Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ એન્ડ્રુ કાર્નેગીને મોટું આર્થિક નુકસાન થયું હતું અને તેમ છતાં એને શા માટે એન્ડ્રુ કાર્નેગીએ આવું જીવતદાન આપ્યું ? એણે કાર્નેગીને પ્રશ્ન કર્યો, ત્યારે કાર્નેગીએ કહ્યું, “તમે હડતાળ પાડી તે વાત સાચી. પણ મારા જીવનનો મુદ્રાલેખ જ એ છે કે બીજાને મદદ કરવી. જો હું બીજાને મદદ કરતો હોઉં, દાન આપતો હોઉં તો એમાં મારે શત્રુ કે મિત્રનો ભેદ રાખવાનો ન હોય. તમે બીમાર હતા એ બાબત જ મારે માટે મદદ કરવાનું પૂરતું કારણ હતું.” ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટનો જગપ્રસિદ્ધ વોટર્લ યુદ્ધમાં એ દિવસો પરાજય થતાં ૧૮૧૫ની ૨૨મી જૂને ગાદીત્યાગ કર્યો. ચાલ્યા ગયા એ પછી અમેરિકા નાસી જવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. દક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા બ્રિટિશ આધિપત્ય હેઠળના સેન્ટ હેલેના ટાપુ પર નેપોલિયનને કેદ કરવામાં આવ્યો. નેપોલિયન બોનાપાર્ટ એક વહેલી સવારે ફરવા નીકળ્યો. હોજરીના કેન્સરના દર્દથી પીડાતા નેપોલિયન સાથે એનો ડૉક્ટર પણ હતો. બંને એક કેડી પરથી પસાર થતા હતા, ત્યારે સામે એક મેલીઘેલી સ્ત્રીને માથે ઘાસનો ભારો લઈને આવતી જોઈ. નેપોલિયન બોનાપાર્ટની સાથે રહેલા ડૉક્ટરે તરત જ બૂમ પાડી, “એ બાજુએ હટી જા. નેપોલિયન બોનાપાર્ટ આવી રહ્યા જન્મ : ૨૫, નવેમ્બર, ૧૮૩પ, કન્ફર્મલાઇન, સ્કૉટલૅન્ડ અવસાન : ૧૧ ઑગસ્ટ, ૧૯૧૯, લેનોક્સ, અમેરિકા નેપોલિયને ડૉક્ટરનો હાથ પકડી લીધો અને એમને કેડીની બાજુએ લઈ ગયા. આશ્ચર્યચકિત થયેલા ડૉક્ટરે નેપોલિયનને પૂછ્યું, “તમે કેમ આમ કરો છો ?” ૧૪૬ મનની મિરાત મનની મિરાત ૧૪૭

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82