ જિબ્રાન પૅરિસ ગયા અને અહીં એમણે ‘સ્પિરિટ રિબેલ્યસ” નામનું પુસ્તક લખ્યું.
ખ્રિસ્તી રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયી જિબ્રાન પર બૈરુતના પાદરીઓ આવું ‘વિદ્રોહી અને યુવાનોને ગેરમાર્ગે દોરનારું પુસ્તક' લખવા માટે એટલા તો ગુસ્સે થયા કે એમને સંપ્રદાયમાંથી હાંકી કાઢયા અને દેશવાની સજા ફરમાવી. એમણે અમેરિકામાં વસવાટ સ્વીકાર્યો.
૧૯૦૩માં માતા કામિલા રાહમીની માંદગીને કારણે ખલિલ જિબ્રાન પૅરિસથી અમેરિકા આવ્યા અને બીમાર માતાને એમની કૃતિ “ધ પ્રોફેટ' વાંચી સંભળાવી. આ સમયે માતાએ સલાહ આપી કે હજી હમણાં એને પ્રગટ કરવાની ઉતાવળ કર નહીં, એને પરિપક્વ થવા દે. અને હકીકતે એ કૃતિમાં ખલિલ જિબ્રાને
જન્મ : ૩૦ જુલાઈ, ૧૮૬૩, મિશિગન, અમેરિકા અવસાન ઃ ૭ એપ્રિલ, ૧૯૪૩, મિશિગન, અમેરિકા
૫૪
મનની મિરાત
મનની મિરાત પપ
Page #30
--------------------------------------------------------------------------
________________
એ પછી ઘણા સુધારા-વધારા કર્યા અને માતાની સલાહનું પાલન કરીને વીસ વર્ષ બાદ ‘ધ પ્રોફેટ’ અંગ્રેજીમાં પ્રગટ કર્યું, જે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું.
એના વિચારો સાંભળીને એની બીમાર માતાએ એક વાર કહ્યું, બેટા, તું સન્યાસી થયો હોત અને દેવળમાં રહેતો હોત તો તારા માટે અને લોકોને માટે લાભદાયી બનત.”
ખલિલ જિબ્રાને ઉત્તર આપ્યો, “મા, તારી વાત સાચી છે, પરંતુ આ વિશ્વમાં આવતા પૂર્વે જ મેં તને માતા તરીકે સ્વીકારી હતી.”
માતા કામિલા રાહમીએ કહ્યું, “બેટા, તું જમ્યો ન હોત તો જરૂર દેવદૂત હોત.”
ખલિલ જિબ્રાને ખમીરભેર કહ્યું, “મા, હજી પણ હું દેવદૂત જ છું ને.” અને પછી પોતાના બે હાથ ફેલાવીને માને કહ્યું કે “જો મા, આ છે મારી પાંખો.”
કામિલા રાહમીએ નિરાશાભેર કહ્યું, “બેટ, પાંખો છે ખરી, પણ એ તૂટેલી છે.”
માતાની શિખામણની માફક માતા સાથેનો આ સંવાદ ખલિલ જિબ્રાનના હૃદયમાં વસી ગયો અને એમણે “ધ બ્રોકન વિંઝ’ નામની નવલકથા લખી, જે ચર્ચે ખલિલ જિબ્રાનને બૈરુતમાંથી દેશવયે આપ્યો હતો, એ જ ચર્ચના પાદરીઓએ ખલિલ જિબ્રાન ૪૮મા વર્ષે અવસાન પામ્યા, ત્યારે અતિ સન્માનપૂર્વક એ જ ચર્ચમાં એની અંત્યેષ્ટિ ક્યિા કરી હતી.
બ્રિટનના મહાન અદાકાર અને કુશળ
ફિલ્મ-અભિનેતા સર એલેક ગિનેસે ઝેર પીવાની ૧૯૪૬માં ફિલ્મ-કારકિર્દીનો પ્રારંભ કર્યો.
એક ફિલ્મમાં એણે આઠ જુ દી જુદી સલાહ
ભૂમિકા ભજવી હતી. બ્રિટિશ કૉમેડીમાં
એણે હાસ્ય-અદાકાર તરીકે નામના મેળવી અને વિખ્યાત ફિલ્મ ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ' (૧૯૫૭)માં યુદ્ધ કેદીઓની છાવણીમાં રહેલા બ્રિટિશ ઑફિસરની ભૂમિકા માટે ઑસ્કર ઍવૉર્ડ મળ્યો. ટેલિવિઝન પર એણે ઉત્કૃષ્ટ અદાકારી દાખવી અને ૧૯૮૦માં ફિલ્મના ક્ષેત્રના એના પ્રદાનને માટે માન એકૅડેમી ઍવૉર્ડ મેળવ્યો હતો. આવા સર એલેક ગિનેસ પ્રસિદ્ધિની પરાકાષ્ઠાએ હતા ત્યારે એમને મળવા માટે એક અમેરિકન અબજોપતિ આવ્યા. એમણે આ વિખ્યાત અભિનેતાને કહ્યું, ‘આપને મળીને હું ખૂબ ખુશ થયો છું.’
સર એલેક ગિનેસે શિષ્ટતાપૂર્ણ પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘આપના જેવી ધનાઢચ વ્યક્તિને મળતાં હું પણ આનંદ અનુભવું છું.'
અમેરિકન ધનપતિએ મૂળ વાત પર આવતાં કહ્યું, ‘હું એક દરખાસ્ત લઈને આવ્યો છું. આપ એના પર વિચાર કરશો અને સ્વીકૃતિ આપશો એવી આશા રાખું છું.' સર એલેક ગિનેસે કહ્યું, ‘કહો, શી છે આપની દરખાસ્ત?”
મનની મિરાત પ૭
જન્મ અવસાન
જન્યુઆરી, ૨૮૩, મોરોમન, સીરિયા ૧૦ એપ્રિલ, ૯, ન્યૂ યૉરિટી, અમેરિ ક્ર.
૫૬
મનની મિરાત
Page #31
--------------------------------------------------------------------------
________________
અમેરિકન ધનપતિએ વાતમાં મોણ નાખતાં કહ્યું, ‘સાહેબ, આપ મારી આ દરખાસ્ત સ્વીકારશો તો આપ પણ મારી માફક વિશ્વની અત્યંત ધનાઢ્ય વ્યક્તિ બની જશો. આપને કલ્પનાતીત ધન મળશે.'
સર એલેક ગિનેસે કહ્યું, ‘કહો, કેટલું ધન મળશે ?’ અમેરિકન ધનપતિએ ઉત્સાહભેર કહ્યું, ‘પૂરા સત્તર મિલિયન ડૉલર !'
અદાકાર એલેક ગિનેસે કહ્યું, “સાચે જ આ ઘણી મોટી ૨કમ છે. પણ એ માટે મારે શું કરવાનું છે ?’
ધનપતિએ કહ્યું, ‘ખાસ કોઈ મોટું કામ કરવાનું નથી. નાના કામના અઢળક દામ છે. મારી દારૂની વિખ્યાત કંપનીના વિજ્ઞાપન માટે તમારે મૉડલિંગ કરવાનું છે. મારે મારી કંપનીને દુનિયાની પહેલા નંબરની કંપની બનાવવી છે. એને માટે દારૂની વિજ્ઞાપનમાં તમારા જેવી વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિને ‘માંડેલ’ તરીકે લેવા માગું છું.'
સર એલેક ગિનેસે કહ્યું, ‘બરાબર, કહો શું કરવાનું છે ?’ ધનપતિએ કહ્યું, ‘તમારે તમારા હાથમાં દારૂથી છલોછલ ગ્લાસ લેવાનો અને એના ઘૂંટડા પીવાના. થોડી જ વારમાં તમે એક નવી વ્યક્તિ તરીકે દેખાઓ. યુવાન, છટાદાર અને આકર્ષક ! મારી દરખાસ્ત મંજૂર છે ને ?’
સર એલેક ગિનેસે કહ્યું, ‘માફ કરજો, સાહેબ ! મારાથી આ નહીં થાય. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી, તો પછી હું લોકોને આવું ઝેર પીવાની સલાહ અને ભલામણ કઈ રીતે કરી શકું ? મને માફ કરજો.'
૫૮
જન્મ
૩ ૨ એપ્રિલ, ૧૯૧૪, પેરિંગટોન, ઇંગ્લૅન્ડ અવસાન : ૫ ઑગસ્ટ, ૨૦૦૦, વેસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ
મનની મિરાત
યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવ
સાત જન્મ
પ્રસંગે યુનિવર્સિટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિત થયા હતા. કુલપતિશ્રીના
ઓછા પડે ! પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી
વ્યક્તિઓએ વક્તવ્યો આપ્યાં. વક્તવ્યો
પછી દસેક મિનિટના વિરામ બાદ પુનઃ કાર્યક્ર્મનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ સજ્જને પોતાની બાજુમાં બેઠેલા યુવાનને પૂછ્યું, “કેમ, તમારે બહાર જવું નથી ?”
યુવાને કહ્યું, “ના સાહેબ, મારે કાર્યક્મ માણવો છે. એની એક ક્ષણ પણ જવા દેવી નથી, તેથી બહાર જઈને પાછા આવતાં જો થોડું મોડું થઈ જાય તો શું ? વળી મને કોઈ આદત નથી. સિગારેટ તો શું, પણ ચા-કૉફીયે પીતો નથી.”
પ્રૌઢ સજ્જને સ્નેહાળ સ્મિત કરતાં કહ્યું, “ભાઈ, તમારો સ્વભાવ મને પસંદ પડી ગયો. આપણે બંને સરખા છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો ? બરાબરને ?”
આ યુવાન અને પ્રૌઢ વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, “તમે શું કરો છો ? ક્યાં સુધી અભ્યાસ કર્યો?"
યુવાને કહ્યું, “મેં ? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. મનની મિરાત
૫૯
Page #32
--------------------------------------------------------------------------
________________
એના અભ્યાસની પાછળ ખૂબ મહેનત કરી છે. શું વાત કરું એની, પણ તમને ખ્યાલ નહીં આવે કે સ્નાતક કક્ષાએ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કેટલો કઠિન હોય છે !”
પ્રૌઢ સજ્જન એની વાત સાંભળતા રહ્યા અને યુવાને જરા અહંકારથી કહ્યું, “સાહેબ, ખગોળશાસ્ત્રમાં હું સ્નાતક બન્યો અને તે પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને. અમારે ત્યાં ગણ્યા-ગાંઠ્યા વિદ્યાર્થીઓને આ વિષયમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત થાય છે.”
પ્રઢ સજજને પૂછવું, “એમ ?”
યુવાને કહ્યું, “અને આજે હવે હું ખગોળશાસ્ત્રમાં નિષ્ણાત બની ગયો છું.”
પ્રૌઢ સજ્જને કહ્યું, “વાહ, તમે ખરા નસીબદાર ! આવા ગંભીર વિષયમાં તમે પારંગત બન્યા એ કેટલી મોટી વાત ! ખગોળશાસ્ત્રમાં મને રસ છે, પણ હજી હું તો પા-પા પગલી ભરી રહ્યો છું.”
યુવાને કહ્યું, “અરે ! ખગોળશાસ્ત્રનું જ્ઞાન એ તો એક વિશાળ સાગર જેવું છે. એમાં ડૂબકી મારી હોય એને જ ખબર પડે કે તજ્જ્ઞ કઈ રીતે થવાય ?”
યુવાનની વાત સ્વીકારતાં પ્રૌઢે કહ્યું, “સાચી વાત. આ વિષયમાં જેમ હું ઊંડો અભ્યાસ કરતો જાઉં છું તેમ તેમ મને લાગે છે કે ખગોળશાસ્ત્ર તો જ્ઞાનનો મહાસાગર છે. એનો અભ્યાસ માટે આ જન્મ તો શું, સાત જન્મ પણ ઓછા પડે.”
એણે આ પ્રૌઢ સજ્જનને પૂછયું, “આપનું નામ શું ?” “આર્થર ક્લાર્ક .”
યુવાન બોલી ઊઠ્યો, “અરે, તમે વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી આર્થર ક્લાર્ક !”
વિખ્યાત વિજ્ઞાની આઇન્સ્ટાઇને
એની જિંદગીની પ્રત્યેક ક્ષણનો પૂરેપૂરો સમયપત્રક | હિસાબ આપ્યો. અનેકવિધ ક્ષેત્રોમાં એમની
પ્રતિભા વિહરતી રહી અને આવી મહાન પ્રમાણે
વ્યક્તિએ વિશ્વને સાપેક્ષવાદ જેવો
મહત્ત્વનો સિદ્ધાંત આપ્યો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું ચિત્ત સદાય એના કાર્યમાં પરોવાયેલું
એક દિવસ પ્રાતઃકાળે આઇન્સ્ટાઇન એમના કામમાં ડૂબેલા ત્યારે એક યુવાને આવીને કહ્યું,
“મારે આપનું મહત્ત્વનું કામ છે. આપ મને અડધો કે પોણો કલાક આપશો ખરા ? મારે માટે આપનું માર્ગદર્શન જરૂરી છે.”
આલ્બર્ટ આઇન્સ્ટાઇને એ યુવાનને કહ્યું, “હું ખૂબ દિલગીર છું. અત્યારે તમારી સાથે વાત કરવા માટે આટલો સમય ફાળવી શકું તેમ નથી.”
યુવાને કહ્યું, “તમે કહો ત્યારે તમને મળવા આવું, પણ મારે વાતચીત કરવી જરૂરી છે અને આપનો અર્ધા-પોણા કલાકનો
મનની મિરાત ૬૧
જન્મ : ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭, માઇનફેડ, સમરસેટ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૯ માર્ચ, ૨00૮, કોલંબો, શ્રીલંકા
૬૦
મનની મિરાત
Page #33
--------------------------------------------------------------------------
________________
સમય મળે તે પણ આવશ્યક છે.”
આઇન્સ્ટાઇને કહ્યું, “જુઓ, પેલા બ્રિજના છેડે સાંજે આપણે મળીએ. હું રોજ સાંજના એ બાજુ ફરવા આવું છું. ત્યાં બરાબર પાંચ વાગે આવજો. આપણે સાથે ચાલીશું અને નિરાંતે વાત પણ કરીશું.”
યુવાન સાંજના પાંચ વાગે બ્રિજના છેડે હાજર થઈ ગયો. બરાબર પાંચના ટકોરે આઇન્સ્ટાઇન દેખાયા.
એ એમની પાસે ગયો અને બંનેએ બગીચામાં ફરતા ફરતા વાર્તાલાપ રારૂ કર્યો.
યુવાને પોતાની વાત જણાવી અને માર્ગદર્શન માગ્યું. આઇન્સ્ટાઇને એનો ઉકેલ બતાવ્યો. અંતે યુવકે એક પ્રશ્ન કર્યો,
“આપે સવારે મને અર્ધો કલાક આપવાની ના પાડી, પણ સાંજે તો અર્ધો કલાક આપ્યો. આપનો સમય તો એટલો જ ગયો, તો પછી સવારે શા માટે મારી સાથે વાતચીત ન કરી ?”
આઇન્સ્ટાઇને કહ્યું, “મિત્ર, હું દિવસની કામગીરીનું સમયપત્રક રાખું છું. અગાઉના દિવસે રાત્રે હું મારા પછીના દિવસના કામનું આયોજન કરું છું. કર્યું કામ ક્યારે કરવું તેને માટે જુદો જુદો સમય નક્કી કરું છું.
“હવે જો સવારે મેં તમને સમય આપ્યો હોત, તો મારું નિયત સમયપત્રક ખોરવાઈ જાત અને એને પરિણામે મારાં દિવસભરનાં જુદાં જુદાં કામો પર અસર થાત, આથી જ મેં તમને મારો સાંજનો ફરવાનો આ સમય આપ્યો.”
જન્મ
અવસાન
: ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ યુર્ટેનબર્ગ, જર્મની
- ૧૮ એપ્રિલ, ૧૯૫૫, પ્રિન્સ ટોન, ન્યુજર્સી, અમેરિકા
મનની મિરાત
અમેરિકાના ગુલામોના મુક્તિદાતા અને માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન સ્પ્રિંગફિલ્ડમાં વકીલાત કરતા હતા, ત્યારે એમનો ભાગીદાર વકીલ હર્નડન ક્યારેક વહેલી સવારમાં ઑફિસમાં આવતો, ત્યારે ઑફિસના ઓરડાની છત તરફ ગ્લાનિભરી નજર કરીને ચત્તાપાટ સૂતેલા અબ્રાહમ લિંકનને જોતો.
અંગત વેદના
આ દૃશ્ય જોતાં એ કળી જતો કે ઘરકંકાસથી ત્રાસેલો લિંકન આજે વહેલી સવારે ઑફિસે આવી ગયો છે. લિંકનના ચહેરા પર વેદના અને ગ્લાનિની રેખાઓ જોઈને હર્નડન એને બોલાવવાની હિંમત કરતો નહીં. દુઃખી મિત્રને હકીકત પૂછીને એ એને વધુ દુ:ખી કરવા ચાહતો નહોતો, આથી હર્નડન ઑફિસમાંથી પોતાના જરૂરી કાગળો લઈને ચાલ્યો જતો.
રોજ બપોરે હર્નડન ભોજન માટે પોતાના ઘેર જતો, ત્યારે નજીકમાં રહેતા હોવા છતાં લિંકન ઘેરથી લાવેલા પાંઉના ટુકડા, થોડીક ચીઝ અને થોડાંક બિસ્કિટથી બપોરનું ભોજન પતાવી દેતા.
શનિવાર અને રવિવારે અદાલતનું કામકાજ બંધ હોય,
મનની મિરાત
૩
Page #34
--------------------------------------------------------------------------
________________
ત્યારે સાથી વકીલો પોતાને ગામ જતા હતા, પરંતુ લિંકન કંકાસભર્યા ઘરમાં જવાને બદલે એ ગામની નાનકડી વીશીમાં અનેક પ્રતિકુળતાની વચ્ચે ‘વીક-એન્ડ’ ગાળવાનું વધુ પસંદ કરતા.
સિમસના દિવસોમાં લિંકનને પોતાને ઘેર પોતાની માને બોલાવવાની બહુ ઇચ્છા થતી. સાવકી મા હતી, પરંતુ લિંકન એને સગી મા જેટલી ચાહતો હતો, પરંતુ કર્કશા પત્ની મૅરીને કારણે એ આવી હિંમત કરતો નહીં. એક-બે વખત મૅરી સમક્ષ લિંકને માતાને બોલાવવાની ઇચ્છા પ્રગટ કરી હતી, ત્યારે મૅરીએ તોછડાઈથી એને ચોખ્ખી ના સુણાવી દીધી હતી. આથી બહુ મન થાય ત્યારે લિંકન પોતે માતાને મળવા જતા અને એની સંભાળ લેતા.
એના પિતા અને સાવકા ભાઈને લિંકન દૂર રહીને મદદ કરતા હતા, પરંતુ ક્યારેય એમને ઘેર બોલાવી શકતા નહીં. પોતાના નજીકના મિત્રોને ઘેર ભોજન માટે બોલાવવાની એની ઘણી ઇચ્છા હોય, પણ એમને નિમંત્રણ આપી શકતા નહીં. મૅરીએ લિંકનના પરિવારની સાથે મિત્રોને પણ પોતાને ત્યાં લાવવાની મનાઈ ફરમાવી હતી.
આવા પ્રતિકૂળ સંયોગ હોવા છતાં લિકને મૅરીના સ્વભાવની વાત કે પોતાના ભીતરની વેદના કોઈને કહી નહીં. લિંકનના માથા પર આનો સતત બોજ રહેતો, પરંતુ પોતાના નજીકના મિત્રોને પણ એના આ બોજની વાત કરતો નહીં. હર્નડન જેવા મિત્રો પણ આનાથી અજાણ રહ્યો,
ગુલામોની વેદના સમજી શકનાર અબ્રાહમ લિંકને પોતાની અંગત વેદના ક્યારેય પ્રગટ કરી નહીં.
ફ્રાંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટ
(૧૭૬૯થી ૧૮૨૧)ને પોતાની માતા સમૃદ્ધિ
લટેસિયા પર અગાધ પ્રેમ હતો. ફ્રાંસના
કોર્સિકા દ્વીપમાં વસતી લટેસિયાને વચ્ચે સાદાઈ
દુશ્મનોના વારંવાર થતા હુમલાને કારણે
મહિનાઓ સુધી પિતાવિહોણા પુત્રોને લઈને ખેતી અને ઘરબાર છોડીને નજીકના પર્વતોમાં આશ્રય લેવા જવું પડતું. દુશ્મનો વિનાશ વેરીને ચાલ્યા જતા, ત્યારે ફરી પાછા પોતાના ઘરમાં આવીને કઠોર પરિસ્થિતિ વચ્ચે નવેસરથી જીવન વ્યતીત કરવું પડતું હતું.
કોર્સિકામાં ભયંકર ધરતીકંપ થયો અને વિધવા લટેસિયાને બાળકોને લઈને માર્કાઈ નગરમાં સ્થાયી થવું પડ્યું. માતાએ પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યાં. સમય જતાં લટેસિયાનો પુત્ર નેપોલિયન બોનાપાર્ટ વિશાળ ફ્રેન્ચ સૈન્યનો સેનાપતિ બન્યો અને વળી ચડતીનો સમય આવતાં પ્રથમ કૉન્સલ નેપોલિયન ફ્રાંસનો સત્તાવાર સમ્રાટ બન્યો.
એનું રાજ્ય વિસ્તરતું ગયું. એક પછી એક દેશ પર વિજય મેળવતો ગયો. ફ્રાન્સની પ્રજાએ નેપોલિયનની માતાને ‘મૅડમ મેરી’ અને ‘પ્રોટેક્ટિક્સ જેનોવેલની પદવીથી નવાજેશ કરી.
જનમ ૧૨ આરી, ૧૮૭૯, વડન કાઉન્ટી, કેકી, અમેરિકા અવસાન : ૫ એપ્રિલ, ૧૮૬૫, વોશિગ્ટન ડી.સી. અમેરિકા
૬૪
મનની મિરાત
મનની મિરાત ૬પ
Page #35
--------------------------------------------------------------------------
________________
રાજમહેલમાં વસતી લટેસિયા ધારે તેટલા વૈભવને ભોગવી શકે તેમ હતી; પરંતુ એણે એક સામાન્ય નારીની માફક જીવવાનું પસંદ કર્યું. કોઈ વધારે ખર્ચો નહીં. કોઈ ખોટા ભોગ-વિલાસ નહીં.
સર્વસત્તાધીશ સમ્રાટની માતા એક સામાન્ય સ્ત્રીની માફક રહે તે સહુને ખટકતું હતું. એક વાર નેપોલિયન બોનાપાર્ટ પોતાની આ અત્યંત વહાલસોયી માતાને પ્રશ્ન કર્યો, “આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં, તમે શા માટે આવું સાદું અને કરકસરયુક્ત જીવન જીવો છો ?”
લટેસિયાએ કહ્યું, “બેટા, આજે સમૃદ્ધિ છે, પણ આવતીકાલ કોણે જોઈ છે ? ગરીબીના એ કારમા દિવસો ફરી પાછા નહીં આવે એની ખાતરી કોણ આપી શકે ? મારે તો એવી રીતે જીવવું છે કે જેથી ચડતી આવે કે પડતી - કદી કોઈ સ્થિતિમાં મુશ્કેલી ન પડે.”
રાજમાતા લટેસિયાની આ વાત અક્ષરશઃ સાચી ઠરી ! જગપ્રસિદ્ધ વૉટર્ટૂના યુદ્ધમાં નેપોલિયનનો પરાજય થયો. એણે બીજી વાર ગાદીનો ત્યાગ કર્યો. વળી પાછું એકસો દિવસ શાસન મેળવ્યું અને અંતે નિર્જન એવા સેન્ટ હેલેના ટાપુ પર એકાંત કેદ ભોગવવી પડી.
જીવનની ચડતી અને પડતીની માતાની એ વાત નેપોલિયન બોનાપાર્ટને મોડી મોડી પણ સમજાઈ.
૬૬
જન્મ અવસાન
: ૧૫ ઑગસ્ટ, ૧૭૩૯, એજેસીઓ, કોર્સિકા, ફ્રાંસ : ૫ મે ૧૮૨૧, લોંગવુડ, સેંટ હેલેના ટાપુ
મનની મિરાત
વિઝિટ
ફી
ઇંગ્લૅન્ડના વિખ્યાત નાટ્યસર્જક જ્યૉર્જ બર્નાર્ડ શૉ અસ્વસ્થતાનો અનુભવ કરતા હતા. એમણે ડૉક્ટરને વિઝિટે આવવા કહ્યું. જ્યૉર્જ બર્નાર્ડ શૉની ઊંચી સીડી ચડતાં ડૉક્ટર હાંફી ગયા. ડૉક્ટરે પોતાની બૅગ મૂકતાં કહ્યું,
“મિસ્ટર શૉ, આ તમારો દાદરો તો કેવો ઊંચો છે ? ભલભલા હાંફી જાય. મને તો પરસેવો વળી ગયો અને માથામાં ચક્કર આવવા લાગ્યા."
બર્નાર્ડ શૉએ ડૉક્ટરને આરામથી બેસવા વિનંતી કરી અને પોતાની પાસે માથાના દુઃખાવાની જે ટૅબ્લેટ હતી તે આપી. ડૉક્ટરે ટૅબ્લેટ લીધી અને શૉએ જાણે એમનું નિદાન કરતા હોય તેમ કહ્યું,
“ડૉક્ટર સાહેબ, તમારે વધતી જતી ચરબીનું ધ્યાન રાખવું જોઈએ. મિષ્ટ વાનગીઓ પરથી મન હટાવી લેવું જોઈએ. રોજ ફળ ખાવાં અને લીલાં શાકભાજીને ભૂલવાં નહીં.” ડૉક્ટર આ વિખ્યાત લેખકની સલાહ સાંભળી રહ્યા. એમણે કહ્યું, “વાહ ! ધન્યવાદ !”
મનની મિરાત
૬૭
Page #36
--------------------------------------------------------------------------
________________
બર્નાર્ડ શૉએ આગળ ચલાવ્યું, “જુઓ, તમારે થોડા વ્યાયામની પણ જરૂર છે. મારી ઉંમર તમારા કરતાં બમણી છે, છતાં મારી સ્કૂર્તિ અને સ્વસ્થતા તો જુઓ. આ મારી સલાહ માટે તમારે મને પંદર પાઉન્ડની ફી આપવી પડશે.”
ડૉક્ટરે બર્નાર્ડ શોને કહ્યું, “માફ કરજો, મિ. શૉ ! ફી તો તમારે આપવી પડશે. મારે કારણે જ તમે આટલા સ્કૂર્તિવાન બન્યા છો.”
બર્નાર્ડ શૉએ કહ્યું, “તમને દવા મેં આપી, સલાહ મેં આપી, તો તમારે જ ફી આપવી જોઈએ ને ?”
ડૉક્ટરે હસતાં હસતાં કહ્યું, “મિ. શો ! તમે હાસ્યલેખક તરીકે ઘણી વાર સીધી વાણીને બદલે અવળવાણીનો પ્રયોગ કરો છો. વ્યંગ કે કટાક્ષ પ્રયોજો છો. એમ ડૉક્ટર તરીકે મારી આ વિશિષ્ટ પદ્ધતિ છે. બીમારને ત્યાં જઈને હું સ્વયં બીમાર બની જાઉં છું જેથી રોગી મારા રોગનો વિચાર કરે. એને થયેલા રોગની આગળ મારો રોગ ગંભીર અને બહુ મોટો લાગે અને એ રીતે એ પોતાના રોગના વહેમમાંથી મુક્ત થઈ જાય. આ છે મારી ઉપચાર-પદ્ધતિ. હવે લાવો મારી વિઝિટના વીસ પાઉન્ડ!”
એમનું આખુ નામ વિન્સ્ટન લૅનાર્ડ
સ્પેન્સર ચર્ચિલ, બીજા વિશ્વયુદ્ધ ની નિવૃત્તિ એટલે કટોકટીના સમયમાં ચર્ચિલને બ્રિટનનું
વડાપ્રધાનપદ સોંપવામાં આવ્યું. નિવૃત્તિ
બ્રિટન યુદ્ધની ઘેરી કટોકટીમાં
સપડાયેલું હતું. આ સમયે ચર્ચિલે બ્રિટનને વિજયને માટે આપેલો સંકેત ‘વી ફૉર વિક્ટરી’ ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક બની ગયો.
સર વિન્સ્ટન ચર્ચિલે હિટલરના ભયની સામે લોકોમાં હિંમત જગાડી. એની વાછટાથી એણે પ્રજામાં સાહસનો સંચાર કર્યો. એ પછી ૧૯૪પમાં ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની હાર થઈ, પરંતુ ૧૯૫૧ની ચૂંટણીમાં ચર્ચિલ ફરી બ્રિટનના વડાપ્રધાન બન્યા.
૧૯૫૫ની છઠ્ઠી એપ્રિલે ચર્ચિલે સ્વાથ્યને કારણે રાજીનામું આપ્યું અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. એ પછી ચર્ચિલ દસ વર્ષ જીવ્યા.
નિવૃત્તિના આ સમયગાળામાં ચર્ચિલ ધાર્મિક વાચન અને બાગકામ કરતા હતા. એમના મિત્ર સર વિન્સ્ટન ચર્ચિલને મળવા
જન્મ : ૨૬ જુલાઈ, ૧૮૫૬, ક્લિન, આયર્લેન્ડ અવસાન : ૨ નવેમ્બર, ૧W૦, હર્ટફોડરાયર, ઇંગ્લૅન્ડ
૬૮
મનની મિરાત
મનની મિરાત ૬૯
Page #37
--------------------------------------------------------------------------
________________
ગયા, ત્યારે તેઓ એક છોડ રોપી રહ્યા હતા. મિત્રએ વિશ્વના વર્તમાન સમયના રાજકીય પ્રવાહો અંગે ચર્ચિલને પ્રશ્નો કર્યા.
એના જવાબમાં ચર્ચિલે કહ્યું, “દોસ્ત, આ બાગબાની કરવામાં ભારે મજા આવે છે.”
મિત્રએ કહ્યું, “પણ મારે આપને કંઈક પૂછવું છે.”
સર વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, “મને પૂછવું છે ? બે બાબતમાં તમે નિઃસંકોચ પૂછી શકો છો. એક તો તમે મને બાગકામ વિશે પૂછો અથવા નિયમિત બાઇબલ વાંચું છું તેને વિશે પૂછી શકો છો.” - મિત્રએ કહ્યું, “ના, મારે તો તમારા જેવા મુત્સદ્દીન રાજ કારણ વિશે પૂછવું છે.”
વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, “દોસ્ત, મેં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. મારું એ કામ પૂરું થયું. હવે મને રાજનીતિમાં લેશમાત્ર રસ નથી. હવે તો શ્રમ અને પ્રાર્થના એ જ મારું જીવનકાર્ય છે.”
મહાત્મા ગાંધીજી ને જે મના
નિબંધમાંથી ‘સવિનય કાનૂનભંગની સંજ્ઞા પાપની. મળી હતી તેવા પ્રકૃતિની ગોદમાં જીવન
ગાળનારા હેન્રી ડેવિડ થોરોને વિશ્વાસ કબૂલાત
હતો કે આ જગતમાં તત્ત્વતઃ તો ઉદાત્ત
કોટિનાં તત્ત્વો વ્યાપ્ત છે. આ હેન્રી થૉરીએ વાલ્ડન સરોવર પાસેના જંગલમાં કુટિર બાંધીને રહેવાનું શરૂ કર્યું. એ કુટિર પણ એણે જાતે બાંધી હતી. સાદાઈભર્યું જીવન ગાળવું, પ્રકૃતિનિરીક્ષણમાં સમય પસાર કરવો અને કુદરતની વચ્ચે રહીને કલ્યાણભાવના અનુભવવી, પોતાના અંતઃકરણને અનુસરવું, કરકસરભરી રીતે જીવવું - એ બધા હેન્રી ડેવિડ થોરોના વિચારો હતા અને એ વિચારોને એણે પોતાના જીવનમાં અમલમાં મૂક્યા હતા.
હેન્રી ડેવિડ થોરો જીવનનું ઊંચું મૂલ્ય આંકતા અને એવાં મૂલ્યોથી જ એમણે જીવન વ્યતીત કર્યું. એમણે એમના મોટાભાગનું જીવન અમેરિકાના મેસેગ્યુસેટ્સ રાજ્યના કૉન્ફર્ડમાં પસાર કર્યું.
ગુલામીની પ્રથા વિરુદ્ધ ઝઝૂમનાર જ્હૉન બ્રાઉનને ફાંસી આપવામાં આવતાં હેન્રી થૉરોને ભારે આઘાત લાગ્યો. એમનું સ્વાથ્ય કથળ્યું.
મનની મિરાત ૭૧
જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, બેલિનહાઉમ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬પ, ઑક્સફર્ડ થ્રાઇહાઇડ પાર્ક, લંડન, ઇંગ્લૅન્ડ
૭૦
મનની મિરાત
Page #38
--------------------------------------------------------------------------
________________
એ પછી ક્ષયનો રોગ એમને ઘેરી વળ્યો અને તેઓ જીવનનો અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે એમનાં દાદીમાએ કહ્યું, “બેટા, મને એમ લાગે છે કે આપણે હવે કોઈ પાદરીને બોલાવીએ.”
હેન્રી થોરોએ પૂછ્યું, “એમને બોલાવવાની જરૂર શી છે?”
વૃદ્ધ દાદીમાએ કહ્યું, “બેટા, તું મોટો લેખક છે એ વાત સાચી, તેં ઘણું ચિંતન કર્યું છે એ પણ ખરું, પરંતુ માણસ મૃત્યુ વેળાએ પાદરીને બોલાવીને એમની સમક્ષ પોતાનાં પાપોની કબૂલાત કરે છે. એ તું ક્યાં નથી જાણતો ?''
હેન્રી થૉરીએ કહ્યું, “જો પાદરીને બોલાવીને પાપની કબૂલાત જ કરવાની હોય, તો એમને બોલાવવાની કશી જરૂર નથી. મેં જિંદગીમાં પાપ જ કર્યું નથી, પછી કબુલાત કરવાની શી વાત ?” આટલું બોલીને મહાત્મા થોરોએ આ જગતની વિદાય લીધી.
અંગ્રેજી સાહિત્યના ઉત્તમ
નિબંધસર્જક અને વિવેચક વિલિયમ પર્વગ્રહોને હેઝલિટને જીવનમાં માત્ર કારમી ગરીબીનો
જ નહીં, પરંતુ ગાઢ હતાશાનો પણ પાર
અનુભવ કરવો પડ્યો.
એના પિતાની ઇચ્છા એને પાદરી બનાવવાની હતી, પરંતુ એ માટે એકાદ વર્ષ અભ્યાસ કરીને એ ઘેર પાછો ફર્યો. એનો ભાઈ ચિત્રકાર હોવાથી ચિત્રકાર બનવાનો વિચાર કર્યો, પરંતુ એવામાં લેખક થવાનું મન થયું. નિબંધકાર અને વિવેચક તરીકે હેઝલિટે અંગ્રેજી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન
છવ્વીસ વર્ષની વયે એનું પ્રથમ પુસ્તક પ્રગટ થયું અને બાવન વર્ષની વયે એ અવસાન પામ્યા. પચીસ વર્ષના એના સર્જનકાળમાં એણે ઉત્તમ લેખનકાર્ય કર્યું. અંગ્રેજી સાહિત્યમાં સેમ્યુઅલ હોન્સન પછીનો એ સૌથી મોટો વિવેચક ગણાયો.
શેક્સપિયરનાં નાટકો વિશે વિલિયમ હેઝલિટે મહત્ત્વનું વિવેચન કાર્ય કર્યું. આટલું બધું સાહિત્યસર્જન કરવા છતાં એના સમયકાળમાં એને સર્જક તરીકે વિશેષ ખ્યાતિ મળી નહીં. માથે દેવું વધી ગયું અને એને પરિણામે એને કારાવાસ પણ ભોગવવો
મનની મિરાત ૭૩
જન્મ : ૧૨ જુલાઈ, ૧૮૧૩, કોન્ક, મૅસેચૂસેટ્સ, અમેરિકા અવસાન ઃ ૬ મે, ૧૮૬૨, કોન્ક, કૅસેચૂસેટ્સ, અમેરિકા
૭૨
મનની મિરાત
Page #39
--------------------------------------------------------------------------
________________
પડ્યો. ૧૮૦૮માં સરાહ ટોડાર્ટ સાથે એણે લગ્ન કર્યો. એણે ત્રણેક વર્ષ પછી સારા વાંકર નામની યુવતીના ગળાડૂબ પ્રેમને કારણે એણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા.
હકીકતમાં સારા વાંકર વિલિયમ હેઝલિટ સાથે પ્રેમનું નાટક કરી રહી હતી. હેઝલિટ છેતરાયો અને સહુએ એને બેવકૂફ ગણ્યો.
આવી કારમી ગરીબી અને હતાશા અનુભવનાર હેઝલિટે એના મનને વિચારથી દરિદ્ર રાખવાને બદલે સદાય સમૃદ્ધ રાખવા પ્રયાસ કર્યો. કપરા સંજોગોને કારણે વ્યક્તિની જીવનદૃષ્ટિમાં કટુતા વ્યાપ પરંતુ વિલિયમ હેઝલિટે કોઈનાય પ્રત્યે કટુતા દાખવ્યા વિના પોતાની વાત પ્રગટ કરી.
બાહ્ય જીવનમાં વેદના અને વંચનાના બળબળતા વાયુ વીંઝાતા હતા, છતાં એણે પોતાના ચિત્તની પ્રસન્નતાને ભારોભાર જાળવી રાખી. આથી જ એણે પોતાના નિબંધમાં લખ્યું કે પૂર્વગ્રહો ઉપર મેં મારા કોઈ અભિપ્રાયો બાંધ્યા નથી.
ગુલામોના મુક્તિદાતા અબ્રાહમ
લિંકનના જીવનનો પ્રારંભકાળ રઝળપાટમાં આદરની ગયો. હાડમારીભરી જિંદગીમાં પણ
અબ્રાહમ સખત કામ કરતા અને બક્ષિસ.
કિશોરવયમાં જ છ ફૂટ અને ચાર ઇંચની
ઊંચી અને પાતળી દેહયષ્ટિ ધરાવનાર મજબૂત અબ્રાહમ લિંકન બિયારણ ઓરવાનું, હળ ચલાવવાનું અને પાકની લણણી કરવા જેવાં ઘણાં કામ કરી શકતા હતા.
આ સમયે અમેરિકામાં ગુલામીની પ્રથા હબસીઓના જીવનમાં શાપરૂપ બની હતી. એક વાર અબ્રાહમ લિંકન એક હૉટલમાં ચા પીવા ગયા. આ હૉટલના હબસી નોકરે શ્વેત વર્ણવાળા અબ્રાહમ લિંકનની સુંદર ખાતર-બરદાસ્ત કરી. હબસી નોકરે સૌજન્ય અને આદરપૂર્વક કામ કર્યું.
હૉટલમાંથી ચા પીને બહાર નીકળતા અબ્રાહમ લિંકન એની સામે હસ્યા અને સાથોસાથ બક્ષિસ આપી. એટલું જ નહીં પણ માથા પરથી પોતાની હંટ ઉતારીને આભારના શબ્દો કહ્યા.
હબસી આશ્ચર્યચકિત થઈ ગયો. એક તો કોઈ ગોરો ક્યારેય હબસી સામે હસતો નહીં. એથીય વધુ કોઈ બક્ષિસ આપતો નહીં.
મનની મિરાત ૭૫
જન્મ : ૧૦ એપ્રિલ, ૧૭૭૮, મેઇડસ્ટોન, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૮ સપ્ટેમ્બર, ૧૮૩૦, સોહો, લંડન, ઇંગ્લેન્ડ
૭૪
મનની મિરાત
Page #40
--------------------------------------------------------------------------
________________
એમાં વળી હંટ ઉતારીને આદર આપે એની કલ્પના કરવી એક હબસીને માટે અતિ કઠિન હતી. આ હબસી ખુશ થતો થતો અબ્રાહમ લિંકન પાસે ગયો અને બોલ્યો, “સાહેબ, તમે કોઈ મહાન માનવી લાગો છો !”
અબ્રાહમ લિંકને કહ્યું, “ભાઈ, હું તો સાવ સામાન્ય માણસ છું.”
ભલે તમે આજે સામાન્ય માણસ હશો, પણ આવતીકાલે તમે જરૂર મહામાનવ થશો.”
અબ્રાહમ લિંકને હસતાં હસતાં પૂછ્યું, “તેં મારું ભવિષ્ય શી રીતે ભાખ્યું, એનું કોઈ કારણ?”
હબસી નોકરે કહ્યું, “સાહેબ, છેલ્લાં અઢાર વર્ષથી આ હૉટલમાં હું નોકરી કરું છું. જે કોઈ આવે એની પૂરી ખાતર-બરદાસ્ત કરું છું. જે કંઈ માગે તે તરત લાવીને હાજર કરું છું. પણ કોઈ ગોરો ગ્રાહક મારા તરફ ક્યારેય હસ્યો નથી, મારા પ્રત્યે હંમેશાં તિરસ્કાર કે ઘૂણાની નજરે એ જોતા હોય છે. તમે તો મને બક્ષિસ આપી. આજ સુધી મને બક્ષિસમાં ‘નિગર', ‘બગર’, ‘ઢમ” જેવા અપશબ્દો જ મળ્યા છે. આ અપશબ્દો જ અમારું સંબોધન બની ગયા. એટલું જ નહીં, પણ તમે મને આભારવચનો કહી હેટ ઉતારીને મારો આભાર માન્યો. આવા શ્વેત માનવીને મેં જોયા નથી. તમે જરૂર મહાન માનવી બનશો.”
આમ કહીને એ વૃદ્ધ હબસીએ અબ્રાહમ લિંકનને નમન કર્યા.
રાજનો ધર્મ
રાણી એલિઝાબેથના પતિ રાજા લૂઈ યુદ્ધ ખેલવા માટે અન્ય પ્રદેશમાં ગયા, ત્યારે રાણી એલિઝાબેથને રાજ કારભાર ચલાવવાનું સોંપવામાં
આવ્યું.
એ સમયે ઈ. સ. ૧૨૨પમાં ભીષણ દુષ્કાળ પડ્યો અને અનેક લોકો દુષ્કાળના ખપ્પરમાં હોમાવા લાગ્યા.
કેટલાંય પ્રાણીઓ ભૂખથી તરફડીને મૃત્યુ પામવા લાગ્યાં. અન્નનો દાણો મેળવવા માટે લોકો પ્રાણની પણ પરવા કર્યા વિના લૂંટફાટ કરવા લાગ્યા. આવી પરિસ્થિતિ હોવા છતાં રાજ કર્મચારીઓએ કશા નક્કર પગલાં લીધાં નહીં, એથીયા વિશેષ દુષ્કાળની વાતોને વધુ પડતી ચગાવવામાં આવી છે એમ કહીને લોકોને ધુત્કાર્યા.
રાણી એલિઝાબેથને આ પરિસ્થિતિની જાણ થતાં જ એણે તત્કાળ હુકમ કર્યો,
રાજનો અન્નભંડાર પ્રજાને માટે ખુલ્લો મૂકી દો. જે ધનભંડાર છે, એમાંથી ધન વાપરીને અન્ન એકઠું કરી, ગરીબોને વહેંચી આપો.”
મનની મિરાત ૭૭
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦e, કાર્ડન કાઉન્ટી, કેકી, અમેરિક્ષ અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વોશિંગ્ટન ડી.સી. અમેરિકા
૭૬
મનની મિરાત
Page #41
--------------------------------------------------------------------------
________________
રાજ સેવકોને રાણીનો હુકમ પસંદ પડ્યો નહીં, પરંતુ કરે શું ? આવી રીતે રાજ ભંડાર ઘટતો જોઈને રાજા લૂઈના સંબંધીઓ અકળાયા. એના શ્વશુર પક્ષના લોકોએ અત્યંત નારાજ ગી વ્યક્ત કરી. એમણે વિચાર્યું કે જો આવી રીતે રાજનો ભંડાર ખર્ચી નાખશે, તો શું થશે?
આથી રાણીની વિરુદ્ધ પ્રપંચ ઘડાવા લાગ્યા. એને ધમકી આપવામાં આવી કે તમે આવી રીતે રાજનું ધન વેડફી રહ્યાં છો તેથી રાજા લૂઈ આવશે ત્યારે તમને આકરી સજા ફટકારશે.
દુષ્કાળપીડિત પ્રજાએ રાણીને ‘ઈશ્વરે મોકલેલો દેવદૂત' માનવા લાગ્યા અને ચોતરફ એની પ્રશંસા થવા લાગી.
થોડા સમય બાદ રાજા લૂઈ યુદ્ધમાંથી પાછો ફર્યો ત્યારે પ્રજાએ એનો ઉત્સાહભેર આદર-સત્કાર ર્યો, પણ બીજે દિવસે રાજાના ભાઈએ અને અન્ય કુટુંબીજનોએ રાજા લૂઈને ફરિયાદ કરી કે..
આપની અનુપસ્થિતિમાં રાણીએ રાજ ગરિમાનો અનાદર કરીને, સ્વચ્છેદથી રાજ ભંડાર લૂંટાવી દીધો છે. રાજ ભંડાર વિના રાજાની શી સ્થિતિ થાય ? આપ રાણીને સજા કરો, જે થી એમને એમના કૃત્ય માટે પસ્તાવો થાય અને ફરી આવી ભૂલ કરે નહીં.”
આ સાંભળી રાજા લૂઈએ હસીને કહ્યું, ઓહોહો ! એમાં તે શું થયું ? ભૂખી પ્રજાને ભોજન આપવું એ રાજનો ધર્મ છે, તેથી રાણીએ તો પોતાનો ધર્મ બજાવ્યો છે. એમાં શું ખોટું કર્યું ? એણે ગરીબોને રાજ તો નથી આપી દીધું ને ?”
રાજાનો ઉત્તર સાંભળીને ફરિયાદ કરનારા શાંત થઈ ગયા.
ગ્રીસના ઍથેન્સ નગરમાં વસતા
તત્ત્વજ્ઞાની ડાયોજિનિસે ગ્રીસવાસીઓને ગુલામનો ય નવીન જીવનશૈલી અપનાવવાની વાત
કરી. ગુલામ
એ ઍથેન્સની શેરીઓમાં દિવસે
ફાનસ લઈને ઘૂમતો હતો અને કોઈ એને પૂછતું કે “શા માટે દિવસે ફાનસ લઈને આ શેરીઓમાં ઘૂમો છો?”
ત્યારે આ તત્ત્વજ્ઞાની વ્યંગથી કહેતો, “હું કોઈ પ્રમાણિક માણસને શોધી રહ્યો છું.”
ઍથેન્સવાસી ડાયોજિનિસને ત્યાં ઘણા સમયથી એક ગુલામ કામ કરતો હતો. એ આ તત્ત્વજ્ઞાનીના ઘરની પૂરેપૂરી સંભાળ લેતો હતો અને ઘરનાં મોટાભાગનાં કામો કરતો હતો.
એક દિવસ એ ગુલામ ક્યાંક નાસી ગયો એટલે પડોશીઓએ આવીને ડાયોજિનિસને સલાહ આપી કે ગ્રીસના કાયદા પ્રમાણે તમે એની ધરપકડ કરાવો અને ફરી તમારે ઘેર ગુલામ તરીકે રાખો. વળી કોઈએ કહ્યું,
તમારા જેવી વ્યક્તિ શરમજનક ઘરકામ જાતે કરે, તે યોગ્ય ન કહેવાય. તમે એને પકડી મંગાવો.”
મનની મિરાત ૭૯
જન્મ : ૭ જુલાઈ, ૧૨૦૭, કેસ્ટર ઓફ સરોયોટક, હંગેરી અવસાન : ૧૩ નવેમ્બર, ૧૨૩૧, હંગેરી
૭૮
મનની મિરાત
Page #42
--------------------------------------------------------------------------
________________
બીજાએ માહિતી પણ આપી કે એ ગુલામ ઍથેન્સમાં જ છે અને એને પકડીને પાછો લઈ આવવો એ રમતવાત છે. આ સાંભળીને ડાયોજિનિસે કહ્યું,
“મને ખબર છે કે આ ગુલામ અત્યારે ક્યાં છે, પણ હું એને
પકડીને પાછો બોલાવવા માગતો નથી.”
“શા માટે ?”
“કારણ કે હું ગુલામ કરતાંય હલકો કે ઊતરતો બનવા માગતો નથી. મારે ગુલામના ગુલામ થયું નથી.”
“અરે, તમે કાયદા મુજબ કામ કરો છો. એને પાછો લાવો છો એમાં ખોટું શું ? શું ગુલામના ગુલામ થવાનું ?"
“જુઓ, એક નાચીઝ ગુલામ મારા વગર મુક્ત અને સ્વતંત્ર બનીને રહી શકે છે અને હું તેના વગર જીવી શકું નહીં, તો અમારા બેમાંથી કોણ ઊતરતો ગણાય ? એ ગુલામ મારા વિના જીવી શકે અને હું એના વિના જીવી શકું નહીં, તો તેમાં ગુલામ કોણ કહેવાય - એ કે હું ? એને બળજબરીથી મારા ઘરમાં રાખું તો હું ગુલામનો પણ ગુલામ ગણાઈશ."
ગ્રીસમાં ડાયોજિનિસે સ્વાવલંબનનો મહિમા કર્યો.
८०
જન્મ અવસાન
- ઈ. પૂ. ૪૧૨, સિનોપ, ગ્રીસ
- ઈ. પૂ. ૩૨૩, કોરિન્ધ, ગ્રીસ
મનની મિરાત
સાચું
આશ્વાસન
ભગવાન બુદ્ધના સમકાલીન એવા મહાત્મા કન્ફ્યૂશિયસના વિચારોએ ચીનની રાજકીય અને સામાજિક પ્રણાલી પર ગાઢ અસર કરી.
પોતાના વનમાં પંદર વર્ષ સુધી એકાંતવાસ સેવીને એમણે ઊંડું ચિંતન કર્યું અને ત્યારબાદ તેર વર્ષ સુધી પરિભ્રમણ કરીને લોકોને ધર્મજ્ઞાન આપ્યું.
એમણે વ્યક્તિ અને રાજા બંનેને અનુલક્ષીને ઉપદેશ આપ્યો. એમણે કહ્યું કે
પ્રેમ, કર્તવ્યપાલન, દાન, ક્ષમા, સહિષ્ણુતા તથા તપ જેવા ગુણોથી માણસને શાંતિ અને સુખ મળે છે, જ્યારે રાજાઓને માટે એમણે કડક શિસ્તપાલનની વાત કરી.
‘જેવો રાજા, તેવી પ્રજા' એમ માનતા હોવાથી રાજાને માટે ચુસ્ત નિયમપાલન અને ઉમદા શિષ્ટાચારપાલનનો આગ્રહ સેવ્યો. માનવતાવાદ એ એમની વિચારધારાનું પ્રધાન સૂત્ર હતું.
એક વાર ચીનમાં પરિભ્રમણ કરી રહેલા મહાત્મા કન્ફ્યૂશિયસને નગરજનોએ એક સમાચાર આપતાં કહ્યું,
મનની મિરાત ૮૧
Page #43
--------------------------------------------------------------------------
________________
ગુરુવર્ય, યુ દેશનો રાજકુમાર કુંગ અતિ ઉદાર છે. રાજ કુમાર કુંગ ગઈ કાલે શિકારે નીકળ્યો, ત્યારે શિકાર પાછળ દોડવા જતાં એનું રત્નજડિત તીર રસ્તામાં ક્યાંક પડી ગયું. રાજસેવકોને આની જાણ થતાં આ તીરને શોધવા માટે તેઓ આખું જંગલ ખુંદી વળ્યા, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં.”
ઘણી મહેનત કર્યા બાદ નિરાશ થયેલા રાજસેવકોએ રાજ કુમાર કુંગને કહ્યું,
અમે આખું જંગલ ખૂંદી વળ્યા, પણ ક્યાંય પેલું રત્નજડિત સુંદર તીર અમને મળ્યું નહીં.”
ગુસ્સે થવાને બદલે રાજકુમાર કુંગે શાંતિથી કહ્યું,
કશો વાંધો નહીં, આપણા રાજના જંગલમાં જ પડ્યું છે એટલે આપણા રાજ ના કોઈ વતનીને જ મળ્યું હશે. સારું થયું.”
નગરજનોએ કહ્યું, “રાજકુમાર કેવા ઉદાર દૃષ્ટિવાળા કહેવાય? રત્નજડિત તીર ગુમાવ્યાનો અફસોસ કરવાને બદલે એમણે કેવું સરસ આશ્વાસન મેળવ્યું !”
માનવતાવાદી કફ્યુશિયસે કહ્યું, “રાજકુમાર કુંગ વિશાળ દૃષ્ટિનો છે એમ હું માનતો નથી. મારા મંતવ્ય પ્રમાણે તો એ સંકુચિત દૃષ્ટિનો કહેવાય. એણે એમ કહેવું જોઈતું હતું કે ખેર! માણસની વસ્તુ માણસને જ મળી ને !”
અમેરિકાના બેન્જામિન ફ્રેન્કલિન
મુદ્રક, પ્રકાશક, લેખક, સંશોધક, વિજ્ઞાની સમયની અને અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામું
તથા એનું બંધારણ ઘડનાર મુત્સદી તરીકે મોકળાશ
જાણીતા બન્યા. સાબુ અને મીણબત્તી
બનાવનાર ગરીબ પિતાનાં સત્તર સંતાનોમાંથી બેન્જામિન ફ્રેન્કલિન દસમું સંતાન હતા.
માત્ર ૧૦ વર્ષની વય સુધી અભ્યાસ કરવાની તક મળી. બારમા વર્ષે તો પોતાના ભાઈના છાપખાનામાં શિખાઉ તરીકે કામે વળગ્યા. પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં અને પછી ગ્રેટબ્રિટનના લંડનમાં કામ કર્યું. એમણે ચલણી નોટો છાપનાર તરીકે અને પંચાંગના પ્રકાશક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી.
એથીય આગળ જઈને અગ્નિશામક વિભાગ, આપ-લે પુસ્તકાલય અને અકાદમીની સ્થાપના કરી. સમય જતાં આ અકાદમીએ પેન્સિલવેનિયા યુનિવર્સિટી રૂપે સાકાર થઈ. પ્રકાશન પછી અમેરિકાના ઉત્તર વિભાગનાં બધાં સંસ્થાનોની ડેપ્યુટી પોસ્ટ માસ્ટર જનરલની કામગીરી બજાવી.
એવામાં વિજ્ઞાનમાં રસ પડતાં એમણે સ્થિત-વિદ્યુત (સ્ટેટિકઇલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત શોધ્યો. બીજી બાજુ અમેરિકી વસાહતોને
મનની મિરાત ૮૩
જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ઇ. પૂ. પપ૧, કુ, ક્રો ડાયનેસ્ટી, ચીન અવસાન : ઈ. ૫. ૪૩૯, ફક, ઝો ડાયનેસ્ટી, ચીન
૮૨
મનની મિરાત
Page #44
--------------------------------------------------------------------------
________________
ગ્રેટબ્રિટનથી છૂટી પાડવાની ઝંતિમાં સામેલ થયા. સ્વતંત્રતાનું જાહેરનામું ઘડનારી પાંચ વ્યક્તિઓમાંના તેઓ એક હતા.
ફ્રાંસમાં રાજ દૂત તરીકે પણ કામ કર્યું. સાથોસાથ ફ્રેંકલિને સ્ટવની શોધ કરી. રસાયણશાસ્ત્રમાં અતિ મહત્ત્વનાં સંશોધનો કરનાર ક્રિસ્ટલીને પણ એમણે પ્રોત્સાહન આપ્યું. એમણે નવા વિજ્ઞાનનો પાયો નાખનારાં પુસ્તકોનું પણ સર્જન કર્યું.
ચોરાસી વર્ષના આયુષ્યમાં અનેક જિંદગી જેટલું કામ કરનારા બેન્જામિન ફ્રેન્કલિન માનતા હતા કે જેઓ જીવનને ચાહે છે, એમણે સમય સહેજે બરબાદ કરવો જોઈએ નહીં. જેઓ સમય બરબાદ કરે છે, તેઓ જીવન બરબાદ કરે છે.
આટલાં બધાં કાર્યો વચ્ચે જીવનનો આનંદ કઈ રીતે પામી શકાય? એવો સવાલ જાગે, ત્યારે એનું રહસ્ય દર્શાવતાં બેન્જામિન ફ્રેન્કલિન કહે છે,
જીવનનો સૌથી મોટો વૈભવ એ સમયની મોકળાશ છે. આરામ કરવા માટે, વિચાર કરવા માટે, તમારી શક્તિ પ્રમાણે ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે સમયની મોકળાશ જરૂરી છે અને તે એક જ માર્ગે આવી શકે. તમે તમારા જીવનનાં કાર્યોનાં અગ્રતાક્રમનું આયોજન કરો. તે અંગે પૂરતો વિચાર કરો અને પછી કાર્ય કરો. તમારાં બધાં જ કાર્યોને યોગ્ય સંદર્ભમાં મૂકો. આમ કરશો તો તમારા જીવનમાં નવી ચેતના આવશે. જીવનમાં વર્ષોનો વધારો થશે અને વર્ષોમાં નવજીવનનો સંચાર
કોનું
સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક, ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ એવા આલ્બર્ટ | આઇન્સ્ટાઇનનાં સંશોધનોએ વિજ્ઞાન
તત્ત્વપ્રણાલીમાં ઝંતિકારી પરિવર્તન આણ્યું. મહત્ત્વ?
કરચલીવાળો સૂટ અને કપાળ ઢાંકતા વાળ
સાથે ફરતા આલ્બર્ટ આઇન્સ્ટાઇને ક્યારેય પોતાના પહેરવેશ, દેખાવ કે સામાજિક રૂઢિઓની દરકાર કરી નહોતી. એમનો જીવ તો એમનાં સંશોધનોમાં એટલો ડૂબેલો રહેતો કે પોતાની જરૂરિયાતો ઓછી કરીને એ પોતાના સંશોધનકાર્યમાં મગ્ન રહેતા.
બર્લિનમાં નાનકડી ઓરડી ભાડે રાખી આલ્બર્ટ આઇન્સ્ટાઇને સમગ્ર સમય અને શક્તિ શોધ કાર્યમાં લગાડી દીધાં. વિશ્વભરમાંથી એમને વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં.
એમના સિદ્ધાંતો સમજવા ઘણાને માટે મુશ્કેલ હતા, તેમ છતાં આઇન્સ્ટાઇનને જોવા અને સાંભળવા માટે વિશાળ જનમેદની એકત્રિત થતી હતી. એમાં પણ આલ્બર્ટ આઇન્સ્ટાઇન વ્યાખ્યાન માટે જાય ત્યારે એમની પત્ની એલ્સાને એમના પહેરવેશ અંગે ખૂબ ચિંતા રહેતી. એમનાં લઘરવઘર કપડાં એલ્સાને પસંદ નહોતાં.
થશે.”
જન્મ : ૧૭ જાન્યુઆરી, ૧૩૦૩, બોસ્ટન, મૅસેચૂસેટ્સ, અમેરિકા અવસાન : ૧૩ એપ્રિલ, ૧૩૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા
૮૪
મનની મિરાત
મનની મિરાત ૮૫
Page #45
--------------------------------------------------------------------------
________________
મોભા મુજબ ઠાઠ રાખવામાં આઇન્સ્ટાઇન માનતા નહોતા. એક વાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન વ્યાખ્યાન-પ્રવાસે જતા હતા, ત્યારે એલ્સાએ એમને ભારપૂર્વક કહ્યું, “જુઓ, આ કાળો સૂટ છે તે તમારે વ્યાખ્યાન સમયે પહેરવાનો છે. કરચલીવાળો જૂનો સૂટ પહેરાઈ જાય નહીં તેનું ધ્યાન રાખજો. વળી કાળા સૂટ સાથે આ મોજા અને ટાઈ તથા ધોયેલું ખમીસ પહેરજો.”
આલ્બર્ટ આઇન્સ્ટાઇને એમની પત્નીને કહ્યું, “અરે ઇલ્સા, તું નકામી આવી મહત્ત્વહીન બાબતોની ચિંતા કરે છે. જે કપડાં હાથ જડ્યાં તે પહેરી લેવાનાં.”
એ પછી આઇન્સ્ટાઇન પ્રવાસે નીકળ્યા. વ્યાખ્યાન આપીને પાછા ફર્યા, ત્યારે એલ્સાએ એમની સુટકેસ જોઈ તો ખ્યાલ આવ્યો કે પેલો કાળો સુટ તથા મોજા, ટાઈ અને ખમીસ એમ ને એમ અકબંધ પડ્યાં હતાં. એલ્સાએ આઇન્સ્ટાઇનને ઠપકો આપતી હોય એ રીતે કહ્યું, તમે તો કેવા છો ? ખાસ તાકીદ કરી હતી અને ભૂલી ગયા. વ્યાખ્યાન સમયે આ નવો સૂટ ન પહેર્યો ?”
આલ્બર્ટ આઇન્સ્ટાઇને એના વિખરાયેલા વાળ પર હાથ ફેરવતાં કહ્યું, “ઓહ, તમે કહ્યું હતું તે સાચું, પણ વ્યાખ્યાનના વિચારમાં એટલો બધો ડૂબેલો હતો કે મને એ યાદ આવ્યું નહીં.”
ઓહ, લોકોને તમારા ધોયા વગરના ખમીસ અને કરચલીવાળાં સૂટ જોઈને કેવું લાગ્યું હશે ?” - આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું, “મને તું એ વાતનો જવાબ આપ કે એ લોકો મને સાંભળવા આવ્યા હતા કે મારાં કપડાં જોવા ?”
૧૯૪૦થી ૧૯૪૫ સુધી બ્રિટનનું
વડાપ્રધાનપદ સંભાળનાર સર વિન્સ્ટન કલાનો. ચર્ચિલ સમર્થ રાજપુરુષ તરીકે વિશ્વભરમાં આનંદ
આદરપાત્ર બની રહ્યા.
દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડના
સ્વાભિમાન અને ખમીરને જાગ્રત કરીને એમણે કટોકટીને સમયે હિંમતભેર દોરવણી આપીને દેશને વિજય અપાવ્યો.
બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને રશિયાના સ્ટાલિન - આ ત્રણે રાજપુરુષો યુદ્ધ પછીના નૂતન વિશ્વના નિર્માણકર્તા લેખાયા.
વિશ્વયુદ્ધની કટોકટીભરી પરિસ્થિતિમાં બ્રિટનને વિજયી બનાવનાર વિન્સ્ટન ચર્ચિલનો ‘વી ૉર વિક્ટરી'નો સંકેત સર્વત્ર જાણીતો બન્યો.
પરંતુ એ પછી યોજાયેલી બ્રિટનની ચૂંટણીમાં ઇંગ્લેન્ડની પ્રજાએ યુદ્ધમાં કુશળ અને સફળ કાર્ય કરનાર રૂઢિચુસ્ત પક્ષને જાકારો આપ્યો અને શાંતિકાળમાં દેશના નવનિર્માણની ધુરા મજૂરપક્ષને સોંપી.
મનની મિરાત ૮૭
જન્મ : ૧૪ માર્ચ, ૧૮૩૯, ઉલ્મ વુર્ટેનબર્ગ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯પપ, પ્રિન્ટન, ન્યુજર્સ, અમેરિકા
૮૬
મનની મિરાત
Page #46
--------------------------------------------------------------------------
________________
| વિન્સ્ટન ચર્ચિલને આનાથી ઊંડો આઘાત લાગ્યો. પોતાની આવી અવગણના સહન થઈ શકી નહીં. વળી વિશ્વમાં યુદ્ધવીર તરીકે સન્માન પામતા આ રાજનીતિજ્ઞ સત્તા પરથી ફેંકાઈ ગયા પછી પોતાની થતી અવગણનાથી ખૂબ અકળાઈ ગયા.
સત્તા જાય, પછી કોણ એમની પરવા કરે ? એમને માટે આવી ઉપેક્ષા ધીરે ધીરે અસહ્ય બનતી જતી હતી, પરંતુ આ સમયે એમણે પોતાને પ્રિય એવી કલાઓમાં જીવ પરોવી દીધો.
વિન્સ્ટન ચર્ચિલ ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર અને ચિત્રકાર હતા, આથી પોતાના મનની અકળામણ દૂર કરવા માટે ચિત્રો દોરવા લાગ્યા. એની સાથોસાથ લેખનકાર્ય પણ શરૂ કર્યું અને ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર' નામે આત્મકથાત્મક યુદ્ધસંસ્મરણો લખ્યાં.
એમના સર્જનોએ વિન્સ્ટન ચર્ચિલને સફળ સાહિત્યકાર સાબિત કર્યા અને મુખ્યત્વે આ લેખનને માટે એમને ૧૯૫૩માં સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો.
પરંતુ સૌથી વધુ તો પોતાના મનને બીજા કામમાં પરોવી દઈને વિન્સ્ટન ચર્ચિલે અવગણનાના બોજને સાવ ઓગાળી દીધો. પોતાનું ખમીર જાળવી રાખ્યું.
બન્યું પણ એવું કે ૧૯૪પમાં પરાજય પામેલો વિન્સ્ટન ચર્ચિલનો રૂઢિચુસ્ત પક્ષ ૧૯૫૧ની ચૂંટણીમાં ફરી વખત વિજયી બન્યો અને ફરી વિન્સ્ટન ચર્ચિલની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડના પ્રધાનમંડળની રચના થઈ.
ફ્રેન્ચ વિશ્વકોશકાર, નવલકથાકાર,
નાટ્યમીમાંસક અને તત્ત્વજ્ઞ દેનિસ દીદેરાને પુસ્તકની મળવા માટે એક યુવક આવ્યો. એણે
પોતાનો પરિચય આપતાં કહ્યું કે એ એક અર્પણપત્રિકા
નવોદિત લેખક છે. એણે એક પુસ્તક
લખ્યું છે અને એની ઇચ્છા એ છે કે પુસ્તકનું પ્રકાશન થાય, તે પૂર્વે એની હસ્તપ્રત પર દૈનિસ દીદેરો નજર નાખી જાય. દેનિસ દીદરોએ એને પુસ્તકની હસ્તપ્રત મુકી જવા કહ્યું અને પછીને દિવસે આવીને લઈ જવાનું કહ્યું. એક દિવસમાં તેઓ આ હસ્તપ્રત વાંચી નાખશે.
બીજે દિવસે નવોદિત લેખક દેનિસ દીદેરી પાસે ગયો, ત્યારે દીદેરોએ એને કહ્યું કે તેઓ આખી હસ્તપ્રત વાંચી ગયા છે. અને એમાં એણે પોતાની આકરી ટીકા કરી છે, તેનાથી પ્રસન્ન થયા છે. યુવાન તો માનતો હતો કે દેનિસ દીદરો પોતાને વિશેની તીવ્ર આલોચનાથી અત્યંત ગુસ્સે થશે, એને બદલે એમણે તો પ્રસન્નતા પ્રગટ કરી અને જરા હળવેથી પૂછ્યું પણ ખરું કે મારી આવી કડક ટીકા કરવાથી તને શો લાભ થશે ?
યુવકે રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, “ઘણી વ્યક્તિ તમારી વિરાટ પ્રતિભાથી અકળાઈને તમારો અત્યંત દ્વેષ કરે છે. એમને
મનની મિરાતે ૮૯
જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, ઑક્સફર્ડગ્નાઈ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫, હાઇડ પાર્ક, ઇંગ્લેન્ડ
૮૮
મનની મિરાત
Page #47
--------------------------------------------------------------------------
________________
ખબર પડે કે આમાં મેં આપની ટીકા કરી છે, તો તેઓ મને આ પુસ્તકનો પ્રકાશનખર્ચ આપે.”
દીદરોએ હસતાં હસતાં એને પોતાના એક પ્રખર વિરોધીનું નામ આપ્યું અને કહ્યું, “તું એને મળી આવ. એ મારાથી બેહદ નારાજ છે. આ પુસ્તક તું એને અર્પણ કરીશ, તો એ ખુશ થઈને ઊલટભેર સારી એવી રકમ આપશે.”
નવોદિત વિચારમાં પડ્યો. એણે કહ્યું, “મને આવી અર્પણ-પત્રિકા લખતાં ક્યાં આવડે છે ?”
દીદેરીએ જવાબ આપ્યો, “એની સહેજે ચિંતા કરીશ નહીં, હું જ તને લખી આપું છું.” અને આમ કહીને દેનિસ દીદરોએ પોતાના પ્રખર વિરોધીના ગુણોને દર્શાવતી સરસ મજાની અર્પણ-પત્રિકા લખી આપી.
માત્ર સોળ વર્ષની વયે “ધ પ્રોફેટ'
જેવું યશસ્વી પુસ્તક સર્જનાર ખલિલ ચિત્રષ્ટિમાં જિબ્રાને શરૂઆતનાં વર્ષોમાં પોતાના
વતનમાં માતા-પિતા પાસે ઘેર રહીને રમમાણ .
શિક્ષણ લીધું. ચાર વર્ષના જિબ્રાને એક
વાર ઘરની બહારના બગીચામાં એક ખાડો ખોદ્યો અને એમાં કાગળના ટુકડા નાખ્યા. એ પછી એના પર ધૂળ અને ખાતર નાખ્યાં. એ રોજ રાહ જોઈને બેસતો કે કાગળના એ ટુકડાઓમાંથી છોડ ક્યારે ઊગશે ? એ કલ્પના કરતો કે એ છોડ પર કેટલાય મોટા મોટા કાગળો લટકતા હશે અને એ લટકતા કાગળો તોડીને એના પર એ સરસ મજાનાં ચિત્રો દોરશે.
આ સમયે એને ઇટાલીના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર લિયોના દ વિન્ચીનાં ચિત્રોનું એક પુસ્તક મળ્યું અને બાળક ખલિલ જિબ્રાન એ ચિત્રસૃષ્ટિમાં ડૂબી ગયો. પ્રત્યેક પૃષ્ઠ પરનાં ચિત્રો ખુબ રસપૂર્વક જોતો રહ્યો. લિયોનાર્ડો દ વિન્ચીનું આ પુસ્તક ખલિલ જિબ્રાનને પ્રાણથી પણ વહાલું થઈ ગયું. સહેજ સમય મળે તો એ જોવા લાગતો. અને બધું ભૂલીને એ ચિત્રસૃષ્ટિમાં રમમાણ બની જતો.
આ જોઈને એક વાર એના પિતા પણ અકળાયા અને
જન્મ : ૫ ઑક્ટોબર, ૧૩૧૩, લચેર, ફ્રાન્સ અવસાન : ૧૧ જુલાઈ, ૧૭૮૪, પેરિસ, ફ્રાન્સ
૯૦
મનની મિરાત
મનની મિરાત ૯૧
Page #48
--------------------------------------------------------------------------
________________
એમણે બાળક ખલિલ જિબ્રાનને કહ્યું, “આ તે તારી કેવી વિચિત્ર ટેવ છે ! આ પુસ્તકને સહેજે રેઢું મૂકતો નથી ? આખો દિવસ આમ એક ને એક ચિત્રો શું જોયા કરે છે ?"
ખલિલ જિબ્રાનના પિતાનું નામ હતું ખલિલ જુબ્રાન. પિતાનો આવો ઠપકો સાંભળતાં ખલિલ જિબ્રાન રડી ઊઠ્યો. એના પિતાને આશ્ચર્ય થયું કે આ બાળકને થયું શું ? સહેજ ઠપકો આપ્યો અને આટલું બધું માઠું લાગ્યું ! એમણે એને પાસે બોલાવ્યો અને કહ્યું,
બેય, મારી સલાહ તારા ભલા ખાતર છે. તારે એ સમજવી જોઈએ.”
બાળક ખલિલ જિબ્રાને કહ્યું, “પિતાજી, હું ક્યાં અહીંનો છું કે તમારી વાત સમજી શકું ? હું તો લિયોનાર્ડો દ વિન્ચીના જમાનાનો
બાળપણથી ચિત્રકલામાં ઊંડો રસ ધરાવનાર ખલિલ જિબ્રાનનાં ચિત્રોનું એકવીસમા વર્ષે અમેરિકાના બોસ્ટન શહેરમાં પ્રદર્શન યોજાયું અને એની નવતર શૈલીએ ચિત્રજગતના તજ્જ્ઞોનું ધ્યાન ખેંચ્યું.
પચીસમા વર્ષે ફરી ચિત્રકલાના અભ્યાસ માટે પ્રેરિત ગયા. બે વાર એમનાં ચિત્ર પ્રદર્શનો પણ યોજાયાં. શબ્દ અને ચિત્રના માધ્યમ દ્વારા સત્ય અને સૌંદર્યને પ્રગટ કરતા એમના પુસ્તક “ધ પ્રોફેટ' માટે ખલિલ જિબ્રાને બાર જેટલા મૌલિક શૈલીવાળાં ચિત્રો તૈયાર કર્યા. એમનાં ચિંતનાત્મક લખાણોની સાથોસાથ એમનાં ચિત્રોની શૈલીએ ખલિલ જિબ્રાનને કલાજગતમાં શાશ્વત સ્થાન અપાવ્યું.
રશિયાના વિખ્યાત નવલિકાકાર
એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ પોતાની આવી. આ સ્ત્રીઓએ વિચાર્યું કે આવા
મહાન સર્જકને મળીએ છીએ તો એમની ભાષા.
સાથે સામાન્ય વાત ન થાય, આથી ત્રણેએ
કોઈ ગંભીર પ્રશ્ન વિશે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું.
એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતાં કહ્યું, “ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપનું શું મંતવ્ય
ઍન્ટન ચૅખોવે કહ્યું, “મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે.”
બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, “આ યુદ્ધમાં કોની જીત થાય તેવું તમને લાગે છે ? ગ્રીસની થશે કે તુર્કસ્તાનની ?”
અંન્ટન ચેખોવે કહ્યું, “મારી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે.”
ત્રીજી સ્ત્રીએ પ્રશ્ન કર્યો, “તમારી દૃષ્ટિએ કોણ વધુ
જન્મ : ૯ જાન્યુઆરી, ૧૮૮૩, ઓટોમન, સીરિયા અવસાન : ૧0 એપ્રિલ, ૧૯૩૧, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા
૯૨
મનની મિરાત
મનની મિરાત ૯૩
Page #49
--------------------------------------------------------------------------
________________
શક્તિશાળી છે ?”
ચૅખોવે કહ્યું, “એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થી અને શિક્ષિત છે.”
ત્રણે મહિલાઓએ એકસાથે કહ્યું, “ગ્રીસ અને તુર્કસ્તાનમાંથી તમને કોણ વધુ પસંદ છે ?”
ઍન્ટન ચેખોવે હસતાં હસતાં કહ્યું, “મને તો અમુક પ્રકારનો ખી વધુ ભાવે છે. તમને કઈ ચટણી વધુ પસંદ છે ?”
અને આખીય ચર્ચા યુદ્ધના બદલે ખીરા પર આવીને અટકી ગઈ. એ પછીના વાર્તાલાપમાં એ મહિલાઓએ ઘણી હળવાશનો અનુભવ કર્યો.
એ સ્ત્રીઓ ગઈ ત્યારે એન્ટન ચેખોવે મનોમન કહ્યું, “માણસે પોતાની ભાષા બોલવી જોઈએ.”
પ્રસિદ્ધ નિબંધકાર વિલિયમ
હંઝલિટને જીવનમાં પારાવાર મુશ્કેલીઓ શ્રદ્ધા અને આવી. ગરીબી અને હતાશાના બોજ
હેઠળ જીવવું પડ્યું. ઉત્તમ સર્જનકાર્ય આશા .
કરનાર આ લેખકને માથે દેવું એટલું
બધું વધી ગયું કે એને કારાવાસ ભોગવવો પડ્યો. સારા વોકર નામની યુવતીને એ ચાહતો હતો. એની સાથે લગ્ન કરવા માટે વિલિયમ હંઝલિટે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા, પરંતુ એ પછી એને ખ્યાલ આવ્યો કે સારા વોકર તો એની સાથે પ્રેમનું નાટક કરતી હતી, પરણવા ચાહતી નહોતી. વિલિયમ હંઝલિટે છવ્વીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. બાવન વર્ષની વયે એ અવસાન પામ્યો. ૨૫ વર્ષના સર્જનકાળમાં એણે ઘણું મહત્ત્વનું સાહિત્યિક પ્રદાન કર્યું, કિંતુ એને યોગ્ય પ્રતિષ્ઠા સાંપડી નહીં.
જ્હોન કિટ્સની કવિતાની વિવેચકો અવગણના અને આકરી ટીકા કરતા હતા, ત્યારે હંઝલિટે એની પ્રતિભા પારખીને એની કવિતાને યોગ્ય સ્થાન આપ્યું. પોતાને યોગ્ય સાહિત્યિક સન્માન મળતું ન હતું. તેમ છતાં એણે બીજાને ઉચિત સન્માન આપવામાં કદી પાછી પાની કરી નહીં. જીવનમાં અને સાહિત્યક્ષેત્રે
જૂન્મ : ૨૯ જાન્યુઆરી ૧૮૯૦, તાગવોગ, રશિયા અવસાન : ૧૫ જુલાઈ ૧૯૦૪, બાડેનવલર, જર્મની
૯૪
મનની મિરાત
મનની મિરાત ૯૫
Page #50
--------------------------------------------------------------------------
________________
અનેક કટુ અનુભવો થવા છતાં હૅલિટે મનની પ્રસન્નતાને જાળવી રાખી. એના વિધેયાત્મક અભિગમને પર જીવનના દુઃખદ અનુભવો પ્રભાવિત ન કરે તેનો ખ્યાલ રાખ્યો. હૅઝલિટે એના દસ વર્ષના પુત્રને એક પત્રમાં આ પ્રમાણે સલાહ આપી,
“સારી વાત એ છે કે ‘હંમેશાં શ્રેષ્ઠ જ થશે’ એવી આશા રાખવી. અનિષ્ટોની કોઈ કલ્પના કરવી નહીં. કોઈ પણ વ્યક્તિ તરફ પૂર્વગ્રહથી જોવું નહીં, કારણ કે આપણે એમની સાચી પરિસ્થિતિથી વાકેફ હોતા કે નથી. કદી કોઈનો તિરસ્કાર કરવો નહીં કે ઈર્ષ્યા કરવી નહીં. દરેક વ્યક્તિને સારી ગણવી.”
આથી પોતાના જીવનની આસપાસ વેદનાનો દાવાનળ સળગતો હોવા છતાં વિલિયમ હૅઝલિટે હૃદયની શીતળતા અને જીવનના શુભમાં શ્રદ્ધા જાળવી રાખી.
૯૬
જન્મ
: ૧૦ એપ્રિલ, ૧૭૭૮, મેઇડસ્ટોન, કેન્ટ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૮ સપ્ટેમ્બર, ૧૮૩૦, સોહો, લંડન, ઇંગ્લૅન્ડ
મનની મિરાત
બત્રીસ વર્ષના અલ્પ આયુષ્યમાં અભૂતપૂર્વ વિજયો હાંસલ કરનાર ગ્રીસના સમ્રાટ સિકંદર (ઈ. સ. પૂર્વે ૩૫૬થી ઈ. સ. પૂર્વે ૩૨૩)ના પિતા રાજા ફિલિપ મેસિડોનિયાના રાજવી હતા. રાજા ફિલિપનું ખૂન થતાં સિકંદર(એલેકઝાંડર ધ ગ્રેટ)ને રાજગાદી સોંપવામાં આવી. બાલ્યાવસ્થાથી જ સિકંદરને વિશ્વવિજયનાં સ્વપ્નો જોવાની આદત હતી. એ સમયે ગ્રીસના પ્રસિદ્ધ દાર્શનિક ઍરિસ્ટોટલ પાસે સિકંદરે ગ્રીક સાહિત્ય, વિજ્ઞાન, હોમરનાં મહાકાવ્યો, વીરકથાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો.
પરમ
કર્તવ્ય
એક વાર ગુરુ અને શિષ્ય ઘનઘોર જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં એક નાળું આવ્યું, જેમાં પૂરને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો. નાળું ઊંડું હતું અને ગુરુ ઍરિસ્ટોટલ એ નાળામાં પ્રવેશ કરવા જતા હતા, પરંતુ સિકંદરે એમને અટકાવ્યા અને પછી તો ગુરુશિષ્ય બંને વચ્ચે નાળું કોણ પહેલું પાર કરે, એ વિશે મોટો વિવાદ જાગ્યો.
સિકંદર તો હઠ પકડીને બેઠો કે નાળું એ જ પહેલાં પસાર કરશે. બન્ને વચ્ચે થોડા વિવાદ પછી ઍરિસ્ટોટલને પોતાના શિષ્યની વાતનો સ્વીકાર કરવો પડ્યો. સિકંદરે પહેલાં નાળું મનની મિરાત
૯૩
Page #51
--------------------------------------------------------------------------
________________
પસાર કર્યું અને પછી ઍરિસ્ટોટલે.
નાળું પસાર કરીને સામી બાજુએ પહોંચ્યા પછી ફરી બંને વચ્ચે ચર્ચા જાગી. મહાન ચિંતક ઍરિસ્ટોટલે કહ્યું, “સિકંદર, હું તારો ગુરુ છું. મારે આગળ રહેવું જોઈએ, તેં આવી હઠ શા માટે પકડી ? મારી આબરૂ કેમ ઓછી કરી ?”
સિકંદરે નમ્રતાથી ગુરુને કહ્યું, “ગુરુદેવ, આવું બોલશો નહીં, આપની બેઇજ્જતી હું કરું ખરો ? કિંતુ નાળામાં પહેલાં ઊતરવું એ મારું પરમ કર્તવ્ય હતું.”
ઍરિસ્ટોટલે શિષ્યની વાત અધવચ્ચેથી અટકાવીને પૂછવું, “શા માટે ? એવું શું હતું?”
સમ્રાટ સિકંદરે ઉત્તર આપ્યો, “ગુરુદેવ, ઍરિસ્ટોટલ હશે તો હજારો સિકંદર પેદા થશે, પણ સિકંદર બિચારો એકેય ઍરિસ્કેટલ સર્જી શકશે નહીં.”
પ્રજાપ્રેમી રાજા ફ્રેડરિકના પ્રશિયા
પર દુશ્મનોએ પ્રચંડ આક્રમણ કર્યું. તાંબાના દુશ્મનોનો હેતુ પ્રશિયાને પરાજય આપીને
પોતાનું સામ્રાજ્ય સ્થાપવાનો હતો. રાજા ચંદ્રકો
ફ્રેડરિ કે આ આક્રમણનો દૃઢ મુકાબલો
કરવા માટે સઘળી તૈયારી કરી રાખી. યુદ્ધને માટે શસ્ત્રો જોઈએ, સાધન-સરંજામ જોઈએ અને તેથી મોટું નાણાંભંડોળ જોઈએ. વળી સેનામાં જે નવા સૈનિકો સામેલ કર્યા હોય એમને પગાર આપવો પડે અને મોરચે લડવા જનારાઓને સઘળી સુવિધા પૂરી પાડવી જોઈએ. આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે રાજા ફ્રેડરિકે વિચાર્યું કે પ્રજા પાસેથી સોનું મળે તો રાજની ઘણી આર્થિક મુશ્કેલીઓ ટળી જાય.
ઉદારહૃદયી રાજા ફ્રેડરિકે ઢંઢેરો પીટાવ્યો કે, “દુશ્મનોનો સામનો કરવા માટે રાજને સુવર્ણની જરૂર છે. તમે જે સુવર્ણ આપશો, તેના બદલામાં રાજાના હસ્તાક્ષર કોતરાવેલા તામ્રપત્રનો ચંદ્રક પહોંચ રૂપે આપવામાં આવશે.”
પ્રશિયાની પ્રજાએ રાજા ફ્રેડરિકને સુવર્ણ આપ્યું અને એમણે આપેલા તામ્રપત્રના બિલ્લાઓ લીધા. બન્યું એવું કે પ્રશિયાની સ્ત્રીઓ આ તામ્રચંદ્રકો પહેરીને
મનની મિરાત ૯૯
જન્મ ૨૦ જુલાઈ, ઈ. પૂ. રૂપક, પેલ્લા, રીસ અવસાન ઃ ૧૧ જૂન, ઈ. પૂ. ૩ર૩, બેબીલોન
૯૮
મનની મિરાત
Page #52
--------------------------------------------------------------------------
________________
નગરોમાં ઘૂમવા લાગી. પહેલાં દેહ પર સુવર્ણના અલંકારો શોભતા હતા, ત્યાં આ તાંબાના પતરાના બિલ્લા શોભવા લાગ્યા. એક પરદેશીએ આ સ્ત્રીઓને પૂછ્યું કે શા માટે તમે આવા સામાન્ય તામચંદ્રકો પહેરીને ફરો છો ?
સ્ત્રીઓએ એમને જવાબ આવ્યો કે આ દરેક ચંદ્રક પર પ્રશિયાના મહાન રાજા ફ્રેડરિકે એમના હસ્તાક્ષરમાં લખ્યું છે કે અમે અમારા દેશની સેવામાં સુવર્ણદાન કર્યું છે. આવા રાષ્ટ્રસેવાના પ્રતીક સમા ચંદ્રક પહેરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આની સામે અતિ મૂલ્યવાન સુવર્ણ-અલંકારો તો તુચ્છ ગણાય.
પ્રશિયાની પ્રજાની આ રાષ્ટ્રભક્તિએ એને વિજય અપાવ્યો, એ પછી આ પ્રજાએ આ બિલ્લા વંશપરંપરાગત રીતે ખૂબ ભાવથી જાળવી રાખ્યા. એમને મન એ સુવર્ણથીય વિશેષ મૂલ્યવાન હતા, કારણ કે એ એમની રાષ્ટ્રભક્તિ અને દેશ માટેના ત્યાગ, બલિદાનની ભાવનાનું પ્રતીક હતા.
અમેરિકાના સ્વાતંત્ર્યસેનાની અને
પ્રથમ પ્રમુખ જ્યોર્જ વૉશિંગ્ટન(૧૭૩૨થી સમયની. ૧૭૯૯)નાં દૂરંદેશીભર્યા કાર્યો અને
નિર્ણયોને પરિણામે એમણે અમેરિકાને કિંમત.
આગવી પ્રતિષ્ઠા અપાવી. રાષ્ટ્રીય હિતની
જાળવણી કરીને એ મની સ્વસ્થ વિચારસરણીએ જાહેરજીવનને એક નવી દિશા આપી, એટલું જ નહીં પણ અમેરિકાને આર્થિક અને રાજ કીય રીતે મજબૂત દેશ બનાવ્યો.
બ્રિટિશ વસાહતવાદ સામે યુદ્ધ ખેલવામાં અસાધારણ કુનેહ દાખવનાર જ્યોર્જ વૉશિંગ્ટને નાગરિક વહીવટીતંત્ર પણ કુશળતાપૂર્વક ચલાવ્યું. એમના સેક્રેટરી હેમિલ્ટન અત્યંત હોશિયાર હોવા છતાં સહેજે નિયમિત નહોતા. એ વારંવાર ઑફિસમાં મોડા આવતા હતા અને તેથી સમયના પાબંદ જ્યોર્જ વોશિગ્ટનને મુશ્કેલી પડતી હતી.
પ્રમુખ વૉશિંગ્ટને એમને સમયસર આવવા તાકીદ કરી, એ પછી ચેતવણી આપી, આમ છતાં સેક્રેટરી હેમિલ્ટને એમની અનિયમિતતા જાળવી રાખી. જ્યોર્જ વૉશિંગ્ટન અકળાઈ ઊઠ્યા અને હેમિલ્ટનને બોલાવીને ગુસ્સા સાથે ઠપકો આપ્યો.
જન્મ ૨૪ જાન્યુઆરી, ૨, બલિન, પશિયા અવસાન : ૭ ઓગસ્ટ, ૧૩૮૬, પાંડેમ, પ્રક્રિયા
૧૦૦ મનની મિરાત
મનની મિરાત ૧૦૧
Page #53
--------------------------------------------------------------------------
________________
તમારી અનિયમિતતા અંગે તમને વારંવાર ચેતવણી આપી છે. હવે તમે નિયમિત બનો તો સારું.”
હેમિલ્ટને પાંગળો બચાવ કરતાં કહ્યું, “શું કરું ? મારું ઘડિયાળ મોડું પડે છે, આને કારણે આવવાનો સમય સાચવી શકતો નથી.”
જ્યોર્જ વોશિંગ્ટને ઉત્તર વાળ્યો, “હેમિલ્ટન, કાં તો તમે તમારું ઘડિયાળ બદલો અથવા તો મને મારી સેક્ટરી બદલવા દો. બાકી મારાથી આ અનિયમિતતા સહન નહીં થાય.”
બીજા જ દિવસથી હેમિલ્ટનનું ઘડિયાળ નિયમિત થઈ ગયું.
સર વિન્સ્ટન લેનાર્ડ સ્પેન્સર ચર્ચિલે
વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના ભયની હિંમત સામે અંગ્રેજ પ્રજાનું દેશાભિમાન જગાડીને
એનું ખમીર ટકાવી રાખ્યું. હારતો નહીં
બીજા વિશ્વયુદ્ધમાં કટોકટીના
સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કરી સાથી રાજ્યોને વિજય અપાવવામાં ચર્ચિલે મહત્ત્વની કામગીરી બજાવી.
ઇંગ્લેન્ડની હેરી અને સંડહર્ટ્સ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર ચર્ચિલ એક સમયે ‘મોર્નિગ પોસ્ટ' અખબારના યુદ્ધખબરપત્રી હતા, જેઓ સમય જતાં બીજા વિશ્વયુદ્ધની કટોકટી સમયે મિત્રરાજ્યને વિજય અપાવનારા બન્યા.
આવા સમર્થ રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલની અંગ્રેજી ભાષાની વાકછટા અને લેખનશૈલી પણ અનોખી હતી અને ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ નામના એમનાં આત્મકથાત્મક યુદ્ધસ્મરણોનાં પુસ્તક માટે ચર્ચિલને ૧૯૫૩માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.
સર વિન્સ્ટન ચર્ચિલ એક વાર પોતાની શાળાની મુલાકાતે ગયા. આખી શાળામાં આનંદોત્સવ થઈ ગયો, કારણ કે એનો
મનની મિરાત ૧૦૩
જન્મ : ૨૨ ફેબ્રુઆરી, ૧૭૩૨, વેસ્ટમોરલેન્ડ, વર્જિનિયા, અમેરિકા અવસાન : ૧૪ ડિસેમ્બર, ૧૭૯, માઉન્ટ વેરનોન, વર્જિનિયા, અમેરિકા
૧૦૨ મનની મિરાત
Page #54
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થી આજે વૈશ્વિક પ્રતિભા ધરાવનાર બન્યો હતો અને તે પોતાની શાળાની મુલાકાતે આવ્યો હતો.
આચાર્ય અને શિક્ષકો એની સાથે જુદા જુદા વર્ગમાં જઈ રહ્યા હતા. ચર્ચિલ એક વર્ગમાં દાખલ થયા એટલે શિક્ષકે પહેલી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કર્યો.
| વિન્સ્ટન ચર્ચિલને આમાં બહુ રસ ન પડ્યો. એમની નજર તો છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી પર હતી. સહુને આશ્ચર્ય થયું. વિન્સ્ટન ચર્ચિલે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને ઊભો કર્યો અને કહ્યું, “તું હિંમત હારતો નહીં. એક વાર હું પણ તારી જગાએ જ બેસતો હતો.”
પોતાના શાળાજીવનમાં વિન્સ્ટન ચર્ચિલ સાવ સામાન્ય ને ઠોઠ કહી શકાય તેવા વિદ્યાર્થી હતા, તેમાંથી સમર્થ રાજનીતિજ્ઞ, સાહિત્યકાર અને ચિત્રકાર બન્યા.
વિખ્યાત અંગ્રેજી નવલકથાકાર હેન્રી
જેમ્સ એમનાં સાહિત્યસર્જનોથી અપાર મિત્રની લોકપ્રિયતા પામ્યા હતા. ભાવકોના
હૃદયમાં એમનું ઘણું ઊંચું સ્થાન હતું. તેઓ મદદ
પ્રસિદ્ધિની ચરમ સીમા પર હતા.
ક્વચિત્ પ્રસિદ્ધિ ઈર્ષ્યાનું કારણ બને છે. પ્રગતિ કરનારાનો પ્રસાદી સદા દ્વેષ કરે છે.
હેન્રી જેમ્સના પડોશીને આ સર્જકની કીર્તિને કારણે સતત બળતરા થતી હતી. કોઈ પણ વાત થતી હોય, તો તેમાં એ હેન્રી જેમ્સનો ઉલ્લેખ કરીને આકરી ટીકા કરે.
એમાં વળી જો હેન્રી જેમ્સ સાથે પ્રત્યક્ષ વાત કરવા મોકો મળી જાય તો એ હેન્રી જેમ્સને ઉતારી પાડે. દ્વેષની આગમાં પડોશીનો વિવેક ઓલવાઈ ગયો હતો. પરિણામે કોઈ ને કોઈ બહાનાં ખોળીને એ હેન્રી જેમ્સ સામે બાંયો ચડાવે રાખતો.
નવલકથાકાર હેન્રી જેમ્સ નિસ્પૃહ ભાવે આ બધા રંગ જોતો હતો. ઈર્ષાને કારણે સતત બળી રહેલા પડોશી પર એને મનોમન દયા આવતી હતી.
એક દિવસ પડોશીની પત્નીનું સ્વાચ્ય એકાએક બગડ્યું.
જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, ઓક્સફેશ્નાઈ, ઇંગ્લેન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫, હાઇડ પાર્ક, ઇંગ્લેન્ડ
૧૦૪ મનની મિરાત
મનની મિરાત ૧૦૫
Page #55
--------------------------------------------------------------------------
________________
ભારે વેદનાથી એ ચીસો પાડવા લાગી. એનો પતિ મૂંઝાઈ ગયો. કિંકર્તવ્યમૂઢ બની ગયો. આવે સમયે એને શું કરવું એ સૂઝતું નહોતું. આ વિપત્તિના સમયે એણે હેન્રી જેમ્સને પોતાના ઘરમાં પ્રવેશતા જોયા.
હેન્રી જેમ્સ એમને મદદ કરવા માટે દોડતા દોડતા ઘરની અંદર દાખલ થયા. પડોશીથી બોલાઈ ગયું, “અરે જેમ્સ ! તમે અહીંયાં ?”
હેન્રી જેમ્સ વળતો સવાલ કર્યો, “કેમ ? હું અહીં ન આવી
શકું?”
પડોશીએ ગભરાટ સાથે કહ્યું, “ના, ના; એવું કશું નથી.”
હેન્રી જેસ્સે કહ્યું, “તમારી પત્નીની વેદનાભરી ચીસો સાંભળતાં જ મેં ડૉક્ટરને તરત આવવાની સુચના આપી દીધી છે. તેઓ હમણાં આવી પહોંચશે. ફિકર કરશો નહીં. સહુ સારાં વાનાં થશે.”
પડોશીની પરેશાનીનો પાર ન રહ્યો. એણે પોતાના મનનો ભાવ પ્રગટ કરતાં કહ્યું, “મને આશા નહોતી કે આપ આવી મુસીબતના સમયમાં અમારી મદદે આવશો, કારણ કે હું હંમેશાં તમને મારા પ્રખર દુશ્મન માનતો હતો.”
વાતને અધવચ્ચે અટકાવતાં જ હેન્રી જેન્સે કહ્યું, “પરંતુ હું એવું નહોતો માનતો, મારા મિત્ર !”
શંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટી
લશ્કરી વ્યુહરચના અને ઉત્કૃષ્ટ માનપત્રનો. કાર્યશક્તિનો પરિચય આપીને કારકીર્દીના
એક પછી એક શિખરો સર કર્યા. ફ્રાંસના ઇન્કાર તોપખાનાના બીજા દરજ્જાના લેફ્ટનન્ટ
તરીકે લશ્કરી કારકીર્દીની શરૂઆત કરનાર નેપોલિયન સમય જતાં શંસનો સર્વ-સત્તાધીશ બન્યો. ફ્રાંસના મુખ્ય દુશ્મન દેશ સ્ટ્રિયાને પરાજિત કર્યું. આમ્સ પર્વત ઓળંગીને એણે વિયેનામાં પ્રવેશ કર્યો. એ પછી ઇજિપ્તમાં કૅરો નજીક પિરામીડના યુદ્ધમાં જીત મેળવી. ત્યારબાદ તુર્કસ્તાન સામે પણ યુદ્ધમાં વિજય હાંસલ કર્યો. નેપોલિયન જેવા સેનાનીને ફ્રાંસના લોકોએ સત્તા સોંપી અને નેપોલિયને કુશળ વહીવટકાર તરીકે એની કાબેલિયત બતાવી. ૧૮૦૪ના મે મહિનામાં ફ્રેન્ચ સેનેટ અને લોકોએ તેનો સમ્રાટ તરીકે સ્વીકાર કર્યો. નેપોલિયનના આવા દિગ્વિજયોને કારણે અગ્રણી નગરજનોએ નેપોલિયનને માનપત્ર આપવા માટે ઇચ્છા પ્રગટ કરી.
મોટી સંખ્યામાં નગરજનો નેપોલિયનના મહેલની બહાર આવ્યા, ત્યારે નેપોલિયનના મદદનીશે સમ્રાટને જાણ કરી કે યૂરોપમાં ફ્રાંસની આણ પ્રવર્તાવવા માટે નગરજનો આપનું ભવ્ય બહુમાન કરવા માગે છે. નેપોલિયને કહ્યું, “તમે એમને મહેલના દરવાજેથી જ પાછા વાળો, મારે એમને મળવું નથી.”
મનની મિરાત ૧૦૭
જન્મ : ૧૫ એપ્રિલ, ૧૮૪૩, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા અવસાન ઃ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૬, લંડન, ઇંગ્લૅન્ડ
૧૦૬ મનની મિરાત
Page #56
--------------------------------------------------------------------------
________________
મદદનીશને લાગ્યું કે સમ્રાટ શા માટે આટલા બધા કઠોર બની ગયા ? મદદનીશની મનોદશા પારખીને એના ખભે હાથ મૂકીને નેપોલિયને કહ્યું, “તમને મારી વાત ગમશે નહીં, આઘાત પણ લાગશે. થશે કે હું શા માટે માનપત્ર આપવા આવેલા લોકોને દરવાજેથી જ પાછો વાળું છું. ખરું ને ?”
મદદનીશે કહ્યું, “સમ્રાટ, આપના આવાં કઠોર વચનો હું સમજી શક્યો નહીં. જે પ્રજાની તમે રાતદિવસ વાત કરો છો, એની પાસેથી માનપત્ર લેવામાં શું ખોટું છે ?”
નેપોલિયને કહ્યું, “શાનું માનપત્ર ? યુદ્ધમાં મેં વિજય મેળવ્યા, તે મારી ગરજે મેળવ્યા છે. ફ્રાંસની સરહદ સામે કે ફ્રાંસની પ્રભુતા સામે આંખ ઊઠાવનારને પાઠ ભણાવવો તે મારું કર્તવ્ય છે, આથી મેં મારી ગરજે યુદ્ધ ખેલ્યું છે અને વિજય મેળવ્યા છે. એમાં કોઈ મોટું પરાક્સ કર્યું નથી.”
પરંતુ જ્યારે પ્રજા એના યુદ્ધવિજેતાને આદર આપવા ચાહતી હોય, તો એને અટકાવો છો શા માટે ? એનું કોણ કારણ ખરું ?”
નેપોલિયને કહ્યું, “એનું કારણ એ કે આ માનપત્ર આપનારા એ મારી સિદ્ધિને માનપત્ર આપે છે, મારા પુરુષાર્થ કે વીરતાને નહીં. આજે વિજય મળ્યો તો તે સન્માન કરવા આવે છે, પરંતુ કાલે પરાજય મળે તો એ જ લોકો મને ફાંસીની શૂળીએ ચડાવતા અચકાશે નહીં. દુનિયા તો ઊગતા સૂરજને પૂજનારી છે અને ચમત્કારને નમસ્કાર કરનારી છે, આથી તમે એ સૌ અગ્રણીઓને કહો કે માનપત્રની વાત ભૂલીને ફ્રાંસની પ્રગતિ માટે મેં વ્યક્ત કરેલા વિચારો એમના આચારમાં મૂકે. મેં આપેલું બંધારણ અને નાગરિક કાનૂનસંહિતાનું બરાબર પાલન કરે. એ જ મારે માટે સર્વોત્તમ સન્માનપત્ર.”
બ્રિટનના પ્રતિભાશાળી રાજપુરુષ
અને સાહિત્યકાર બેન્જામિન ડિઝરાયલીને દુઃખનું જીવનના પ્રારંભથી જ આફતોની વણઝાર
અનુભવવી પડી. એણે કારકુન તરીકેની સ્મરણ.
પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો.
શેરબજારના સામાં ભારે મોટી ખોટ ખાધી. એમાંથી બહાર આવવા માટે વર્તમાનપત્ર શરૂ કર્યું, પણ એનું ‘રિપ્રેઝન્ટેટિવ' વર્તમાનપત્ર પણ ખોટ ખાઈને બંધ થઈ ગયું. નિષ્ફળતાનો દોર એવો તો ચાલુ રહ્યો કે ડિઝરાયલીને માથે દેવાનો ડુંગર ખડકાઈ ગયો.
એ ચાલુ દિવસે બહાર નીકળી શકતો નહીં, કારણ કે કોઈ લેણદાર ભટકાઈ પડે તો એનું આવી બને. માત્ર રવિવારે જ એ બહાર નીકળતો કારણ કે એ દિવસે કોર્ટનો માણસ લેણદાર પર યંચ લાવી શકતો નહીં કે એને જેલમાં ધકેલી દઈ શકતો નહીં.
એણે રાજકારણમાં પ્રવેશ કર્યો, પરંતુ એમાં પણ સતત બે વખત એની હાર થઈ. આખરે ૩૩ વર્ષે એ રૂઢિચુસ્ત પક્ષના ઉમેદવાર તરીકે ઇંગ્લેન્ડની આમ-સભામાં ચૂંટાયો, પરંતુ દુઃખ, દારિદ્ર અને મુસીબતોનો ડગલે ને પગલે અનુભવ કરનાર
મનની મિરાત ૧૦૯
જન્મ 3 ૧૫ ઓગસ્ટ, ૧૩૬૯, એજેસીઓ, કોર્સિકા, ફાંસ અવસાન ઃ ૫ મે ૧૮૨૧, લોંગવુડ, સેટ હેલેના પુ.
૧૦૮ મનની મિરાત
Page #57
--------------------------------------------------------------------------
________________
બેન્જામિન ડિઝરાયલીનું આમ-સભાનું પહેલું પ્રવચન સદંતર નિષ્ફળ ગયું. પ્રવચનને અંતે એણે કહ્યું, “આજે હું બેસી જઈશ; પરંતુ એવો વખત આવશે કે જ્યારે તમે મને સાંભળશો.”
એ પછી ડિઝરાયલી આમ-જનતાની સમસ્યાઓનો ઊંડો અભ્યાસ કરવા લાગ્યો. બ્રિટનની આમસભામાં વાસ્તવિક આંકડાઓ સાથે એની વિધક રજુઆત કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો કે સત્તાધારી પક્ષને ડિઝરાયલીની દલીલોનો જવાબ આપવો મુશ્કેલ બની જતો.
| ડિઝરાયલી સમય જતાં બ્રિટનની આમ-સભાનો વિરોધ પક્ષનો નેતા થયો. ત્યારબાદ એનો પક્ષ વિજેતા બનતાં એ ત્રણ ત્રણ વખત નાણામંત્રી બન્યો અને તે પછી ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન થયો.
પોતાના દુઃખી દિવસો ડિઝરાયલી ભૂલ્યો ન હતો. એણે ગરીબ મજૂરો અને કારીગરોની સ્થિતિ સુધારવા કાયદા કર્યા. મહેનતકશ લોકોના શોષણને અટકાવવાનો પ્રયાસ કર્યો. એણે એવા કેટલાય સુધારા કર્યા કે જેને પરિણામે ડિઝરાયલી બ્રિટનનો કુશળ રાજનીતિજ્ઞ તરીકે જાણીતો બન્યો.
આ ડિઝરાયલીએ નવલકથાઓમાં તત્કાલીન ઇંગ્લેન્ડની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનું આલેખન કર્યું. જીવનમાં પારાવાર હાડમારીઓ ભોગવનાર ડિઝરાયલીની વર્ગવિહીન સમાજની ભાવના એની કથાઓમાં પ્રગટ થઈ. દેશ માટે એ સ્વપ્નદ્રષ્ટા ગણાયો.
રશિયાના વિખ્યાત સાહિત્યકારોમાં
અનન્ય સ્થાન ધરાવતા ઇવાન સર્ગવિચ હાથની તુર્ગનેવની માતા પાસે એક લાખ અને
દસ હજાર હેક્ટરની વિશાળ જમીન હતી હૂંફનું દાન અને એ જમીન પર પાંચ હજાર જેટલા
ખેતમજૂરો ખેતકામ કરતા હતા. તુર્ગનેવે ખેતમજૂરોનું યાતનામય જીવન જોયું અને એના ચિત્ત પર એની એવી ઊંડી અસર થઈ કે એણે રશિયાના ખેડૂતજીવન વિશે નવલકથાની રચના કરી.
એમણે ગ્રામપ્રદેશનાં વિવિધ ચિત્રો આલેખ્યાં અને ખેતમજૂરોનું નિર્દય અને ક્રૂર રીતે શોષણ કરતા જમીનદારોનું વ્યંગ્ય અને ઉપહાસભરી વાણીમાં આલેખન કર્યું.
એક વાર ઇવાન તુર્ગનેવ રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે એમણે એક ગરીબ વૃદ્ધ માનવીને ભીખ માગતો જોયો. એના શરીર પર ગુણપાટનાં ચીંથરાં લટકતાં હતાં. દેહ જાણે હાડપિંજર ! એનો ચહેરો કાળો પડી ગયો હતો અને તાવથી થરથરી રહ્યો હતો.
આ વૃદ્ધ નજીકથી પસાર થતા તુર્ગનેવ આગળ પોતાનો
જૂન્મ : ૨૧ ડિસેમ્બર ૧૮૦૪, લંડન, ઇંગ્લૅન્ડ. અવસાન ઃ ૧૯ એપ્રિલ, ૧૮૮૧, લંડન, ઈંગ્લેન્ડ
૧૧૦ મનની મિરાત
મનની મિરાત ૧૧૧
Page #58
--------------------------------------------------------------------------
________________
હાથ લાંબો કર્યો અને માંડ માંડ નીકળતા શબ્દોથી ભીખની યાચના કરી.
કરૂણાશીલ સર્જકના હાથ તરત જ પોતાના ખિસ્સામાં ગયા, પરંતુ એમને ખ્યાલ આવ્યો કે એ પાકીટ અને રૂમાલ બધું જ ભૂલીને બહાર ફરવા નીકળી પડ્યા છે. પેલા વૃદ્ધ ભિખારીનો મેલો, સૂકો ભંઠ હાથે આજીજી કરતો હોય તેવું લાગ્યું.
તુર્ગનેવે એ હાથને પોતાના હાથમાં લઈને ભાવભર્યા અવાજે કહ્યું, “ભાઈ, માટું ન લગાડીશ. આજે તને આપવા માટે મારી પાસે કશું નથી.”
ગરીબ ડોસાના ચહેરા પર તેજ આવ્યું. એના સુકા ભંઠ હોઠ સળવળ્યા અને એણે તૂર્ગનેવના હાથના આંગળાં વધુ દબાવતાં કહ્યું,
અરે ભાઈ, વસવસો કર નહીં. આ હાથની હૂંફનું દાન આપનારા તો કોઈક જ છે. મને ઘણું મોટું દાન મળી ગયું.”
વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને
રસાયણશાસ્ત્રી માઇકલ ફેરેડેનો જન્મ ખિતાબની અત્યંત ગરીબ કુટુંબમાં થયો હતો. એની
પાસે નિશાળમાં અભ્યાસ કરવા માટે અનિચ્છા.
પુસ્તકો નહોતો અને ફીના પણ સાંસા
પડતા હતા. આથી માત્ર ૧૪ વર્ષની ઉંમરે માઇકલ કૅરેડેએ એક પુસ્તક-વિક્તા તરીકે કામ શરૂ કર્યું. એ જુદાં જુદાં પુસ્તકો લઈને બધે વેચવા જતો. વધુ આવક મેળવવા માટે એણે પુસ્તકના બાઇન્ડિંગનું કામ પણ શરૂ કર્યું અને આ કામની સાથોસાથ માઇકલ ફેરેડ પુસ્તકોનું વાંચન કરવા લાગ્યો.
વાંચવાનો એવો તે શોખ કે એણે રસાયણશાસ્ત્ર પરનાં ઘણાં પુસ્તકો વાંચી નાખ્યાં. એના વાચનપ્રેમને જોઈને ઇંગ્લેન્ડના રસાયણશાસ્ત્રી સર હમ્ફી ડેવીએ પોતાના મદદનીશ તરીકે એને સાથે રાખ્યો. ૨૧મા વર્ષે એણે સર હમ્ફી ડેવી સાથે કામગીરી શરૂ કરી. ત્રીસ વર્ષની ઉંમરે તો માઇકલ ફંડેએ વિદ્યુત-મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું પ્રાથમિક પ્રતિરૂપ બનાવ્યું.
બે વર્ષ બાદ ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર એ પ્રથમ વિજ્ઞાની બન્યો. એ પછી તો એણે એક પછી એક શોધ
જન્મ : ૯ નવેમ્બર, ૧૮૧૮, ઑયલ, રશિયા અવસાન : ૩ સપ્ટેમ્બર, ૧૮૮૩, બગીવાલ, ફ્રાન
૧૧૨ મનની મિરાત
મનની મિરાત ૧૧૩
Page #59
--------------------------------------------------------------------------
________________
કરવા માંડી. વિદ્યુત-ચુંબકીય પ્રેરણની ઘટનાને શોધી. સૌપ્રથમ ડાઇનેમો બનાવ્યો. માઇકલ ફેરેડેએ એવી કેટલીક શોધ કરી કે એ ઘટના ‘ફૅરેડે અસર ' તરીકે ઓળખાય છે, એટલું જ નહીં પણ વિધુતભારનો જથ્થો એણે શોધ્યો અને આજે એ વિધુતભારના જથ્થાને ‘ફંડે' તરીકે ઓળખવામાં આવે છે.
આ વિજ્ઞાનીએ કલ્પના પણ કરી નહોતી કે એના કામની આટલી બધી કદર થશે. એક પછી એક સંશોધનો કરતી આ નમ્ર વ્યક્તિને એના કામની સતત ચિંતા હતી, અભ્યાસ અને સંશોધનની ચિંતા હતી, ધન કે સન્માનની કોઈ માન-ખેવના નહોતી.
બ્રિટનની સરકારે માઇકલ ફેરેડેને ‘નાઈટ'નો ખિતાબ આપવાની તત્પરતા બતાવી, પરંતુ માઇકલ કૅરેડેએ આ ‘સર'નો ખિતાબ મેળવવાની વિનયપૂર્વક અનિચ્છા દાખવી.
નમ્ર, નિરાભિમાની અને કર્મયોગી માઇકલ કૅરેડે માત્ર વાચનશોખને કારણે આગળ વધ્યો અને સતત સંશોધનવૃત્તિને કારણે મહાન વિજ્ઞાની બન્યો.
અમેરિકાના માનવતાવાદી પ્રમુખ
અબ્રાહમ લિંકને કાયદાનાં પાઠ્યપુસ્તકો ફી જતી ઉછીનાં લઈને અભ્યાસ શરૂ કર્યો અને
એમાં સફળતા મેળવી, કરી
૧૮૩૬ માં કાયદાના ક્ષેત્રમાં કામ
કરવાનો પરવાનો મેળવીને સફળ કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો.
૧૮૩૯માં સ્મિગફીલ્ડ ઇલિનૉઇસ નગરનું પાટનગર બનતાં તેમને માટે વકીલાતની ઘણી ઊજળી તકો ઊભી થઈ. કાયદા અંગેની સૂઝ સમજ અને દૃષ્ટિનો વિકાસ થયો.
વકીલ તરીકે અબ્રાહમ લિંકનને જો કેસની સત્યતાની ખાતરી થતી તો તેમાં એમની પ્રતિભા ઝળકી ઊઠતી હતી.
કેસ ગમે તેટલો અટપટો કે આંટીઘૂંટીવાળો હોય, તો પણ એવી કુશળતાથી રજૂઆત કરતા અને એના સમર્થનમાં એવી સચોટ દલીલો કરતા કે માત્ર વકીલો જ નહીં, બલકે ન્યાયાધીશ પણ આશ્ચર્યચકિત થઈ જતા.
જો કેસની સત્યતા વિશે એમને શંકા જાય, તો સ્થિતિ સાવ વિપરીત બની જતી. એમની કુશાગ્ર બુદ્ધિ કુંઠિત થઈ જતી.
મનની મિરાત ૧૧૫
જન્મ ૨૨ સપ્ટેમ્બર, 11, જૂઇગ્રેન, બસ, ઇબ્રેન અવસાન ૪ ૨૫ માંગર, ૮૬૭, નેન કોઠ, જિ. દસેકસ, ઇંગ્લૅન
૧૧૪ મનની મિરાત
Page #60
--------------------------------------------------------------------------
________________
ખોટા કેસની રજૂઆત કરી શક્તા નહીં અને એમનો ઉત્સાહ ભાંગી જતો.
એક વાર એમની પાસે એક વ્યક્તિ આવી અને એણે કહ્યું કે આપણે અમુક વ્યક્તિ પર છસ્સો ડૉલરનો દાવો માંડવો છે. લિંકને જોયું કે જેના પર દાવો માંડવાનો હતો, તે પ્રમાણિક કુટુંબ હતું.
આથી એમણે અસીલની વાત શાંતિથી સાંભળ્યા પછી કહ્યું, તમારા તરફથી દલીલો કરીને હું કેમ જરૂર જીતી શકું, પરંતુ મને એમ લાગે છે કે આપણી જીત એ એક પ્રમાણિક કુટુંબ પર આપત્તિ લાવનારી બનશે, આથી આવી જીતમાં હું ભાગીદાર બનવાનું પસંદ કરતો નથી.”
અસીલને આશ્ચર્ય થયું. પોતે ફી આપવા તૈયાર છે, તેમ છતાં શા માટે લિંકન કેસ લડવાનો ઇન્કાર કરે છે ?
લિંકને કહ્યું, “આવું કામ મારાથી ન થાય. હું તમારો કેસ લડી શકું નહીં, ત્યાં ફીનો ક્યાં સવાલ છે ? હું તો તમને સલાહ આપું છું કે તમે ગરીબ પ્રમાણિક કુટુંબને દુઃખમાં ઉતારવા કરતાં છસ્સો ડૉલર મેળવવાનો બીજો વધારે પ્રામાણિક ઉપાય શોધી કાઢો.”
વકીલ લિંકને ફી જતી કરી, પણ કેસ લીધો નહીં.
લેબેનોનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ
ખલિલ જિબ્રાન અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા જીવનનો શીખ્યા હોવા છતાં પોતાની માતૃભાષા
અરબીમાં સર્જન કરતા હતા. બાળપણમાં અર્થ
| ચિત્રકળાનો શોખ ધરાવનાર ખલિલ
જિબ્રાન વિશિષ્ટ શૈલીમાં ચિત્રો સર્જતા રહ્યા.
એમના પુસ્તક ‘સ્પિરિટ રિબેલ્યસ’ સામે બૈરૂતના પાદરીઓએ પ્રચંડ વિરોધ કર્યો. પાદરીઓને આ કૃતિ વિદ્રોહ જગાવનારી અને યુવામાનસને બહેકાવનારી લાગી. પરિણામે ખલિલ જિબ્રાનને રોમન કૅથલિક સંપ્રદાયમાંથી બરતરફ કરવાની સજા તથા દેશનિકાલની સજા ફરમાવવામાં આવી.
આવી પરિસ્થિતિથી ખલિલ જિબ્રાન સહેજે વિચલિત થયા નહીં અને એમના વિચારોમાંથી ડગ્યા નહીં. એમણે તો માન્યું કે દુ:ખ એ બીજું કંઈ નથી. એમને શક્તિ આપવાનો કુદરતનો પ્રયત્ન છે. શરીરની મૂળ તંદુરસ્તી પાછી આપવા માટે જેમ તાવ આવે છે, એવી જ દુઃખની માનસપ્રક્રિયા છે.
લેબેનોનમાંથી દેશવટો ભોગવનાર ખલિલ જિબ્રાન અમેરિકાના બોસ્ટન શહેરમાં રહેતા હતા, ત્યારે એમની નોંધપોથી
મનની મિરાત ૧૧૭
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, હાડન કાઉન્ટી, કેન્દ્ર કી, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૬૫, વોશિગ્ટન ડી.સી., અમેરિકા
૧ ૧૬ મનની મિરાત,
Page #61
--------------------------------------------------------------------------
________________
રાખનાર યુવતી એમને મળવા આવી. એ દિવસોમાં ખલિલ જિબ્રાને દસ-બાર મિત્રો સાથે મળીને બોસ્ટનમાં સાહિત્યમંડળી સ્થાપી હતી. આ મંડળી એમના ચિત્રકલાના ‘હુડિયો'માં મળતી.
એ યુવતી જિબ્રાનને મળવા ગઈ, ત્યારે જિબ્રાન કોઈ કાવ્યરચના માટે મંથન કરતા હોય તેમ ઘરમાં આમતેમ લટાર મારતા હતા. આવી રીતે લટાર મારતી વખતે જિબ્રાને એમને એક કવિતા લખાવી, જેનું નામ છે “અંધ કવિ'.
માતૃભાષાના ચાહક જિબ્રાનને આ કવિતા ઍરેબિકમાં સ્કુરતી હતી પછી તેઓ એનું ભાષાંતર કરીને આપતા હતા. જાણે કોઈ અમરવાણી પ્રગટતી હોય એ રીતે જિબ્રાને લખાવ્યું,
જ્યારે તમે બીજા પાસેથી કંઈ જ ઇચ્છતા નથી અને જ્યારે બીજો તમારી પાસેથી કંઈ જ ઇચ્છતો નથી, ત્યારે અને માત્ર ત્યારે જ તમે એક વસ્તુના સરખા ભાગીદાર બની રહો છો અને તે વસ્તુ છે જીવન.”
આઠ આઠ વર્ષ સુધી સ્વાતંત્ર
સંગ્રામ ખેલીને જ્યોર્જ વોશિંગ્ટને ફરજનું. અમેરિકાને ઇંગ્લેન્ડના આધિપત્યમાંથી
આઝાદી અપાવી. વેતન
આ સમયે એમણે પ્રજાને વચન
આપ્યું હતું કે હું સેનાપતિપદ ધારણ કરીને વેતન રૂપે એક પાઈ પણ નહીં લઉં, આથી જ્યારે સેનાપતિપદેથી નિવૃત્ત થવા માટે એમણે રાજીનામું આપ્યું ત્યારે લશ્કરને માટે પોતે કરેલા ખર્ચનો પાઈ પાઈનો હિસાબ આપ્યો અને સહુની રજા લઈને રાષ્ટ્રપિતાનું બિરૂદ પામેલા વૉશિંગ્ટન પોતાના વતનમાં પાછા ફર્યા.
આ સમયે પેન્સિલ્વેનિયાની કોંગ્રેસે જ્યોર્જ વોશિંગ્ટનને આગ્રહભરી વિનંતી પણ કરી કે આઠ આઠ વર્ષ તમે સ્વાતંત્રસંગ્રામમાં આપ્યાં છે અને ઘરખર્ચ તરીકે એક પાઈ પણ લીધી નથી, તો અમારી થોડી રકમ સ્વીકારો. પરંતુ જ્યોર્જ વૉશિંગ્ટને કહ્યું કે મેં દેશને ખાતર મારી ફરજ બજાવવા માટે આ કર્યું છે. ફરજનું વેતન ન હોય.
સમગ્ર દેશમાં સન્માન પામેલો વૉશિંગ્ટન પોતાના વતનમાં પાછો ફર્યો અને સામાન્ય ખેડૂતની માફક ખેતીવાડીનું કામ
મનની મિરાત ૧૧૯
જન્મ : ૬, જાન્યુઆરી, ૧૮૮૩, બસી, લેબનોન અવસાન : ૧૦ એપ્રિલ, ૧૯૩૧, ન્યૂયોર્ક સિટી, અમેરિકા
૧૧૮ મનની મિરાત
Page #62
--------------------------------------------------------------------------
________________
કરવા લાગ્યા. આઝાદી માટે જેમ એણે અવિરત પુરુષાર્થ કર્યો હતો એ જ રીતે એણે ખેતીની ઊપજ વધારવા અથાગ પરિશ્રમ શરૂ કર્યો.
કેટલીય નાની-મોટી યોજનાઓ એણે મનમાં વિચારી. એમાંની એક યોજના એવી હતી કે જેમાં પેન્ટોમેન્સાક અને જેમ્સ નામની બે નદીઓને જોડી દઈને જળમાર્ગે સસ્તી કિંમતે વેપારની યોજના કરી. વર્જિનિયાની પાર્લમેન્ટે એ મંજૂર રાખી અને બે કંપનીઓએ કામની જવાબદારી સ્વીકારી.
બંનેએ જ્યોર્જ વૉશિંગ્ટનને એના નિયામક તરીકે નીમ્યા. યોજના સફળ થઈ એટલે બંને કંપનીઓએ જ્યોર્જ વૉશિંગ્ટનને ભેટ રૂપે ઘણી મોટી ૨કમ મોકલી. નિસ્પૃહી જ્યોર્જ વૉશિંગ્ટને એ તમામ ૨કમ શૈક્ષણિક યોજનાઓના વિકાસ ફંડમાં આપી દીધી.
૧૨૦
диву : ૨૨ ફેબ્રુઆરી, ૧૭૩૨, વૅસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જિનિયા, અમેરિકા અવસાન - ૧૪ ડિસેમ્બર, ૧૭૯૯, માઉન્ટ વર્નાન, વર્જિનિયા, અમેરિકા
મનની મિરાત
ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા અને વિશ્વખ્યાત મોટર ઉત્પાદક તેમજ ઍસેમ્બ્લી
અશક્યનો લાઇનનો સિદ્ધાંત આપીને રેડિયો,
ઇન્કાર
ટેલિવિઝન, ઘડિયાળો, રેફ્રિજરેટરોનું જથ્થાબંધ ધોરણે ઉત્પાદન કરવાનો ઉપાય બતાવનાર હેન્રી ફોર્ડે પંદર વર્ષની વયે મશીનિસ્ટના મદદનીશ તરીકે કામ શરૂ કર્યું તે પછી ડેટ્રોઇટની એડિસન કંપનીમાં મુખ્ય ઇજનેર બન્યા.
પ્રમાણમાં બહુ ઓછું વ્યાવહારિક શિક્ષણ ધરાવતા હતા. ચાલીસ વર્ષ સુધી એમને કોઈ આર્થિક સફળતા મળી નહીં. હેન્રી ફોર્ડ જગતભરમાં ફોર્ડ કારને માટે વિખ્યાત બન્યા અને એનાં જુદાં જુદાં મૉડલ બનાવ્યાં.
માંડલ ‘ટી' અને મૉડલ ‘આર’ બનાવ્યા પછી એમણે માંડલ ‘વી-૮’ બનાવવાનો વિચાર કર્યો, ત્યારે ઇજનેરી વિદ્યાના નિષ્ણાત એવા એમના મદદનીશોએ કહ્યું કે આવું એન્જિન આર્થિક રીતે ખૂબ મોંઘું બનશે અને એથી આ સાહસ કરવા જેવું નથી. છતાં ફોર્ડે આ મૉડલ બનાવવાનો આગ્રહ રાખ્યો.
એના મદદનીશોએ દિલ રેડ્યા વિના આ મૉડલ બનાવવા માટે કામ કર્યું અને ફરી જાહેર કર્યું કે આવું મૉડલ બનાવવું મનની મિરાત ૧૨૧
Page #63
--------------------------------------------------------------------------
________________
સહેજે ય શક્ય નથી. ફોર્ડ આની પાછળ વધુ સમય અને સંપત્તિ આપ્યા એ પછી પણ પુનઃ સહુએ જાહેર કર્યું કે આવું મૉડલ બનાવવું અશક્ય
હેન્રી ફોર્ડ પોતાના નિશ્ચયમાં મક્કમ રહ્યા. એના શબ્દ કોશમાં ‘અશક્ય’ શબ્દ નહોતો. એણે પોતે સાથીઓને કહ્યું કે ગમે તે થાય, મારે માટે આ એન્જિન બનાવો.
અંતે લાંબી મથામણ અને ફોર્ડના અવિરત પુરુષાર્થને કારણે આ અઘરું કાર્ય શક્ય બન્યું અને હેન્રી ફોર્ડની મોટર ‘વી-એઇટ' જગતમાં જાણીતી બની.
ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના
સ્થાપક, નમ્ર અને નિરાભિમાની લાઓત્સ સત્યની સ્વભાવે અંતર્મુખ હતા અને પોતાનો મોટા
ભાગનો સમય ધ્યાન-ચિંતનમાં ગાળતા શોધ
હતા. તેઓ શબ્દના સાધક નહોતા, પરંતુ
અનુભૂતિના આરાધક હતા. જેવો એમનો ઉપદેશ હતો, એવું જ એમનું આચરણ હતું. આવા લાઓત્સએ વૃદ્ધાવસ્થા આવતાં ક્યાંક દૂર ચાલ્યા જઈને અજ્ઞાતવાસ સેવવાનો વિચાર કર્યો. એમના આ નિર્ણય સહુને સ્તબ્ધ કરી દીધા.
આવા ચિંતક અને ધર્મપુરષ અજ્ઞાતવાસમાં ચાલ્યા જાય તે યોગ્ય નહીં એમ ઘણાને લાગ્યું અને તેથી એમને એમના નિર્ણય પર ફેરવિચાર કરવા વિનંતી કરી. તેઓ પ્રસ્થાન કરવાની તૈયારી કરવા લાગ્યા.
આ જોઈને સમ્રાટે કહ્યું, “તમે જે સત્ય પ્રાપ્ત કર્યું છે, એ અમને કહેતા જાવ, પછી અહીંથી પ્રસ્થાન કરજો.”
લાઓત્સએ કહ્યું, “મેં જે કંઈ મેળવ્યું છે અને હું જે કંઈ અનુભવ પામ્યો છું, તે બતાવવા માટે હું અસમર્થ છું.”
જન્મ ૩ ૩૦ જુલાઈ, ૧૮૩૩, ગ્રીનફિલ્ડ, મિશિગન, અમેરિકા અવસાન : ૭ એપ્રિલ, ૧૯૪૭, રેરલેન, કેરબોર્ન, મિશિગન, અમેરિકા
૧૨૨ મનની મિરાત
મનની મિરાત ૧૨૩
Page #64
--------------------------------------------------------------------------
________________
સમ્રાટને એમ લાગ્યું કે લાઓત્સ એમની વાતને ટાળે છે. એમના ઘણા આગ્રહ છતાં લાઓત્સએ કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના પ્રસ્થાન આદર્યું. આથી સમ્રાટે દેશના સીમારક્ષકોને સૂચના આપી કે લાઓત્યે આવે તો એમને સીમા પાર કરવા દેવા નહીં, એટલું જ નહીં પણ એમની ધરપકડ કરીને એમની પાસેથી એમના અનુભવો લખાવવા.
અનુશ્રુતિ પ્રમાણે લાઓત્સએ ભેંસ પર બેસીને પ્રયાણ કર્યું, પણ સરહદ પાર કરવા જતાં અમલદારે એમને રોક્યા અને જ કાત તરીકે એમને પુસ્તક લખી આપવા જણાવ્યું. તેમણે તાઓ અને તેની શક્તિને સમજાવતું પુસ્તક બે ભાગમાં લખી આપ્યું પરંતુ એ પુસ્તકનું પહેલું વાક્ય હતું.
‘સત્ય ક્યારેય કહી શકાતું નથી'.
સમ્રાટને આ ઘટનાની ખબર પડી, ત્યારે એને પણ ખ્યાલ આવ્યો કે સત્યની શોધ એ કોઈ આસાન કામ નથી.
મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પોતાનો
મોટાભાગનો સમય ઍથેન્સની શેરીઓ સફળતાની અને બજારમાં પસાર કરતો હતો. રસ્તામાં
એને જે કોઈ મળે, એની સાથે એ પોતાની સીડી ,
લાક્ષણિક ઢબે ચર્ચા કરતો હતો.
કોઈ શાળા કે મહાશાળાને બદલે નગરની શેરીઓ અને બજારો જ એની કાર્યશાળા બની રહ્યા. એના વ્યક્તિત્વ અને વિચારોથી ઘણા યુવાનો સૉક્રેટિસ તરફ આકર્ષાયા હતા.
એક યુવાને સૉક્રેટિસને પૂછ્યું, “જીવનમાં સફળતા કઈ રીતે મળે એનું રહસ્ય જાણવું છે.”
સૉક્રેટિસે એ યુવાનને પછીના દિવસે નદીકિનારે મળવા આવવાનું કહ્યું. બંને મળ્યા અને સૉક્રેટિસે યુવકને કહ્યું, “તમે નદીના ઊંડા પાણીમાં ઊતરો અને હું અટકાવું નહીં, ત્યાં સુધી નદીના પાણીમાં આગળ વધતા રહેજો.”
નદીનું પાણી યુવકના ગળા સુધી આવ્યું કે તરત જ સૉક્રેટિસે યુવાનનું માથું પકડીને એને પાણીમાં ડુબાડી દીધું. યુવાને સૉક્રેટિસના હાથની પકડમાંથી છૂટવા માટે ઘણી મહેનત કરી, તેમ છતાં સૉક્રેટિસે એના મજબૂત હાથની પકડ સહેજે ઢીલી કરી નહીં.
મનની મિરાત ૧૨૫
જન્મ : ઈ. પૂ. ૬૦૪, હેનાન, ચીન અવસાન : ઈ. પૂ. પ૩૧, ચીન
૧૨૪ મનની મિરાત
Page #65
--------------------------------------------------------------------------
________________
પાણીમાંથી માથું બહાર કાઢવા માટે યુવક તરફડવા લાગ્યો. અંતે સૉક્રેટિસે હાથની પકડ ઢીલી કરી. કિનારે આવ્યા ત્યારે એ નવયુવાને ઊંડો શ્વાસ લીધો અને જીવન બચી ગયું તે માટે ઈશ્વરનો પાડ માન્યો.
સૉક્રેટિસે સવાલ કર્યો, “જ્યારે તમે પાણીની અંદર હતા, ત્યારે કઈ ચીજની તમારે સૌથી વધારે જરૂર હતી ?”
શ્વાસ લેવા માટે હવાની.”
સૉક્રેટિસે કહ્યું, “સફળતાનું આ જ રહસ્ય છે. તમે જે કંઈ હાંસલ કરવા માગતા હો, તેને માટે તીવ્ર તડપન હોવી જોઈએ. આવા પ્રબળ તડફડાટથી જ વ્યક્તિ જીવનમાં સફળતાની સીડી પર ચડી શકે છે.”
અમેરિકામાં આંતરવિગ્રહ
પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. પ્રમુખ લિંકન માફીની આ અભૂતપૂર્વ કટોકટીનો હિંમતભેર
સામનો કરતા હતા. તક
આવે સમયે પણ પ્રમુખે પોતાના
દરવાનોને સૂચના આપી હતી કે મને મળવા માટે જે કોઈ આવે, તેમાં સૌથી પહેલાં સામાન્ય માણસને પ્રવેશ આપવો. એમાં પણ પ્રમુખ પાસે કોઈની જિંદગી બચાવવા માટે અરજી લઈને આવનાર વ્યક્તિને પહેલાં દાખલ કરવી.
આવે સમયે લશ્કરી અધિકારીઓ કે સેનેટરો મળવા આવ્યા હોય, તો એમને થોડી વાર થોભી જવા સુચના આપવી અને પ્રથમ આવા સામાન્યમાં સામાન્ય માણસને પ્રવેશ આપવો.
દરવાનો પ્રમુખની સુચનાનું અક્ષરશઃ પાલન કરતા હતા, પરંતુ આનું પરિણામ સાવ જુદું આવ્યું. પ્રમુખ પાસે આદેશ મેળવવા આવતા લશ્કરી સેનાપતિઓ એક પળનો પણ વિલંબ સહન કરી શકે તેમ નહોતા. તેઓએ પ્રમુખ સામે અકળાઈને ફરિયાદ પણ કરી.
પ્રમુખ અબ્રાહમ લિંકન કડક શિક્ષાના હિમાયતી નહોતા. લશ્કરમાંથી ભાગી જાય કે લશ્કરમાં ભૂલ કરે એને લશ્કરી
મનની મિરાત ૧૨૭
જન્મ : ઈ. પૂ.૪૬૯, એથેન્સ, ગ્રીસ અવસાન : ઈ. પૃ. ૩૯૯, એથેન્સ, ગ્રીના
૧૨૬ મનની મિરાત,
Page #66
--------------------------------------------------------------------------
________________
શિસ્ત પ્રમાણે મોતની સજા ફરમાવવામાં આવતી. આવે સમયે પ્રમુખ લિંકન એ જુવાનોને માફી બક્ષતા હતા.
એક વાર તો લશ્કરના અધિકારીએ પ્રમુખ અબ્રાહમ લિંકનને સાવધ કર્યા કે આવું કરશો તો લશ્કરમાં શિસ્તપાલન મુશ્કેલ બનશે.
ત્યારે લિકને એમને પોતાના હૃદયની વાત કરતાં કહ્યું, “જુઓ, આ આંતરયુદ્ધમાં રાત-દિવસ મહેનત કરવાને લીધે ક્યારેક હું થાકી જાઉં છું, પરંતુ જો કોઈને થયેલી મોતની સજા સામે મને માફી બક્ષવાની તક મળે તો મારો સઘળો થાક પળવારમાં ઊતરી જાય છે. આ માટે કોઈના પત્ર પર હું એક હસ્તાક્ષર કરું છું ત્યારે કલ્પના કરું છું કે મારા આ હસ્તાક્ષરથી એના કુટુંબમાં કેટલી બધી આનંદની લાગણી ફેલાતી હશે અને તેથી જ રાત્રે જ્યારે સૂવા જાઉં છું, ત્યારે મને મારો દિવસ ધન્ય લાગે છે.”
અમેરિકન વિજ્ઞાની, લેખક,
સંશોધક, મુદ્રક અને પ્રકાશક બેન્જામિન નિષ્ફળ ફ્રેન્કલિને અનેક ક્ષેત્રોમાં મહત્ત્વનું પ્રદાન ઉપાય
એમણે હવાઈ યુદ્ધ વિશે આગાહી
કરી હતી તેમજ એમના પુસ્તક ‘એકસપેરિમેન્ટ્સ ઍન્ડ ઑક્ઝર્વેશન્સ ઑન ઇલેક્ટ્રિસિટી, મંઇડ અંટ ફિલાડેલ્ફિયા ઇન અમેરિકા' (૧૭પ૧)એ નવા વિજ્ઞાનનો પાયો નાખ્યો.
આવા બેન્જામિન ફ્રેન્કલિન પેરિસમાં યોજાયેલી એક સાહિત્ય સભામાં ગયા. આ અમેરિકન નાગરિકને ફ્રેંચ ભાષાનું પૂર્ણ જ્ઞાન નહોતું, આમ છતાં, પોતે સાવ અજ્ઞાની સિદ્ધ ન થાય તે માટે એમણે એક ઉપાય શોધી કાઢ્યો.
એમણે વિચાર્યું કે એમની સામે બિરાજમાન ફ્રેંચ નારી જ્યારે ખુશ થઈને તાળીઓ પાડે, ત્યારે એમણે પણ નિઃસંકોચ રીતે તાળીઓ પાડીને પોતાનો આનંદ પ્રગટ કરવો.
આનાથી સભાજનોને લાગશે કે બેન્જામિન ફ્રેન્કલિન વક્તવ્યને બરાબર સમજી રહ્યા છે.
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, કાર્ડન કાઉન્ટી, કેન્ડી, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૫, વોશિંગ્ટન ડી.સી., અમેરિકા
૧૨૮ મનની મિરાત
મનની મિરાતે ૧૨૯
Page #67
--------------------------------------------------------------------------
________________
એ સભામાં એક ફ્રેંચ લેખકે પોતાના પુસ્તકના કેટલાક અંશ વાંચીને સંભળાવ્યા. ફ્રેન્કલિનની સામે બેઠેલાં ફ્રેંચ બાનુએ એમનું પઠન સમાપ્ત થતાં જ જોરજોરથી તાળીઓ પાડી.
ફ્રેન્કલિન પણ પાછા કેમ પડે ? જાણે એ સ્ત્રી સાથે તાળી-સ્પર્ધા કરતા હોય તેમ એમણે બમણા વેગથી ખુરશી પરથી કૂદી-કૂદીને તાળીઓ પાડીને પોતાનો અતિ હર્ષ પ્રગટ કર્યો.
સભા સમાપ્ત થતાં ફ્રેંચ બાનુ પાસે જઈને ફ્રેન્કલિને પૂછ્યું, “તમે
શા માટે એ સમયે જોર જોરથી તાળીઓ પાડી હતી.”
સ્ત્રીએ કહ્યું, “ફ્રેંચ લેખકે અંતે જે પેરેગ્રાફ વાંચીને સંભળાવ્યો, તે તમારી પ્રશંસા માટે લખવામાં આવ્યો હતો.”
૧૩૦
: ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬, બૉસ્ટન, અમેરિકા
અવસાનઃ૧૭, એપ્રિલ, ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા, અમેરિકા
જન્મ
મનની મિરાત
આલ્બર્ટ આઇન્સ્ટાઇન જર્મનીના મ્યુનિક શહેરની જિમ્નેશિયમ નામની જૂની ઘરેડવાળી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા. આ શાળામાં જર્મન પદ્ધતિના
મગજ
તમારું છે શિસ્તપાલનનો અતિરેક હતો.
શિક્ષકો ધમકાવતા જમાદાર જેવા વધુ હતા. અહીં માધ્યમિક શાળાના શિક્ષણ દરમિયાન આઇન્સ્ટાઇનને ભૂમિતિનો વિષય ગમી ગયો. એમાં પણ નિરૂપિત આકૃતિ અને તર્ક વચ્ચેની સંવાદિતાનો નિયમ ખૂબ પસંદ પડ્યો.
એના એક કાકાએ ગણિતમાં રસ જગાડ્યો અને બીજા કાકાએ વિજ્ઞાનમાં જિજ્ઞાસા જગાડી. બાર વર્ષની ઉંમરે ગણિત અને વિજ્ઞાન એ બે વિષયોમાં આઇન્સ્ટાઇને વિચારવાનું શરૂ કર્યું. આ વિષયનાં વૈશ્વિક રહસ્યો ઉકેલવાની ઇચ્છા જાગી. બાળક આઇન્સ્ટાઇને મનમાં સંકલ્પ કર્યો કે આ દિશામાં જ આગળ વધવું છે.
એ પછી એના જીવનમાં ઘણાં પરિવર્તનો આવ્યાં. નિશાળ છોડવી પડી. જર્મની છોડવું પડ્યું. સ્વિટ્ઝર્લેન્ડમાં રહેવું પડ્યું. આ બદલાતી પરિસ્થિતિ આઇન્સ્ટાઇનના સંકલ્પને બદલાવી શકી નહીં.
મનની મિરાત ૧૩૧
Page #68
--------------------------------------------------------------------------
________________
ફરી અભ્યાસની તક મળતાં આઇન્સ્ટાઇન ઝુરિકની ફેડરલ પોલિટેકનિક એકેડેમીમાં દાખલ થયા. પોતાને ગમતા એવા ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયો.
આઇન્સ્ટાઇનના જીવનની સફળતાનું પહેલું રહસ્ય એ કે એમણે પોતાના ચિત્ત પર અંકુશ રાખીને પોતાની વિચારશક્તિનો માત્ર ગમતાં ક્ષેત્રોમાં ઉપયોગ કર્યો અને એ ક્ષેત્રોમાં પોતાના ઉદ્દે શો પાર પાડવા માટે પૂર્ણ એકાગ્ર રહ્યા.
નોબેલ પારિતોષિક-વિજેતા સાપેક્ષતા-સિદ્ધાંતના સ્થાપક એવા આ મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આઇન્સ્ટાઇને એક વાર એમ કહ્યું હતું કે મને એ લોકોને જોઈને આશ્ચર્ય થાય છે કે જેઓ પોતાના મગજ પર ‘કાબુ” રાખવામાં અસમર્થ છે.
વળી એમણે એ પણ કહ્યું કે એવા લોકોને જોઈને હું આશ્ચર્ય પામું છું કે જે ઓ બીજાના વિચાર પ્રમાણે ચાલે છે. તમારા ધડ પર આવેલું મગજ તમારું છે અને એના પર તમારો જ અધિકાર હોવો જોઈએ.
વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફ ળ
આગેવાની પૂરી પાડનાર રાજ પુરુષ ભીડનો. વિન્સ્ટન ચર્ચિલ મહામુત્સદ્દી અને કુશળ
લેખક હતા, પરંતુ એની સાથોસાથ એમની અનુભવી
પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની
આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યા.
વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું. એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદ્ગારો કાઢવા લાગ્યાં.
મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, “મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વસ્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.”
મનની મિરાત ૧૩૩
જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ ગુટેનબર્ગ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯૫૫, પ્રિન્સટન, ન્યૂજર્સી, અમેરિકા
૧૩૨ મનની મિરાત
Page #69
--------------------------------------------------------------------------
________________
ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, “તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?”
ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, “માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.”
યુરોપનો
કર્મશીલ નેતા, સમાજસુધારક અને કવિપ્રકૃતિ ધરાવતા ઇટાલિયન લેખક દાનીલો દો૨ી ઇટાલીના ગાંધી તરીકે
જાણીતા બન્યા. ગાંધી.
આ દોહ્યીએ સત્તાવાળાઓ,
સ્થાપિત હિતો અને માફિયાઓનો વિરોધ કર્યો. તેણે જોયું કે ઇટાલીના પોર્ટિનિકો વિસ્તારમાં કારમી ગરીબી અને બેકારી પ્રવર્તે છે.
દોહ્યએ આ બધા ગરીબો અને બેકારોને ભેગા કરીને કહ્યું કે આપણે હડતાલ પાડીએ, સત્યાગ્રહ કરીએ !
પહેલાં તો આશ્ચર્ય થયું કે કામ કરે તે હડતાલ પાડે, કારખાનાનો મજૂર હડતાલ પાડે, બેકાર વળી હડતાલ પાડતા હશે ?
દાનીલો દોલ્વીએ કહ્યું કે આપણી હડતાળ એ જુદા પ્રકારની છે. આપણને કોઈ કામ આપતું નથી, એથી આપણે જાતે કોઈ કામ શોધી લઈએ અને એ રીતે સત્યાગ્રહ કરીએ તો એનો પ્રભાવ પડ્યા વિના નહીં રહે. એણે ગરીબો અને બેકારોને ભેગા કરીને શહેરના રસ્તાનું
મનની મિરાત ૧૩૫
જન્મ : ૩૦, નવેમ્બર, ૧૮૭૪, વૃડસ્ટોક, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૪, જીન્યુઆરી, ૧૯૬૫, હાઇડ પાર્ક ગેટ, ઇંગ્લેન્ડ
૧૩૪ મનની મિરાત
Page #70
--------------------------------------------------------------------------
________________
સમારકામ શરૂ કર્યું. આ રસ્તાઓ સુધરાઈના હતા. સુધરાઈના અધિકારીઓએ કહ્યું કે આ રસ્તાઓ અમારી માલિકીના છે. અમે કંઈ તમને કામ પર રાખ્યા નથી. સમારકામ બંધ કરીને બાજુએ હટી જાવ. બેકારોએ કહ્યું કે તમે અમને બોલાવ્યા નથી, પણ અમે જાતે આવ્યા છીએ. અમે ભૂખે મરીએ છીએ. અમને કામ આપો. એ માટેનો અમારો આ સત્યાગ્રહ છે.
સરકાર મૂંઝાઈ. એણે કામ કરનારાઓની ધરપકડ કરી. એની જગાએ બીજા કામ કરનારાઓની ટુકડી આવી. આ બીજી ટુકડીની ધરપકડ થતાં ત્રીજી આવી અને સત્યાગ્રહ ચાલુ રહ્યો. આવું સાર્વજનિક કામ વગર રજાએ કરતા હોવાથી સરકાર એમને જેલમાં પૂરી રહી છે તે વાત આખા દેશમાં ફેલાઈ ગઈ.
સવિનય કાનૂનભંગની લડત ચાલુ થઈ. ઇટાલીમાં ગાંધીનિર્વાણ દિને સામૂહિક અનશનની દોલ્વીએ અપીલ કરી. દોલ્ગી અને તેના સાથીદારોની ધરપકડ થઈ. આખરે સરકારને નમવું પડ્યું. એણે કબૂલ કર્યું કે રાજ્ય પાસે કામ માગવાનો સહુને અધિકાર છે. કોઈ બેકાર ન રહે તે જોવાની રાજ્યની જવાબદારી છે.
ઇટાલિયન સરકારને યુરોપના ગાંધીના આ સત્યાગ્રહને પરિણામે નમવું પડ્યું. જગતને સત્તાધારીઓની આંખો ખોલવાનું એક નવું અહિંસક શસ્ત્ર મળ્યું !
૧૩૬
જન્મ
અવસાન
- ૨૮ જૂન, ૧૯૨૪, સેસાના, ઇટાલી
- ૩૦ ડિસેમ્બર, ૧૯૯૭, ટ્રેપેટો, સિસિલી, ઇટાલી
મનની મિરાત
વિખ્યાત અંગ્રેજ કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર લિવર
તબીબની ગોલ્ડસ્મિથ અત્યંત ઋજુ સ્વભાવના હતા
ભાવના
અને સદૈવ ગરીબોના હામી થવાની તત્પરતા દાખવતા હતા.
ખ્રિસ્તી દેવળના વ્યવસ્થાપક પિતાને
ત્યાં જન્મેલા ગોલ્ડસ્મિથને ગાયન-વાદન અને વાર્તાકથનમાં ઊંડો રસ હતો. એમણે શિક્ષક, દવાવાળાના સહાયક, પુસ્તકવિક્રેતાના સહયોગી, હાસ્યકલાકાર અને છેલ્લે તબીબ તરીકે કામ કર્યું.
આ ઉદાર અને માનવતાવાદી સર્જકે ‘ધી ટ્રાવેલર' અને ‘ધ ડિઝર્ટેડ વિલેજ' નામની કાવ્યકૃતિઓ, ‘ધ વિકાર ઑવ વૈકફિલ્ડ' નામની નવલકથા અને ધ ગૂડ-નેચર્ડ મૅન' જેવી નાટ્યકૃતિ દ્વારા ખ્યાતિ મેળવી હતી.
ડૉ. લિવર ગોલ્ડસ્મિથની ગરીબોને સહાય કરવાની વૃત્તિની જાણ થતાં એક ગરીબ સ્ત્રીએ ગોલ્ડસ્મિથને પોતાની દુર્દશા વર્ણવતો પત્ર લખ્યો.
એ સ્ત્રીએ લખ્યું કે મારા પતિ કશું ખાતા નથી. એમની મનની મિરાત ૧૩૭
Page #71
--------------------------------------------------------------------------
________________
ભૂખ મરી ગઈ છે. એમનું શરીર કુશ થતું જાય છે. આપ ડૉક્ટર છો, તેથી વિનંતી કરું છું કે એમને માટે કોઈ દવા મોકલશો કે જેથી એ સ્વસ્થ થાય. જોકે મારા ઘરમાં ગરીબી એટલી છે કે દવાના પૈસા ચૂકવી શકું તેમ નથી, પણ મદદ કરશો તો આપની આભારી થઈશ.
ચિઠ્ઠી મળતાં ઉમદા સ્વભાવના આ સર્જક એ ગરીબ સ્ત્રીના ઘેર ગયા. એના પતિની શારીરિક તપાસ કરી. એના ઘરની દુર્દશા જોઈ. ડૉ. ગોલ્ડસ્મિથને સમજાયું કે એ ગરીબ સ્ત્રીનો પતિ રોગગ્રસ્ત તો છે જ, પરંતુ એથીય વધારે ગરીબાઈથી પણ પીડાય છે. ડૉ. ગોલ્ડસ્મિથે રજા લેતાં કહ્યું કે હું તમને થોડા સમયમાં દવા મોકલી આપીશ, જેથી તમે પુનઃ આરોગ્ય પ્રાપ્ત કરી શકશો.
| ડૉ. ગોલ્ડસ્મિથ પોતાના નિવાસસ્થાને ગયા. એ સ્ત્રીની ગરીબાઈ જોઈને એમનું હૈયું વલોવાઈ ગયું હતું. એક નાની પેટી લીધી અને એમાં દસ ગીની મૂકીને એના પર લખ્યું,
‘તમને જ્યારે જરૂર લાગે ત્યારે આનો ઉપયોગ કરજો.’
સહુ કોઈ
અમેરિકાના ન્યૂ યોર્ક શહેરના મેયર લા ગાર્ડીયા મહાનગરની પ્રજામાં અપાર લોકપ્રિયતા ધરાવતા હતા. કુશળ
વહીવટકાર તરીકે એમની ખ્યાતિ સર્વત્ર ગુનેગાર વિસ્તરી રહી હતી, એથીય વિશેષ એ
પ્રજાના પ્રશ્નો અને પરિસ્થિતિમાં ઊંડો અને જીવંત રસ લેતા હતા.
એક વાર તેઓ ન્યાયાલયમાં જઈ પહોંચ્યા. એમને જાણવું હતું કે ન્યાયાલયમાં ક્યા પ્રકારના ગુનાઓ સામે કામ ચલાવવામાં આવે છે અને એવા ગુનાઓ થવાનું મૂળ કારણ શું ?
ન્યાયાલયમાં એક કેસ ચાલતો હતો અને એમાં એક ગરીબ માનવીને ચોરીના અપરાધ માટે આરોપીના પાંજરામાં ઊભો રાખવામાં આવ્યો હતો. ચીંથરેહાલ માનવી પર થોડી બ્રેડ ચોરવાનો આરોપ હતો.
દુકાનદારની નજર સહેજ આઘીપાછી થઈ કે એણે બેત્રણ બ્રેડ ચોરી લીધા, પરંતુ એ નાસવા જતો હતો ત્યાં ઝડપાઈ ગયો.
ન્યાયાધીશે આ ગરીબને કહ્યું, “તમારી સામે ચોરી કરવાનો આરોપ છે. તમે શા માટે ચોરી કરી હતી ?” ગરીબ માનવીએ કહ્યું, સાહેબ, મારો આખો પરિવાર
મનની મિરાત ૧૩૯
જન્મ : ૧0 નવેમ્બર, ૧૭૨૮, આયર્લેન્ડ . અવસાન : ૪ એપ્રિલ, ૧૭૭૪, લંડન, ઇંગ્લૅન્ડ
૧૩૮ મનની મિરાત
Page #72
--------------------------------------------------------------------------
________________
ભૂખે ટળવળતો હતો. એમની ભૂખનું દુઃખ હું જોઈ શકતો નહોતો. તેથી મેં ઘરનાં ભૂખ્યાં બાળકોને માટે દુકાનદારની નજર ચૂકવીને બે-ત્રણ બ્રેડ ચોરી લીધી હતી.”
ન્યાયાધીશે કહ્યું, “તમે તમારો અપરાધ કબૂલ કરો છો ?” “હા, નામદાર સાહેબ.”
ગુનાની સજા ફરમાવતાં ન્યાયાધીશે કહ્યું, “તમને આવી ચોરી કરવા બદલ દસ ડૉલરનો દંડ જાહેર કરું છું.”
ગરીબની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં. ન્યાયાધીશે ગજવામાં હાથ નાખીને એને દંડ ભરવા માટે દસ ડૉલર આપ્યા.
આ જોઈને મેયર લા ગાર્ડીયાએ સહુને કહ્યું, “અદાલતમાં ઉપસ્થિત એવી દરેક વ્યક્તિને હું અડધો ડૉલરનો દંડ કરું છું, કારણ કે આપણે એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં વ્યક્તિને મજબૂરીને કારણે બેત્રણ બ્રેડની ચોરી કરવી પડે છે. આપણે પણ ગુનેગાર ગણાઈએ. તમારો નગરપતિ પણ ખરો.”
આટલું કહી મેયર લા ગાર્ડીયાએ પોતે અડધો ડૉલર કાઢ્યો. અદાલતમાં ઉપસ્થિત સહુની પાસેથી રકમ લીધી અને એ એકઠી કરીને પેલા ગરીબ માણસને આપી.
યુવાન વિલિયમ ઓસલર ચિંતાથી
ઘેરાઈ ગયો હતો. મેડિકલની અંતિમ આપણું પરીક્ષાની તૈયારી કરતો હતો, પરંતુ એની
સાથોસાથ એનું મન સતત એક પછી મુખ્ય ધ્યેય
એક ચિંતામાં ગ્રસ્ત થઈ જતું હતું.
એ વિચારતા કે પરીક્ષામાં અનુત્તીર્ણ થઈશ તો મને કેટલી ઘોર હતાશા અને નિરાશા થશે ! આવું બનશે તો મારે માટે ક્યાંય આરો-ઓવારો નહીં રહે ! વળી નાપાસ થયેલા મને કોણ નોકરીએ રાખશે અને નોકરી નહીં મળે તો મારું શું થશે ? શું મારી અત્યાર સુધીની તેજસ્વી કારકિર્દી અને મારો પુરુષાર્થ વ્યર્થ જશે ? નિષ્ફળતા કદાચ જીવલેણ નહીં બને, તો પણ જીવન-લેણ તો બનશે જ ! વળી સમાજને કઈ રીતે બીજાને મારું મોં બતાવીશ. મારા સાથી વિદ્યાર્થીઓ પણ મારી કેવી મજાક કરશે.
વિલિયમ ઓસલર આવી અનેક ચિંતાઓથી ક્ષુબ્ધ બની ગયો હતો. અભ્યાસમાં એનું ચિત્ત એકાગ્ર થતું ન હતું. પોતાના વિષયનું વાંચવાને બદલે આ ચિતાઓના વિચારમાં વધુ સમય વીતતો હતો. એવામાં પોતાના પ્રિય લેખક ટૉમસ કાર્લાઇલના પુસ્તકનાં
મનની મિરાત ૧૪૧
જન્મ : ૧૧ ડિસેમ્બર ૧૮૮૨, બ્રોનેક્ષ, ન્યૂયોર્ક, અમેરિકા અવસાન : ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૭, વદ્દોનેશ, ન્યૂયોર્ક, અમેરિકા
૧૪૦ મનની મિરાત
Page #73
--------------------------------------------------------------------------
________________
પાનાં ફેરવતાં એણે વાક્ય વાંચ્યું, “દૂરનાં અને અનિશ્ચિત કાર્યોને છોડીને નજીકના અને નિશ્ચિત કાર્યોને હાથમાં લેવાનું આપણું મુખ્ય ધ્યેય હોવું જોઈએ.”
ટૉમસ કાર્લાઇલના આ વિચારે ઓસલરને પ્રભાવિત કર્યો. એણે ચિંતાનો સઘળો બોજ છોડીને અભ્યાસમાં ચિત્ત એકાગ્ર કર્યું. ભવિષ્યની ફિકરને બદલે વર્તમાનના આચરણ પર વધુ ભાર મૂક્યો અને પરિણામે આ ઓસલર વિખ્યાત ડૉક્ટર બન્યો.
એણે સમય જતાં વિશ્વપ્રસિદ્ધ ‘જ્હોન હોપકિન્સ સ્કૂલ ઑફ મેડિસિન્સ 'ની સ્થાપના કરી. પોતાના વિષયના અધ્યાપક તરીકે ઇંગ્લેન્ડમાં એટલી બધી નામના મેળવી કે ઇંગ્લેન્ડના રાજાએ એના પર રાષ્ટ્રના ઉચ્ચ સન્માનની નવાજેશ કરી. એના જીવનમાં એણે અનેક મહત્ત્વની સિદ્ધિઓ મેળવી. વિલિયમ ઓસલરના અવસાન બાદ ૧૪૪૬ પૃષ્ઠના બે મોટા ગ્રંથમાં એમની જીવનકથા પ્રગટ થઈ.
જૂઠની તે કંઈ વકીલાત કરાતી હશે?
અબ્રાહમ લિંકને વકીલનો વ્યવસાય ન્યાયની
સ્વીકાર્યો, પણ સત્ય અને ન્યાયને માર્ગે અદબ, ચાલીને આ વ્યવસાય કરવાનો નિર્ધાર
કર્યો. કેસ જીતવા માટે કાયદાની
બારીકાઈઓ કે છટકબારી શોધવાને બદલે સાચા પક્ષને ન્યાય મળે તે માટે સતત પ્રયાસ કરતા.
એક વાર કેસની સત્યતા વિશે દેઢ પ્રતીતિ થાય પછી લિંકન એવી તો સચોટ અને બાહોશીભરી રજૂઆત કરતા કે ખુદ વકીલો અને ન્યાયાધીશો પણ એમની દલીલો સ્તબ્ધ બનીને સાંભળતા.
એક વાર અદાલતમાં લિંકન કેસની રજૂઆત કરતાં એકાએક અટકી ગયા. કશુંય બોલ્યા વિના નાસી જતા હોય તેમ અદાલતનો ખંડ ઝડપભેર છોડી ગયા. અબ્રાહમ લિંકનના આવા વર્તનથી સહુ કોઈ ડઘાઈ ગયા. કોઈને એમ લાગ્યું કે લિંકન પર પાગલપન સવાર થઈ ગયું છે. કાયદાની આંટીઘૂંટી ઉકેલવા જતાં બાહોશ વકીલના મગજમાં આંટીઘૂંટીઓ પડી ગઈ લાગે છે ! ન્યાયાધીશે લિંકનને બોલાવી લાવવા માટે માણસ મોકલ્યો.
મનની મિરાત ૧૪૩
જન્મ : ૧૨ જુલાઈ, ૧૮૪૯, બોન્ડ હેડ, કૅનેડા વેસ્ટ અવસાન : ૨૯ ડિસેમ્બર ૧૯૧૯, ક્રાફર્ડ, ઇંગ્લૅન્ડ,
૧૪૨ મનની મિરાત
Page #74
--------------------------------------------------------------------------
________________
લિંકને આવીને પોતાના અસભ્ય વર્તન માટે ન્યાયાધીશની માફી માગી.
ન્યાયાધીશે આમ અધવચ્ચેથી અદાલત છોડી દઈને ચાલ્યા જવાનું કારણ પૂછ્યું ત્યારે લિંકને કહ્યું કે જેમ જેમ તેઓ આરોપીનો બચાવ કરવા લાગ્યા, તેમ તેમ એમને ખ્યાલ આવ્યો કે આરોપી તો ખરેખર ગુનેગાર છે અને પોતે કેસનો બચાવ કરીને જુaણું આચરી રહ્યા છે.
એમ હતું તો તમારે થોભી જવું જોઈતું હતું અને કેસ પડતો મૂકવો હતો.”
અરે ! જેમ જેમ બચાવ કરતો ગયો તેમ તેમ મને લાગ્યું કે મારા હાથ એવા લૂષિત-મેલા થઈ ગયા છે કે આવા લૂષિત હાથે હું ન્યાયની અદાલતમાં ઊભો રહી શકું નહીં, માટે એકાએક ચાલ્યો ગયો.
મજૂરોને હડતાળ પાડવા ઉશ્કેરનાર
મજૂર નેતા ખુદ બીમાર પડ્યો. બીમારીને શત્રુ-મિત્ર કારણે એટલી બધી અશક્તિ આવી ગઈ
હતી કે એ કશું કામ કરી શકતો નહીં. સમાન.
ડૉક્ટરોએ સલાહ આપી કે એને માટે
હવાફેરની જરૂર છે. સ્વચ્છ હવા જ એને નીરોગી બનાવી શકે તેમ છે. મજૂરનેતા પાસે કોઈ મૂડી નહોતી. નોકરી કરવી પડે તેમ હતી. હવે કરવું શું ? એવામાં ડૉક્ટરે જ આવીને કહ્યું કે તમે નોકરી પરથી રજા મેળવી લો. સેનેટોરિયમમાં રહેવાના તમારા ખર્ચની વ્યવસ્થા થઈ ચૂકી છે.
મજૂરનેતા સૅનેટોરિયમમાં રહેવા ગયો. ચારેક મહિના રહ્યો. પૂર્ણ સ્વસ્થ થઈને પાછો આવ્યો. ડૉક્ટરોએ એને ખર્ચ વિશે બેફિકર રહેવા કહ્યું હતું, પણ મજૂરનેતાને જાણવાની ઇચ્છા થઈ કે આ ચારેક મહિનાનો એનો ખર્ચ કોણે આપ્યો ?
તપાસ કરતાં ખબર પડી કે જે કારખાનામાં એણે હડતાળ પડાવી હતી એના માલિક એન્ડ્રુ કાર્નેગીએ આ ખર્ચ આપ્યો હતો.
મજૂરનેતાને અપાર આશ્ચર્ય થયું. એણે કારખાનાના કામદારોને ઉશ્કેર્યા હતા. ઉત્પાદન બંધ કરાવ્યું હતું. ઉદ્યોગપતિ
મનની મિરાત ૧૪૫
જન્મ : ૧૨ ફેબ્રુઆરી, ૧૮૦૯, કાર્ડન કાઉન્ટી, કેન્દ્રકી, અમેરિકા અવસાન : ૧૫ એપ્રિલ, ૧૮૩૫, વૉશિગ્ટન ડી.સી., અમેરિકા
૧૪૪ મનની મિરાત
Page #75
--------------------------------------------------------------------------
________________
એન્ડ્રુ કાર્નેગીને મોટું આર્થિક નુકસાન થયું હતું અને તેમ છતાં એને શા માટે એન્ડ્રુ કાર્નેગીએ આવું જીવતદાન આપ્યું ?
એણે કાર્નેગીને પ્રશ્ન કર્યો, ત્યારે કાર્નેગીએ કહ્યું, “તમે હડતાળ પાડી તે વાત સાચી. પણ મારા જીવનનો મુદ્રાલેખ જ એ છે કે બીજાને મદદ કરવી. જો હું બીજાને મદદ કરતો હોઉં, દાન આપતો હોઉં તો એમાં મારે શત્રુ કે મિત્રનો ભેદ રાખવાનો ન હોય. તમે બીમાર હતા એ બાબત જ મારે માટે મદદ કરવાનું પૂરતું કારણ હતું.”
ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન
બોનાપાર્ટનો જગપ્રસિદ્ધ વોટર્લ યુદ્ધમાં એ દિવસો પરાજય થતાં ૧૮૧૫ની ૨૨મી જૂને
ગાદીત્યાગ કર્યો. ચાલ્યા ગયા
એ પછી અમેરિકા નાસી જવાનો
નિષ્ફળ પ્રયત્ન કર્યો. દક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા બ્રિટિશ આધિપત્ય હેઠળના સેન્ટ હેલેના ટાપુ પર નેપોલિયનને કેદ કરવામાં આવ્યો.
નેપોલિયન બોનાપાર્ટ એક વહેલી સવારે ફરવા નીકળ્યો. હોજરીના કેન્સરના દર્દથી પીડાતા નેપોલિયન સાથે એનો ડૉક્ટર પણ હતો. બંને એક કેડી પરથી પસાર થતા હતા, ત્યારે સામે એક મેલીઘેલી સ્ત્રીને માથે ઘાસનો ભારો લઈને આવતી જોઈ.
નેપોલિયન બોનાપાર્ટની સાથે રહેલા ડૉક્ટરે તરત જ બૂમ પાડી, “એ બાજુએ હટી જા. નેપોલિયન બોનાપાર્ટ આવી રહ્યા
જન્મ : ૨૫, નવેમ્બર, ૧૮૩પ, કન્ફર્મલાઇન, સ્કૉટલૅન્ડ અવસાન : ૧૧ ઑગસ્ટ, ૧૯૧૯, લેનોક્સ, અમેરિકા
નેપોલિયને ડૉક્ટરનો હાથ પકડી લીધો અને એમને કેડીની બાજુએ લઈ ગયા. આશ્ચર્યચકિત થયેલા ડૉક્ટરે નેપોલિયનને પૂછ્યું, “તમે કેમ આમ કરો છો ?”
૧૪૬ મનની મિરાત
મનની મિરાત ૧૪૭
Page #76
--------------------------------------------------------------------------
________________
નેપોલિયનને કહ્યું, “હવે હું કેદી છું, સમ્રાટ નથી. તમે એ વાત ભૂલી ગયા છો.”
“પણ તેથી શું ?”
નેપોલિયને કહ્યું, “એનો અર્થ એટલો કે એક સમયે કેડી તો શું, પણ હું મોટા પહાડને પણ હટી જવાનું કહેતો તો એ ખસી જતા હતા. પણ આ તો ઘાસનો ભારો ઉપાડતી ગરીબ સ્ત્રી પણ દૂર ખસશે નહીં. આપણે જ બાજુએ હટી જવું પડે. એ દિવસો તો ચાલ્યા ગયા.”
સ્ટેશન પર રાહ જોઈને ઊભેલી
ધનાઢ્ય મહિલાએ સાદાં વસ્ત્રોમાં રસ્તાની પોતીકી. બાજુએ ઊભેલા માણસને બૂમ પાડીને
બોલાવ્યો. કમાણી
એય પૉર્ટર ! અહીં આવ, તારું
કામ છે.” સાદાં વસ્ત્રવાળી વ્યક્તિ એ ધનિક મહિલા પાસે આવી એટલે એ મહિલાએ તુમાખીભર્યા અવાજે કહ્યું,
જો રસ્તાની સામે આવેલી હોટલમાં મારા પતિને આ સંદેશો આપી આવ અને પાછો આવીને મને સંદેશો પહોંચાડ્યાની જાણ કરજે. હું તને એ માટે થોડા પૈસા આપીશ.”
પેલા પૉર્ટર એ મહિલા પાસેથી ચિઠ્ઠી લીધી અને હોટલમાં એના પતિને જઈને આપી આવ્યો. મહિલાએ એને એની મજૂરીના થોડા પૈસા આપ્યા. એ લઈને એ બાજુમાં ઊભાં રહ્યાં.
એવામાં પ્લેટફોર્મ પર ગાડી આવી. ગાડીમાંથી ઊતરેલા શહેરના અગ્રણી મહાનુભાવો એ “પૉર્ટર'ને જોઈને સલામ કરવા લાગ્યા અને આદરપૂર્વક એમની પાસે જઈને વાતચીત કરવા લાગ્યા. પેલી મહિલાને અતિ આશ્ચર્ય થયું. આવા સાદાં વસ્ત્રવાળા
જન્મ : ૧૫ ઓગસ્ટ ૧૩૯, એજેસીઓ, કોસિન્ન, ફ્રાંસ અવસાન ઃ ૫ ૧૮૨૧, સેટ હેલેના પુ.
૧૪૮ મનની મિરાત
મનની મિરાત ૧૪૯
Page #77
--------------------------------------------------------------------------
________________
પૉર્ટરને આટલું બધું માન શા માટે ?
એ મહિલાએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે આ તો રશિયાના સુખી ઉમરાવોમાંના એક કાઉન્ટ લિયો ટોસૅય છે.
ઉચ્ચ વિચારો અને સાદગીભર્યા જીવનમાં માનતા ટૉલ્સ્ટૉયની પાસે એ મહિલા આવી અને એણે પોતાના ગેરવર્તન માટે માફી માગી.
મહિલાએ કહ્યું, “મને માફ કરો. હું આપને ઓળખી શકી નહીં. કૃપા કરીને મેં તમને જે થોડા છૂટા પૈસા આપ્યા હતા, તે પાછા આપો. મને મારી જાત પ્રત્યે ખુબ શરમ આવે છે.”
કાઉન્ટ લિયો ટૉલ્સ્ટૉયે કહ્યું, “ના, એ તો મારી કમાણીના પૈસા છે. એની મારે મન ઘણી મોટી કિંમત છે. મને વારસામાં મળેલી અઢળક સંપત્તિ કરતાંય એ વધુ મૂલ્યવાન છે. માટે એ હું નહિ આપું.”
નોબેલ પારિતોષિક વિજેતા જર્મન
ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સ્ટાઇન મારું કામ સાપેક્ષતાના સિદ્ધાંતના સ્થાપક તરીકે
વિખ્યાત બન્યા. કરીશ
કુશળ વાયોલિનવાદક, આદર્શ
શિક્ષક, પ્રખર ગણિતજ્ઞ અને ઉત્કૃષ્ટ સંશોધક એવા આલ્બર્ટ આઇન્સ્ટાઇને એમની સૂઝ અને સમજ દ્વારા વિશ્વમાં અગ્રણી વિજ્ઞાની તરીકે વ્યાપક પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા મેળવી.
એમની અદભુત શોધોને પરિણામે વિજ્ઞાનની તત્ત્વપ્રણાલીમાં મૂળભૂત પરિવર્તન આવ્યું. જર્મન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનને મળવા માટે એમના એક મિત્ર એમના બર્લિનના નિવાસસ્થાને આવ્યો. બંનેએ સાથે એક વેધશાળા જોવાનું નક્કી કર્યું અને એને માટેનો દિવસ અને સમય પણ સુનિશ્ચિત કર્યા.
આ વેધશાળા પોટ્સ ડેમ પુલ પાસે આવેલી હતી એટલે એ પુલના આગળના છેડે મળવાનું નક્કી કર્યું. એમના મિત્ર મૂંઝવણ અનુભવતા હતા કે તેઓ આ બર્લિન શહેરમાં નવાસવા આવ્યા છે અને કદાચ જગા શોધવામાં વિલંબ થઈ જાય તો આ મહાન વિજ્ઞાનીને રાહ જોવી પડે.
મનની મિરાત ૧૫૧
જન્મ : ૯ સપ્ટેમ્બર ૧૮૨૮, યાસ્નાયા પોલિયાના, રશિયા, અવસાન : ૨૦ નવેમ્બર ૧૯૧૦, આપોવો, લેવટૉલ્સ્ટોય, રશિયા
૧૫૦ મનની મિરાત
Page #78
--------------------------------------------------------------------------
________________
આવી મહાન વ્યક્તિની એ કેએક પળ કીમતી ગણાય. પોતાનો ભય વ્યક્ત કરતાં એમણે કહ્યું, “પુલના એક છેડે આપ રાહ જોશો તે બરાબર, પરંતુ કદાચ ઠરાવેલા સમયે હું ન પહોંચી શકે તો ?”
આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું, “તો હું તમારી રાહ જોઈશ. તમે નગરમાં અજાણ્યા છો તે હું જાણું છું.”
પરંતુ મારી રાહ જોવામાં તમારો સમય બગડે તેનું શું ? મને આપના સમયની ચિંતા છે.”
ના, મારો સમય નહીં બગડે. હું તો કામ કરતો જ હોઈશ.” મિત્રને આઇન્સ્ટાઇનના જવાબથી આશ્ચર્ય થયું અને એમનો ઉત્તર એ સમજી શક્યો નહીં. તેથી ફરી કહ્યું.
આપને મારી રાહ જોવી પડે અને પરિણામે આપનો મૂલ્યવાન સમય સહેજે વેડફાય, તે મને ન ગમે.”
આઇન્સ્ટાઇને કહ્યું, “ના, હું તમારી રાહ જોઈશ અને મારું કામ પણ કરીશ.”
મિત્રએ અપાર આશ્ચર્યથી કહ્યું, “કામ શી રીતે કરશો ?”
આઇન્સ્ટાઇને કહ્યું, “મારા અભ્યાસખંડમાં બેસીને વિજ્ઞાનના કોયડા ઉપર હું વિચાર કરતો હોઉં છું એ જ રીતે પુલને છેડે ઊભો રહીને પણ હું એ કોયડાઓ વિશે વિચાર કરી શકું છું, તેથી મારો સમય નહીં બગડે.”
કરુણાની
પેટી.
૧૯મી સદીના મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને (ઈ. સ. ૧૮૪૭થી ૧૯૩૧) અસાધારણ અવલોકનશક્તિ, તીવ્ર જિજ્ઞાસા અને બગડેલાં ઉપકરણોને સુધારવાની
કુશળતાને કારણે જગતને એક હજારથી વધુ સંશોધનોની ભેટ ધરી.
અહર્નિશ સંશોધનમાં ડૂબેલા રહેતા થોમસ આલ્વા એડિસને વીજળીના દીવાની, ગ્રામોફોનની અને ફ્લેક્સિબલ સેલ્યુલોઇડ ફિલ્મની તથા પ્રૉજેક્ટરની શોધ કરી. આ ઉપરાંત આલ્કલાઇન સંગ્રાહ ક કોષ, લોહમાંથી ખનિજને અલગ કરવાની પદ્ધતિ, ટેલિફોનનું કાર્બન ટ્રાન્સમિટર વગેરે શોધોથી વિશ્વભરમાં નામના મેળવી. એમણે ધાર્યું હોત તો પોતાનાં સંશોધનો દ્વારા અઢળક સંપત્તિ મેળવી શક્યા હોત, પરંતુ એમણે હંમેશાં સંપત્તિને બદલે સર્જકતા તરફ વધુ ધ્યાન આપ્યું અને સતત નવી નવી શોધખોળોમાં રચ્યા-પચ્યા રહ્યા.
રોજના નિયમ પ્રમાણે થોમસ આલ્વા એડિસન એક વિશાળ મેદાનમાં ફરવા નીકળ્યા, ત્યારે એમણે એક ઘાયલ પક્ષીને તરફડતું જોયું. આ મહાન વિજ્ઞાનીનું હૃદય કરુણાથી ઊભરાઈ
મનની મિરાત ૧૫૩
જન્મ ૧૪ માર્ચ, ૧૮, ઉદ્મ ટેનબર્ગ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯પપ, પ્રિન્ટન, ન્યુજર્સી, અમેરિકા
૧૫ર મનની મિરાત
Page #79
--------------------------------------------------------------------------
________________
ગયું. પ્રયોગશાળામાં જ સઘળો સમય વિતાવનારા આ વૈજ્ઞાનિક પક્ષીની સારવાર પાછળ લાગી ગયા. એમણે શહેરના કુશળ ડૉક્ટર પાસે જઈને પક્ષીને બચાવવા માટેના પ્રયત્નો કર્યા અને કેટલાક દિવસની સારવાર પછી એ પક્ષી હરતુંફરતું થયું, પરંતુ આ સમયગાળા દરમિયાન આ પક્ષીના બીજા સાથીઓ તો દક્ષિણ અમેરિકાના પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા હતા. હવે કરવું શું ? આ પક્ષી એના સાથીઓ વિના એકલુંઅટૂલું જીવશે કેમ ? આ વિચારે એડિસન વિહ્વળ બની ગયા. દક્ષિણના પ્રદેશમાં પાનખર હોય, ત્યારે આ પક્ષીઓ અહીં આવતાં હતાં અને વસંત આવતાં પાછાં દક્ષિણ અમેરિકા ભણી સ્થળાંતર કરતાં હતાં.
એડિસને એક સરસ પેટી બનાવી. એમાં ઘાસની અને પાણીની વ્યવસ્થા કરી અને પછી દક્ષિણ અમેરિકાના એક શહેરમાં એ પેટી મોકલી. જે કંપનીને આ પેટી આપી હતી. એને ખાસ તાકીદ કરી કે તમે આ શહેરમાં જઈને પેટી ખોલીને એમાંથી આ પક્ષીને મુક્ત કરી દેજો. આ કામ પૂરું થયાનો સંદેશો પણ મને મોકલજો. એસ્પેસ કંપનીએ આ વિજ્ઞાનીની ઇચ્છા પૂર્ણ કરી.
ગ્રીસના પ્રસિદ્ધ તત્ત્વચિંતક સૉક્રેટિસે
એના વિચારોથી ગ્રીસમાં વૈચારિક ધંતિનું ઉપયોગનું સર્જન કર્યું. મહાનગરની શેરીઓમાં ઊભો
રહીને એ પ્રવચન આપતો અને પોતાના જ રાખું ! વિચારોથી પ્રજાને અવગત કરાવતો. એના
જ્ઞાનથી આકર્ષાઈને પ્લેટો જેવા કેટલાય વિદ્યાર્થીઓ એમની પાસે આવવા લાગ્યા.
તત્ત્વજ્ઞાની સૉક્રેટિસને મહાનગરમાં યોજાયેલા સુંદર અને મૂલ્યવાન પ્રદર્શનમાં આવવાનું નિમંત્રણ મળ્યું. પોતાના પ્રિય શિષ્યો સાથે સૉક્રેટિસ આ પ્રદર્શનમાં ફર્યા.
એકેએક ચીજવસ્તુને એમણે ઊંડા રસથી નિહાળી. કઈ રીતે એ બનાવાય છે, શેમાંથી બનાવાય છે અને એ બનાવવામાં કેટલો સમય આપવો પડે છે, એ બધું જ રસપૂર્વક જાણ્યું. સુંદર કલાકૃતિ જોતાં એમણે કારીગરની કે કલાકારની પ્રશંસા કરી.
કોઈ કલાકૃતિ માટે પોતાના હૃદયનો આનંદ પ્રગટ કર્યો, તો કોઈ કલાકૃતિ માટે કલાકારને બોલાવીને એમણે અભિનંદન આપ્યાં. સમગ્ર પ્રદર્શન જોયા બાદ આયોજકે આ તત્ત્વચિંતકને પૂછ્યું, “આ પ્રદર્શનમાં મુકાયેલી અનેક કલાકૃતિઓ અને ચીજવસ્તુઓ આપને પસંદ પડી છે. એમાંથી આપને સૌથી વધુ
જન્મ ૧ ફેબ્રુઆરી, ૧૮૪૩, મિલાન, કાપો, અમેરિકા અવસાન : ૧૮ ઑક્ટોબર, ૧૯૩૧, વેસ્ટ રેજ, ન્યૂજર્સી, અમેરિકા
૧૫૪ મનની મિરાત
મનની મિરાત ૧૫૫
Page #80
--------------------------------------------------------------------------
________________
પસંદ પડી હોય એવી કૃતિ અમે આપને આપવા ઇચ્છીએ છીએ.”
સૉક્રેટિસે કહ્યું, “ઘણી કલાકૃતિઓ સુંદર છે. એની પાછળ કલાકારોએ જીવ રેડીને કામ કર્યું છે. પરંતુ મારે કોઈ કલાકૃતિની જરૂર નથી.”
નજીકના સાથીઓએ કહ્યું, “અરે ! તમે આટલાં બધાં વખાણ કર્યાં, તો એકાદ કલાકૃતિ તો સ્વીકારો? યોજકોની ઇચ્છાને તો માન્ય રાખો."
સૉક્રેટિસે કહ્યું, “શા માટે ? કલાકૃતિ ગમે તો જરૂર એની પ્રશંસા કરવી જોઈએ, પરંતુ કલાકૃતિની મારે જરૂર ન હોય તો એ લેવાનો અર્થ શો ? મારે તો મારા ઉપયોગનું જ રાખવાનું હોય, આવો પરિગ્રહ ઊભો કરું તો હું જાઉં ક્યાં ? બિનજરૂરી ચીજવસ્તુઓનું જીવનમાં કોઈ સ્થાન નથી. આપણા વૈદ્યો ઉત્તમ ઔષધો બનાવે છે, પરંતુ એનો અર્થ એ નહીં કે મારે એ બધાં જ ઔષધો લેવાં જોઈએ, સમજ્યા ? જેની જરૂર ન હોય તેવી ચીજવસ્તુઓનો સંગ્રહ કાં તો અડચણ ઊભી કરે છે અથવા તો આપત્તિરૂપ બને છે."
જન્મ
- ઇ. પૂ. ૪૬૯, અર્થેન્સ, ગ્રીસ અવસાન ૐ ઈ. પૂ. ૩૯, અથેન્સ, ગ્રીસ
૧૫૬ મનની મિરાત
વિશ્વયુદ્ધ સમયે બ્રિટનનો દોર એના મહામુત્સદ્દી પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલ
સિસોટીનો સંભાળતા હતા.
અવાજ
ચર્ચિલની નામના કડક વહીવટકર્તા અને મજબૂત સંકલ્પ ધરાવતા રાજપુરુષ તરીકે હતી.
એમનો ગંભીર ચહેરો જોઈને જ એમની સામે બોલવાની ભાગ્યે જ કોઈ હિંમત કરતું.
બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાંથી નીકળીને વડાપ્રધાન ચર્ચિલ પોતાના કાર્યાલયમાં જતા હતા. ચોકીદારો સલામી સાથે સાવધ ઊભા હતા.
એમની મોટરકાર આવી રહી હતી, એવામાં ચર્ચિલની પાસેથી એક પંદર વર્ષનો યુવાન પસાર થયો. એ લહેરી યુવાન સિસોટી વગાડતો જતો હતો.
ચર્ચિલને સિસોટીનો અવાજ સહેજે ગમે નહીં. જુવાનિયાઓ આ રીતે સિસોટી વગાડતા નીકળે તે સહેજે પસંદ નહીં એટલે ચર્ચિલે સત્તાવાહી અવાજે કહ્યું, “એય ! સિસોટી વગાડવી બંધ કર.'
મનની મિરાત ૧૫૭
Page #81
--------------------------------------------------------------------------
________________
લહેરી યુવાને કહ્યું, “શા માટે બંધ કરું ?”
ચર્ચિલે જવાબ આપ્યો, “મને સિસોટીનો અવાજ પસંદ નથી. કેવો કર્કશ અવાજ છે !”
લહેરી યુવાન મસ્તીથી બોલ્યો, “તો તમે તમારા કાન બંધ કરી દો ને ! શું તમે તમારા કાન બંધ નથી કરી શકતા ?”
આ સાંભળીને ચર્ચિલને ગુસ્સો આવ્યો. પોતાના વિભાગની કચેરીમાં ગયા.
મનમાં ફરી પેલા યુવાનના શબ્દો યાદ આવ્યા : ‘તમે તમારા કાન તો બંધ કરી શકો છો ને !'
અને મહામુત્સદી ચર્ચિલ ખડખડાટ હસી પડ્યા.
ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ સાહિત્યકાર,
વિવેચક અને ચિત્રકાર જોન રસ્કિને પોતાને હીરાની વારસામાં મળેલી મિલકતનો મોટા ભાગનો
હિસ્સો ગરીબો અને જરૂરતમંદોને વહેંચી ખાણ
દીધો હતો. રસ્કિને ‘અન ટુ ધીસ લાસ્ટ'
(૧૮૬૦) નામનું પુસ્તક લખ્યું, જેનો મહાત્મા ગાંધીજીએ ‘સર્વોદય’ને નામે ભાવાનુવાદ કર્યો અને એ પુસ્તકની ગાંધીજીની વિચારધારા પર પ્રબળ અસર થઈ હતી.
એક વાર જોન રસ્કિન પોતાના મિત્ર સાથે લંડનની ગલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આસપાસ ગરીબોના ઝૂંપડાં અને નાનાં નાનાં કાચાં મકાનો હતાં. રસ્તો કાદવ અને કીચડથી ભરેલો હતો. રસ્કિનનો મિત્ર વારંવાર રૂમાલથી મોં દાબીને કહેતો હતો કે “આ કાદવ-કીચડ તો જો ! કેવી દુર્ગંધ આવે છે! હાય, તોબા !'
જૉન રસ્કિન તો નિરાંતે આ માર્ગ પર ચાલતો હતો. એના પરેશાન મિત્રએ એને કહ્યું, “ચાલ, કોઈ બીજા સારા રસ્તા પર જઈએ.”
ત્યારે રસ્કિને હસીને કહ્યું, “અરે દોસ્ત ! આનાથી વધુ સારો રસ્તો બીજો કયો હશે ? આ તો અત્યંત કીમતી માર્ગ છે.
મનની મિરાત ૧૫૯
જન્મ : ૩૦ નવેમ્બર, ૧૮૭૪, એલિનહાઉમ, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૪ જાન્યુઆરી, ૧૯૬પ, ઓક્સફર્ડ ગ્રાઈહાઇડ પાર્ક, લંડન, ઇંગ્લૅન્ડ
૧૫૮ મનની મિરાત
Page #82
--------------------------------------------------------------------------
________________ જો તું ઊંડાણથી વિચારીશ તો ખ્યાલ આવશે કે આપણે તો હીરા-મોતી અને ઝવેરાત પથરાયા હોય એવા રસ્તા પર ચાલી રહ્યા છીએ.” મિત્રએ કહ્યું, “કાં તો તું પાગલ થઈ ગયો છે અથવા તો મારી મજાક કરે છે. અહીં તો ગંદકી સિવાય બીજું છે શું ? આ કાળી માટી કેટલી ખરાબ લાગે છે.” રસ્કિને વળતો પ્રશ્ન કર્યો, “તું જ કહે કે આ કાળી માટી છે શું? આ એ ખાણની માટી નથી કે જેમાંથી હીરા નીકળે છે. એટલે તો હું કહું છું કે આ જગતમાં કોઈ ચીજવસ્તુને નાચીજ માનવાની જરૂર નથી. જેને આપણે તુચ્છ, બેડોળ કે નાચીઝ માનીએ છીએ, એ ઘણી વાર સૌથી વધુ ઉપયોગી પુરવાર થાય છે. માત્ર એને સ્વીકારવાની અને એને લઈને આગળ વધવાનું સાહસ હોવું જોઈએ.” જન્મ : 8 ફેબ્રુઆરી, 1819, લંડન, ઇંગ્લેન્ડ અવસાન : 20 જાન્યુઆરી, 1900, કોઇન્સ્ટન, લંડન, ઇંગ્લેન્ડ 160 મનની મિરાત