Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ ફરી અભ્યાસની તક મળતાં આઇન્સ્ટાઇન ઝુરિકની ફેડરલ પોલિટેકનિક એકેડેમીમાં દાખલ થયા. પોતાને ગમતા એવા ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયો. આઇન્સ્ટાઇનના જીવનની સફળતાનું પહેલું રહસ્ય એ કે એમણે પોતાના ચિત્ત પર અંકુશ રાખીને પોતાની વિચારશક્તિનો માત્ર ગમતાં ક્ષેત્રોમાં ઉપયોગ કર્યો અને એ ક્ષેત્રોમાં પોતાના ઉદ્દે શો પાર પાડવા માટે પૂર્ણ એકાગ્ર રહ્યા. નોબેલ પારિતોષિક-વિજેતા સાપેક્ષતા-સિદ્ધાંતના સ્થાપક એવા આ મહાન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આઇન્સ્ટાઇને એક વાર એમ કહ્યું હતું કે મને એ લોકોને જોઈને આશ્ચર્ય થાય છે કે જેઓ પોતાના મગજ પર ‘કાબુ” રાખવામાં અસમર્થ છે. વળી એમણે એ પણ કહ્યું કે એવા લોકોને જોઈને હું આશ્ચર્ય પામું છું કે જે ઓ બીજાના વિચાર પ્રમાણે ચાલે છે. તમારા ધડ પર આવેલું મગજ તમારું છે અને એના પર તમારો જ અધિકાર હોવો જોઈએ. વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફ ળ આગેવાની પૂરી પાડનાર રાજ પુરુષ ભીડનો. વિન્સ્ટન ચર્ચિલ મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા, પરંતુ એની સાથોસાથ એમની અનુભવી પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યા. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું. એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદ્ગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, “મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વસ્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.” મનની મિરાત ૧૩૩ જન્મ : ૧૪ માર્ચ, ૧૮૭૯, ઉલ્મ ગુટેનબર્ગ, જર્મની અવસાન : ૧૮ એપ્રિલ, ૧૯૫૫, પ્રિન્સટન, ન્યૂજર્સી, અમેરિકા ૧૩૨ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82