Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ હાથ લાંબો કર્યો અને માંડ માંડ નીકળતા શબ્દોથી ભીખની યાચના કરી. કરૂણાશીલ સર્જકના હાથ તરત જ પોતાના ખિસ્સામાં ગયા, પરંતુ એમને ખ્યાલ આવ્યો કે એ પાકીટ અને રૂમાલ બધું જ ભૂલીને બહાર ફરવા નીકળી પડ્યા છે. પેલા વૃદ્ધ ભિખારીનો મેલો, સૂકો ભંઠ હાથે આજીજી કરતો હોય તેવું લાગ્યું. તુર્ગનેવે એ હાથને પોતાના હાથમાં લઈને ભાવભર્યા અવાજે કહ્યું, “ભાઈ, માટું ન લગાડીશ. આજે તને આપવા માટે મારી પાસે કશું નથી.” ગરીબ ડોસાના ચહેરા પર તેજ આવ્યું. એના સુકા ભંઠ હોઠ સળવળ્યા અને એણે તૂર્ગનેવના હાથના આંગળાં વધુ દબાવતાં કહ્યું, અરે ભાઈ, વસવસો કર નહીં. આ હાથની હૂંફનું દાન આપનારા તો કોઈક જ છે. મને ઘણું મોટું દાન મળી ગયું.” વિખ્યાત ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફેરેડેનો જન્મ ખિતાબની અત્યંત ગરીબ કુટુંબમાં થયો હતો. એની પાસે નિશાળમાં અભ્યાસ કરવા માટે અનિચ્છા. પુસ્તકો નહોતો અને ફીના પણ સાંસા પડતા હતા. આથી માત્ર ૧૪ વર્ષની ઉંમરે માઇકલ કૅરેડેએ એક પુસ્તક-વિક્તા તરીકે કામ શરૂ કર્યું. એ જુદાં જુદાં પુસ્તકો લઈને બધે વેચવા જતો. વધુ આવક મેળવવા માટે એણે પુસ્તકના બાઇન્ડિંગનું કામ પણ શરૂ કર્યું અને આ કામની સાથોસાથ માઇકલ ફેરેડ પુસ્તકોનું વાંચન કરવા લાગ્યો. વાંચવાનો એવો તે શોખ કે એણે રસાયણશાસ્ત્ર પરનાં ઘણાં પુસ્તકો વાંચી નાખ્યાં. એના વાચનપ્રેમને જોઈને ઇંગ્લેન્ડના રસાયણશાસ્ત્રી સર હમ્ફી ડેવીએ પોતાના મદદનીશ તરીકે એને સાથે રાખ્યો. ૨૧મા વર્ષે એણે સર હમ્ફી ડેવી સાથે કામગીરી શરૂ કરી. ત્રીસ વર્ષની ઉંમરે તો માઇકલ ફંડેએ વિદ્યુત-મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું પ્રાથમિક પ્રતિરૂપ બનાવ્યું. બે વર્ષ બાદ ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર એ પ્રથમ વિજ્ઞાની બન્યો. એ પછી તો એણે એક પછી એક શોધ જન્મ : ૯ નવેમ્બર, ૧૮૧૮, ઑયલ, રશિયા અવસાન : ૩ સપ્ટેમ્બર, ૧૮૮૩, બગીવાલ, ફ્રાન ૧૧૨ મનની મિરાત મનની મિરાત ૧૧૩

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82