Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ ભારે વેદનાથી એ ચીસો પાડવા લાગી. એનો પતિ મૂંઝાઈ ગયો. કિંકર્તવ્યમૂઢ બની ગયો. આવે સમયે એને શું કરવું એ સૂઝતું નહોતું. આ વિપત્તિના સમયે એણે હેન્રી જેમ્સને પોતાના ઘરમાં પ્રવેશતા જોયા. હેન્રી જેમ્સ એમને મદદ કરવા માટે દોડતા દોડતા ઘરની અંદર દાખલ થયા. પડોશીથી બોલાઈ ગયું, “અરે જેમ્સ ! તમે અહીંયાં ?” હેન્રી જેમ્સ વળતો સવાલ કર્યો, “કેમ ? હું અહીં ન આવી શકું?” પડોશીએ ગભરાટ સાથે કહ્યું, “ના, ના; એવું કશું નથી.” હેન્રી જેસ્સે કહ્યું, “તમારી પત્નીની વેદનાભરી ચીસો સાંભળતાં જ મેં ડૉક્ટરને તરત આવવાની સુચના આપી દીધી છે. તેઓ હમણાં આવી પહોંચશે. ફિકર કરશો નહીં. સહુ સારાં વાનાં થશે.” પડોશીની પરેશાનીનો પાર ન રહ્યો. એણે પોતાના મનનો ભાવ પ્રગટ કરતાં કહ્યું, “મને આશા નહોતી કે આપ આવી મુસીબતના સમયમાં અમારી મદદે આવશો, કારણ કે હું હંમેશાં તમને મારા પ્રખર દુશ્મન માનતો હતો.” વાતને અધવચ્ચે અટકાવતાં જ હેન્રી જેન્સે કહ્યું, “પરંતુ હું એવું નહોતો માનતો, મારા મિત્ર !” શંસના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટી લશ્કરી વ્યુહરચના અને ઉત્કૃષ્ટ માનપત્રનો. કાર્યશક્તિનો પરિચય આપીને કારકીર્દીના એક પછી એક શિખરો સર કર્યા. ફ્રાંસના ઇન્કાર તોપખાનાના બીજા દરજ્જાના લેફ્ટનન્ટ તરીકે લશ્કરી કારકીર્દીની શરૂઆત કરનાર નેપોલિયન સમય જતાં શંસનો સર્વ-સત્તાધીશ બન્યો. ફ્રાંસના મુખ્ય દુશ્મન દેશ સ્ટ્રિયાને પરાજિત કર્યું. આમ્સ પર્વત ઓળંગીને એણે વિયેનામાં પ્રવેશ કર્યો. એ પછી ઇજિપ્તમાં કૅરો નજીક પિરામીડના યુદ્ધમાં જીત મેળવી. ત્યારબાદ તુર્કસ્તાન સામે પણ યુદ્ધમાં વિજય હાંસલ કર્યો. નેપોલિયન જેવા સેનાનીને ફ્રાંસના લોકોએ સત્તા સોંપી અને નેપોલિયને કુશળ વહીવટકાર તરીકે એની કાબેલિયત બતાવી. ૧૮૦૪ના મે મહિનામાં ફ્રેન્ચ સેનેટ અને લોકોએ તેનો સમ્રાટ તરીકે સ્વીકાર કર્યો. નેપોલિયનના આવા દિગ્વિજયોને કારણે અગ્રણી નગરજનોએ નેપોલિયનને માનપત્ર આપવા માટે ઇચ્છા પ્રગટ કરી. મોટી સંખ્યામાં નગરજનો નેપોલિયનના મહેલની બહાર આવ્યા, ત્યારે નેપોલિયનના મદદનીશે સમ્રાટને જાણ કરી કે યૂરોપમાં ફ્રાંસની આણ પ્રવર્તાવવા માટે નગરજનો આપનું ભવ્ય બહુમાન કરવા માગે છે. નેપોલિયને કહ્યું, “તમે એમને મહેલના દરવાજેથી જ પાછા વાળો, મારે એમને મળવું નથી.” મનની મિરાત ૧૦૭ જન્મ : ૧૫ એપ્રિલ, ૧૮૪૩, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા અવસાન ઃ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૧૬, લંડન, ઇંગ્લૅન્ડ ૧૦૬ મનની મિરાત

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82