________________
મીલ ખૂબ મૂંઝાયેલા અને અત્યંત અસ્વસ્થ હતા. આથી ટૉમસ કાર્લાઇલે પૂછ્યું, “મીલ, તને શું થયું છે ?"
જ્હૉન સ્ટુઅર્ટ મીલે હાંફતાં હાંફતાં નિસાસા નાખતા અવાજે કહ્યું, “મિત્ર, મને માફ કર. માફ કર. મારી નોકર બાઈએ તારી ફ્રેન્ચ ક્રાંતિ વિશેના લખાણની હસ્તપ્રતને ભૂલથી બાળી નાખી. માંડ એનાં થોડાં પાનાં બચ્યાં છે.”
૩૯ વર્ષના કાર્લાઇલ થોડી વાર સ્તબ્ધ બની ગયા. ખૂબ મહેનત અને ઊંડા અભ્યાસના પરિપાક રૂપે તૈયાર કરેલી આ કૃતિ હતી. થોડી વારે આઘાત પર કાબૂ મેળવીને કાર્લાઇલે મીલને કહ્યું, “અરે! પણ તું આમ ઊભો છે શા માટે ! બેસી જા. ખેર ! જે થયું તે થયું. બનવાનું હતું તે બની ગયું. હવે સહેજે ચિંતા કરીશ નહીં.”
જ્હૉન સ્ટુઅર્ટ મીલ શ્વાસ હેઠો મૂકીને બેઠો અને પછી મિત્ર સાથે મોડી રાત સુધી વાતો કરી. ધીરે ધીરે કાર્લાઇલે એને સાંત્વના આપી અને એના ખભા પર હાથ મૂકીને બોલ્યા, “મિત્ર ! સાંભળ, હવે બળી ગયેલી હસ્તપ્રતનો લેશમાત્ર વિચાર કરીશ નહીં, કારણ કે હું તો માનું છું કે વિદ્યાર્થી ખરાબ નિબંધ લખે અને શિક્ષક એને સારો, વધુ વ્યવસ્થિત અને સંપૂર્ણ બનાવવા માટે ફરી લખવાનું કહે તેમ બન્યું છે.”
ટૉમસ કાર્લાઇલે અસાધારણ ધૈર્ય અને ખંતથી આખીય હસ્તપ્રત ફરી લખી. એ ‘ધ હિસ્ટ્રી ઑફ ફ્રેન્ચ રેવલ્યૂશન'ને નામે પ્રગટ થયું અને એને અપાર પ્રતિષ્ઠા મળી. ખુદ કાર્લાઇલે પણ આવી અસાધારણ સફળતાની કલ્પના કરી નહોતી.
૨૪
જન્મ
- ૪ ડિસેમ્બર, ૧૭૯૫, સ્કૉટલેન્ડ અવસાન - ૫ ફેબ્રુઆરી, ૧૮૮૧, લંડન, ઇંગ્લૅન્ડ
મનની મિરાત
અમેરિકાના સોળમા પ્રમુખ અને પ્રખર માનવતાવાદી એવા અબ્રાહમ લિંકન
અંતરાત્માનો ઇન્ડિયાના રાજ્યમાંથી ૧૮૩૦માં પરિવાર
અવાજ
સહિત અમેરિકાના ઇલિનૉઇસ રાજ્યમાં આવ્યા. પ્રારંભમાં લાકડાં ફાડવાની અને વહે૨વાની મજૂરી કરીને પોતાના કુટુંબને સ્થિર કર્યું. ત્યાર પછી એક દુકાનમાં કારકુનથી માંડીને બીજી ઘણી નોકરીઓ કરી. થોડો સમય ઇલિનૉઇસ રાજ્યમાં પોસ્ટમાસ્તર તરીકે અને તે પછી મોજણી-અધિકારી તરીકે કામ કર્યું.
૧૮૩૪માં પચીસ વર્ષની ઉંમરે એમણે રાજકારણમાં ભાગ લેવાનો પ્રારંભ કર્યો. એ સમયે અમેરિકાના રાજકારણમાં ગુલામીની પ્રથા અંગે બે પક્ષો પડી ગયા હતા અને તેમની વચ્ચે સંઘર્ષ અત્યંત ઉગ્ર બન્યો હતો. અમેરિકાનાં ઉત્તરનાં રાજ્યોમાં ગુલામી પ્રથા સામેનું આંદોલન વેગ પકડતું હતું. તેમાં માત્ર રાજકારણીઓ જ નહીં, બલ્કે સાહિત્યકારો, સમાજસુધારકો અને ધર્મોપદેશકો પણ જોડાયા હતા અને પૂરી તાકાતથી ગુલામીની પ્રથાનો વિરોધ કરતા હતા. અમેરિકાનાં દક્ષિણનાં રાજ્યો ગુલામીની પ્રથાને ટેકો આપતાં હતાં અને એને હટાવવા ચાહતા આંદોલનકારો સામે હિંસા પર ઊતરી આવ્યા હતા તેમજ વખત આવે ખૂન પણ
કરતા હતા.
મનની મિરાત
૨૫