Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ નગરોમાં ઘૂમવા લાગી. પહેલાં દેહ પર સુવર્ણના અલંકારો શોભતા હતા, ત્યાં આ તાંબાના પતરાના બિલ્લા શોભવા લાગ્યા. એક પરદેશીએ આ સ્ત્રીઓને પૂછ્યું કે શા માટે તમે આવા સામાન્ય તામચંદ્રકો પહેરીને ફરો છો ? સ્ત્રીઓએ એમને જવાબ આવ્યો કે આ દરેક ચંદ્રક પર પ્રશિયાના મહાન રાજા ફ્રેડરિકે એમના હસ્તાક્ષરમાં લખ્યું છે કે અમે અમારા દેશની સેવામાં સુવર્ણદાન કર્યું છે. આવા રાષ્ટ્રસેવાના પ્રતીક સમા ચંદ્રક પહેરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ. આની સામે અતિ મૂલ્યવાન સુવર્ણ-અલંકારો તો તુચ્છ ગણાય. પ્રશિયાની પ્રજાની આ રાષ્ટ્રભક્તિએ એને વિજય અપાવ્યો, એ પછી આ પ્રજાએ આ બિલ્લા વંશપરંપરાગત રીતે ખૂબ ભાવથી જાળવી રાખ્યા. એમને મન એ સુવર્ણથીય વિશેષ મૂલ્યવાન હતા, કારણ કે એ એમની રાષ્ટ્રભક્તિ અને દેશ માટેના ત્યાગ, બલિદાનની ભાવનાનું પ્રતીક હતા. અમેરિકાના સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ પ્રમુખ જ્યોર્જ વૉશિંગ્ટન(૧૭૩૨થી સમયની. ૧૭૯૯)નાં દૂરંદેશીભર્યા કાર્યો અને નિર્ણયોને પરિણામે એમણે અમેરિકાને કિંમત. આગવી પ્રતિષ્ઠા અપાવી. રાષ્ટ્રીય હિતની જાળવણી કરીને એ મની સ્વસ્થ વિચારસરણીએ જાહેરજીવનને એક નવી દિશા આપી, એટલું જ નહીં પણ અમેરિકાને આર્થિક અને રાજ કીય રીતે મજબૂત દેશ બનાવ્યો. બ્રિટિશ વસાહતવાદ સામે યુદ્ધ ખેલવામાં અસાધારણ કુનેહ દાખવનાર જ્યોર્જ વૉશિંગ્ટને નાગરિક વહીવટીતંત્ર પણ કુશળતાપૂર્વક ચલાવ્યું. એમના સેક્રેટરી હેમિલ્ટન અત્યંત હોશિયાર હોવા છતાં સહેજે નિયમિત નહોતા. એ વારંવાર ઑફિસમાં મોડા આવતા હતા અને તેથી સમયના પાબંદ જ્યોર્જ વોશિગ્ટનને મુશ્કેલી પડતી હતી. પ્રમુખ વૉશિંગ્ટને એમને સમયસર આવવા તાકીદ કરી, એ પછી ચેતવણી આપી, આમ છતાં સેક્રેટરી હેમિલ્ટને એમની અનિયમિતતા જાળવી રાખી. જ્યોર્જ વૉશિંગ્ટન અકળાઈ ઊઠ્યા અને હેમિલ્ટનને બોલાવીને ગુસ્સા સાથે ઠપકો આપ્યો. જન્મ ૨૪ જાન્યુઆરી, ૨, બલિન, પશિયા અવસાન : ૭ ઓગસ્ટ, ૧૩૮૬, પાંડેમ, પ્રક્રિયા ૧૦૦ મનની મિરાત મનની મિરાત ૧૦૧

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82