Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ અનેક કટુ અનુભવો થવા છતાં હૅલિટે મનની પ્રસન્નતાને જાળવી રાખી. એના વિધેયાત્મક અભિગમને પર જીવનના દુઃખદ અનુભવો પ્રભાવિત ન કરે તેનો ખ્યાલ રાખ્યો. હૅઝલિટે એના દસ વર્ષના પુત્રને એક પત્રમાં આ પ્રમાણે સલાહ આપી, “સારી વાત એ છે કે ‘હંમેશાં શ્રેષ્ઠ જ થશે’ એવી આશા રાખવી. અનિષ્ટોની કોઈ કલ્પના કરવી નહીં. કોઈ પણ વ્યક્તિ તરફ પૂર્વગ્રહથી જોવું નહીં, કારણ કે આપણે એમની સાચી પરિસ્થિતિથી વાકેફ હોતા કે નથી. કદી કોઈનો તિરસ્કાર કરવો નહીં કે ઈર્ષ્યા કરવી નહીં. દરેક વ્યક્તિને સારી ગણવી.” આથી પોતાના જીવનની આસપાસ વેદનાનો દાવાનળ સળગતો હોવા છતાં વિલિયમ હૅઝલિટે હૃદયની શીતળતા અને જીવનના શુભમાં શ્રદ્ધા જાળવી રાખી. ૯૬ જન્મ : ૧૦ એપ્રિલ, ૧૭૭૮, મેઇડસ્ટોન, કેન્ટ, ઇંગ્લૅન્ડ અવસાન : ૧૮ સપ્ટેમ્બર, ૧૮૩૦, સોહો, લંડન, ઇંગ્લૅન્ડ મનની મિરાત બત્રીસ વર્ષના અલ્પ આયુષ્યમાં અભૂતપૂર્વ વિજયો હાંસલ કરનાર ગ્રીસના સમ્રાટ સિકંદર (ઈ. સ. પૂર્વે ૩૫૬થી ઈ. સ. પૂર્વે ૩૨૩)ના પિતા રાજા ફિલિપ મેસિડોનિયાના રાજવી હતા. રાજા ફિલિપનું ખૂન થતાં સિકંદર(એલેકઝાંડર ધ ગ્રેટ)ને રાજગાદી સોંપવામાં આવી. બાલ્યાવસ્થાથી જ સિકંદરને વિશ્વવિજયનાં સ્વપ્નો જોવાની આદત હતી. એ સમયે ગ્રીસના પ્રસિદ્ધ દાર્શનિક ઍરિસ્ટોટલ પાસે સિકંદરે ગ્રીક સાહિત્ય, વિજ્ઞાન, હોમરનાં મહાકાવ્યો, વીરકથાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો. પરમ કર્તવ્ય એક વાર ગુરુ અને શિષ્ય ઘનઘોર જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં એક નાળું આવ્યું, જેમાં પૂરને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો. નાળું ઊંડું હતું અને ગુરુ ઍરિસ્ટોટલ એ નાળામાં પ્રવેશ કરવા જતા હતા, પરંતુ સિકંદરે એમને અટકાવ્યા અને પછી તો ગુરુશિષ્ય બંને વચ્ચે નાળું કોણ પહેલું પાર કરે, એ વિશે મોટો વિવાદ જાગ્યો. સિકંદર તો હઠ પકડીને બેઠો કે નાળું એ જ પહેલાં પસાર કરશે. બન્ને વચ્ચે થોડા વિવાદ પછી ઍરિસ્ટોટલને પોતાના શિષ્યની વાતનો સ્વીકાર કરવો પડ્યો. સિકંદરે પહેલાં નાળું મનની મિરાત ૯૩

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82