Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ ભૂખ મરી ગઈ છે. એમનું શરીર કુશ થતું જાય છે. આપ ડૉક્ટર છો, તેથી વિનંતી કરું છું કે એમને માટે કોઈ દવા મોકલશો કે જેથી એ સ્વસ્થ થાય. જોકે મારા ઘરમાં ગરીબી એટલી છે કે દવાના પૈસા ચૂકવી શકું તેમ નથી, પણ મદદ કરશો તો આપની આભારી થઈશ. ચિઠ્ઠી મળતાં ઉમદા સ્વભાવના આ સર્જક એ ગરીબ સ્ત્રીના ઘેર ગયા. એના પતિની શારીરિક તપાસ કરી. એના ઘરની દુર્દશા જોઈ. ડૉ. ગોલ્ડસ્મિથને સમજાયું કે એ ગરીબ સ્ત્રીનો પતિ રોગગ્રસ્ત તો છે જ, પરંતુ એથીય વધારે ગરીબાઈથી પણ પીડાય છે. ડૉ. ગોલ્ડસ્મિથે રજા લેતાં કહ્યું કે હું તમને થોડા સમયમાં દવા મોકલી આપીશ, જેથી તમે પુનઃ આરોગ્ય પ્રાપ્ત કરી શકશો. | ડૉ. ગોલ્ડસ્મિથ પોતાના નિવાસસ્થાને ગયા. એ સ્ત્રીની ગરીબાઈ જોઈને એમનું હૈયું વલોવાઈ ગયું હતું. એક નાની પેટી લીધી અને એમાં દસ ગીની મૂકીને એના પર લખ્યું, ‘તમને જ્યારે જરૂર લાગે ત્યારે આનો ઉપયોગ કરજો.’ સહુ કોઈ અમેરિકાના ન્યૂ યોર્ક શહેરના મેયર લા ગાર્ડીયા મહાનગરની પ્રજામાં અપાર લોકપ્રિયતા ધરાવતા હતા. કુશળ વહીવટકાર તરીકે એમની ખ્યાતિ સર્વત્ર ગુનેગાર વિસ્તરી રહી હતી, એથીય વિશેષ એ પ્રજાના પ્રશ્નો અને પરિસ્થિતિમાં ઊંડો અને જીવંત રસ લેતા હતા. એક વાર તેઓ ન્યાયાલયમાં જઈ પહોંચ્યા. એમને જાણવું હતું કે ન્યાયાલયમાં ક્યા પ્રકારના ગુનાઓ સામે કામ ચલાવવામાં આવે છે અને એવા ગુનાઓ થવાનું મૂળ કારણ શું ? ન્યાયાલયમાં એક કેસ ચાલતો હતો અને એમાં એક ગરીબ માનવીને ચોરીના અપરાધ માટે આરોપીના પાંજરામાં ઊભો રાખવામાં આવ્યો હતો. ચીંથરેહાલ માનવી પર થોડી બ્રેડ ચોરવાનો આરોપ હતો. દુકાનદારની નજર સહેજ આઘીપાછી થઈ કે એણે બેત્રણ બ્રેડ ચોરી લીધા, પરંતુ એ નાસવા જતો હતો ત્યાં ઝડપાઈ ગયો. ન્યાયાધીશે આ ગરીબને કહ્યું, “તમારી સામે ચોરી કરવાનો આરોપ છે. તમે શા માટે ચોરી કરી હતી ?” ગરીબ માનવીએ કહ્યું, સાહેબ, મારો આખો પરિવાર મનની મિરાત ૧૩૯ જન્મ : ૧0 નવેમ્બર, ૧૭૨૮, આયર્લેન્ડ . અવસાન : ૪ એપ્રિલ, ૧૭૭૪, લંડન, ઇંગ્લૅન્ડ ૧૩૮ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82