Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ પાણીમાંથી માથું બહાર કાઢવા માટે યુવક તરફડવા લાગ્યો. અંતે સૉક્રેટિસે હાથની પકડ ઢીલી કરી. કિનારે આવ્યા ત્યારે એ નવયુવાને ઊંડો શ્વાસ લીધો અને જીવન બચી ગયું તે માટે ઈશ્વરનો પાડ માન્યો. સૉક્રેટિસે સવાલ કર્યો, “જ્યારે તમે પાણીની અંદર હતા, ત્યારે કઈ ચીજની તમારે સૌથી વધારે જરૂર હતી ?” શ્વાસ લેવા માટે હવાની.” સૉક્રેટિસે કહ્યું, “સફળતાનું આ જ રહસ્ય છે. તમે જે કંઈ હાંસલ કરવા માગતા હો, તેને માટે તીવ્ર તડપન હોવી જોઈએ. આવા પ્રબળ તડફડાટથી જ વ્યક્તિ જીવનમાં સફળતાની સીડી પર ચડી શકે છે.” અમેરિકામાં આંતરવિગ્રહ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. પ્રમુખ લિંકન માફીની આ અભૂતપૂર્વ કટોકટીનો હિંમતભેર સામનો કરતા હતા. તક આવે સમયે પણ પ્રમુખે પોતાના દરવાનોને સૂચના આપી હતી કે મને મળવા માટે જે કોઈ આવે, તેમાં સૌથી પહેલાં સામાન્ય માણસને પ્રવેશ આપવો. એમાં પણ પ્રમુખ પાસે કોઈની જિંદગી બચાવવા માટે અરજી લઈને આવનાર વ્યક્તિને પહેલાં દાખલ કરવી. આવે સમયે લશ્કરી અધિકારીઓ કે સેનેટરો મળવા આવ્યા હોય, તો એમને થોડી વાર થોભી જવા સુચના આપવી અને પ્રથમ આવા સામાન્યમાં સામાન્ય માણસને પ્રવેશ આપવો. દરવાનો પ્રમુખની સુચનાનું અક્ષરશઃ પાલન કરતા હતા, પરંતુ આનું પરિણામ સાવ જુદું આવ્યું. પ્રમુખ પાસે આદેશ મેળવવા આવતા લશ્કરી સેનાપતિઓ એક પળનો પણ વિલંબ સહન કરી શકે તેમ નહોતા. તેઓએ પ્રમુખ સામે અકળાઈને ફરિયાદ પણ કરી. પ્રમુખ અબ્રાહમ લિંકન કડક શિક્ષાના હિમાયતી નહોતા. લશ્કરમાંથી ભાગી જાય કે લશ્કરમાં ભૂલ કરે એને લશ્કરી મનની મિરાત ૧૨૭ જન્મ : ઈ. પૂ.૪૬૯, એથેન્સ, ગ્રીસ અવસાન : ઈ. પૃ. ૩૯૯, એથેન્સ, ગ્રીના ૧૨૬ મનની મિરાત,

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82