Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 53
________________ તમારી અનિયમિતતા અંગે તમને વારંવાર ચેતવણી આપી છે. હવે તમે નિયમિત બનો તો સારું.” હેમિલ્ટને પાંગળો બચાવ કરતાં કહ્યું, “શું કરું ? મારું ઘડિયાળ મોડું પડે છે, આને કારણે આવવાનો સમય સાચવી શકતો નથી.” જ્યોર્જ વોશિંગ્ટને ઉત્તર વાળ્યો, “હેમિલ્ટન, કાં તો તમે તમારું ઘડિયાળ બદલો અથવા તો મને મારી સેક્ટરી બદલવા દો. બાકી મારાથી આ અનિયમિતતા સહન નહીં થાય.” બીજા જ દિવસથી હેમિલ્ટનનું ઘડિયાળ નિયમિત થઈ ગયું. સર વિન્સ્ટન લેનાર્ડ સ્પેન્સર ચર્ચિલે વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરના ભયની હિંમત સામે અંગ્રેજ પ્રજાનું દેશાભિમાન જગાડીને એનું ખમીર ટકાવી રાખ્યું. હારતો નહીં બીજા વિશ્વયુદ્ધમાં કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કરી સાથી રાજ્યોને વિજય અપાવવામાં ચર્ચિલે મહત્ત્વની કામગીરી બજાવી. ઇંગ્લેન્ડની હેરી અને સંડહર્ટ્સ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરનાર ચર્ચિલ એક સમયે ‘મોર્નિગ પોસ્ટ' અખબારના યુદ્ધખબરપત્રી હતા, જેઓ સમય જતાં બીજા વિશ્વયુદ્ધની કટોકટી સમયે મિત્રરાજ્યને વિજય અપાવનારા બન્યા. આવા સમર્થ રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલની અંગ્રેજી ભાષાની વાકછટા અને લેખનશૈલી પણ અનોખી હતી અને ‘ધ સેકન્ડ વર્લ્ડ વૉર’ નામના એમનાં આત્મકથાત્મક યુદ્ધસ્મરણોનાં પુસ્તક માટે ચર્ચિલને ૧૯૫૩માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. સર વિન્સ્ટન ચર્ચિલ એક વાર પોતાની શાળાની મુલાકાતે ગયા. આખી શાળામાં આનંદોત્સવ થઈ ગયો, કારણ કે એનો મનની મિરાત ૧૦૩ જન્મ : ૨૨ ફેબ્રુઆરી, ૧૭૩૨, વેસ્ટમોરલેન્ડ, વર્જિનિયા, અમેરિકા અવસાન : ૧૪ ડિસેમ્બર, ૧૭૯, માઉન્ટ વેરનોન, વર્જિનિયા, અમેરિકા ૧૦૨ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82