Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 76
________________ નેપોલિયનને કહ્યું, “હવે હું કેદી છું, સમ્રાટ નથી. તમે એ વાત ભૂલી ગયા છો.” “પણ તેથી શું ?” નેપોલિયને કહ્યું, “એનો અર્થ એટલો કે એક સમયે કેડી તો શું, પણ હું મોટા પહાડને પણ હટી જવાનું કહેતો તો એ ખસી જતા હતા. પણ આ તો ઘાસનો ભારો ઉપાડતી ગરીબ સ્ત્રી પણ દૂર ખસશે નહીં. આપણે જ બાજુએ હટી જવું પડે. એ દિવસો તો ચાલ્યા ગયા.” સ્ટેશન પર રાહ જોઈને ઊભેલી ધનાઢ્ય મહિલાએ સાદાં વસ્ત્રોમાં રસ્તાની પોતીકી. બાજુએ ઊભેલા માણસને બૂમ પાડીને બોલાવ્યો. કમાણી એય પૉર્ટર ! અહીં આવ, તારું કામ છે.” સાદાં વસ્ત્રવાળી વ્યક્તિ એ ધનિક મહિલા પાસે આવી એટલે એ મહિલાએ તુમાખીભર્યા અવાજે કહ્યું, જો રસ્તાની સામે આવેલી હોટલમાં મારા પતિને આ સંદેશો આપી આવ અને પાછો આવીને મને સંદેશો પહોંચાડ્યાની જાણ કરજે. હું તને એ માટે થોડા પૈસા આપીશ.” પેલા પૉર્ટર એ મહિલા પાસેથી ચિઠ્ઠી લીધી અને હોટલમાં એના પતિને જઈને આપી આવ્યો. મહિલાએ એને એની મજૂરીના થોડા પૈસા આપ્યા. એ લઈને એ બાજુમાં ઊભાં રહ્યાં. એવામાં પ્લેટફોર્મ પર ગાડી આવી. ગાડીમાંથી ઊતરેલા શહેરના અગ્રણી મહાનુભાવો એ “પૉર્ટર'ને જોઈને સલામ કરવા લાગ્યા અને આદરપૂર્વક એમની પાસે જઈને વાતચીત કરવા લાગ્યા. પેલી મહિલાને અતિ આશ્ચર્ય થયું. આવા સાદાં વસ્ત્રવાળા જન્મ : ૧૫ ઓગસ્ટ ૧૩૯, એજેસીઓ, કોસિન્ન, ફ્રાંસ અવસાન ઃ ૫ ૧૮૨૧, સેટ હેલેના પુ. ૧૪૮ મનની મિરાત મનની મિરાત ૧૪૯

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82