Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, “તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?” ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, “માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.” યુરોપનો કર્મશીલ નેતા, સમાજસુધારક અને કવિપ્રકૃતિ ધરાવતા ઇટાલિયન લેખક દાનીલો દો૨ી ઇટાલીના ગાંધી તરીકે જાણીતા બન્યા. ગાંધી. આ દોહ્યીએ સત્તાવાળાઓ, સ્થાપિત હિતો અને માફિયાઓનો વિરોધ કર્યો. તેણે જોયું કે ઇટાલીના પોર્ટિનિકો વિસ્તારમાં કારમી ગરીબી અને બેકારી પ્રવર્તે છે. દોહ્યએ આ બધા ગરીબો અને બેકારોને ભેગા કરીને કહ્યું કે આપણે હડતાલ પાડીએ, સત્યાગ્રહ કરીએ ! પહેલાં તો આશ્ચર્ય થયું કે કામ કરે તે હડતાલ પાડે, કારખાનાનો મજૂર હડતાલ પાડે, બેકાર વળી હડતાલ પાડતા હશે ? દાનીલો દોલ્વીએ કહ્યું કે આપણી હડતાળ એ જુદા પ્રકારની છે. આપણને કોઈ કામ આપતું નથી, એથી આપણે જાતે કોઈ કામ શોધી લઈએ અને એ રીતે સત્યાગ્રહ કરીએ તો એનો પ્રભાવ પડ્યા વિના નહીં રહે. એણે ગરીબો અને બેકારોને ભેગા કરીને શહેરના રસ્તાનું મનની મિરાત ૧૩૫ જન્મ : ૩૦, નવેમ્બર, ૧૮૭૪, વૃડસ્ટોક, ઇંગ્લૅન્ડ અવસાન : ૨૪, જીન્યુઆરી, ૧૯૬૫, હાઇડ પાર્ક ગેટ, ઇંગ્લેન્ડ ૧૩૪ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82