________________
ગ્રાહકે કહ્યું, “હા. અત્યંત જરૂરી. જરા બહાર બોલાવી લાવો.” પોતાનું કામ અટકાવીને બેન્જામિન ફ્રેન્કલિન બહાર આવ્યા, ત્યારે પેલા ગ્રાહકે પુસ્તક બતાવીને પૂછ્યું, “મિ. ફ્રેન્કલિન, આની ઓછામાં ઓછી કિંમત કેટલી ?”
બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, “સવા ડૉલર.”
ગ્રાહક આશ્ચર્યથી ઊછળી ઊઠો અને બોલ્યો, “અરે ! કમાલ છો તમે ! તમારા કર્મચારીએ એક ડૉલર કહી અને તમે એ જ પુસ્તકની કિંમત સવા ડૉલર કહો છો ?”
ફ્રેન્કલિને કહ્યું, “આપે મને બહાર બોલાવ્યો. મારે કામ છોડીને આવવું પડ્યું. મારો સમય બગડ્યો, માટે આની કિંમત સવા ડૉલર "
ગ્રાહક મૂંઝાયો. એણે વાતને સમેટતાં કહ્યું, “બસ, હવે આપ આની ઓછામાં ઓછી કિંમત બતાવી દો, એટલે હું લઈ લઉં. મારે ઝાઝી રકઝક કરવી નથી. એક વાર આપ એની પાકી કિંમત કહી દો.”
બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, “મહાશય, દોઢ ડૉલર.”
ગ્રાહકે કહ્યું, “કેવી વિચિત્ર વાત ? હમણાં તો તમે સવા ડૉલરમાં આપવા તૈયાર થયા હતા અને હવે દોઢ ડૉલર કહો છો?”
બેન્જામિન ફ્રેન્કલિન બોલ્યા, “મેં પહેલાં સવા ડૉલર કહ્યા હતા, પણ હવે દોઢ ડૉલર થશે. જેમ જેમ તમે સવાલો પૂછીને મારો સમય બરબાદ કરો, તેમ તેમ પુસ્તકની કિંમત પર સમયનું મૂલ્ય વધતું જશે."
વધુ કશું ન બોલતાં ગ્રાહકે દોઢ ડૉલર આપીને જરૂરી પુસ્તક ખરીદી લીધું.
૪૪
જન્મ અવસાન
: ૧૭ જાન્યુઆરી, ૧૭૦૬, બોસ્ટન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા : ૧૭ એપ્રિલ ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા
મનની મિરાત
અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જૉન ડેવિસન રૉકફેલરે સોળ વર્ષની વયે
કલ્યાણની ક્લીવલૅન્ડમાં એક દલાલી પેઢીમાં કારકુન
દૃષ્ટિ
તરીકે પોતાનું કામ શરૂ કર્યું અને પછી પ્રગતિ સાધતા ઉદ્યોગના ક્ષેત્રે આગળ
વધતા રહ્યા. એમણે સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીની સ્થાપના કરી. એની સામે ઇજારાવાદી પ્રવૃત્તિના આક્ષેપો પણ થયા. એમની કેટલીક કંપનીઓ સામે અદાલતી કાર્યવાહી પણ થઈ, છતાં દૃઢ મનોબળવાળા અને પોતાનું ધાર્યું સિદ્ધ કરવા મથનારા આ મક્કમ મનોબળ ધરાવતા ઉદ્યોગપતિ એક દિવસ શિકાગોમાં આવેલા સ્વામી વિવેકાનંદને મળવા દોડી આવ્યા. આમ તો આ પૂર્વે એમના મિત્રોએ હિંદુ સંન્યાસીને મળવાનું વારંવાર સૂચન કર્યું હતું, પરંતુ રૉકફેલરે કશી દરકાર કરી નહોતી. એક દિવસ કોઈ પ્રબળ આવેગથી દોરવાઈને જૉન રૉકફેલર એમના મિત્રને ત્યાં અતિથિ તરીકે ઊતરેલા સ્વામી વિવેકાનંદને મળવા દોડી આવ્યા.
દરવાજો ખોલનાર રસોઇયાને જરા બાજુએ હટાવતાં એમણે કહ્યું, “મારે હિંદુ સંન્યાસીને મળવું છે.”
રસોઇયાએ દીવાનખાનામાં બેસવાની એમને વિનંતી કરી. પણ રૉકફેલર એમ કંઈ રાહ જોઈ શકે ખરા !
મનની મિરાત
૪૫